Shamanani Shodhama - 4 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શમણાંની શોધમાં - પ્રકરણ 4

Featured Books
Categories
Share

શમણાંની શોધમાં - પ્રકરણ 4

          પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. છેલ્લા પંદર દિવસ શ્યામ માન્યામાં ન આવે એટલો વ્યસ્ત રહ્યો હતો. એને વ્યસ્ત રાખવામાં સૌથી વધુ ફાળો ટેક્સેશનના વિષયનો હતો. આવકવેરાનું સેલેરી હેડ એના પુરા ત્રણ દિવસ ખાઈ ગયું. ટેક્સેશનના પેપર પહેલાં પાંચ દિવસની રજાઓ હતી. પેપરના દિવસની આગલી રાતે બે વાગ્યે ઊંઘ્યો છતાં ટ્રાન્સફર પ્રાઈસિંગનું આખું ચેપ્ટર વાંચવાનું રહી ગયું હતું. ઇકોનોમિકસમાં વિવિધ માર્કેટ કંડીશન માટેની રેવન્યુ કર્વ અને પર્ચેઝિંગ પાવર પેરીટીએ એને એક જ દિવસમાં બે વાર એસ્પેરીન ટેબ્લેટ લેવા મજબુર કર્યો હતો.

          જુનનો છેલ્લો રવિવાર હતો. પરીક્ષા દરમિયાન અર્ચના સાથે વાત થઇ શકી નહોતી. રવિવારનો આખો દિવસ એણે પરીક્ષાનો સ્ટ્રેસ દુર કરવા ફરવામાં ગાળ્યો. સાંજે ઘરે આવ્યો ત્યારે એ થાકી ગયો હતો છતાં એણે અર્ચનાને ટેક્સ્ટ કરીને ઓનલાઈન આવવા કહ્યું.

          એ થોડીવારે ઓનલાઈન આવી.

અર્ચના # હાય, હાઉ આર યુ?

શ્યામ # ફાઈન

અર્ચના # આઈ મિસ્ડ યુ વેરી મચ ઇન રીસન્ટ ડેઝ બટ આઈ પ્રિવેન્ટેડ માય સેલ્ફ ટુ ડીસ્ટર્બ યુ ડ્યુરીંગ યોર એગ્ઝામ.

          અર્ચનાએ પરીક્ષા દરમિયાન કોલ કર્યો ત્યારે શ્યામે કહ્યું હતું કે એ વાંચનમાં વ્યસ્ત છે માટે પછી વાત કરશે. કદાચ એ જ બાબતને ધ્યાનમાં લઈને અર્ચનાએ એને ડીસ્ટર્બ કર્યો નહોતો.

શ્યામ # એક બાત બોલું..?

અર્ચના # કયા..?

શ્યામ # તુમ હરિયાણા મેં રેહતી હો ઔર મેં ગુજરાતમેં.

અર્ચના # વ્હોટ ડીફરન્સ ડઝ ઈટ મેક?

શ્યામ # મુજે લગતા હે કી બહુત ડીસ્ટન્સ હે.

શ્યામે માત્ર આકસ્મિક જ ડીસ્ટન્સની વાત નીકળી હતી પણ અર્ચના એને મિસઇન્ટરપ્રીટ કરી ગઈ.

અર્ચના # મેને તો આપકે સાથ ખ્વાબ ભી દેખને શુરુ કર દિયે થે. થેન્ક્સ. આપને ખ્વાબ દિખાયે તો સહી, ચાહે ચંદ પલો કે લિયે હી.

          એના ઉર્દુ મિશ્રિત શબ્દોએ શ્યામના હૃદય પર અજબ અસર કરી. એ એને પ્રથમ દિવસે વચન આપી ચુક્યો હતો કે એ તેને જેવી છે તેવી અપનાવશે. જેવી છે તેવી શબ્દોનો અર્થ ઘણો વિશાળ હતો. એમાં ગુજરાત અને હરિયાણા વચ્ચેનું અંતર પણ સમાઈ જતું હતું.

શ્યામ # તુમ મેરી બાત કો સમજી નહિ. મેરે કેહને કા મતલબ થા કી હમ કેસે મિલ પાયેગે.

          શ્યામે વાતને પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ કર્યો.

અર્ચના # મેભી યહી સોચ રહી હું.. હમ કેસે મિલેંગે..?

શ્યામ # કેસે ભી હમ મિલકે રહેંગે.

અર્ચના # સ્યોર..?

શ્યામ # પ્રોમિસ.

