Shivaditya ni Shoryagatha - 2 in Gujarati Short Stories by નિરવ પ્રજાપતિ books and stories PDF | શિવાદિત્ય ની શૌર્યગાથા - 2 - ગુરુ સચ્ચિદાનંદ

Featured Books
Categories
Share

શિવાદિત્ય ની શૌર્યગાથા - 2 - ગુરુ સચ્ચિદાનંદ

શિવાદિત્યસિંહજી અને પૃથ્વીરાજ નગર ના પાદરે ઊભા છે. મણી ને પાછો મેળવવા માટે ની બંને ની સફર શરૂ થઈ ચૂકી છે. પણ શરૂઆત ક્યાંથી કરવી એ સૂઝતું નથી.
"મહારાજ, આપણે શરૂઆત ક્યાંથી કરીશું." પૃથ્વીરાજ એ પૂછ્યું.
"મહામાત્ય, જ્યારે કશું સૂઝતું ન હોય ત્યારે કોઈ સંત માં શરણ માં જવું જોઈએ." મહારાજે જવાબ આપ્યો.
"એટલે મહારાજ??" પૃથ્વીરાજ ને કઈ સમજાયું નઈ.
"પૃથ્વી, આપણે મારા ગુરુજી સચ્ચિદાનંદજી ને મળીશું. મને વિશ્વાસ છે કે એમની પાસે જરૂર કોઈ ઉપાય હશે."
મહારાજ પૃથ્વીરાજ ને પૃથ્વી કહી ને ભાગ્યેજ સંબોધતા પરંતુ પૃથ્વીરાજ ને એ ગમ્યું.
બંને એ ઘોડા ઉત્તર દિશા તરફ દોડાવ્યા.
થોડી વાર માં બંને ઘોડા એક ગુફા આગળ આવી ઊભા રહ્યા. મહારાજ અને પૃથ્વીરાજ ગુફા માં પ્રવેશ્યા. ગુફા ની થોડી અંદર એક પત્થર પર એક મહાત્મા ધ્યાન માં બેઠેલા છે. શિવાદિત્યસિંહજી અને પૃથ્વીરાજ મહારાજ ની સામે હાથ જોડી ઊભા રહ્યા.
"પધારો મહારાજ." ગુરુજીએ ધ્યાન અવસ્થા માં જ બંને નું સ્વાગત કર્યું.
"જય સોમનાથ ગુરુજી." બંને ગુરુજી ને પગે લાગ્યા.
ગુરુજીએ બંને ને આશીર્વાદ આપ્યા અને ધ્યાન છોડ્યું.
"બોલો મહારાજ, હું આપની શું સેવા કરી શકું?" ગુરુજીએ પૂછ્યું.
"સેવા નહિ ગુરુજી આપની સલાહ અને આશીર્વાદ લેવા આવ્યો છું."
"બોલો"
"આપ થી કશું અજાણ્યું નથી ગુરુજી. મને માર્ગ બતાવો."
"આપ તલવાર લાવ્યા છો મહારાજ? મને આપો."
મહારાજે તલવાર ગુરુજી માં ચરણો માં મૂકી. ગુરુજીએ તલવાર બંને હાથે ઉઠાવી કપાળે અડાવી અને કહ્યું.
"મહારાજ, આપના પરદાદા મહારાજ પરંજયાદિત્યસિંહજી એ આ તલવાર ભગવાન સોમનાથ નું તપ કરી ને મેળવી હતી. આ તલવાર ના પ્રતાપે જ એમણે જાદુગર ને મારી ને મણી માં કેદ કર્યો હતો."
"હા ગુરુજી, હવે એ જ મણી ફરીથી પાછો મેળવવા માટે અમે સફર પર નીકળ્યા છીએ. પણ ક્યાં જવું શું કરવું કશી સમજણ પડતી નથી." મહારાજે કહ્યું.
"ચિંતા ના કરો મહારાજ, બીજા નું દુઃખ દૂર કરનાર પરદુઃખભંજન ને મારો ભોલેનાથ મદદ કરશે."
