એક શાંતિ છે મનમાં, જાણે વર્ષો સુધી થાકેલા માણસને આરામ મળ્યો હોય, તને જોતા જાણે એમ લાગે કે બસ જોયા જ કરું, જ્યારે હસે તો લાગે કે મારા નસીબ કેટલા ખરાબ છે કે હું આટલો દૂર છું તારાથી, ક્યારેય આટલું સારું નથી લાગ્યું પણ જ્યારથી તને જોઈ છે, શ્વાસની ગતિ વધી જાય છે,તારી પાસે આવીને તને વળગીને બેસી રહેવાનું મન થાય છે, એમ થાય કે બસ હર એક પળ તારા જોડે જ જીવું, તને જોઇને તો હું દીવાનો થઈ જાઉં, જ્યારે તું હસી તો લાગ્યું રણમાં ખીલ્યું ગુલાબ, ત્યારે જ મન થઈ ગયું કે નાચું, ગાઉં કોઈ જો મને આ રીતે જોવે તો પાક્કું ગાંડો સમજે, પણ હું પાગલ આશિક થઈ ગયો છું, ઊંઘ તો આવવાની નહતી આટલું બધું વિચારીને વિવાન હસી રહ્યો હતો તેને થોડી વાર પછી ખ્યાલ આવ્યો પણ ઊંઘ તો ક્યારની છુપાઈ ગઈ હતી તેને શોધે કોણ? એટલે વિવાન ઓફિસનાં કામ કરવા લાગ્યો પણ હવે તેને લેપટોપમાં પણ મિસ્ટી દેખાવા લાગી, છતાં પોતાની જાત પર કાબૂ મેળવવા તેને કામ કરવાનું ચાલુ જ રાખ્યું ને ક્યારે તેને ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી.
દાદી વહેલા ઊઠીને રસોડામાં આવ્યા ને બધાંની પસંદ નો નાસ્તો બનાવવા મહારાજ ને કહેવા લાગ્યા.
થોડી વાર પછી આરવ અને મિસ્ટી પણ આવી ગયા.
ગુડ મોર્નિંગ સ્વીટહાર્ટ! આરવએ પ્રેમથી દાદીને કહ્યું ને તે ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો અને તેની બાજુમાં દાદી પણ બેસ્યા, ગુડ મોર્નિંગ દાદી! મિસ્ટીએ કહ્યું ને આજુબાજુ નજર ફેરવી તેને વિવાનની હાજરીની નોંધ લીધી ને તેને જોતા આરવ ને દાદી એક બીજાને ઈશારા કરવા લાગ્યા.
મિસ્ટી ગુડ મોર્નિંગ અને હા તું મને આરવ કહી શકે ને ભાઈ ને વિવાન, આરવે કહ્યું.
"ઓકે" મિસ્ટીએ કહ્યુ ને વિવાનનું નામ સાંભળતા તેને કઈક અજગતું લાગ્યું.
બેટા બેસ ને અહીંયા, ચિંતા ના કરીશ અહીંયા તને કોઈ નહિ બોલે અને હા જ્યાં સુધી તું ઠીક નાં થઈ જા ત્યાં સુધી અહીંયા રહેવાનું ને ચિંતા નહી કરવાની, બેટા તું પણ મારી દિકરી જ છે, સમજી! દાદીએ હસીને કહ્યું ને મિસ્ટીને તેમને પોતાની બાજુની ચેર પર બેસાડી.
દાદી હું વિચારું છું કે થોડા દિવસ પછી કોઈ ઘર શોધી લઈશ અને જોબ પણ જેથી મારો ખર્ચો નીકળી જાય, મિસ્ટીએ થોડું વિચારીને કહ્યું ને દાદી આરવ સામે જોવા લાગ્યા.
