Dhup-Chhanv - 98 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 98

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 98

બીજે દિવસે સવારે અપેક્ષા સમય કરતાં થોડી વહેલી જ ઉઠી ગઈ હતી પરંતુ આજે તેનામાં દરરોજ જેવી ન તો એનર્જી હતી કે ન તો તેના ચહેરા ઉપર ખુશી દેખાતી હતી.
લક્ષ્મી પોતાના દરરોજના નિયમ મુજબ 6 વાગ્યે ઉઠીને પ્રભુ આરતી કરીને પોતાની અને અપેક્ષાની ચા બનાવી રહી હતી અને એટલામાં તો અપેક્ષા બ્રશ કરીને ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ તેને જોઈને જ લક્ષ્મી સમજી ગઈ હતી કે, હજી રાતની વાતોનો ભાર અપેક્ષાના મન ઉપરથી ઉતર્યો નથી. લક્ષ્મીએ તેને ખૂબજ પ્રેમથી બોલાવી અને તેને માટે તેમજ પોતાને માટે ગરમાગરમ ચા લઈને તે પણ અપેક્ષાની સામે ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ.
એટલામાં યુ એસ એ થી અક્ષતનો ફોન આવ્યો એટલે લક્ષ્મી પોતાના દીકરા સાથે વાત કરવા લાગી અને અપેક્ષાને વાત કરવા માટે કહેવા લાગી.
પણ અપેક્ષાનું મન જરાપણ માનતું નહોતું એટલે તેણે પોતાના ભાઈ અક્ષત સાથે પણ વાત કરવાનો ઈન્કાર કર્યો અને ફટાફટ ચા પી ને તે પોતાના રૂમમાં સાવરબાથ લેવા માટે ચાલી ગઈ.
લક્ષ્મી તેને બૂમ પાડી રહી હતી કે, ભાઈ તારી સાથે વાત કરવા માંગે છે બે મિનિટ તો વાત કરી લે પરંતુ લક્ષ્મી ના આ શબ્દો જાણે તેનાં કાને અથડાઈને પાછા વળી ગયા હતા અને પોતાના રૂમનો દરવાજો તે લોક કરીને અંદર રૂમમાં ચાલી ગઈ.
અક્ષતે અપેક્ષાની નારાજગીનું કારણ પૂછ્યું.
લક્ષ્મીએ પણ એક ઉંડો નિસાસો નાંખ્યો અને તે બોલી કે, "બેટા આપણી અપેક્ષાનું જીવન જ જાણે અટપટું છે તે તેને નિરાંતે શ્વાસ લઈને બેસવા જ નથી દેતું."
લક્ષ્મીના શબ્દોથી અક્ષત ચિંતામાં ડૂબી ગયો હતો અને બોલી રહ્યો હતો કે, "આમ ગોળ ગોળ વાતો ન કર માં જે થયું હોય તે ચોખ્ખે ચોખ્ખું કહું તો કંઈક ખબર પડે."
"અપેક્ષા ધીમંત શેઠને ત્યાં જોબ કરવા માટે જાય છે તે ધીમંત શેઠ એકલા જ રહે છે તેમનાં પત્ની ગુજરી ચૂક્યા છે અને તેમને આપણી અપેક્ષા ખૂબ ગમે છે તો તેમણે અપેક્ષાની સામે લગ્ન માટે પ્રપોઝલ મૂકી છે અને બસ જ્યારથી આ વાત અપેક્ષાએ સાંભળી છે ત્યારથી તેનું મગજ જાણે કામ કરતું બંધ થઈ ગયું છે.
"પણ એમાં આટલું બધું મગજ ઉપર શું લઈ લેવાનું, તેમની સાથે લગ્ન કરવાની આપણી ઈચ્છા ન હોય તો તેમને ચોખ્ખે ચોખ્ખી ના પાડી દેવાની એમાં આટલું બધું અપસેટ થવાની ક્યાં જરૂર છે?"
"બેટા અપેક્ષાને પણ ધીમંત શેઠ તો પસંદ હોય તેમ મને લાગે છે પણ તે પોતાના ભૂતકાળને યાદ કરીને ડિસ્ટર્બ થઈ જાય છે અને એમ વિચારે છે કે, મને કોઈની પણ સાથે લગ્ન કરવાથી સુખ મળશે જ નહીં અને પછી દુઃખી થાય છે."
"અચ્છા તો એવું છે. સારું ચલ હું પછી તેની સાથે શાંતિથી વાત કરીશ અને તું પણ માં તેને શાંતિથી સમજાવજે પાછી ફરીથી તેની તબિયત ઉપર આ બધી અસર ન થઈ જાય."
"હા બેટા સારું"
"અને બોલ માં તારી તબિયત કેવી છે?"
"બસ સારી છે બેટા અને તું અપેક્ષાની ચિંતા ના કરીશ એ તો હું તેને સમજાવીશ એટલે તે ઓકે થઈ જશે અને તે જો આ લગ્ન માટે તૈયાર થાય તો શું કરવું છે?"
"હા તેની તૈયારી હોય અને સામેનો માણસ જો યોગ્ય હોય તો એમ કરવામાં કંઈ ખોટું નથી."
"સારું બેટા ચાલ મૂકું." અને લક્ષ્મીએ ફોન મૂક્યો અને તે અપેક્ષા વિશે વિચારવા લાગી કે, જો અપેક્ષાનું મન માનતું હોય તો ધીમંત શેઠ ખૂબજ ખાનદાન માણસ છે અને તેમણે સામેથી પ્રપોઝલ મૂકી છે તો અપેક્ષાને તેમની સાથે પરણાવવામાં કંઈ વાંધો નથી એનું જીવન તો સુખેથી પસાર થાય."
અને આમ વિચારતાં વિચારતાં લક્ષ્મી રસોડામાં પ્રવેશી અને પોતાની દીકરી માટે આજે ટિફિનમાં શું બનાવડાવવું તે વિચારવા લાગી.
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
11/4/23