Shamanani Shodhama - 6 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શમણાંની શોધમાં - પ્રકરણ 6

Featured Books
Categories
Share

શમણાંની શોધમાં - પ્રકરણ 6

           શ્યામના સમયપત્રકમાં એક નવી પ્રવૃત્તિ ઉમેરાઈ હતી - અર્ચનાના મેસેજ અને મિસકોલની રાહ જોવી. કોઈ રાતે એનો મેસેજ કે મિસકોલ ન આવે તો એ અગિયાર વાગ્યા સુધી રાહ જોતો અને રાહ જોતા જોતા જ સુઈ જતો.

          જોકે અર્ચના ઓનલાઈન ન આવવાની હોય કે ફોન પર વાત ન કરી શકે એમ હોય તો રાતના નવેક વાગ્યા પહેલા એ એને ટેકસ્ટ-મેસેજ કરી દેતી.

          એકબીજાને પસંદ કર્યા પછી એમણે એકબીજાની પસંદ-નાપસંદ જાણવાનું શરુ કર્યું. શ્યામને ગુલાબી રંગ પસંદ હતો અને અર્ચનાને વાદળી રંગ ગમતો હતો. છોલે ભટુરે એકની ફેવરીટ ડીશ હતી જયારે બીજાને મગની દાળ, બાજરીનો રોટલો ભાવતો હતો. છોલે શબ્દથી તો એ પરીચિત હતો. અર્ચના પાસેથી એને જાણવા મળ્યું કે ભટુરે એટલે મોટી પૂરી જેવું સમજવાનું. એ ક્યારેક બજારમાં નાસ્તો કરતો પણ એના મેનુમાં પફ, દાબેલી, કચોરી, સમોસા કે ખમણ રહેતા. છોલે-ભટુરે હજુ ગુજરાતમાં એટલા જાણીતા બન્યા નહોતા.

          ક્યારેક એમના વચ્ચે દલીલો પણ થતી.

          “તુજે કોનસી મુવી પસંદ હે?” 

          “વિવાહ.”

          “જ્યાદાતર લડકિયાં ઇસ મુવીકો હી આપની ફેવરીટ બતાતી હે.”

          “મુવી અચ્છી હે ઈસલીયે.”

          “યા સિર્ફ લડકેકો બલિદાન દેના પડતા હે ઈસલીયે?”

          “આપકો કોનસી મુવી પસંદ હે?”

          “રામ તેરી ગંગા મેલી...”

          “કયું...?”

          “ક્યુકી ઇસમેં પ્યારકો પાનેકે લિયે લડકી સંઘર્ષ કરતી હે...”

          “મતલબ આપ ચાહતે હો કી સિર્ફ મેં હી કોશિશ કરું?”

          “નહિ, હમ દોનો કરેંગે. ઓરત ઓર આદમી દોનો કો સમાન તક મિલની ચાહિયે.”

          એ દલીલો કરતા અને દલીલોનું પરિણામ અનિર્ણાયક રહેતું.

          “આપસે બાતે કરને મેં મજા આતા હે.”

          “સાથ મેં રહોગે તો જિંદગી જીને મે ભી મજા આયેગા.”

          “મુજે આપ પર ભરોશા હે કી આપ મુજે કભી દુઃખી નહિ કરોગે. ભગવાનને ચાહા તો હમ સાથ જીયેંગે ભી.”

          શ્યામ નાનો હતો ત્યારે એમના ગામમાં મેળો ભરાતો. એ મેળામાં જતો. જાદુગર, આડા અને ઉભા ચગડોળ, બંદુકથી ફુગ્ગા ફોડવા જેવા બાળકોના મનોરંજન કરવાવાળા પણ એ મેળામાં આવતા હતા. એ મેળામાં એક નાની ટ્રેન હોતી. ટ્રેન એટલે બસની લંબાઈ જેટલી ટ્રેન. એ ગોળ પાટા પર ફર્યા કરતી. એ એમાં બેસતો. બહુ મજા આવતી.