બેટા જોબ કેમ? અહીંયા નથી ગમતું? દાદીના આ સવાલ
પર મિસ્ટીને વિવાનો વિચાર આવ્યો ને તેને કહ્યું
નાં દાદી તેમ વાત નથી પણ આમ હું તમારા ઘરે નાં રહી શકું અને હવે હું ઠીક છું તો કેમ ચિંતા કરવાની, મતલબ હવે કઈ વાંધો આવે તેમ નથી,મિસ્ટી બોલી ને તેને પોતાને સમજ નાં આવી કે કઈ રીતે વાત કહેવી.
સારું, તારી જેમ ઈચ્છા હોય તેમ કરજે પણ તું સારી થઈ જા પછી, હવે આટલી વાત તો માનીશ ને? દાદીએ કહ્યું ને મિસ્ટીએ હા કહ્યું, ત્યાંજ વિવાન આવ્યો ને તેને થોડી વાતો સાંભળી હતી એટલે બોલ્યો
શું વાતો ચાલે છે દાદી? વિવાનએ ટેબલ પર બેસતા પૂછ્યું ને
મિસ્ટી સામે જોયું, એ જ કે મિસ્ટી જવાનું કહે છે, આટલું દાદી બોલ્યા કે વિવાન ને ઉધરસ ચડી ગઈ,...ભાઈ પાણી પાણી...આરવેએ પાણી આપ્યું ને વિવાનએ ઉદાસ ભરી નજરે મિસ્ટીને જોઈ રહ્યો.
"હવે શું કરું? મિસ્ટી તો હજી કાલની વાત લઈને નારાજ છે મારાથી કદાચ એટલે જ જવાનું કહે છે? શું કરું? કઈક તો કરવું જ પડશે....આમ તો મિસ્ટી થઈ જશે મારાથી" વિવાન વિચારી રહ્યો તેના ચહેરા પર સ્માઇલ આવી ગઈ.
દાદી હું એમ વિચારું છું કે મિસ્ટીને જવું હોય ત્યાં જવા દો, આમ પણ હવે તે ઠીક છે, તેને જેમ ઠીક લાગે તેમ કરશે, કેમ મિસ્ટી બરાબર ને? વિવાન એ હસીને કહ્યું ને મિસ્ટીને એમ હતું કે વિવાન તેનો પીછો નહિ છોડે પણ આ તો એક જ દિવસમાં સુધરી ગયો.
શ...શું થયું? વિવાનએ કહ્યું ને મિસ્ટીએ હા કહ્યું.
દાદી આ ભાઈ ને સમજાવો યાર...ખબર નહિ શું કરવા માંગે છે, એક સમયે જોતા તો લાગે મિસ્ટીને નહિ જોવે તો મરી જશે અને તો જોવે તો કેટલું તેજ હોય છે એમના ચહેરા પર, દાદી તમને ખબર છે, ભાઈ ને રોજ બે કલાક મિસ્ટી સાથે વાત કરવાની આદત છે એક દિવસ પણ એવો નથી કે ભાઈ એ વાત નાં કરી હોય, હવે શું થશે? ભાઈ તો પોતે જ દૂર જવા માંગે છે? શું કરું? આરવ ધીમેથી બધું દાદીને કહેવા લાગ્યો ને તેને ખબર હતી કે તો એક દિવસ પણ વિવાન વાત નાં કરે તો વિવાન શું કરે છે, તે કોઈ પણ રીતે સમય નીકાળીને
મિસ્ટીને મળવા આવતો ભલે પછી રાતના એ બે વાગે પણ નવરો પડે તો તો એ ત્રણ વાગે મિસ્ટી પાસે જ હોય!
તું ચિંતા નાં કરીશ આરૂ, હું છું ને....પણ પહેલા વિવાન સાથે વાત કરીએ, તેનાં મગજમાં ચાલે છે શું? દાદીએ વિવાન સામે જોયું મે તે નાસ્તો કરતા કરતા મિસ્ટીની સામે નજર જરૂર કરતો.
......
ક્રમશઃ