Chingari - 10 in Gujarati Love Stories by Ajay Kamaliya books and stories PDF | ચિનગારી - 10

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

ચિનગારી - 10

વિવું મારી પરી ફૂલ જેવી છે તેને વધારે હેરાન કરવાનું નાં વિચારતો, દાદી વિવાનનાં રૂમમાં આવ્યા ને વિવાનએ પાછળ જોયું.

દાદી....

શ..શ...હું બોલું છું એ સાંભળ દીકરા, મારી પરીએ બહુ દુઃખ જોયું છે મને તો તેની આંખોમાં દેખાઈ છે, બસ તેને પ્રેમની જરૂર છે, એક વિશ્વાસની, એક પરિવારની, અહીંયા તું તેને બધું જ આપી શકે તેમ છે પણ તે એમ નહિ માંગે! એ જીવનમાં કઈક કરવા માંગે છે, આગળ વધવા માંગે છે, ઘણું બધું છે જે કદાચ તને કે મને નથી ખબર, મારે એવું કંઈ જાણવું પણ નથી જેના કારણે મારી પરી દુઃખી થાય, પણ એ એવી રીતે તને પ્રેમ નહિ કરે, તારે તેનો વિશ્વાસ જીતવો પડશે, જેટલી જલ્દી આજ કાલની છોકરી માની જાય છે અને એ પણ સીઇઓ જોડે કોણ લગ્ન કરવાની નાં પાડે? પણ પરી નાં પાડશે બેટા, તે કોઈ બીજા જેવી નથી, એ અલગ છે, તેને તો જાણ પણ નહિ હોય કે તેને રોજ બે કલાક તું પકાવા જાય છે, પણ તેને એહસાસ જરૂર થશે!

તું ધીરજ રાખીશ ને બેટા? દાદીએ પ્રેમથી વિવાનનાં માથા પર હાથ ફેરવતા કહ્યું ને વિવાનએ દાદીના ખોળામાં માથું મૂકી દીધું.

દાદી....મિસ્ટી મારી જવાબદારી છે, તેને કઈ થાય તો હું..ખબર નહિ શું કરું, એના સાથે રોજ એટલી વાતો કરું છું અને આજે તે એવી રીતે સામે જોવે જાણે ઓળખતી પણ ના હોય, મને ખબર છે મારા કારણે જ તેની આવી હાલત છે, હું જવાબદાર છું, પણ હું તેને પ્રેમ કરું છું એ પણ સાચું છે, એ કોમામાં હતી ત્યારે એ મારું બધું સાંભળતી હતી અને આજે હું તેનો અવાજ સાંભળવા તરસુ છું, મને એમ થાય છે કે ગમે ત્યાંથી પણ એ મારા સાથે હોય, બોલે કઈક કહે...મને પણ એની આંખોમાં એટલું દુઃખ દેખાઈ જેટલું તમને, તેનું પરિવાર કોણ? એ માં કઈ રીતે? અને જો હા તો પછી તેનો પતિ ક્યાં છે? તે કેમ શોધવા નાં આવ્યો? મારે આ બધું જાણવું છે પણ અત્યારે નહિ! અત્યારે તે મારી મિત્ર બની જાય તો પણ ઘણું છે, વિવાનએ કહ્યું ને ત્યાં જ દાદીના ફોનમાં રીંગ વાગી.

"હા સવિતા....શું?....કઈ રીતે? સારું હું આવું છું ઘરે,...તું ચિંતા નાં કરીશ હું આવું જ છું!" દાદીએ કહ્યું ને ફોન મૂકી દીધો.

દાદી શું થયું? તમે આટલા ચિંતામાં કેમ છો? બોલો ને! વિવાનએ પૂછ્યું ને દાદીએ ચિંતામાં કહ્યું.

મારે હમણાં જ ઘરે જવું પડશે, સવિતાએ કીધું કે તારા પપ્પા ને પપ્પાને શું દાદી? બોલો ને... સંજયને ઓફિસમાં ચકકર આવી ગયા ને સવિતા ખુબ રડી રહી છે મારે ત્યાં જવું પડશે તમે બંને ભાઈ મળીને પરીનું ધ્યાન રાખજો, હું ફોન કરતી રહીશ, જલ્દી જલદીમાં દાદી બોલ્યા ને વિવાન દાદીને વળગી પડ્યો.

દાદી આ મારા કર્મોની સજા તો નથી મળી રહી ને? વિવાનએ પૂછ્યું ને તેની આંખો ભીની થઈ ગઈ, નાં દીકરા, તું તો રાજકુમાર છે મારો, ભૂલ બધાથી થાય અને તારાથી પણ થઈ ગઈ ને? હા... વિવાન એ ધુણાવ્યું. માથુ

તો બસ હવે નવી શરૂવાત કરવાની છે તારે, મારે પરીને વહુ બનાવીને જલ્દી મારા પાસે લાવી દે, દાદીએ પ્રેમથી કહ્યું ને તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા!

શું થયું? આરવ પાછળથી આવ્યો ને વિવાનએ પાછળ વળીને જોયું. ભાઈ. ઈ...આરવએ જોરથી કહ્યું ને દાદી ને વિવાનએ માથુ પકડ્યું.

દાદી, ભાઈ તમે કેમ રડતા હતા બોલો ને? મને ચિંતા થાય છે...આરવે કહ્યું ને દાદી તેને સમજાવા લાગ્યા.

