Vasudha - Vasuma - 110 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ-110

Featured Books
Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ-110

વસુધા મીટીંગમાં જવા તૈયાર થઇ ગઇ. એનાં પાપા પુરષોત્તમભાઇએ કહ્યું “વસુધા તું મીટીંગમાંજ ડેરીએ જાય છે કે સાસરે પાછા જવાની ? તારો શું વિચાર છે ?” ત્યાં પાર્વતીબહેને કહ્યું “ના વસુધા ડેરી મીટીંગમાંજ જશે સાસરે પાછી હમણાં નહીં જાય. અને તમે એને આપણી ડેરીની જીપ નક્કી કરી આપો સાથે દુષ્યંત જશે તમારે જવું હોય તો જાવ.. બીજુ આકુ અહીં મારી પાસે રહેશે અને ખાસ આકુ માટે શહેરમાંથી સાયકલ લેતાં આવજો હમણાંથી એ સાયકલ ચલાવે સારુ છે એને નવી રમત મળશે સાથે સાથે શીખશે હમણાં દુષ્યંતને પણ વેકેશન છે પછી કોલેજમાં જતો થશે સમય નહીં રહે. “

પુરષોત્તમભાઇ અને વસુધા શાંતિથી સાંભળી રહ્યાં. વસુધા મનમાં કંઇક વિચારીને કંઇ બોલી નહી એણે કહ્યું “પાપા જીપ શાંતિકાકા ચલાવીને લાવશે કે પેલા એમનાં છોકરા પરાગને કહેવું છે ? સીટીમાં જવાનું સાયકલ લેવા તો પરાગ આવે તો સારું... પૂછી જોજો પછી જે આવે એ.”

પુરષોત્તમભાઇ કહે “હમણાં કલાકમાં બધુ નક્કી કરી લઊં છું ચિંતા ના કર પણ મારાંથી નહીં અવાય તારી સાથે મારે ડેરીમાંથી આપણો હિસાબ લેવાનો છે સાથે સાથે બોનસની ગણત્રી કરીને લેવાનું છે પહેલાં તો બધુ તુંજ કરી લેતી પણ હવે... “

ત્યાં દુષ્યંતે કહ્યું “પાપા આ વખતે તમે કરી આવો બધો હિસાબ... હવે પછી બધુ હુંજ કરવાનો છું અને મારે બીજી ગાય લાવવી છે કાંકરેજ દેશી નહિ જ.. ગીર નસ્લની અસ્સલ ગાય.. એનાં વિશે મેં બધુ બહુ વાંચ્યુ છે.... શું કહો છો પાપા.. વસુધા ?”

વસુધાએ કહ્યું “ભાઇ ખુબ સારો વિચાર છે મને ખૂબ ગમ્યો... પણ કાળજી ખુબ લેવી પડશે. પાપા તમે કહો તો હું પેલાં ગીરવાળા નાથાકાકાને વાત કરું એમને પૂછી જોઇએ એમનાં ગીર જુનાગઢ બધે બહુ સંપર્ક છે તેઓ અસલ જાતવાન ગીરની વાછરડી લાવી આપશે.”

પાર્વતીબહેને કહ્યું “હાં ગીરવાળી ગાય લાવીએ દુષ્યંતની ઇચ્છા... મારી પણ ખૂબ છે આપણી લાલી અસ્સલ હતી પણ હવે એ ગાડરીયા જતી રહી..”

વસુધાએ કહ્યું “માં અત્યારે લાલીને ક્યાં યાદ કરી હું માંડ એને...” પાર્વતીબહેન કહે “દીકરા ત્યાં દિવાળીફોઇ છે એટલે વાંધો નહીં... “

પુરષોત્તમભાઇ કહે “દુષ્યંતની અને તારી ઇચ્છા છે તો નાથાકાકાને કામ સોપી દઇએ એ સરસ જાતવાન અસ્સલ ગીરનું વાછરડું લાવી આપીશે. એવી સરસ વાછરડી લાવીએ કે જોતાંજ વ્હાલ ઉભરાઇ જાય”.

દુષ્યંત કહે “હું એનું બધું ધ્યાન રાખીશ ભલે કોલેજ જવાનું હોય... એને નવરાવીશ ખોળ-ઘાસ પાણી આપીશ ગામમાં ફરવા લઇ જઇશ...” પાર્વતીબેન કહે “બસ કર ભઇલા લાવીએ પછી યાદ કરી બધુ કરજે.”

વસુધાને હસુ આવી ગયું. એણે કહ્યું “હમણાં તો પાપા પેલાં શાંતિકાકા - પરાગને ફોન કરો કાલે સવારે વહેલાં નીકળી જવાય”.

******************

સવારે આંગણે જીપ આવી ગઇ... પરાગ જીપ ચલાવીને આવેલો... આવ્યો કે તરતજ વસુધાને મળવા અંદર આવ્યો એનાં હાથમાં એક થેલી હતી...

