N Kahevayeli vaato - 10 in Gujarati Fiction Stories by Jyoti Gohil books and stories PDF | ન કહેવાયેલી વાતો - 10

Featured Books
Categories
Share

ન કહેવાયેલી વાતો - 10

( ગતાંકથી શરૂ.....)

આકાશ પોતાનાં ગહન વિચારોમાં ખોવાયેલો હતો...

ધ્વનિ : " આકાશ શું થયું....?"

નિશાંત : " હા , તને ભૂખ નથી લાગી હવે...ક્યારનો તો ઉતાવળો થતો હતો ...?"

આકાશ : " ના મને એક કામ યાદ આવી ગયું... તારા મમ્મી ક્યાં હશે..?"

નિશાંત : " નીચેના રૂમ માં હશે.."

આકાશ : " ઓકે...મિશા સોરી પણ તારા સારા માટે જ છે જ...!"

મિશા : " અરે , પણ થયું શું એ તો બોલ..?"

આકાશ ફટાફટ ત્યાંથી નીકળે છે...અને લગભગ અડધો કલાક સુધી નિશાંત ના મમ્મી ગીતાબેન સાથે ચર્ચા કરીને બહાર આવે છે પણ બીજા કોઈને કંઈ જ કહેતો નથી.... બધાં પોતાનાં ઘરે જાય છે.


*******************

( આદિત્યના ઘરે...)

આદિત્યના પપ્પા બે વર્ષ બાદ ન્યૂયોર્ક થી પોતાનાં ઘરે આવે છે...

આદિત્ય : " કેમ છો પપ્પા..?"

દિનેશભાઈ : " તારા કારનામાં જાણ્યાં પછી કેવો હોવ..?"

આદિત્ય : " પપ્પા એ વાતને બે વર્ષ થઈ ગયાં....અને હવે તમે આવી જ ગયાં છો.."

ખુશ્બુ : " અંકલ , તમારી જ રાહ હતી....તમે આવી ગયાં એટલે હવે હું અને આદિત્ય લગ્ન કરી લઈશું..!"

હેમાબેન : " મે પેહલા પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું..ખુશ્બુ આપડી સાથે નહિ રહે.."

આદિત્ય : " પણ , મમ્મી.."

દિનેશભાઈ : " તારી મમ્મી સાચું કહે છે...તમે બન્ને અહીં નહિ રહી શકો.."

આદિત્ય : " ઠીક છે અને બીજે રહેવા જતાં રેહશું.."

આદિત્ય ત્યાંથી નીકળે છે ખુશ્બુ પણ તેની પાછળ જાય છે....

દિનેશભાઈ : " શું થયું હેમા..? કેમ ટેન્શન માં છો..?"

હેમાબેન : " મિશા અહીં સામેના ઘરમાં જ રહે છે..અને હું મિશા સિવાય આ ઘરમાં બીજા કોઈને નહિ લાવું.."

દિનેશભાઈ : " હા , મને ખબર છે મિશા અહીં રહે છે..અને તું ચિંતા કર આ ઘરમાં મિશા સિવાય કોઈ નહીં આવે , મે બધું જ નક્કી કરી લીધું છે.

હેમાબેન : " પણ ખુશ્બુ..?"

દિનેશભાઈ : " ખુશ્બુ ની ગોઠવણ મે કરી દીધી છે...અને આદિત્ય પરથી તેનુ ભૂત પણ જલ્દી ઉતરી જશે.."

હેમાબેન : " જે કરો તે વિચારીને કરજો.."



*****************

રાત્રે નિશાંત મિશા ને કોલ કરે છે...

નિશાંત : " મિશા આ આકાશે કંઈ કીધું...?"

મિશા : " ના , આકાશે તો કંઈ નથી કીધું..તું આંટી ને પૂછને તેમને ખબર હશે.."

નિશાંત : " સો વાર પૂછ્યું તો પણ નથી કેહતાં ....સમય આવશે ત્યારે કેશે એવું કહી દીધું છે.."

મિશા : " તો પછી છોડને..! જરૂર પડશે ત્યારે કહી દેશે...તું આજ કાલ પંચાયત વધુ કરે એવું નથી લાગતું...?"

નિશાંત : " એમાં શાની પંચાયત..! મારા ઘરમાં , મારા મમ્મી સાથે પ્લેન બનાવે અને મને જ નથી ખબર..?"

મિશા : " આંટી એ કીધું ને સમય આવશે ત્યારે કહેશે તો પછી...અને આમ પણ તારો બર્થ ડે તો આવતો નથી કે સરપ્રાઈઝ હશે.."

નિશાંત : " તને નથી ખબર મમ્મી નાં મગજ ની અને એ પણ હવે આકાશ સાથે તેનો અર્થ સાફ છે કે કંઈ તોફાન આવશે..!"

મિશા : " કેવી બકવાસ કરે છે...સૂઈ જા અને મને પણ સૂવા દે હવે.."

નિશાંત : " હા , અત્યારે બકવાસ લાગે છે... વાવાઝોડું આવે ત્યારે કહેજે મને. સારું ગુડ નાઈટ.."

મિશા : " ગુડ નાઈટ.."


સવારમાં ચાર વાગ્યે કોઈ મિશા ના ઘરનો દરવાજો ખખડાવે છે...

મિશા : " હજું તો ચાર વાગ્યા.... અત્યારમાં કોણ આવ્યું.."

મિશા પૂછે છે કોણ છે..એક જાણીતો આવાજ આવે છે...પરંતુ મિશા ને લાગે છે તેઓ અહીંયા ક્યાંથી આવવાના...છતાંપણ તે દરવાજો ખોલે છે....

મિશા : " મમ્મી , પપ્પા તમે અહીંયા..! આમ અચાનક...?"

મિશા ના પપ્પા : " બધાં સવાલ અહીંયા જ પૂછીશ ...? અંદર તો આવવાં દે.."

મિશા : " હા..આવો આવો.."

મમ્મી : " મિશા...કેમ તને કહ્યા વિના ના અવાય અમારે..?"

મિશા : " અરે મમ્મી આ તો તમે અચાનક આવ્યા ને એટલે. બધું ઠીક તો છે ને..!"

મમ્મી : " હા હા બધું ઠીક છે...હવે સૂઈ જા ટેન્શન લીધાં વિના.."

મિશા : " તમે પણ થોડો આરામ કરી લ્યો...."


ક્રમશઃ