અર્ચના # સોચ લો. પ્રોમિસ કરના આસાન હોતા હે પર નિભાના બહુત મુશ્કિલ.

શ્યામ # દેખ લેના. હીરો હમેશા પ્રોમિસ નિભાતા હે.

          એણે છેલ્લું વાક્ય વાતાવરણ હળવું કરવા ટાઈપ કર્યું. બે ત્રણ મિનીટ સુધી કોઈ જવાબ ન આવ્યો.

શ્યામ # હેલ્લો?

હેલ્લો?

આર યુ ધેર?

          સામેથી શબ્દો આવ્યા: આઈ હોપ યુ વિલ બી માય હીરો.

          એ ઓફલાઈન થઇ ગઈ હતી.

          શ્યામથી ટાઈપ થઇ ગયું. ટ્રસ્ટ મી આઈ વિલ. પણ એનું એ વાક્ય અનરીડ જ રહ્યું. અર્ચનામાં કોઈ અજીબ આકર્ષણ શક્તિ હોય એમ એને લાગ્યું.

          શ્યામ એની સાથે લગ્ન કરશે એવું અર્ચનાને વચન આપી ચુક્યો હતો પણ એ એના વિષે કઈ જાણતો નહોતો.

          એ એક અલગ રસ્તે જતો હતો પણ ત્યારે એને ખબર નહોતી કે એ રસ્તો ઘણો અલગ હશે. એટલો અલગ કે જે એનું ભવિષ્ય બદલી નાખશે, એના વિચારો બદલી નાખશે. જો એને ખબર હોત તો એ એ રસ્તે જવાની ભૂલ ન કરત પણ હવે ભૂલ સુધારવા માટે ઘણું મોડું થઇ ગયું હતું.

          શ્યામે અર્ચનાના નંબર પર ટેક્સ્ટ કર્યો- ઓનલાઈન આ જા. આઈ રીયલી મિસ યુ. તરત જ મેસેજ ડીલીવર થયો.

          પાંચ મિનીટ પછી એ ઓનલાઈન આવી.

અર્ચના # નેટ પ્રોબ્લેમ.

શ્યામ # કોઈ બાત નહિ. યહાં ભી અક્સર એસા હોતા હે..તુમને જો ફોટો ભેજી થી મુજે અરછી લગી.

અર્ચના # થેન્ક્સ.

શ્યામ # મેરી ફોટો પસંદ આઈ તુજે...?

અર્ચના # આઈ લાઈક વેરી મચ. મેરે લિયે આપ મુજે પસંદ કરતે હો ઇસસે અચ્છી કોઈ બાત નહિ હે. મૈ દિલ ઔર દિલ કી ભાવના કો શરીર કી સુંદરતા સે ઉપર માનતી હું. સુંદરતા સમય કે સાથ કમ હો જાતી હે. ચહેરા સમય કે સાથ બદલ જાતા હે પર દિલ ઔર દિલ કી ભાવના કભી નહિ બદલતી.

શ્યામ # દિલ કે સબ્જેક્ટ પે અરછા લેકચર દે શકતી હો.

અર્ચના # આપ હર બાત મેં મજાક હી કરતે રહેતે હે..?

શ્યામ # કુછ સીરીયસ સુનના હે તો સુન કલ રાત તું મેરે સપનેમેં આઈ થી.

શ્યામને આંકડાશાસ્ત્રનું પેપર આપીને આવ્યો એ રાત્રે જ પેલું સપનું આવ્યું હતું એ યાદ આવતા એણે અર્ચનાને ખુશ કરવા દરેક છોકરીને ગમે એવું મીઠું જુઠાણું ચલાવ્યું.

અર્ચના #  કિતની અજીબ બાત હે, મેં આપ કે સપનેમેં આયી ઔર મુજે હી પતા નહિ. કયા મેં જાન સકતી મેં તુમ્હારે સપને મેં કયા કર રહી થી?

શ્યામ # તુમ મેરે પીછે આ રહી થી ઔર બોલ રહી થી જરા ધીરે ચાલો. મેં તુમ્હારે જીતની તેજ નહિ ચલ સકતી.

અર્ચના # મેં સચમેં ભી તેજ નહિ ચલ પાતી હું.  

શ્યામ # આઈ એમ સોરી.

અર્ચના # ઇટ્સ ઓકે.

શ્યામ # કયા મેં તુમ્હારે સપને મેં આતા હું..?

અર્ચના # કયો નહિ..?

શ્યામ # કયા મેં જાન સકતા હું કી સપને મેં મેરા રોલ ક્યા હોતા હે?

