Lagnio ni laher - 4 in Gujarati Thriller by Komal Sekhaliya Radhe books and stories PDF | લાગણીઓ ની લહેર... - 4

Featured Books
Categories
Share

લાગણીઓ ની લહેર... - 4

જાણે આવી રહેલી સુંગંધ ની દિશા માં મનીષ તણાવા લાગ્યા ને ક્ષણ માં તો શોભા એના મેનેજર સાથે પાર્ટી માં આવી પહોંચી.લાંબા મરુંણ ગાઉન માં ને હૈર સ્ટાઇલ માં શોભા આકર્ષક લાગી રહી હતી.મનીષ ની નજરો શોભા ઉપર અટકી ગઈ.રિયા ગુસ્સા માં તો ઠીક પણ કટાક્ષ માં શોભા ને બોલાવી...
રિયા: વેલ કમ!મારા જૂના બૉસ ને નવા હરીફ. જેમણે મે આજની મીટીંગ માં ઊંધા ભોડે પછાડ્યા છે....તો એક્સ બૉસ! હાઉસ યુ ફીલ????
શોભા:(હસતા ચેહરે ને હાથ માંથી ફૂલ નો ગુચ્છો રિયા ને આપતા)
એવું બધું ચાલતું રે. બટ તું સારી ખિલાડી બનવાનો ટ્રાય કરે છે.ગુડ પ્લેડ હા!!
રિયા: એની વૈઝ! મીટ માય બોય ફ્રેન્ડ મનીષ કુમાર!
શોભા:(મનીષ સામુ જોઈને)હેલ્લો મિસ્ટર મનીષ....
મનીષ:હેલ્લો મેમ!કેમ છો તમે?
શોભા:ગુડ...બાય ધ વે નાઇસ પાર્ટી હા રિયા!
રિયા:ઓફ કોર્સ!શહેર ની એક માત્ર લેડી બીઝનેસ પર્સન બની ગઈ છું.એની પાર્ટી તો આપવી પડે ને?અને તમને કેવી લાગી તમારી હાર??જે છોકરી ને તમે નોકરી માંથી કાઢી મૂકી એણે તમારા ત્રણ ત્રણ કોન્ટ્રાક્ટ તમારા હાથ માંથી ઝુંટવી લીધા ને તમે કશું કરી પણ ના શક્યા.....
રિયા ની વાત સાંભળી મનીષ ચોંકી ગયો. જેણે રિયા ને નોકરી માંથી કાઢી હતી એ બીજું કોઈ નહિ પણ શોભા પોતે હતી..હવે મનીષ ને શોભા પર ગુસ્સો આવ્યો. જેણે એની પ્રેયશી ને રડાવી એણે પોતે તો રડાવી જ પડે એમ વિચારી શોભા ને પાઠ ભણાવા નું નક્કી કર્યું.પણ શોભા વિશે બઉ જાણતો નહતો.ને સામે રહે છે એના સિવાય કશું ખબર નથી શોભા વિશે.પણ શોભા ની હિંમત કેવી રીતે થઈ રિયા ની આંખ માં આંસુ લાવવાની???હવે શોભા ને રડાવી નેજ રહેશે એવું નક્કી કરી રિયા નો હાથ પકડી ડેન્સ ફ્લોર પર જવા લાગ્યો.ત્યાં શોભા એ અટકાવતા ....
શોભા: રૂકિયે જરા મિસ્ટર એન્ડ મિસિસ કુમાર!રિયા તારે મારા પર ગુસ્સો કરવાની જગ્યા એ મારો આભાર માનવો જોઈએ કે જો મે તને નોકરી માંથી ના કાઢી હોત તો તું આજે મારી હરીફ ના હોત!
રિયા:ઓહ .....
રિયા આટલુ બોલી ને મનીષ સાથે ડાન્સ કરવા લાગી.શોભા એ ડ્રીંક હાથ માં લીધું ને બીજા હાજર બીઝનેસ મેન સાથે વાતો માં વ્યસ્ત થઈ ગઈ.પણ મનીષ ની આંખો શોભા એક કટ્ટર પ્રતિ સ્પર્ધી ને દુશ્મન બની ગઈ.હવે તો શોભા ને જોવી પણ ગમતી નહતી.જ્યારે શોભા માં ભરાયેલા આ ઘમંડ ને તોડી ને એને રિયા આગળ રડતી ના કરે ત્યાં સુધી નહિ છોડે.
શોભા પિતી ગઈ ને એને ચડતું ગયું.એના મેનેજર એ આવીને કાન માં કઈક કહ્યું ને શોભા એ ડ્રીંક નો ગ્લાસ મૂકી દીધો ને બન્ને નીકળી ગયા.
મનીષ એ જોયું તો ક્યાંય શોભા દેખાઈ નઈ. એણે રિયા ને આવું એમ કહ્યું ને શોભા ને ગોતવા લાગ્યો.પણ શોભા ક્યાંય દેખાતી નથી. એ બહાર ગયો ને જોયું તો શોભા પોતાના મેનેજર સાથે નીકળી ગઈ ગાડી માં.ત્યાં મનીષ નો મેનેજર પણ પાછળ આવ્યો ને મનીષ સાથે જમવા માટે કહ્યું.મનીષ કંઈ બોલ્યા વિના પાર્ટી માં ચાલ્યો ગયો ને મેનેજર અને રિયા સાથે જમવા લાગ્યો.મેનેજર એ કહ્યું કે "આજે મેડમ વધારે ખુશ લાગી રહ્યા છે."
"ખુશ રહે એજ તો મારા જીવન માં મહત્વ નું છે" મનીષ ની વાત સાંભળી મેનેજર હળવો હસ્યો.ને પોતાની પ્લેટ પર ધ્યાન કેન્દ્રિત કરી જમી ને નીકળી ગયો.