          ફરી શ્યામ એ જ ટ્રેનમાં હતો. એ જ ટ્રેન, એજ પાટા. ફર્યા કરવાનું પણ જવાનું ક્યાંય નહિ. કોઈ મંજિલ પણ નહિ. બસ ગોળ ગોળ ફરવાનું. એનું જીવન પણ ત્યારે એવુ જ બની ગયું હતું. અર્ચના સાથે વાતો કરવાની, પ્રેમ વ્યક્ત કરવાનો. એને ખબર જ હતી કે ક્યારેય મળવાનું નથી. કદાચ નિસ્વાર્થ પ્રેમ જ ગણાય. મનુષ્યના વિચારો બદલાયા કરે છે. અને આમ પણ મંજિલ વગર તમે રસ્તા પર કેટલા દિવસ ચાલ્યા કરો.

                                                                                                        *

          દિવાળી પહેલાના કોઈ એક રવિવારે અર્ચનાનો ફોન આવ્યો.

          “બોલ અર્ચના. દો તીન દિનસે તુમ બાત નહિ કર પાઈ. ક્યા બાત થી?”

          “પિછલે ફ્રાઈડે મેરી છોટી બહન કાવ્યા ઔર મનીષા કી મંગની હો ગઈ. મેં બહુત ખુશ હું.”

          “મેરી ઓર સે ઉનકો બધાઈ દેના.”

          “ઉનકી મંગની દેખકે મેરે દિલ મે ભી અરમાન જગે હે.”

          “પર હમ કયા કર સકતે હે...?” શ્યામે નિશ્વાસ સાથે કહ્યું.

          “મેને એક ફેસલા લિયા હે. હમ ભાગકે શાદી કરેંગે. દુર રેહકે તડપ તડપકે મરનેસેં અચ્છા હે કી સાથમેં મરે. હો સકતા હે પાપા હમે કુછ ના ભી કરે.”

          “મેં તો બીના કોઈ મંજિલ સફર કર રહા થા. અબ મંજિલ હે તો જીને મેં ઔર મજા આયેગા.”

          “પર એક શર્ત આપકો માનની પડેગી.” એ બોલી.

          “ક્યા?”

          “અગર મેં અભી આપકે સાથ ભાગુંગી તો મેરી બહનો કી મંગની તૂટ જાયેગી. હમ ઉનકી શાદી કે બાદ ભાગેંગે. આપકો ઈંતઝાર કરના પડેગા.”

          “મુજે મંજુર હે.”

          “મેરી બહનોકી શાદી જલ્દ હો જાયેગી. હમે જ્યાદા ઇન્તઝાર નહિ કરના પડેગા.”

          “ઠીક હે...”

          “મુજે યહી ઉમ્મીદ થી. બાય. મુજે ઘરમે કામ નીપટાના હે...”

          “બાય...”

          શ્યામના જીવનમાં આશાઓ બંધાઈ. એ ખુશ હતો. એ નિયમિત દાઢી બનાવવા લાગ્યો હતો. એના જીવનમાં ઉલ્લાસ છવાઈ ગયો. એની આસપાસનું વાતાવરણ પણ ઉલ્લાસભર્યું બની ગયું હતું. ખરેખર, માણસ ખુશ હોય ત્યારે પ્રકૃતિ પણ ખુશ થઈ જતી હોય છે કે પછી એને એવું લાગવા માંડે છે. હવે શ્યામના લેપટોપમાંથી દર્દભર્યા ગીતોનું ફોલ્ડર ડીલેટ થઈ ગયું હતું અને એનું સ્થાન નાઈન્ટીના દશકાના રોમેન્ટિક ગીતોએ લઈ લીધું હતું.