જો આરૂ હું ઘરે જાઉં છું, તારી મમ્મીની તો ખબર છે, થોડા દિવસ પણ મારા વગર કાઢી નાં શકે, અત્યારે જ ફોન આયો કીધું કે આજે જ તમે આવો મમ્મી....તમારા વગર મને નથી ગમતું.....દાદી વધારે કઈ બોલે તેની પહેલા જ સ્ટોપ...આરવેએ કહ્યું. પહેલાં સાચું બોલો દાદી, પછી બીજી વાત, હું તો એક મિનીટ માં તમને જોઈને કહી દઉં કે તમે અત્યારે ખોટું બોલો છો! આરવ એ મોં બગાડીને કહ્યું ને દાદી તેના પાસે ગયાં.

"તને બધું પછી સમજાવું" દાદીએ કહ્યું ને આરવે એ વિવાન સામે જોયું.

આરવ જઈને દાદીની ટિકિટ કરાવી દે, દાદી તમે સમાન પેક કરી લો, ત્યાં સુધી હું આવું છું...વિવાનએ કહ્યું ને દાદીએ આરવ સામે જોયું.

એક કામ કર ફટાફટ ટ્રેનની ટિકિટ કરાવી દે, હું સમાન પેક કરું પછી તું મૂકવા આવ મને, અને વિવાન જશે પરી પાસે! દાદી એ ખુશ થતાં કહ્યું ને આરવ પણ ખુશ થઈ ગયો.

આરવ દાદીને મૂકીને હોસ્પિટલ આવ્યો ને નેહાને શોધવા લાગ્યો ને ત્યાંજ સામેથી નેહા આવતી દેખાઈ.

ઓય....આરવ ફટાફટ આવ્યો ને નેહાની એકદમ નજીક આવીને દૂર થઈ ગયો, સામે નેહા પલક ઝપકાવ્યાં વગર આરવને જોઈ રહી.
હેય?

હમમ..હા બોલ આરવ?

તું મારી મિત્ર છે ને? આરવએ માસૂમ બાળકના જેમ મોઢું બનાવીને પૂછ્યું.

આપણે મિત્ર ક્યારે બન્યા? મને તો યાદ નથી? હું અહીંયા 6 મહિનાથી છું પણ આપણી કામ સિવાય વાત નથી થઈ! નેહા એ થોડા અણગમા સાથે કહ્યું ને આરવ તેના સામે જોઈ રહ્યો.

સારું જવાદે....પણ તું મિસ્ટીને તો મિત્ર માને છે ને? આરવ એ પૂછ્યું ને નેહા એ હા માં માથુ ધુણાવ્યું.

તો બસ તું તેની મદદ કરી દે! અને હવે આપણે પાક્કા મિત્રો બની ગયા આરવે કહ્યું ને તેનો ફોન નીકાળ્યો.

લે આમાં તારો નંબર સેવ કરી દે, એટલે હું તને ગમે ત્યારે હેરાન કરી શકું, આરવે હસતા હસતા કહ્યું ને નેહા પણ હસી પડી.

નેહાએ નંબર સેવ કર્યો ને ફોન પાછો આપ્યો.

મિસ્ટીનું શું કામ કરવાનું એ બોલ, હું બસ વિવાનભાઈ માટે કરીશ, મને ખબર છે ભાઈ કેટલા પ્રેમથી રોજ આવતા હતા મિસ્ટીને મળવા, મને અંદાજો હતો જ...પણ તું બોલ શું કરવાનું છે તે હું જરૂર કરીશ...નેહાએ કહ્યું ને આરવે કંઈ ભાવ આપ્યા વગર સીધું કહ્યું.

મિસ્ટી ઘર છોડીને જવા માંગે છે, લગભગ બે દિવસમાં જતી રહેશે પણ જ્યારે તેને ઘર મળે ત્યારે જશે, હમણાં ભાઈ સાથે આવશે, તું કઈક બહાનું બનાવ અને તેને સાથે રાખ તારા જ ઘરે અને હા મને ખબર છે કે તારા ઘરે તું એકલી રહે છે કેમ? આરવએ પૂછ્યું ને નેહા આશ્ચર્યથી તેના સામે જોઈ રહી.

આટલી બધી માહિતી મારી ક્યાંથી લાવ્યો?

ભાઈ! આરવએ પોતાનો કોલર ઊંચો કરતા કહ્યું ને નેહા હસી.

હું અહીંયા નજીકમાં રહ્યુ છું અને મારો પરિવાર એટલો દૂર પણ નથી, તું ચિંતા નાં કરીશ હું મિસ્ટી સાથે વાત કરીશ ને મને પણ એક બહેન જેવી મિત્ર મળી જશે. નેહાએ હસીને કહ્યું ને આરવ એક પળ માટે નેહા ને જોઈ રહ્યો.

બાય નેહા બોલી ને ત્યાંજ તેને અવાજ આવ્યો.

નેહા...દૂરથી એક અવાજ આવ્યો ને નેહા ત્યાં ગઈ.

આ કોણ છે? આરવને વિચાર આવ્યો.

નેહા એક તેની ઉમરના છોકરાને વળગી ને ઊભી રહી પછી તેના સાથે વાત કરવા લાગી, આરવે જોયું ન જોયું હોય એમ જતો રહ્યો.


......


ક્રમશઃ