વસુધાએ કહ્યું “પરાગ તું કેટલાં સમયે આવ્યો ? તને યાદ નથી ક્યારે છેલ્લે જોયેલો.. આ શું લાવ્યો ?” પરાગે કહ્યું “હું અને માં વડોદરા ગયેલાં ત્યારે તારાં માટે લાવેલાં પણ પછી સમાચાર એવાં સાંભળ્યા કે અહી આ લાવવા હિંમતજ ના ચાલી.”

“ક્યારનો લાવેલો યાદ કરીને તે હમણાં મોકો મળ્યો કંઇ નહીં હું તને ગાડરીયા લઇ જઇશ તારું જે કાંઇ કામ હોય પતાવી લેજો પછી આપણે સીટીમાં જઇશું. ત્યાં શું કામ છે ?”

ત્યાં પરાગની નજર આકુ પર પડી એણે દોડીને આકુને વ્હાલથી ઊંચકી લીધી એનાં ગાલ પર બચ્ચી કરીને બોલ્યો “ કેટલી મીઠી છે વાહ તું તો મોટી પણ થઇ ગઇ.”.

વસુધાએ કહ્યું “માંની ઇચ્છા છે આકુ માટે સીટીમાંથી સાયકલ લેતાં આવીએ.” પરાગે કહ્યું “વાહ ચોક્કસ લઇ આવીએ મેં બધી દુકાનો જોઇ છે.”

પુરષોત્તમભાઇ કહે “હું નથી આવી શકવાનો તું વસુધા અને દુષ્યંત થઇ આવો. શાંતિથી થઇ આવો ધીમે ચલાવજે જીપ.”

પરાગે કહ્યું “કંઇ ચિંતા ના કરો કાકા શાંતિથી કાળજીથી જઇશું ચલો તૈયારી કરો જવાની..”.

****************

વસુધા વાગડથી ગાડરીયા એની ડેરીમાં મીટીંગનાં સમયે આવી ગઇ. એ સીધી ડેરીએજ આવી હતી. રાજલ ઝાંપે જીપ આવી અને દોડીને વસુધા પાસે પહોંચી ગઇ. એણે વસુધાને કહયું ”મીટીંગની બધી તૈયારી થઇ ગઇ. સાથે કરસનભાઇ ભાવના એ હારોહાર મદદ કરી છે. હમણાં ઠાકોરકાકા આવતાંજ હસે.. વસુ શેની મીટીંગ છે અચાનક ?”

વસુધાએ કહ્યું “મનેય નથી ખબર.”. એમ વાતો કરતાં કરતાં જીપમાંથી ઉતરી ડેરીએ આવ્યાં. પરાગે પૂછ્યું “વસુધા આ ડેરી તેં બનાવી ? વાગડ તારી વાતો ગામમાં બહુ થાય છે નજરે મેં આજે જોઇ... વાહ કહેવું પડે.”.

રાજલે પૂછ્યું ‘કોણ છે એ ભાઇ ?” વસુધાએ કહ્યું “અમારાં ગામનો છોકરો ડેરીમાં સેવા આપે છે એનાં પાપા શાંતિકાકા મારાં પાપાનાં ખાસ મિત્ર છે. અને સ્કૂલમાં સાથે ભણતાં...”

રાજલે કહ્યું “સારું થયું એમની મદદ મળી ગઇ તું આવી શકી..” ત્યાં ગુણવંતભાઇ વસુધા પાસે આવી ગયાં. એમનાં ચહેરાં પર હર્ષ માતો નહોતો એમણે કહ્યું “આવી ગઇ દીકરા ? ઠાકોરભાઇ પાદર સુધી આવી ગયાં છે હમણાં આવશેજ...પણ આકુ ક્યાં ? આપણે ઘરે એને મૂકીને આવી ?”

વસુધા જવાબ આપે ત્યાં કરસને આવીને કહ્યું “કાકા ઠાકોરકાકા આવી ગયાં ચાલો આપણે બધાં ડેરીમાંજ જઇએ.”

ગુણવંતભાઇએ વાત અટકાવી કહેવું પડ્યું “હાં હાં ચાલો એણે વસુધાને કહ્યું તું કેવી રીતે આવી કોણ લાવ્યું ? પુરષોત્તમભાઇ આવ્યાં છે ?”

વસુધાએ કહ્યું “પાપા હમણાં મીટીંગનું પતાવીએ પછી બધી વાતો કરીએ.” અને બધાં ડેરીમાં અંદર ગયાં. ઠાકોરકાકા પણ એમનાં સાથીઓ સાથે આવી ગયાં.

ડેરીમાં મટીંગ ચાલુ થઇ ગઇ જે કંઇ મોટી ડેરીમાં નિર્ણયો લેવાયો હતાં એની વસુધાની ડેરીને અસર થવાની હતી એની ચર્ચા ચાલી રહેલી.. વસુધાએ બધુ સાંભળ્યાં પછી કહ્યું "કાકા"

વધુ આવતા અંકે - પ્રકરણ-111