Prem Asvikaar - 33 in Gujarati Love Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | પ્રેમ અસ્વીકાર - 33

Featured Books
Categories
Share

પ્રેમ અસ્વીકાર - 33

બીજા દિવસે સવારે હર્ષ તૈયાર થઈ ને કોલેજ જવા નીકળી ગયો અને તે રાહ જોઈ રહ્યો હતો એ રાત ની જે એને જરૂર હતી.....દિવસે કોલેજ માં ક્લાસ ભર્યા પણ એને રાત્રે ગરબા માં ઈશા ને મળવા નું અને એને મળી ને શું શું વાત કરવી એનું ટેન્શન ચાલી રહ્યું હતું...
જેમ તેમ ક્લાસ પતાવી ને ઘરે ચાલ્યો જાય છે અને ઘરે જતા જતા તે નિધિ ને ઈશારો કરતો જાય છે કે એ રાત્રે ઈશા ને ગરબા માં લઇ ને આવે...
એમ નાં એમ સાંજ પડે છે...અને ફરી થી કોલેજ નાં ગરબા નાં પ્રોગ્રામ માં જવા માટે તૈયાર થઈ જાય છે...
હર્ષ અજય ને ફોન કરે છે....
"હા હર્ષ બોલ"
"ભાઈ તું ક્યાં છે? "
" ભાઈ આજે હું બહાર છું "
" કેમ ખબર નથી આજે પ્રોગ્રામ છે? "
" હા ...હા ભાઈ ખબર છે પણ હું રાત્રે 8 વાગતા સુધી માં પહોચી જઈશ"
" અરે પણ મને કોણ લઇ જશે? "
" સોરી ભાઈ આજે તારે જાતે આવું પડશે"
" પણ ભાઈ મારે ...."
" ચાલ ભાઈ હું જલ્દી માં છું તને રાત્રે કૉલ કરું ત્યાં પહોંચી ને"
એટલું બોલી ને ફોન મૂકી દે છે ....
અને હર્ષ રિક્ષા માં જવા નીકળી પડે છે.....ત્યાં તેને પહોંચતા પહોંચતા...એને રાતના 7 વાગી જાય છે...અને ત્યાં તેના ઘણા બધા મિત્રો આવ્યા હોય છે....
પણ ત્યાં નાતો ઈશા નાતો નિધિ...દેખાતી ન હતી....
ત્યાં અજય પણ મોડો આવવા નો હતો....
ત્યાર પછી થોડોક ટાઈમ બેસે છે અને 8 વાગ્યા નાં આસપાસ ગરબા ચાલુ થઈ જાય છે...હર્ષ ને ટેન્શન નો પાર નથી રહેતો...અને નિધિ ને કૉલ પર કૉલ લાગવા લાગે છે...પણ તે કૉલ નથી ઉઠાવતી....
થોડી વાર પછી એમ નાં એમ કૉલ આવે છે નિધિ નો કે...અમે આવીએ છીએ...
હર્ષ બોલે છે કે હા નિધિ....અને ઈશા જોડે છે ને? " નાં હર્ષ હું અને અજય બંને ગાડી માં આવીએ છીએ...હું ત્યાં આવી ને વાત કરું"
" હર્ષ પાછો ટેન્શન માં આવી જાય છે કે આ કેવું નવું નાટક કે ...એને પણ સાથે લાવતી નથી...હર્ષ ને ખબર પડી ગઈ કે ..આવે આવશે અને એક નવી ગોળી આપશે....એક નવું બહાનું તૈયાર હશે...
એમ નાં એમ એ ત્યાં બેસી જાય છે અને છેવટે તે...ઈશા ને મેસેજ કરી દે છે કે...ઈશા માટે તને મળવું છે....આજે તું ગરબા માં જરૂર થી આવજે ...હું તારી રાહ જોઇશ...
એવા માં ત્યાં અજય નો ગાડી આવી જાય છે અને એવા માં અજય અને નિધિ ઉત્રે છે ...
નિધિ બોલે છે કે...કેમ હર્ષ હજુ અંદર નથી ગયો...અને ગરબા ચાલુ થઈ ગયા કે શું?
" હા હું અંદર જઈ ને આવ્યો ..ગરબા ચાલુ થઈ ગયા છે..."
" તો ચાલો અંદર જઈ ને ગરબા રમીએ...." એટલું બોલી ને અજય અને નિધિ ચાલવા લાગ્યા.....
ત્યાં ત્રણે અંદર ગયા અને અજય અને નિધિ ગરબા ગાવા લાગ્યા...પણ હર્ષ ને ત્યાં ચેન નાં પડ્યું...એટલે એને નિધિ ની સામે ગુસ્સા ની નજર થી જોઈ ને ઈશારો કર્યો.....