અર્ચના # મેરા સપના થોડા અજીબ હે. ઇસમેં આપકા રોલ અહમ હે.

શ્યામ # મૈ સમજા નહિ.

અર્ચના # મૈ સાલો સે એક સપના દેખતી થી. મેં એક હેન્ડીકેપ ઔર સિમ્પલ લડકી હું પર મુજે લગતા થા કી મેરી જિંદગી મેં કોઈ સામને સે આયેગા. એસા કોઈ જો મુજે સમજેગા, જો મુજે પસંદ કરેગા, જો મુજે ચાહેગા. મેરા સપનો કા રાજકુમાર.

શ્યામ # મીન્સ મેં રાજકુમાર.

અર્ચના # પ્લીઝ, મેરી પૂરી બાત સુનો. આપને ફોન મેં બતાયા કી મુજે એસી લડકી પસંદ હે જો બ્યુટીપાર્લર ન જાતી હો તબ મેં ગહરી સોચ મેં ચલી ગઈ. મુજસે ફોન અપને આપ કટ હો ગયા થા. મેં સોચને લગી કયા ભગવાનને આપકો મેરી જિંદગી મેં ભેજા હોગા? ઔર આપકા બ્યુટી પાર્લર વાલા જવાબ કેહતા થા હા.

શ્યામ # મીન્સ તુમ માનતી હો કી હમારે મિલને કે પીછે કોઈ કુદરતી સંકેત હે.

અર્ચના # મેં માનતી હી નહિ મુજે યકીન હે.

શ્યામ # મેં કુછ સમજા નહી.

અર્ચના # આઈ મીન ઈટસ નોટ માય બિલીફ બટ ઈટસ રીઆલીટી.

શ્યામ # ડુ યુ રીયલી લાઈક મી?

અર્ચના # નોટ ઓન્લી લાઈક બટ સમથીંગ મોર.

શ્યામ # સમથીંગ મોર મીન્સ..?

અર્ચના # સમથીંગ મોર મીન્સ આઈ લવ યુ.

શ્યામ # રીયલી..? ઇતની જલ્દી તુને મુજે ચાહના ભી શુરુ કર દિયા?

અર્ચના # કયું..? તુમને નહિ કિયા હે..?

શ્યામ # કિયા હે ના... આઈ લવ યુ.

          શ્યામના હ્રદયમાં એક અલગ અહેસાસ થયો. એણે જીવનમાં એ શબ્દો કોઈના મોથી પહેલીવાર સાંભળ્યા હતા. મીન્સ વાંચ્યા હતા.

          થોડીક વાર પછી સામેથી બાય લખેલ મેસેજ આવ્યો. એણે પણ બાય લખ્યું અને નેટ બંધ કર્યું.

                                                                                                                *

          આષાઢ મહિનાનો ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતો. એ મહિનામાં વરસાદ કેમ આવતો હશે એમ શ્યામ વિચારી શકે એમ નહોતો. એ ગુસ્સામાં હતો. એના પિતાજી એને યજમાનના ઘેર સાથે કેમ લઈને જતા હશે એ સવાલ પણ એ એના પિતાજીને પૂછી શકે એમ નહોતો.

 “હેલ્લો.” એ ફોન રીસીસ કરવા થોડોક દુર ગયો.

“અર્ચના, અભી મેં બાહર હું. મેં તુમ્હે શામ કો કોલ કરુંગા.”

“કિતને બજે..?”

“સાત બજે.”

          એણે કોલ કટ કર્યો.

          આખો દિવસ પિતાજી સાથે યજમાનના ઘરે વીત્યો. પિતાજી યજ્ઞવિધિ કરવા આવ્યા હતા. પિતાજી ઈચ્છતા હશે કે છોકરાઓ પણ કંઇક શીખે કર્મકાંડ વિશે એટલે એમનામાંથી એકાદને એ કર્મકાંડના કામમાં સાથે લઇ જતા.

          સાંજે ઘરે આવ્યા ત્યારે એ થાકી ગયો હતો. એને ઊંઘવું હતું છતાં કેમ જાણે એને અર્ચનાથી વાત કરવાનું મન થતું હતું. એ પોતાના મનને રોકી ન શક્યો. એણે અર્ચનાનો નંબર ડાયલ કર્યો.

“હાય! કેમ છો..?”

