Andhari Raatna Ochhaya - 26 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૨૬)

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૨૬)

ગતાંકથી....



મયંક પોતાની ઊંડી ઉતરી ગયેલી આંખો દિવાકર સામે ટેકવી મૂંગા મૂંગા થોડી ક્ષણ જોઈ રહ્યા બાદ ધીમેથી બોલ્યો : " ચાંઉ ચાંઉ !!"
"શું !!??.....એ ચીની કીડો...રાક્ષસ.. બદમાશ.."
"હા એ જ... એ જ પીળો કીડો... રાક્ષસ.."

"છે ક્યાં એ બદમાશ!!??,હું એને છોડીશ નહીં "
સહેજ અટકતા અવાજે મયંક હાથ લંબાવી દિવાકર ને કહેવા લાગ્યો: "આપ અહીં આવ્યા છો તે ઠીક થયું આપને હું કંઈક કહેવા માગું છું." એનો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો ને શબ્દો અસ્પષ્ટ બની રહ્યા હતાં....

હવે આગળ.....






ઉંહકારા કરતા કરતા અસહ્ય પીડાથી કણસતા મયંક બોલ્યો : " આપ અહીં આવ્યા એ બહુ સારું થયું હું આપને થોડી બાતમી આપવા માંગુ છું."
મૃત્યુનાં કિનારે ઉભેલા મયંક ના આ શબ્દો સાંભળતાં જ દિવાકર એકદમ દ્દિગ્મુઢ બની તેના મોં પાસે કાન લાવી તે જે કહે તે સાંભળવા તત્પર બન્યો. તેણે કહ્યું :" તમારે જે કંઈ કહેવું હોય તે અવશ્ય જ મને કહી શકો છો."

મયંક ઊંડો શ્વાસ લેતા બોલ્યો : "આમ તો તમારી અસલ ઓળખાણ મેં જાણી છે પ્રશાંત પાસેથી. .આપને મદદ કરવા માટે પ્રશાંત અત્રે આવ્યો હતો.," આ વાત સાંભળી દિવાકર નો શ્વાસ વિસ્મય થી ઘૂંટાવા લાગ્યો . " પરંતુ તેઓ અત્યાર સુધીમાં સુરક્ષિત છે કે નહીં તે હું કહી શકતો નથી .સાંભળો .ડૉ.મિશ્રા સોનાક્ષી ને ઉપાડી ગયો છે. ઘણા દિવસથી તેને આમ કરવાનો નિશ્ચય કર્યો હતો. આટલે દિવસે તેનુ ધારેલું આ કામ પાર પડ્યું છે પરંતુ તે તેને ક્યાં લઈ ગયો હશે તે હું જાણું છું...."
"ક્યાં લઈ ગયો છે?"
" કહું છું ,સાંભળો.
હમીરલેકથી દક્ષિણ બાજુએ મુનશી અલી રોડ નામનો એક રસ્તો આવેલો છે એ રસ્તાને એક છેડે ડૉ.મિશ્રા નું એક છુપો બંગલો આવેલો છે આમતો બહાર થી જોતા એ મકાન એક જ માળનું અને નાનકડું અને અતિશય જૂનું પુરાણું છે. તેના છાપરા ઉપર એક પાણીની ટાંકી છે .એ ટાંકી પર સફેદ રંગથી બોટ બે હલેસા મારતા માણસો સાથે ની ડ્રો કરેલી છે. રસ્તા પરથી એ ચિત્ર જોઈ શકાય છે. આ મકાનમાં જ એ તેને લઈ ગયો હોવા જોઈએ .જો આપ બચાવી શકો તો સોનાક્ષીને બચાવી લો અને ડૉ. મિશ્રા અને ચાંઉ ચાંઉને અવશ્ય જ સજા અપાવજો .એટલું કરી શકશો તો મારા આત્માને શાંતિ વળશે. પહેલા કબાટમાં એક લોડેડ પિસ્તોલ છે જો જરૂર લાગે તો એ સાથે લેતા જજો...."
આટલું સાંભળી દિવાકર ઉતાવળે પગલે કબાટ પાસે ગયો
કબાટ ખોલતા સામે જ એક લોડેડ પિસ્તોલ નજરે પડી તેને ખિસ્સામાં મુકતા એના મુખ પર સ્મિત આવી ગયું.તેણે આનંદ સાથે કહ્યું : "મયંક તમારો આભાર જેટલો ભી માનું ઓછો છે.તેમની ધ્રુજતી હથેળી હાથમાં લઈ તેને ધન્યવાદ આપતાં કહ્યું : "થેન્ક યુ,થેન્ક યુ સો મચ."