"હા ગુરુજી, પણ આ જાદુગરો ને દેશ ક્યાં આવ્યો છે? કંઈ દિશા માં જવાનું છે? મને કંઈ સમજાતું નથી?
મહારાજે ચિંતિત સ્વરે કહ્યું.
"મહારાજ, અહીથી નીકળી પૂર્વ દિશા તરફ જજો. આગળ નો રસ્તો તમને પ્રકૃતિ એની મેળે બતાવશે. બસ પોતાના માં અને ભગવાન સોમનાથ પર ભરોસો રાખજો. એ તમને ઈશારા આપશે, એનું અનુસરણ કરજો."
"ભગવાન સોમનાથ પર મને પૂરો ભરોસો છે." મહારાજે ઉત્તર વાળ્યો.
"અને હા મહારાજ રસ્તો ખૂબ કઠિન હસે. ડગલે ને પગલે પરીક્ષા થશે. તમારો મુકાબલો જાદુઈ તાકતો સામે છે." ગુરુજીએ કહ્યું.
"જાદુઈ તાકતો??, આપણને તો કોઈ જાદુ આવડતું નથી." અત્યારસુધી શાંતિ થી સંભાળતા પૃથ્વીરાજ એ પૂછ્યું.
"મહારાજ પરંજયાદિત્યસિંહજી ની આ સારંગી તલવાર આપની મદદ કરશે. મહાદેવ ની કૃપા થી આ તલવાર માં જાદુઈ શક્તિઓ છે." ગુરુજીએ ઉત્તર આપ્યો.
"પણ હું તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીશ?" મહારાજે પ્રશ્ન પૂછ્યો
"ચિંતા ના કરો મહારાજ, જરૂર પડ્યે તલવાર ને મસ્તક અડાડી મહાદેવ નું સ્મરણ કરજો. બાકી બધું મહાદેવ કરશે." ગુરુજીએ જવાબ આપ્યો
"અને હા મહારાજ જાદુ નબળા મન ના માનવી ને સૌથી પહેલા અસર કરે છે." ગુરુજીએ ઉમેર્યું.
"તો એના માટે શું કરી શકાય?"
"પોતાના પર વિશ્વાસ રાખો, જાદુ એ બીજું કંઈ નહીં પણ તમારા માં નો ભ્રમ છે. મન ને પોતાના વશ માં રાખો, સત્ય અને અસત્ય , હકીકત અને ભ્રમ બધું જ તમારી સમક્ષ હસે. ફેસલો લેતી વખતે દિલ નો નહિ દિમાગ નો ઉપયોગ કરજો." ગુરુજી એ સમજણ પાડી.
"ઠીક છે ગુરુજી તો હવે અમને આશીર્વાદ આપો." મહારાજ બોલ્યા.
"ખુશી થી સિધાવો મહારાજ, જીત આપની જ થશે. મહાદેવ આપની રક્ષા કરશે. જય સોમનાથ." ગુરુજીએ આશીર્વાદ આપ્યા.
"જય સોમનાથ" કહેતા મહારાજ અને પૃથ્વીરાજ ગુફા ની બહાર નીકળ્યા.
સૂર્ય પશ્ચિમ દિશા તરફ ઢળવાનું શરુ કરી ચૂક્યો હતો. પૃથ્વીરાજ એ દિશા નો અંદાજો લગાવી પૂર્વ દિશા બતાવતો ઈશારો કર્યો.
મહારાજ શિવાદિત્યસિંહજી એ પૂર્વ દિશા તરફ જોયું અને મનોમન જાદુગર ને પડકાર ફેંકયો જાણે કહી રહ્યા હોય કે જાદુગર સાબદો રહેજે હું આવું છું, મારો મણી અને મારા નગર ની ખુશીઓ પછી લેવા.
બંને એ ઘોડા પૂર્વ દિશા તરફ હંકારી મૂક્યા.