હર્ષ ને ગાવા નો શોખ ઓછો હતો એટલે... એ ખાલી બધા ને હતા જોઈ રહ્યો હતો....પણ ...એનું મગજ તો ...ઈશા ની યાદ માં હતું....ઈશા દૂર દૂર સુધી દેખાતી ન હતી....
એવા માં નિધિ અજય ને કઈક કહે છે અને ...અને અજય ની ગાડી ની ચાવી લઇ ને ....તે નીકળી જાય છે....
આ બધું હર્ષ જોઈ રહ્યો હતો...એમ નાં એમ રાતના 10 વાગી ગયા અને 2 કલાક માં પ્રોગ્રામ પૂરો થવા આવ્યો હતો.....
એવા માં ત્યાં નિધિ આવી જાય છે....અને પાછી આવી ને ગરબા ગવા લાગે છે.....
હર્ષ આ બઘું જોઈ રહ્યો હતો....
એના થી આ બધું જોવાયું નહિ અને એ ડાયરેક્ટ ગરબા ની લાઈન માં જોડાઈ ને નિધિ ની બાજુ માં જોડાઈ જાય છે...અને બોલવા લાગે છે કે ઈશા ક્યાં છે એ કેમ નથી આવી?
નિધિ હર્ષ નો હાથ પકડી ને ગરબા ની ...સાઇડ વાળી જગ્યા એ લઈ જાય છે અને તે અવાજ નાં કારણે બંને વાત નથી કરી શકતા ...તો બંને વધારે અવાજ થી ...અજય ની કાર મૂકી હતી ત્યાં જવા લાગ્યા...અને ...હર્ષ એ કીધું કે ...નિધિ હવે કોઈ બહાના નહિ ચાલે ....મે તને ...ઈશા ને લાવવા નું કહ્યું હતું તો તું કેમ નાં લાવો....બોલ જવાબ આપ...મને તો હવે લાગે છે કે તુજ એમને બંને ને મળવા નથી દેતી....તુજ કઈક મારા જોડે જૂઠું બોલે છે....તને મને હેરાન જોઈ ને શું મળ્યું...તે આમ કર છે...બોલ નિધિ જવાબ આપ ..."
એવા માં હર્ષ નો હાથ પકડી ને ....ત્યાં અજય ની ગાડી તરફ લઈ જાય છે...અને ....બોલે છે કે અરે તરે ....ઈશા નેજ મળવું છે ને ...?
હર્ષ બોલે છે " હા હા "
" તો ચાલ મારી સાથે...."
હર્ષ ને અજય ની ગાડી તરફ લઈ જાય છે અને બોલે છે કે જા હર્ષ ગાડી માં ઈશા છે મળી લે....
હર્ષ ખુશ ખુશ થઈ જાય છે....અને બોલે છે કે નિધિ એને ખબર છે કે હું એને પ્રપોઝ મારવા નો છું....
" તું જા અને ને જે કરવું હોય એ કર એને મળી લે "
હર્ષ ને વિશ્વાસ નથી થતો એને તે ગાડી તરફ જાય છે તો જુએ છે કે ...ઈશા ગાડી માં બેઠી હતી....
હર્ષ આ જોતા ખુશ ખુશ થઈ જાય છે....
અને બોલે છે કે અરે ઈશા તું અંદર કેમ બેઠી છે ચાલ ને ગરબા રમવા માટે?.....
નિધિ બોલે છે કે "એ નહિ આવે"
" કેમ નહિ આવે ...એને ગાવા નો શોખ નથી કે શું? "
એવું સંભાળતા ઈશા ગભરાઈ જાય છે...અને બોલે છે કે નિધિ અહી હર્ષ શું કરે છે...
હર્ષ બોલે છે કે...અરે ઈશા તને લેવા માટે આવ્યો છું...ચાલ ગરબા રમવા....
" નાં મારે નથી આવવું "
" કેમ ગરબા રમવા નથી ગમતા?
નિધિ બોલે છે કે તે ઈશા ને જોઈ લીધી હવે ગરબા રમવા જા ....
" અરે એમ એને એકલી મૂકી ને થોડી જવાય...એને પણ કોલેજ નાં ગરબા દેખાડીએ ને...."
" હર્ષ તું નાં એને ગરબા નથી જોવા, એ એમાંય ગરબા નહિ જોઈ સકે"
" કેમ એને પાસ લેવા નું ભૂલી ગઈ છે કે શું? "
" નાં એવું નથી....."
એટલું બોલી મે નિધિ રડવા લાગી....