          કાજલની તસ્વીર ઉપર ફૂલ ચડાવતા જાણે એ હસતી હોય અને કહેતી હોય, “ભાઈ આ બધું મારા માટે કરે છે ને? એક હેન્ડીકેપ છોકરી, અજાણ્યી, છતાં એને પ્રેમ આપે છે? મને જે ન મળ્યું એ એને આપે છે ને?” તસ્વીરમાં કાજલ મીઠું હસીને પૂછતી હોય એવો અભાસ એને થતો અને એ હકારમાં માથું હલાવી કહેતો.... “હા કાજલ....”

                                                                                                            *

          શ્યામ અને અર્ચનાની પ્રેમ- કહાનીને એક વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. એ ટી.વાય. બી.કોમ.ની પરીક્ષા પત્યા પછી નિરાંતનો દમ લેતો હતો. બધા પેપર સારા ગયા હતા.

          એક સવારે અર્ચનાનો ફોન આવ્યો. એના હેલ્લોમાં આજે પર્વતીય ઝરણાનો રણકાર હતો એટલે શ્યામને ખબર પડી ગઈ કે કંઇક ખુશીના સમાચાર છે.

          “મુજે જોબ મિલ ગઈ.”

          “જોબ...?” શ્યામને નવાઈ લાગી. એકાએક જોબ વચ્ચે ક્યાંથી આવી ગઈ.

          “હરયાણા સચિવાલય મેં સ્ટેનોગ્રાફર. ચંડીગઢ મેં..”

          “બઢિયા, પર તુમ ગુજરાતકી ઔર આને કી બજાય આગે જા રહી હો.” શ્યામના અવાજમાં નારાજગી દેખાઈ રહી હતી.

          “એક દિન આપ મુજસે ભી આગે બઢ જાયેંગે...” એ હસીને બોલી, “મેરી સેલરી કિતની હે પતા હે..?”

          “બતાયેગી નહિ તો કેસે પતા ચલેગા...” શ્યામને એની સેલેરીમાં કોઈ ખાસ રસ નહોતો છતાં પૂછ્યું.

          “સત્રહ હજાર. મેં બહુત ખુશ હું.”

          “મુજે ભૂલ તો નહિ જાયેગી?”

          “આપ નોકરી સે જ્યાદા ઈમ્પોર્ટન્ટ હો. આપકો કેસે ભૂલ સકતી હું?”

          “દેખતે હે...”

          “દેખ લેના...” અર્ચનાએ હસીને ફોન મૂકી દીધો.

          એક મહિનામાં અર્ચના રૂમ રાખીને સેટ થઇ ગઈ. હવે ફરી તેઓ રાતે વાતો કરતા. અર્ચના સાથે એની એકાદ બહેન રહેતી જ. મનીષા ઓછી રહેતી. કાવ્યા વધારે રહેતી. ક્યારેક એ કાવ્યા સાથે પણ શ્યામને વાત કરાવતી.

                                                                                                          *

          કોઈ મહત્વની ઘટનાઓ ઘટ્યા વિના સમય પસાર થયા કરતો હતો. હળવી ભારે વાતોમાં દિવસો જતા હતા. શ્યામ અને અર્ચના એકબીજાથી નિયમિત વાતો કરતા. ક્યારેક ઝઘડતા, ક્યારેક તરત જ એકબીજાને મનાવતા તો ક્યારેક અઠવાડિયા સુધી અબોલા રહેતા. બંને પાસે એન્ડ્રોઈડ ફોન આવી ગયા હતા. તેઓ ગૂગલ પર ચેટ કરતા એ વાત જ ભૂલી ગયા હતા. એમના બંનેના ઓરકુટ એકાઉન્ટ બંધ થઇ ગઈ ગયા એ પહેલા તેઓ ફેસબુક પર આવી ગયા હતા.

