Janki - 36 in Gujarati Love Stories by HeemaShree “Radhe" books and stories PDF | જાનકી - 36

Featured Books
Categories
Share

જાનકી - 36

નિહાન જાનકી ને પોતાના ઘરે લઈ ને આવે છે.. જાનકી નિહાન ને રૂમ માં બોલાવે છે.. નિહાન રૂમ માં આવી ને પૂછે છે જાનકી ને... "શું થયું..!?"
જાનકી બોલી... "આ બ્લાઉસ ને ખોલી આપીશ પાછળ થી...!?" નિહાન તેની બાજુ માં જાય છે... અને પેહલા દુપટ્ટો જે પાછળ પીન થી લગાવેલ હતો તે ખોલે છે...જાનકી હવે કાન ના જુમકા અને બંગળીઓ ઉતરે છે, વચ્ચે પોતાના વાળ જરા આગળ લે છે તેથી નિહાન ને હુક સરખી રીતે દેખાય પછી બ્લાઉસ ના હુક ખોલી આપે છે... નિહાન જાનકી ને પોતાની તરફ ફેરવી ને કપાળ પર કિસ કરી ને રૂમ ની બહાર જાય છે કહે છે..
" હું ચાઈ બનાવુ છું... જમવું શું છે તે વિચારી લેજે બહાર થી લઈ આવીશ કે મંગાવી લેશું..."
જાનકી કહે છે... "બહાર થી નથી લેવું હું બનાવી લઈશ.. તું ચાઈ બનાવ હું આગવું હમણાં"
નિહાન ઠીક છે એવું કહી ને જાય છે... જાનકી નિહાન ના કબાટ માંથી તેનુ એક ટી-શર્ટ કાઢે છે જે નિહાન ને જરા લાંબું થતું હતું... તે પેહરી ને જાનકી હોલ માં આવે છે... જાનકી ને આમ જોઈ ને હવે નિહાન પોતાની જાત પર કાબુ ગુમાવા લાગ્યો હતો... તે પણ વાઇટ કલર નું હતું... નિહાન હંમેશા કહેતો.. જાનકી તારા પર વાઇટ કલર કંઈક વધારે જ સારો લાગે છે... જાનકી રસોડા માં આવે છે ચાઈ ની સાથે નિહાન પણ ગરમ થઈ ગયો હતો... જાનકી ત્યાં આવી ને જોવે છે કે શું બનાવશું અત્યારે...!? ત્યાં નિહાન બોલે છે.... "પૈવા બટેકા બનાવી નાખ જલ્દી થઈ જશે અને આપણે બંન્ને ભાવે એવું છે"
જાનકી બોલી... "હા એ બરાબર... પણ તો ચાઈ પણ પૈવા સાથે પીશું... હમણાં નહીં રાખી દે.."
નિહાન બોલ્યો... " બરાબર.. બીજું કંઈ...!?"
આટલું બોલી ને તે જાનકી ના વાળ ને એક તરફ કરી ત્યાં ગળા માં બટકું ભરતા બોલ્યો... "જાનકી જલ્દી બનાવજે મને ભૂખ લાગી છે..." અને જરા મસ્તી માં હસી ને ત્યાં થી હોલ તરફ જવા લાગ્યો.. તેને ખબર હતી કે જાનકી નજીક રહશે તો તે પોતાના પર કાબૂ નહીં રાખી શકે.. અને ચાઈ પૈવા બાજુમાં જ રહી જશે...
જાનકી પૈવા અને ચાઈ બનાવી ને પ્લેટ લગાવે છે પછી નિહાન ને બોલાવે છે.. બંન્ને સાથે એક જ પ્લેટ માં જમી ને હોલ માં સોફા પર બેઠા.. કોઈ મૂવી જોઈ રહ્યા હતા... નિહાન ને ટેકો લઈ ને જાનકી બેઠી હતી.. અને પગ પર બ્લેન્કેટ ઓઢી રાખેલ હતો... થોડી વાર પછી જાનકી એ કહ્યું..
"Jaaan, ચાલ ને રૂમ માં જઈએ ઊંઘ આવે છે..."
નિહાન જાનકી ને લઈ ને રૂમ માં આવી જાય છે... તેને બેડ પર આરામ થી સુવડાવે છે.. પછી પોતે તેની બાજુ માં સુઈ ને જાનકી ના વાળ સાથે રમત કરતો હતો... જાનકી ની આંખો માં અનહદ પ્રેમ જોઈ ને તે મન માં ને મન માં ખુશ હતો.. તે જાનકી ને બસ આમ જ જોઈ રહ્યો હતો... અને વારે વારી કપાળ પર કિસ કરી રહ્યો હતો.. જાનકી પોતાના હોઠ નિહાન ના હોઠ પર રાખી દે છે જાણે કોઈ રસ વરસતો હોય એમ બંને તે રસ નો પાન કરવા લાગ્યા... બંન્ને ની આંખો બંધ હતી.. જાનકી લાસ્ટ માં નિહાન માં હોઠ પર એક બટકું ભારે છે... બસ આની જ વાર હતી, પછી તો નિહાન નો અંદાજ જ બદલી ગયો.. તે જાનકી ના દરેક અંગ માં ધીમે ધીમે કિસ કરી રહ્યો હતો... જાનકી પણ તેનો સાથ આપતી હતી કોઈ પણ રોક ટોક વગર... થોડી વાર માં બંન્ને એક બીજા માં ભળી ગયા જેમ શરબત પાણી માં ભળી જાય એમ.... નિહાન જાનકી ને પાછળ થી એકદમ ટાઈટ પકડી ને સૂતો હતો.. જાનકી પણ તેનો હાથ પોતાના સ્તન પર પકડી ને સૂતી હતી... બસ આમ જ રહવું હતું બંન્ને ને આઉમ્ર... આમ જ બાહો માં સુતા હતા ક્યારેક સામે જોઈ ને એક બીજા ની આંખ માં આંખ પોરવી ને તો ક્યારેક નિહાન પાછળ થી પકડી ને સૂતો હતો.. લગભગ રાત ના બે વાગવા આવ્યાં હતાં... પણ બંન્ને માંથી કોઈ ની ને સુવા ની કંઈ પડી જ ના હતી... બંન્ને ને ખબર હતી જીવન માં પાછી આવી રાત મળશે કે નહીં તે ખબર નથી... બંન્ને આ રાત નો એક એક પળ એક બીજા સાથે મન ભરી ને વીતવા માંગતા હતા, પણ પ્રશ્ન એ હતો કે કોઈ નું મન ભરાતું જ ના હતું... નિહાન બેડ પર થી ઉભો થઈ ને કબાટ માંથી એક બેગ કાઢે છે, જાનકી તે જોઈ રહી હતી કે આ શું લઈ આવ્યો નિહાન...