અને બોલી કે હર્ષ તને કેવી રીતે સમજાવું કે....ઈશા નાઈ જોઈ સકે....
હર્ષ ફરી હસી ને જવાબ આપ્યો...કેમ ....હું નવો પાસ કઢાઈ અપુ છું....
અરે હર્ષ તને કેવી રીતે સમજાવું કે ......
ઈશા નહિ જોઈ સકે ...ઈશા ...તો અંધ છે ( બ્લાઈન્ડ )
હર્ષ હસી ને બોલે છે કે સુ મજાક છે......
" હા હા કોઈ મજાક નથી.....ઈશા ...જનમ થીજ...."
એવા માં ઈશા બોલે છે કે...નિધિ કઈ કેવા ની જરૂર નથી.... હું કહું છું....
હર્ષ એક કામ કરો અહી ગાડી માં બેસી જાઓ....
હર્ષ અને નિધિ ગાડી માં બેસી જાય છે અને ...ઈશા બોલે છે કે હા નિધિ ની વાત સાચી છે.....હું આંધળી છું....
" પણ આ કેવી રીતે પોસીબલ બંને...તમે બધા મને ઉલ્લુ નાં બનાવો "
" ઈશા નાં આંખ માંથી ...કે આશું આવતા હતા એ સત્ય નું પરિણામ આપતા હતા . "
" તો કોલેજ ને બધું..."
" હા ....પેલા મારી વાત સાંભળો....હું જનમ થી ...આંધળી...છું...પણ એમાં કેવું છે કે....લોકો આંધળા હોય છે....તો એમ ને કઈ નથી દેખાતું....હોતું...પણ....મને દિવસ માં ...કોઈ પણ ...નોર્મલ માણસ નાં જેવું દેખાય છે....પણ કેવા રાત નાં 7 વાગે..એટલે મને દેખાવા નું બંધ થઈ જાય છે....સૂરજ ની રોશની માં હું ....તમારા બધા કરતાં પણ વધારે સારું જોઈ સકુ ...પણ રાત્રે...મને કઈ નથી દેખાતું...
એટલે સીધી વાત એ...કે મે મારા જનમ થી રાતની રાત મારી આંખો થી નથી જોઈ....
આ બધું...હર્ષ નાં મગજ માં ઉત્રી ન રહ્યું હતું....
નિધિ બોલે છે કે..." અને હા હર્ષ ઈશા કોઈ ને પ્રેમ નથી કરતી...પણ આ પ્રોબ્લેમ નાં કારણે ....મે તને જૂઠું બોલ્યું હતું...કારણ કે હું નથી ઇચ્છતી કે ઈશા ની વાત કોઈ ને ખબર પડે.....પણ હા એ વાત પણ છે કે...આ વાત તને કહી દેવાય પણ મે તેને નાં કીધું અને મે મારી એક અલગ વાર્તા બનાવી...કે એ બીજા ને પ્રેમ કર છે...
ઈશા બોલે છે...તરે મે જે વાત કીધી ... એ તરે...હર્ષ ને પેલે થી કહી દેવા ની હતી....
હર્ષ બોલે છે કે " અરે આ બધું શું બોલી રહ્યા છો મને કઈ સમજ નથી પડતી...."
એટલું બોલી ને ...એના પણ આંખ માં અશું આવી જાય છે....અને હર્ષ ....ઈશા ની સામે તગા ટગર જોયા કરે છે....
ઈશા નીચે જોઈ...ને બોલવા લાગે છે...એટલે હું રાત્રે કોઈ ...પ્રોગ્રામ માં નથી આવતી....પણ નિધિ એ કીધું કે ...ખાલી એક વાર ગરબા જોવા નાઈ તો સંભાળવા આવ....અને હા મને ગરબા ગાવા નો બહુ શોખ છે...પણ હું જાઉં તો...કઈક અનર્થ થઈ જાય....
હર્ષ બધું જોઈ રહ્યો હતો...
અને તે ગાડી થી બહાર જઈ ને ... ડ્રુસ્કે ને દૃષકે રડવા લાગે છે...
એમ નાં એમ...નિધિ ગાડી ચાલુ કરે છે અને ....ઈશા ને લઇ ને ચાલવા લાગે છે.....
થોડી વાર પછી ત્યાં ને ત્યાં ... જ....નિધિ આવે છે અને બોલે છે કે ....હર્ષ તે તારી સગી આંખો થી...જોઈ લીધું...ને...
હું નતી ઇચ્છતી કે આ બધું જાણી ને દુખી થાય...એટલે આ જૂઠ બોલી...મને માફ કરી દે....