આ શબ્દો સાંભળી મયંક ના ફિક્કા ચહેરા પર ક્ષણિક હાસ્ય ફેલાઈ ગયું ; તેણે લથડતા અવાજે કહ્યું : "મારી કાર અત્યારે હશે કે નહીં એ તો પ્રભુ જાણે. પરંતુ ગેરેજ ની આજુબાજુ અંધારામાં તપાસજો કાર મળી જાય તો તમને વધારે કામ લાગશે !"
દિવાકર એકદમ ઉશ્કેરાયેલા હ્દયે રૂમની બહાર જવા પગ લંબાવે છે ત્યાં મયંક એકદમ દયામણા ને ધીમા સ્વરે બોલ્યો: " હવે એક જ વાત કહેવાની રહી પ્રશાંત મળે તો તેમને કહેજો એમના ખાસ મિત્ર નું ખૂન મેં કર્યું તેનું ખૂન તો કયુૅં છે ડૉ.મિશ્રા...."

બસ આટલું થઈ ચૂક્યું .આટલા શબ્દો પુરા કરી કોઈ અવ્યક્ત વેદના ભોગવતો મયંક નો દેહ એકદમ તણાવવા લાગ્યો. બે ચાર વાર ધમણની પેઠે શ્વાસો શ્વાસ એકદમ ગતિમાન બન્યા બાદ તેના ચંચળ દેહમાંથી પ્રાણપંખેરું ઊડીને અંનત સફરે ચાલ્યો ગયો. તેનો આત્મા પ્રભુ પાસે તેના કૃત્યોનો જવાબ આપવા રવાના થયો. ઘણીવાર સુધી નિ:શબ્દ બની દિવાકર ત્યાં જ સ્તબ્ધ ઉભો રહી, ત્યારબાદ દિવાકર વાયુવેગે બહાર નીકળ્યો.

થોડીવાર માં જ આ ભેંકાર નિસ્તબ્ધ જગ્યા કારના એન્જિન ની ગજૅનાથી ગાજવા લાગી.
અચાનક જ કારનો અવાજ થવાથી પવનસિંહ બહાર દોડી આવ્યો.
પ્રશાંતને અદશ્ય થયાને બહુ વાર થઈ હતી.દોડતી કાર પર ટોચૅનો પ્રકાશ ફેંકતા પવનસિંહે જોયું કે કોઈ એક યુવક એક નાની કાર ચલાવી ફુલ સ્પીડ થી બહાર નીકળી ગયો.