          ટેક્સ્ટ મેસેજના સ્થાને વોટ્સએપ વાપરવા લાગ્યા. વોટ્સએપના કારણે તેઓ રોજ એકબીજાને તસવીરો મોકલવા લાગ્યા હતા. તસવીરમાં અર્ચના બીજી છોકરીઓ જેમ સુંદર દેખાતી નહોતી પણ એ ચહેરા પાછળ શ્યામને કાજલ દેખાતી હતી. રાધાને કાળા કૃષ્ણથી પ્રેમ હતો પણ અહી શ્યામને ઉલટું જ હતું!

          એકાદ વર્ષ જેટલો સમય એ ખુશીના દિવસોમાં વીતી ગયો જેની એમને ખબર પણ ન પડી. શ્યામના મનમાં ક્યારેક કાજલના મૃત્યુનો અફસોસ આવી જતો તો ક્યારેક એનું દિલ કહેતું મારી બહેન સાથે જે થયું એ અર્ચના સાથે ન થાય એ માટે મેં એને સ્વીકારી છે. હવે કાજલની આત્માને કળ વળશે!

                                                                                                            *

          એકાદ અઠવાડિયા બાદ અર્ચનાનો ફોન આવ્યો.

          અર્ચનાએ ભાગીને લગ્ન કરવાને બદલે એક અલગ જ આયોજન કર્યું હતું. એ ઇચ્છતી હતી કે એના પિતાજી શ્યામ અને એના પ્રેમને સ્વીકારી લે અને એમને લગ્ન માટે સહમતી આપી દે.

          “શ્યામ, મુજે અબ લગતા હે કી મેં અકેલી હું. આપ મેરે સાથ હો તો મુજે કોઈ ડર નહી રહેગા.”

          અર્ચનાએ કેમ છે કે શું કરે છે એવું કાઈ પૂછ્યા વિના સીધું જ કહ્યું.

          “તુમ્હારી બહનોકી શાદી હો જાયે બાદમે હી હમ શાદી કર પાયેંગે. તબ તક તુમે ઇન્તઝાર કરના પડેગા.”

          શ્યામે એની અધીરાઈને ધીમી કરતા કહ્યું.

          “મેરી એક બાત માનોગે?”

          “બોલ...”

          “વાદા કરો કી આપ માનોગે...”

          “વાદા...”

          “આપ ઇધર ચંડીગઢ મે સેટલ હો જાઓ.”

          શ્યામ ચુપ રહ્યો. શું જવાબ આપવો એ નક્કી કરી શક્યો નહિ. એણે પહેલા ક્યારેય ગુજરાત છોડી કોઈ સ્થળે જવાનું વિચાર્યું પણ નહોતું અને આમ અણધાર્યા સવાલથી એ એકદમ મુંજાયો હતો.

          “પ્લીઝ, આપ ઇધર રહતે હોગે તો પાપા માન જાયેંગે, પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ...” અર્ચના વિનંતી કરી રહી હતી. એ સાચી પણ હતી જો શ્યામ એ જ શહેરમાં રહેતો હોય તો એના પિતાજીને શ્યામ પર ઝડપથી વિશ્વાસ થઇ શકે અને તેઓ માની જાય એની સંભાવના વધી જતી હતી.

          શ્યામને પહેલા તો થયું એનો બાપ કેવો હશે? એની હેન્ડીકેપ છોકરીને કોઈ નોર્મલ છોકરો સ્વીકારતો હોય તો એ વાત આનંદની હોવી જોઈએ એને બદલે.... પણ પછી એને થયું કોઈ ગુજરાતનો નોર્મલ છોકરો પોતાની છોકરીને શું કામ સ્વીકારે? જરૂર કોઈ કાવતરું હશે! એવું અર્ચનાના પિતાને લાગ્યું હશે કદાચ એટલે.....

          “મે વહાં સેટલ કેસે હો પાઉંગા... ?” એણે થોડુક વિચારીને કહ્યું.

          “આપકો ઇધર જોબ મિલ જાયેગી. આપ કોશીસ કર કે તો દેખો...”

          “ઓકે. પર ટાઈમ લગેગા..”

          શ્યામ હજુ વિચારોમાં જ ડૂબેલો હતો.

          “કિતના...?”

          “એક સાલ.”

          “ઇતના કયું...?”

          “મેં ટ્યુશન કરતા હું. બીચમેં છોડ દુ તો કઈ બચ્ચોકી પઢાઈ ખરાબ હોગી. સાલ પુરા કરકે હી મેં આ સકતા હું.”

          શ્યામ માટે એનું કામ પણ એટલું જ મહત્વનું હતું જેટલી અર્ચના. એ પોતાના સ્ટુડેન્ટસનું ભવિષ્ય પણ ખરાબ કરવા તૈયાર નહોતો. કદાચ એ પોતાના ભવિષ્યથી અજાણ હતો. એ જાણતો નહોતો કે એણે લોકોના નહિ પણ પોતાના ભવિષ્યની ચિંતા કરવી જોઈએ, પોતાના એ ભવિષ્યની ચિંતા જે ભવિષ્યની આછેરી ઝલકથી પણ એ અજાણ હતો.

          “એક વિશ ઓર ભી હે...”

          “કયા..?”

          “આપ અભી યહાં રેહને નહિ આ સકતે પર મિલને કે લિયે તો આ સકતે હો. મુજે આપકો દેખને કી બહુત ઈચ્છા હે..”

          “આઉંગા.”

          “અગલે સન્ડે આ જાઓ.”

          “પાગલ હો ગઈ હો કયા...?”

          “કયુ...? આપ મુજે મિલના નહિ ચાહતે હો...?”

          “ચાહતા હું પર અભી અભી તો ટ્યુશન શુરુ હુવા હે. અભી છુટ્ટીયા નહિ રખ સકતા હું.”

          “અગસ્ત મેં આ પાઓગે..?”

          “નહિ,  દિપાવલી કે બાદ આઉંગા.”

          “ઇતના લેટ કયું...?”

          “દીપાવલી તક મેરે પાસ પેસો કી બચત હો જાયગી...”

          “પેસોકી કયા જરૂરત હે...? આને જાને કા કિરાયા કિતના હોગા..?”

          “પેહલી બાર આ રહા હું તો તુમ્હારે લિયે કુછ લાના ભી તો પડેગા.”

          શ્યામે ફરી જરાક રોમેન્ટિક બનવાનો પ્રયાસ કર્યો જોકે એનું મન હજુ એ જ મૂંઝવણમા હતું કે એણે અર્ચનાને ચંડીગઢમા પોતે સેટલ થઇ શકશે એમ કહ્યું તો છે પણ શું પોતે એ કરવામાં સફળ રહેશે. એની મૂંઝવણ વાજબી હતી કેમકે એને એ પહેલા ક્યારેય કોઈ સ્થળે નોકરી કરવાનો કે સેટલ થવાનો અનુભવ નહોતો.

          “મેરે લિયે તો આપ હી ગીફટ હો. આપ આ જાઓ યહી કાફી હે. મુજે કોઈ ઓર ગીફ્ટ નહિ ચાહિયે.”

          “દીપાવલી કે બાદ આ જાઉંગા.”

          “ઓકે. દીપાવલી કે બાદ કોઈ બહાના મત નિકાલના.”

          અર્ચનાએ ફોન ડીસકનેકટ કર્યો. અર્ચના બહુ ખુશ હતી કે શ્યામ ચંડીગઢ આવવા માની ગયો હતો. બસ હવે એના પિતા માની જાય તો કોઈ સમસ્યા ન હતી. એને અંદાજ પણ ન હતો કે એ શ્યામને પ્રેમ ખુશી અને જીવન તરફ નહિ પણ મૃત્યુ તરફ દોરી રહી હતી.

ક્રમશ: