ગત અંકથી શરુ......
સમય સમયનું કામ કરે છે અને સમયની સરિતા ખુબ જ નિરાળી છે, જો તેની સાથે વહીએ તો બેડો પાર થાય નહિ તો મજ દરિયે જ નાવડી ડૂબી પણ શકે, પરંતુ જો ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય તો ડૂબતી નાવડી પણ તરવા લાગે છે, આ કહાની પણ આવી જ ફિલોસોફી સાથે આગળ વધશે... લેખક સંધ્યાના પુસ્તક સફરઅભયપૂરનીમાં લખેલા આ શબ્દો અનુરાગને ધીરે - ધીરે વધારે વાંચવા ગમતા હતા....
સાંજનો સમય હતો તેણે કહાની વધુ વાંચવાની શરૂઆત કરી વર્ષો પહેલાની વાત છે પુષ્પપૂરણી રાજકુમારી ગાયત્રીનું સ્વયંવર થઇ રહ્યું હતું, રાજકુમારી જે વીર પુરુષને વરમળા પહેરવશે એજ તેના પતિ પારમેશ્વર તરીકે સ્વીકારાશે આવી ઘોષણા થતા જ સમગ્ર પ્રજામાં આતુરતાના સ્વપ્નો જોવા મળતા હતા...
પણ ઈશ્વરે જે પહેલેથી જ લખેલુ હતું તેને કોણ બદલી શકે, ગાયત્રીના રાજ્યને જયારે બહારના આક્રમણકરીઓથી અભયપુરના રાજકુમારે બચાવ્યું હતું, અને તે સમયે રાજકુમાર આદિત્યનો પરાક્રમ અને તેમનો અવભાવ જોઈને મંત્રમુગ્ધ થયેલી રાજકુમારી ગાયત્રીના મનમાં તો માત્ર ને માત્ર આદિત્ય જ નામ હતું.....
સ્વયંવર શરુ થતા જ માત્ર નામનું લાગતું હતું કારણકે ગાયત્રી જાણતી હતી આદિત્ય પણ સ્વયંવરમાં ભાગ લીધેલ છે અને તેણે સીધી વરમાળા તેના ગાળામાં જ નાખી અને જોત જોતામાં આખુ રાજ્ય ઢોલ નગારા અને નાચગાન સાથે ઝુમી ઉઠ્યું.....
અનુરાગ તારા ફોનની રિંગ વાગી રહી છે, અનુરાગે કોલ ઉઠાવ્યો રચિત બીજે છેડેથી બોલતો હતો કાલની શું તૈયારી છે? અનુરાગ કયા સ્પોર્ટ્સમાં ભાગ લેવાનો તું? માઈન્ડ ગેમ કે ફિઝિકલ ગેમ? અનુરાગે હસતા - હસતા કહ્યું અરે રચિત હૂતો માઈન્ડ ગેમ અને ફિઝિકલ બંનેમાં ભાગ લઈશ ક્રિકેટ અને ચેસ બંનેમાં....
રચિત અને અનુરાગે ઘણી વાતો કરી સાંજનું જમવાનું પત્યું એટલે અનુરાગે ચેસની પ્રેક્ટિસ કરી....
અનુરાગનું મન ચેસ રમતા - રમતા પણ અભયપૂરની એ કહાનીઓમાં રચયેલું રહેતું હતું, લેખક સંધ્યાએ સ્ટોરીના પહેલા પાને જ લખેલુ મારી નાનીમાએ કહેલા સત્યના શબ્દો અને મારી કરેલી રિસર્ચ અનુસાર અભયપૂરની આ ગાથાનો આધાર રહેલો છે...
સફર અભયપૂરની આ નવલકથા ચાર ભાગમાં વહેંચયેલી હતી, હજી માત્ર પાંચ પાના જ અનુરાગે ફેરવ્યા હતા તો પણ તેણે એ વાંચતા - વાંચતા આગળ વધુ જાણવાની આતુરતા હતી, આગળ અભયપૂરની કહાનીમાં શું થશે તે જાણવા જેની ઉત્સુખતા વધતી હતી.....
વિચારોમાને - વિચારોમા રાત્રીના સાડા દસ થઇ ગયા હતા, અનુરાગને ફિલ્મો જોવામાં ખુબ રસ રહેતો, અનુરાગેપોતાના લેપટોપમાં ફિલ્મ જોવાનું શરુ કર્યું, ફિલ્મ ખુબ જ ભવ્ય અને પોરાણિક ઇતિહાસ ઉપર બનેલી હતી, ઇતિહાસના દ્રશ્યો આબેહૂબ રજુ થતા હતા અને તેની આંખને ગમી જતા હતા....
Ott પ્લેટફોર્મ ઉપર ફિલ્મના ઇન્ટરવલ અનુસાર એક બીજી આવનારી ફિલ્મની એડ આવી એ ફિલ્મ પણ ભગવાન વિષ્ણુના દશમાં અવતાર કલ્કી કે જે કળિયુગનો અંત લાવવા માટે મોર્ડન જમાનામાં આવશે તેની ઉપર તે ફિલ્મનું એક નાનકડું ટીઝર હતું અનુરાગએ એ ફિલ્મ થિયેટરમાં જોવાનું મનોમન નક્કી કરી દીધું કારણકે એ ઇતિહાસ ઉપર બનતી ફિલ્મ હતી અને ભગવાન શ્રી હરિની કહાની હતી એમાં તેણે બહુ રસ હતો....
એડ પછી ફિલ્મ ફરીથી શરુ થઇ ફિલ્મના ખુબ જ ભવ્ય દ્રશ્યો હતા, કહાની ધીરે - ધીરે આગળ વધતી હતી ફિલ્મનો હીરો હમણાં જ ફિલ્મની હિરોઈન સામે પોતાના પિતાના મૃત્યુનું કારણ કહેતો હતો અને તરત જ તેમની ઉપર આક્ર્મણ થયું કહાની ખુબ જ ઇન્ટરેસ્ટિંગ હતી ખરેખર મજા આવે એવી અનુરાગને ઊંઘ આવતી હોવાથી તેણે લેપટોપ બંધ કર્યું અને સુવાની કોશિશ કરી.....
ફિલ્મની વચ્ચે જોયલા ટીઝરના દ્રશ્યો અનુરાગની આંખે આબેહૂબ નઝરે આવવા લાગ્યા, અનુરાગને એવી ફિલ્મો જોવાનો ખુબ રસ હતો એથીય વધુ ઇતિહાસને જાણવાની તાલાવેલી એનામા હંમેશાથી રહેતી હતી....
અનુરાગને ફિલ્મના દર્શયો પણ ગમતા હતા એ બધા જ આંખ બંધ કરતા તેની સામે આવતા હતા જાણે કોઈ જાદુ કરી રહ્યું હોય, આવનારી પેઢી કેવી હશે તેવા વિચારો તેણે ઉદાભવવા લાગ્યા...
કળિયુગનો નાશ ક્યારે થશે ન જાણે ભગવાન ક્યારે અવતાર લેશે અને કળિયુગનો નાશ થશે.... અનુરાગે ફિલ્મનો dilougue યાદ આવ્યો જે ફિલ્મની શરૂઆતમાં હતો......
"સમય અમર છે, સમય તમારી સાથે છે અને પળભરમાં તે સમય તમે ચુકી ગયા હશો... ફિલ્મની આ બાબત અનુરાગના મગજમાં થોડી ભ્રમણાંઓ મૂકીને ગઈ....
ધીરે- ધીરે અનુરાગ ઘાઢ નિંદરમાં ખોવાઈ જતો હતો............
વધુ આવતા અંકમાં............