અંધારામાં એ યુવકનું મોં તો દેખાયું નહીં છતાં પવનસિંહે અનુમાન લગાવ્યું કે નક્કી પ્રશાંત જ કાર લઈને આમ ભાગ્યો હશે.દિવાકરને શોધવા માટે જ કદાચ એ આમ દોડતો ગયો લાગે છે.
પવનસિંહે અંદર આવી બધી જ હકીકત મિ.રાજશેખર સાહેબ ને જણાવી.
મિ.રાજશેખરે પ્રસંશાપૂણૅ ચહેરે કહ્યું : "એ માણસ નું આ સાહસ અનુકરણ કરવા જેવું છે.દિવાકરને બચાવવા તે કોઈ ગાંડાની માફક ભાગ્યો છે ; પરંતુ તેને આપણી મદદની જરૂર પડી શકે છે ."
શ્રીવાસ્તવ તરફ જોઈ તેણે કહ્યું ::" શ્રીવાસ્તવ તું હમણાં જ મેઈન પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર ઉપાધ્યાયને ટેલીફોન કર તેને કહે કે ઓછામાં ઓછા દસ બાર હથિયાર બંધ પોલીસ કર્મીઓને લઈ હમણાં ને હમણાં હમીરલેક પાસે આવેલા મુનસીઅલી રોડ પર આવેલ મ 586 નંબરના મકાન પર હુમલો કરે. તે મકાનમાં જે કોઈ પણ મળે તેને કેદ કરે તેમને પકડવામાં જરા પણ ગાફલાઈ કરવાની નથી. અને જો પ્રશાંત કે દિવાકર મળે તો તેને સંપૂર્ણ મદદ કરે સમજ્યો કે ! "
" યસ સર ." કહી તરત જ શ્રીવાસ્તવ રૂમમાં એક ખૂણા પર પડેલા ટેલીફોન પર વાત કરવા લાગ્યો. થોડીવારમાં તેણે પોતાનું કામ પૂરેપૂરું બજાવી લીધા બાદ મિસ્ટર રાજ શેખર સાહેબ કહ્યું : "હવે ચાલો આપણે આ મકાનની પુરે પૂરી તપાસ કરીએ મને મળેલી બાતમી મુજબ આ મકાન માં ઘણા ભેદભરમો છે અને તેમાં નવાઈ પામવા જેવું કંઈ નથી.
કોણ,! દરવાજા બહાર કોણ છે? પવનસિંહ!"
તેમણે ખિસ્સામાંથી પિસ્તોલ બહાર કાઢી. પવનસિંહ પિસ્તોલ પકડી બારણા બહાર દોડ્યો.

થોડીવારમાં તે એક માણસને પકડી અંદર આવ્યો મિ.રાજશેખર તેમના તરફ થોડી વાર વિસ્મયથી જોઈ રહ્યા.ત્યાર બાદ ધીમેથી બોલ્યા : "આપ વિશ્વનાથ બાબુ તો નહીં? આ મકાન આપનું છે ?"
વિશ્વનાથ બાબુ ધ્રુજતા અવાજે બોલ્યા : " આપનું અનુમાન સાચું છે. પરંતુ આપ કોણ છો ? આટલી રાતે મારા મકાનમાં શા માટે આવ્યા છો? આ શું ?આપ બધા પિસ્તોલ પકડી કેમ બેઠા છો. આપ શું પોલીસના માણસો છો ?"
મિ. રાજશેખર સાહેબે એકદમ મિઠાશ થી કહ્યું : " હા. આપને અમારે આજે રાતના હેરાન કરવા પડ્યા તેથી અમે દિલગીર છીએ .આપને મળવા માટે જ અમે અહીં આવ્યા છીએ. આપને થોડો પ્રશ્ન પૂછવાના છે."
વિશ્વનાથ બાબુ થાકી ગયેલા જેવી હાલતમાં આગળ વધી એક સોફા પર બેસી ગયા તેમણે પૂછ્યું : "આપને શી વિગત પૂછવાની છે ? "
"આપ શું આ મકાનમાં એકલા રહો છો ?"
એકલો નથી મારી દીકરી પણ મારી સાથે રહે છે. આજે આખી રાત મકાનમાં કંઈક શોર બકોર ચાલતો હોય તેવું સાંભળ્યા કરું છું.સાચુ કહું તો મને બહુ ડર લાગતો હતો; એક તો શરીર સારું નથી તેમાં વળી આવી ધાંધલ સાંભળી મારાથી રૂમમાં રહી શકાયું નહીં. હકીકત શું છે તે જાણવા માટે બહાર આવ્યો છું."

શું ‌વિશ્વનાથ બાબુ બધી હકીકતથી વાકેફ હશે?
શું તેઓ આ બધી જ વાતમાં સંડોવાયેલા હશે?
જાણવાં માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ......