Chingari - 8 in Gujarati Love Stories by Ajay Kamaliya books and stories PDF | ચિનગારી - 8

Featured Books
Categories
Share

ચિનગારી - 8

રાતે અચાનક વિવાનનાં મોબાઈલમાં આરવનો કોલ આવ્યો ને તેને દાદી સહિત મિસ્ટીને પણ ઘરે બોલાવી!

દાદી ને વિવાન ત્યાંના મેનેજર રઘુભાઈ ને મળીને નીકળી ગયા ને મિસ્ટી પણ તેના નાના મિત્રો એટલે બાળકોને બાય કહીને તેમના જોડે નીકળી ગઈ.

તેને પૂછવું હતું કે અચાનક આમ કેમ જવાનું થયું ને પોતાને કેમ લઈ જાય છે? હું તો અહીંયા જ રહેવા માંગુ છું જ્યાં સુધી કોઈ ઘર નાં મળે, દૂરથી મિસ્ટીને દાદી સાથે આવતા જોઈને સમજી ગયો હોય તેમ તેના પાસે જઈને બોલ્યો.

મને નથી ખબર કઈ પણ અને અત્યારે હું તમને અહી એકલા નાં મૂકી શકું, આરવ એ પણ કીધું છે કે જ્યાં સુધી મિસ્ટીને બરાબર ઠીક નાં થાય ત્યાં સુધી તેને બહાર ક્યાંય પણ નથી રહેવાનું, ખાસ કરીને એકલું! વિવાનએ કહ્યું ને મિસ્ટીએ સારું કહીને ત્યાંજ વાત ને વળી દીધી. રાતના 11 વાગે વિવાન કાર ડ્રાઈવ કરી રહ્યો હતો ને તેને પાછળ વળીને જોયું તો દાદી સુઈ ગયા ને મિસ્ટી બહાર જોઈ રહી.

આરવને કઈ પણ થાય તો દાદી બધાંની ખબર લઇ નાખે પણ અહીંયા તો સાવ ઊંધું જ છે, દાદી તો મસ્ત આરામ કરે છે ને આરવએ પણ એના પછી કોલ નાં કર્યો, કઈક તો છે જે મને નથી ખબર, વિવાન વિચારી રહ્યો ને તેને મિસ્ટી સામે નજર કરી, થાકી તો એ પણ હતી પણ કદાચ ઊંઘ એની આંખમાં નહતી.

વિવાન આજુ બાજુ નજર કરતા કરતા મિસ્ટી સામે જોઈ લેતો તેને એમ કે મિસ્ટીને ખબર નહિ પડે પણ મિસ્ટીને તો પહેલા થી ખબર હતી જ કે જ્યારથી મળ્યા છે ત્યારથી એક નહિ પણ કેટલીય વાર જોઈ રહ્યો તેને એ પણ ઘુરી ઘેરીને.

કાલે સૌથી પહેલા ઘર શોધીશ કેમ કે અહીંયા વધારે રહેવું જોખમી બની શકે તેને વિવાન સામે જોઇને વિચાર્યું ને તેને યાદ આવ્યું કે વિવાન અને આરવ એ જ તેની મદદ કરી હતી, જે પણ હોય તેને મારી મદદ કરી હવે આભાર માનીને છૂટા, મિસ્ટીએ ફરીથી વિચાર્યું ને વિવાન સામે જોયું વિવાનએ તેની નજર ફેરવી લીધી.

વિવાન એ કાર પાર્ક કરી ત્યાં સુધી મિસ્ટીને દાદી અંદર ચાલવા લાગ્યા, પૂરા ઘરમાં અંધારું હતું, વિવાન પાછળ થી આવ્યો ને તેને ફાળ પડી, તેને આરવને શોધવાનું ચાલુ કર્યું દાદી પણ આરવને શોધવા લાગ્યા.

મિસ્ટી તું અહીંયા જ ઊભી રહે હું રસોડામાં ચેક કરીને આવું છું, દાદીએ કહ્યું ને અંધારમાં મિસ્ટી ત્યાં જ ઊભી રહી.

ઉપર નાં રૂમમાં વિવાન આરવને શોધવા ગયો ને સાથે નાની ટોર્ચ પણ લેતા આવ્યો ને સીધો નીચે ગયો, તેને ટોર્ચ ચાલુ કરીને સીડી થી ઉતરતા જ ટોર્ચનાં પ્રકાશના કારણે તેને સામે મિસ્ટી દેખાઈ ને તેના પાસે ચાલવા લાગ્યો.

મિસ્ટી પાસે આવતા જ ટોર્ચ બંધ કરી દીધી ને પાછળથી તેની પાસે જઈને તેના કાનમાં ધીમેથી બોલ્યો.

"મિસ્ટી" મિસ્ટીએ સાંભળ્યું ને તે ધ્રુજી ઉઠી, તેને વિવાનનો હાથ પકડી લીધો, વિવાન મિસ્ટીની ગભરામણ જોઈને ટોર્ચ ચાલુ કરવા લાગ્યો પણ તેની બેટરી ખતમ થવાની હોય તેમ ચાલુ બંધ થતી હતી એ ચાલુ બંધ થતી ત્યારે મિસ્ટી, વિવાનને જોઈ રહી, ને પછી ધીરે થી એને હાથની પકડ ઢીલી કરી ને વિવાન સામે જોયું, આછા પ્રકાશમાં વિવાનની આછી ભૂરી આંખોને એમાં પણ વાળને ચહેરા પર થોડા આવી ગયા, વિવાનએ એના વાળને સરખા કર્યા ને એ વધારે વિખરાઈ ગયા તેના વિખરાયેલાં વાળ મિષ્ટીનું ધ્યાન ખેંચી રહ્યા ને મિસ્ટી... વિવાનને નિહાળી રહી, વિવાનની હાઇટ બોડી એમાં પણ બ્લેક કલર નો ફીટ શર્ટના કારણે તે હોટ લાગી રહ્યો ને એમાં પણ એના ચહેરાની આછી દાઢી તેને વધારે હેન્ડસમ બનાવી દિધો, મિસ્ટીને ભાન થયું કે એ વિવાનને જોઈ રહી છે, એક ઝાટકે જ તેને વિવાનનો હાથ છોડી દીધો ને ત્યાંજ લાઈટ આવી ગઈ.

વિવાનએ, દાદીને આરવ સાથે આવતા જોતા સમજી ગયો

હાઈ મિસ્ટી કેમ છે? દાદી જોડે મજા આવી? આરવએ મોટી સ્માઈલ આપતા કહ્યું ને વિવાન તેને જોઈ ઘરવા લાગ્યો તેને વિવાનની નજરમાંથી બચવા માટે દાદી જોડે પાસે ગયો

"કેમ છો દાદી?" આરવએ દાદીનાં ગાલ પર કિસ કરતા કહ્યું.

દાદી……વિવાન કઈ કહેવા જાય એની પહેલા આરવ તેમને લઈ ગયો, દાદી ચાલો તમે થાકી ગયા છો ને, પહેલા આરામ કરો પછી સવારે વાત કરીશું, કેમ ભાઈ બરાબર કીધું ને? આરવએ કહ્યું ને વિવાન આરવ સામે જોયુ, તને તો જોઈ લઈશ બેટા, વિવાનએ મનમાં જ કહ્યું.

"હા દાદી તમે આરામ કરો ગુડ નાઈટ" વિવાનએ કહ્યું ને મિસ્ટી સામે જોયું.

મિસ્ટી તમે ગેસ્ટ રૂમમાં અત્યારે આરામ કરો, કાલે સવારે તમારો રૂમ કાકાને કહીને વ્યવસ્થિત કરાવી દઈશ, પણ....મિસ્ટી કઈક કહેવા ગઈ ને દાદીએ ઈશારાથી જ શાંત રહેવા કહ્યું.

ગુડ નાઈટ બેટા! દાદીએ કહ્યુંને આરવ સાથે જતા રહ્યા વિવાનએ મિસ્ટીને રૂમ બતાવીને એ પણ જવા લાગ્યો.

મિસ્ટી આજે કઈક વધારે જ ડરી ગઈ એવું લાગ્યું, લાગે જ ને...એક મહિના પછી ઊભી થઈ છે ને એમાં પણ સવાર નો બસ સફર થઈ રહ્યો ને એમાં થાક તો લાગે જ ને, ઓહ શીટ...મિસ્ટીની દવા! વિવાનએ વિચાર્યું ને ફટાફટ મિસ્ટી પાસે ગયો.

મિસ્ટી, વિવાન બોલ્યો ને તેં જાણ વગર રૂમમાં ઘૂસી ગયો. વિવાનએ જોયું તો મિસ્ટી રૂમમાં નહતી તેને બધું ચેક કર્યું છેલ્લે વોશરૂમમાંથી અવાજ આવ્યો ને તેને રાહત થઈ, અચાનક રૂમમાં વિવાનને જોતા મિસ્ટી આશ્ચર્યથી તેના સામે જોવા લાગી.
તમે દવા લીધી? વિવાનએ પૂછ્યું ને તેની નજર મિસ્ટીનાં ચહેરા પર પડી, તેના ચહેરા પર પલળી ગયેલી લટમાંથી પાણી ટપકતું હતું ને તે તેના ગાલને સ્પર્શી રહ્યા, વિવાન તેને જોઈ રહ્યો ને મિસ્ટીએ સામે જવાબ આપ્યો.

હા કેમ? જમીને પછી તરત લઈ લીધી હતી, મિસ્ટીએ કહ્યું ને વિવાન હજી પણ તેના સામે જોઈ રહ્યો,

મિસ્ટી તેનો હાથ વિવાનની આંખ સામે હાથ હલાવીને હોશમાં લાવવા લાગી ને ઝબકીને વિવાન હોશમાં આવ્યો.

હમમ... હ....સોરી...શું કહ્યું તે? મારું ધ્યાન નહતું! વિવાનએ કહ્યું

જમીને મે દવા લઈ લીધી હતી હવે તમે જઈને સુઈ જાવ, મિસ્ટીએ થોડા કડક અવાજમાં કહ્યું ને તેના અવાજ થી વિવાનને ખબર પડી ગઈ કે અત્યારે મિસ્ટીને તેનું વર્તન જરાય નથી ગમ્યું.

ઓકે! કહીને વિવાન તેના રૂમમાં જતો રહ્યો

બેશરમોની જેમ બસ જોયા કરે છે, જાણે કોઈ દિવસ છોકરીને જોઈ જ નાં હોય! જેટલું બને તેટલું જલ્દી અહીંયાથી નીકળી જવું છે, મિસ્તીએ વિચાર્યુ ને સુઈ ગઈ.


ક્રમશઃ

.......