દેવ..તો એમનાં દર્શનથી એટલો અભિભૂત થયેલો કે દર્શનમાત્રથી એની આંખમાં આંસુ આવી ગયાં એમનાં પગને સ્પર્શ કરી એનાં આંસુથી પગ પખાલ્યા.. ગુરુ સ્વામીએ એનાં માથે હાથ ફેરવ્યો અને બોલ્યાં “તથાસ્તુ "..... તારી બધી કામનાં પુરી થશે મારાં બચ્ચા.”
“પણ... આ મઠનું ઋણ ચૂકવવાનું તારે બાકી છે એ તારે હવે ચૂકવી દેવું પડશે. તારી આ જીવનની સફર તને રુદ્રનાં ઘર સુધી લાવી છે એની પાછળ પણ ચોક્કસ કારણ છે. તારાં હાથેજ દુર્ગતિ અટકશે પવિત્ર કામ થશે. દીકરી દેવમાલિકાનો સાથ મળશે નાનાજીનાં આશીર્વાદથી તું અહીંનું ઋણ ચૂકવીશ.”
નાનાજી-નાનીજી-દેવમાલિકા ગુરુ સ્વામીનાં મુખેથી, બોલાયેલાં શબ્દો આશ્ચર્યથી સાંભળી રહ્યાં. દેવે બે હાથ જોડી વરસતી આંખોએ કહ્યું “પ્રભુ તમારી કૃપા થઇ હું આવી શક્યો. તમારાં ચરણોમાં સમર્પિત થતાં મારાં મનચક્ષુથી જાણે બધુ મેં જોઇ લીધું મારી કામનાઓ ઇચ્છાઓ એ સમયેજ એક ચિત્રપટની જેમ મેં જોઇ.. આપે કૃપા કરી તથાસ્તુ કીધું હું મારું ઋણ ચોક્કસ ચૂકવીશ.” એની આંખનાં આંસુ રોકાઇ નહોતાં રહ્યાં.
નાનાજી કંઇક બોલવા ગયાં.. ગુરુસ્વામીએ એમને હાથનાં ઇશારાથી રોક્યાં અને સંકેતથી સમજાવ્યું કે દેવને બોલવા દો પછી તમે કહેજો.
દેવે કહ્યું “ગુરુસ્વામી અહીં આવ્યો ત્યારે મને કંઇ સ્મૃતિમાંજ નહોતું પણ આપની ગુફાનાં પ્રવેશ પછી આપનાં મંગળ દર્શન કર્યા પછી મારી સ્મૃતિ જાણે ખૂલી ગઇ છે મને એવું યાદ આવે છે હું અહીં આવી ગયો છું આપનાં દર્શનથી એ ચોક્કસ છે કે હું આપનાં ચરણમાં સમર્પિત પહેલાં પણ થઇ ચૂક્યો છું ભગવન મને સમજાવો આ બધું શું છે ? આપની ગુફા પાછળ ધવલ ઠંડા હિમ શિખરો છે ત્યાં માં ગંગાનું વહેણ જો ધોધરૂપે પડી પછી નદી સ્વરૃપે વહી રહ્યું છે ધવલ શિખરો પર સૂર્યનારાયણનું તેજ પડીને પ્રકાશ અહીં ગુફામાં આવે છે નિરંતર શીતળ મંદ મંદ પવન અહીં વહે છે. ઉપર ગગનનાં પવિત્ર દર્શન થાય છે આપનાં મઠની ચારેબાજુમાં વનસ્પતિનો નજારો છે એમાં બકુલ, કચનાર અખરોટ, રુદ્રાક્ષ, પીપળા,વડ, ચંદન, સુખડનાં અનેક વૃક્ષોનું વૃંદાવન છે જ્યાં નિરંતર બધાં નિર્દોષ જીવો રહે છે વિહાર કરે છે રાજનાગ અને અન્ય કદી જોયાં ના હોય એવાં નાગ અહીં રહે છે ફરે છે શેષનારાયણની નિશ્રામાં બધાં ખુબ સલામત છે.”
“પણ... ગુરુ સ્વામી એક અડચણ છે જે દૂર કરવાની છે શાસ્ત્રાર્થ કરી એનો કાયમી ઉકેલ લાવવાનો છે. મારી આહૂતિએ પણ એ કામ અધૂરુ રહ્યું છે એ હું આ જન્મે જીવતાં પુરુ કરીશ.” એમ કહેતાં કહેતાં ફરીથી એ રડી પડ્યો ગુરુસ્વામીનાં પગ પકડી લીધાં.
ગુરુ સ્વામી વિવાસ્વાન મહારાજે કહ્યું “દેવ તારો જન્મ.. તારું અહીં આવવું એ ઋણ પુરુ કરવાનાં કાર્યનો પ્રારંભ જ છે.... તું જે કુટુંબમાં પરણવાનો એ દિકરી દેવી પણ ખૂબ પવિત્ર છે સ્પષ્ટવકતા છે થોડી ગુસ્સાવાળી છે પણ પ્રેમાળ છે તારો આ દેવી સાથેનો સંબંધ એ પણ શેષનારાયણની કૃપાનો સંકેત છે બંન્નેને ખૂબ ખૂબ આશીર્વાદ...”
પછી દાદાજી સામે જોઇને બોલ્યાં... “ચંદ્રમૌલીજી તમારી પુણ્યાઇ અને ભક્તિએ આજે તમારી કુટુંબમાં દેવીનો જન્મ અને દેવનો જમાઇ તરીકે સંબંધ થયો છે મઠનું ઋણ તો ચૂકવશે પણ કેટલાય વર્ષોથી જે બીજા મઠો સાથેનો વિવાદ પણ શમી જશે. “
“સનાતન ધર્મની આ આંટીધૂટી દેવ પુરી કરશે. અહીં મારાંથી શરૃ કરીને અન્ય ઘણાં નાગપંથી સાધુઓ છે સંતો છે ઇશ્વરનાં ભક્તો છે શેખનારાયણે એમનું કામ કરવા દેવનેજ પસંદ કર્યો છે.”
“હવે વાત નીકળી છે તો બધુંજ સ્પષ્ટ સાંભળી લો તમારાં આગમન પછી અહીં હવનયજ્ઞ થવાનો છે એની તૈયારીઓ ચાલી રહે છે. તમારાં ત્યાં રુદ્રનાં એસ્ટેટમાં દેવનો પગ પડ્યો ત્યારથી અહીં આ મહાયજ્ઞ કરવાની તૈયારી ચાલી રહી હતી અહી નાગદેવે સંકેત આપી દીધો હતો. તમે સ્નાનાદી પરવારી રેશ્મી કપડાં પહેરી તૈયાર થાવ અને ત્યારબાદ હવનયજ્ઞમાં બેસીએ. ત્યારે સાક્ષાત નાગદેવ ઇતિહાસની વાતો કરશે દેવનાં ગત જન્મની વાતો કરશે દેવીને બધું પ્રમાણભાન કરાવશે આગળની ગતિવિધી નક્કી થશે. તમારાં ઉતારાની ગુફામાં સેવકો લઇ જશે તૈયાર થઇ વિશાળ યજ્ઞમંડપમાં પછી પધારો.”
નાનાજી વિસ્મય સાથે બધું સાંભળી રહેલાં અને અંતરમનમાં આનંદ થતો હતો કે શેષનારાયણ સાથે સંકળાયેલો આ છોકરો મારી દેવીને મળ્યો છે. ગુરુ આદેશ પ્રમાણે બધાં આશીર્વાદ લઇને એમની ઉતારાની ગુફામાં જવા નીકળ્યાં.
*************
રુદ્રરસેલ - રાયબહાદુર સાથે એમની પત્નિઓ સી.એમ. ગોવિંદરાય પંતનો એકનો એક દીકરો આર્યન પંતને આવકાર આપી ઘરે લાવ્યાં.બધાં ખૂબ આનંદમાં હતાં. આર્યન સાથે એનો એક મિત્ર અને પાપાનાં સેક્રેટરી પ્રધ્યુમન મિશ્રા બેજ જણાં આવેલાં.
રુદ્રરસેલે વિશાળ દિવાનખંડમાં બધાને આવકાર આપી બેસાડ્યાં. પ્રધ્યુમનજીએ કહ્યું “સર આર્યન મારાં દિકરા જેવો છે નાનપણથી યુવાન થયો એ મારી સાથે મિત્ર જેવો રહ્યો છે. સરકારી કામનો સંબંધ પણ હું એક કુટુંબી જેવો છું સી.એમ સરે આર્યન અને આકાંક્ષાની મીટીંગ ગોઠવવા એકબીજાની ઓળખ કર્યા પછી કોલકતામાં ત્રણેય કુટુંબને સ્નેહપૂર્ણ મળવા માટે ગોઠવ્યું છે જેમાં રુદ્રજી, રાયબહાદુરજીનું કુટુંબ અને ગોવિંદરાયજીનું કુટુંબ...”
રાયબહાદુરજીએ આર્યનને કહ્યું “તમારાં આગમનથી ખૂબ આનંદ થયો”. આર્યન ઉભો થઇ રાયબહાદુર અવંતિકારોય, રુદ્રરસેલજી, સૂરમાલિકા બધાને નીચો નમી ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લે છે.
ડ્રોઇંગરૂમનાં એક દરવાજે ઉભી રહેલી આકાંક્ષા છાની છૂપી બધુ જોઇ રહી છે સાંભળી રહી છે એ આર્યનનેજ જોઇ રહેલી હતી.
સૂરમાલિકાએ કહ્યું “આપ લોકો ચા-નાસ્તો બધુ પરવારીને પછી આકાંક્ષાને મળી લો. આર્યને કહ્યું હમણાં કોઇ ભૂખ નથી હું માત્ર રસેલજીની ખાસ ચા પીશ.... આકાંક્ષાનાં હાથની... અને...”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-102