આજે મેનેજર ખૂબ શાંત દેખાયો.જોકે હમેશાં શાંત જ રહે છે પણ આજે ખૂબ અલગ દેખાયો જેને મનીષ એ નોટિસ કર્યું પણ હાલ શોભા નું ભૂત હતું તો બીજું કંઈ બોલ્યો નહિ.જમી ને રિયા ને બાય બોલી પોતે પણ નીકળી ગયો.રિયા એની ફ્રેન્ડ્સ જોડે વ્યસ્ત થઈ ગઈ.મનીષ સીધો પોતાના ઘરે ગયો ને ગાડી પાર્ક કરી.સીધું એણે શોભા ના ઘર તરફ જોયું તો શોભા ગાર્ડન માં બેઠી હતી.શોભા ગાર્ડન માં ઓઢીને સોફા માં બેઠી બેઠી કોઈ જોડે ફોન માં વાત કરી રહી હતી...મનીષ પોતાના રૂમ ની બલ્કની માંથી જોઈ રહ્યો હતો.ત્યાં વાત કરતા કરતા શોભા ની નજર મનીષ પર પડી.શોભા એ મનીષ ને હળવી સ્માઇલ આપી ને પોતાની વાત ચાલુ રાખી.અચાનક ઘર આગળ એક ગાડી આવીને ઊભી રહી ને શોભા ના ઘર ના મેઈન ગેટ ઉપર થી કુદી ને શોભા ને ઘેરી વળ્યા. આ વળી નવું શું આવ્યું?મનીષ કંઈ વિચારે એના પહેલા પેલા લોકો શોભા ને ઉપાડી.શોભા મને બચાઓ કોઈ બચાઓ એટલા માં લીલા માસી દોડીને બહાર આવી ને ધોકે ધોકે ફરી વળી.પણ પાછળ થી એક માણસ એ લીલા માસી ના માથા માં માર્યું.ને માસી પડી ગયા.
મનીષ કૂદકો મારો ને નીચે આવ્યો.એટલા માં પેલા લોકો શોભા ને ઉપાડી ને લઈ જવા લાગ્યા.મનીષ આવે એ પહેલા ગાડી માં નાખી ને શોભા ને લઇ જવા લાગ્યા.મનીષ એ પોતાની ગાડી સ્ટાર્ટ કરી ને શોભા ને લઇ જઇ રહેલા લોકો નો પીછો કર્યો.ગાડી સૂમસામ એરિયા માં જવા લાગી.ને એક સૂમસામ જગ્યા એ ઉભી રહી.શોભા નશા માં ઘેરાઈ ગઈ હતી.ને બેભાન પણ થઈ ગઈ.મનીષ એ પોલીસ ને કૉલ કર્યો ને થોડી વાર માં પોલીસ આવી ગઈ ને એ બદમાશ લોકો ને લઇ ગઈ.ને શોભા ને મનીષ પોતાની ગાડી માં ઘરે લાવ્યો.ને લીલા માસી માટે હોસ્પિટલ કૉલ કર્યો ને પોતાના એક મિત્ર ડૉક્ટર ને ઘરે બોલાવ્યો.ને એણે શોભા ને એના રૂમ સુધી પહોંચાડી.શોભા ની ખુશ્બુ એની અંદર ઉતરી ગઈ.શોભા ના શરીર નો સ્પર્શ ને મનીષ ના આખા શરીર માં જણ જણાતી!પોતાની જાત ને સાચવી શોભા ને ચાદર ઓઢાડી મનીષ પરસેવે રેબ જેબ નીકળી ગયો.
ને પોતાના ડૉક્ટર મિત્ર સાથે લીલા માસી ને દવા માં મદદ કરવા લાગ્યો.ને થોડી વાર માં લીલા માસી ને રાહત થઈ.ને મનીષ ને હાથ જોડવા લાગી.
લીલા માસી:(રડતા રડતા)દીકરા તું ના હોત તો આજ શું થાત મારી શોભુ નું???
આટલું બોલી માસી ફરી રડી પડ્યા.મનીષ એ માસી ને ગળે લગાડ્યા ને શાંત થવા કહ્યું.માસી શાંત થઈ હળવે થી સોફા માં બેઠા.મનીષ એ સાચવી ને લીલા માસી ને શોભા ના રૂમ માં પહોચાડ્યા.માસી શોભા જોડે બેઠા ને બેઠા બેઠા જ સુઈ ગયા.મનીષ એ ડૉક્ટર મિત્ર નો આભાર માન્યો ને ડૉક્ટર ને દરવાજા સુધી વળાવી.શોભા ના ઘરે એના સોફા પર જ સુઈ ગયો.સવાર પડી ત્યારે શોભા આંખો ખિંચતી ઊઠી.ને જોયું તો લીલા માસી ના માથે પાટો બાંધેલો હતો. એ ભડકી ને એણે લીલા માસી ને જરા હળવે થી હાથ લગાડ્યો ને માસી ઊઠી ગયા.
શોભા:શું થયું લીલા તને?? આ તારા માથે શું વાગ્યું?
લીલા માસી:હું બુન તમેય. આ તમન રાતે ગુંડા ઉપાડી જ્યાતા.તે હોમે વાળા સાહેબ આયા ન મારા માટે ડૉક્ટર લાયા તમને ઉપાડી ને લાયા.
શોભા ભડકી ને ઊઠી.ને દોડી ને હૉલ માં જોયું તો મનીષ સોફા માં ઊંગ્યો હતો.શોભા દોડી ને નીચે આવી. એણે મનીષ ને અવાજ લગાડી.ને મનીષ જબકી ને જાગ્યો......ને સામે ....
(ક્રમશઃ)