          અર્ચના ગુજરાતીમાં બોલી એ સાંભળી શ્યામને નવાઈ ન થઇ કેમકે આખા ભારતમાં બધાને ખબર છે કે ગુજરાતીઓ મળે ત્યારે એકબીજાને કેમ છો પૂછે એટલે એ પણ એટલું ગુજરાતી જાણતી હશે એમ એને લાગ્યું..

“મજામાં.”

“સુબહ કહાં થે...?”

“પિતાજી કે સાથ...”

“કુછ કામ સે યા એસે હી?”

“મેરે પિતાજી યજ્ઞ કરને ગયે થે ઔર મુજે ભી સાથ લે ગયે થે.”

“આપ પંડિત હો?”

“કયું? ઈન્ટરેસ્ટ એસેપ્ટ કિયા તબ પૂરી પ્રોફાઈલ પઢી નહિ થી..?”

“આપ પંડિત મેં આતે હે?”

“હા, પંડિત મેં આતે હે.”

“ઢેર સારી આફતે આયેગી..”

“કયું...?”

“મેં હરિયાણા મેં, આપ ગુજરાત મેં. મેં પ્રજાપતિ, આપ પંડિત. મેં હેન્ડીકેપ ઔર આપ નોર્મલ.”

“તો કયા ફરક પડતા હે..?”

“કિતને અલગ હે હમ દોનો. સોચો તો સહી.”

“અર્ચના, સબસે બડી વિસંગતતા તો યે હે કી મેં પુરુષ ઔર તુમ સ્ત્રી જિસકે અભાવ મેં પતિ-પત્ની કા રીસ્તા હી નહિ બન સકતા. તો ફિર બાકી વિસંગતતા સે કયા ફરક પડતા હે..?”

“ગ્રેટ ફિલોસોફર.” એ હસી, “એક બાત કા ડર હે.”

“કયા...?” એણે પૂછ્યું.

“આપકા પરિવાર મુજે એસેપ્ટ કરેગા?”

          એને આંખો સામે પિતાજીનો ક્રોધિત ચહેરો દેખાયો હતો. પણ એણે ડર ખંખેરીને પૂછ્યું, “તુમ્હારે પાપાજી માનેગે?”

“આપકે પાપાજી માનેગે યા નહિ ઇસ બાતકા ડર હે મુજે. મેરે પાપાજી કો તો મેં ચુટકી મેં મના લુંગી. મેરે પાપા મુજે બહુત પ્યાર કરતે હે. મેરે પાપા મેરી હર ખ્વાહીશ પૂરી કરતે હે.”

“તો ફિર કોસિસ કરો ના...?” શ્યામે કહ્યું.

“કરતી હું..” અર્ચનાએ શરમાઈને ફોન કાપી નાખ્યો.

*

          આમ વાતોમાં કયારે પ્રેમ અતુટ થઇ ગયો એમને ખબર પણ ન પડી.  એકબીજા સાથે જીવવા મરવાના કોલ પણ અપાઈ ગયા. હવે એમને ગૂગલ પર ચેટ કંટાળાજનક લગતી. તેઓ ફોનથી જ વાતો કરતા.

          શ્યામે બીએસએનએલ ટુ બીએસએનએલ ફ્રી પ્લાન કરાવી નાખ્યો. રસ્તો ગમે એટલો સારો અને આનંદદાયક હોય પણ મુકામે પહોચવાની ઉતાવળ તો રહેવાની જ. એમને લાગવા માંડ્યું કે એમને સાથે હોવું જોઈએ.

          રવિવારના દિવસે સવારના શ્યામે ચાર્મીને ફોન કર્યો.

“હેલ્લો, આઈ મિસ યુ.”

“મિસ યુ ટુ.” એને મનગમતો અવાજ સંભળાયો.

          નવાઈ પામવા જેવું કઈ ન હતું. મિસ યુ અને લવ યુ શબ્દો હવે એમના માટે સાહજિક બની ગયા હતા.

“એક બાત બોલું.”

“બોલીયે..”

“તુમે નહિ લગતા અબ હમે એક છત કે નીચે હોના ચાહિયે..?” શ્યામે પૂછ્યું.

“લગતા હે.”

“તો ફિર આપકે પાપા સે બાત કરો.”

“પાપા સે બાત કરને મેં ડર લગતા હે.”

“ડર કે આગે જીત હે..”

“પાપા નહિ માને તો..?”

“શુરુ મેં હી નેગેટીવ. શુરુ કિયે બગેર હી અંત કેસા હોગા યે સોચ લેના અચ્છા નહિ હે.” શ્યામે એની ફિલોસોફી ચાલુ કરી.

“મેં એક દો દિન મેં બાત કરુંગી.”

“પાપા ના માને તો ભી માયુસ મત હોના.”

“ઠીક હે...મેં ફ્રાઈડે કો બાત કરુંગી. ફ્રાઈડે મેરે લિયે લકી હે.”

એ પછી પ્રેમ સંવાદો થયા. દસેક વાગ્યે એણે ફોન મુક્યો.

                                                                                                     *

          સોમથી શુક્ર વીતી ગયા. શનિવારે એણે અર્ચનાને ફોન કર્યો. એનો નંબર સ્વીચ ઓફ હતો. એણે દિવસ દરમિયાન કેટલીયે વાર ટ્રાય કર્યા પણ એનો નંબર સ્વીચ ઓફ જ હતો. એને શંકા થઇ કે કંઇક ગરબડ છે.

          રવિવાર એટલે એના માટે રજાનો દિવસ. બાકી સોમથી શનિ તો એ  ઘડિયાળના કાંટા સાથે દોડ્યા કરતો.

          એ રવિવારે એણે સવારના નવેક વાગ્યે વાંચ્યું પણ એનું મન છાપામાં ન લાગ્યું. એને અર્ચના યાદ આવતી હતી. એને નવાઈ થઇ કે શું આ પ્રેમની અસર છે? ખરેખર, એ હતી જ.

          એનો ફોન સ્વીચ ઓફ આવે છે. શું થયું હશે? એના પિતાજીએ એને ધમકાવી હશે? એનો ફોન લઇ લીધો હશે? એ ઓનલાઈન પણ નહિ આવે શકે તેમ હોય? એના મનમાં હજારો વિચારો આવતા હતા.

          અર્ચનાના પપ્પા નહિ માને એવી કોઈ શક્યતા ન હતી. એક હેન્ડીકેપ પુત્રીના પિતા માટે એના જેવો યુવક મળે એ નસીબ જ કહેવાય. એણે લેપટોપ ચાલુ કર્યું. અર્ચનાનો બે મીનીટ પહેલા જ મેઈલ આવેલો હતો પણ હવે એ ઓનલાઈન ન હતી.

-શ્યામજી,

          મેને પીતાજી સે આપકે બારે મે બાત કી થી. પિતાજી ને સાફ ઇનકાર કર દિયા હે. મેં આપસે બહોત પ્યાર કરતી હું. મેં પૂરી જિંદગી આપકી યાદોકે સહારે બીતા લુંગી. આપ કોઈ ઔર લડકી સે શાદી કર લેના. હમ મિલ નહિ પાયેંગે. યહ મેરા લાસ્ટ મેઈલ હે.              

-આપકી ઔર હંમેશા કે લિયે આપકી અર્ચના.

          ઈમેઈલ વાંચી રહ્યો ત્યારે એની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા હતા. એના હ્રદયમાં અકથ્ય લાગણીઓ થવા લાગી. એ જાતને રોકી શક્યો નહિ. એક છોકરી માત્ર એકાદ મહિનાના પ્રેમમાં એના માટે બાકી નું જીવન કુરબાન કરી રહી છે ત્યારે એ કોઈ અન્ય સાથે લગ્ન કરી શકે? એને લાગ્યું એ એને ભૂલી શકે તેમ નથી. એ એનાથી દુર રહીને જીવી શકશે પણ એના વગર તો નહિ જ જીવી શકે. શ્યામે વળતો મેઈલ કર્યો જે એની એ સમયની  લાગણીથી  ભરેલો હતો.

-અર્ચના,

          તુમે પાને કી મેરી બહોત ઇચ્છા હે ઔર રહેગી. તેરે સાથ મેને કઈ સપને દેખે હે. તેરે બગેર મેં જી નહિ પાઉંગા. હા, તેરેસે દુર મેં જી લુંગા પર મુજે તુમ્હારે સાનિધ્ય કી  જરૂરત પડેગી. ચાહે હમેં દુર હી જીના પડે. તુમ. ચાહે હમ કભી એકદુસરે કો દેખ ન પાયે હમ મિલ ના પાયે. હમ ફોન ઔર ઇન્ટરનેટ સે એક દુસરે સે બાતે કરતે રહેંગે. એસે હી હમ જીવન બીતા લેગે. અગલે જન્મ તો હમ સાથ હી હોંગે. મેરી ઇસ બાત કો  ઠુકરાના મત.

- જિસકી હર સાંસ મેં તુમ બસી હો એસા તેરા શ્યામ.

          પહેલીવાર એ ઉદાસ થયો. અનિરુદ્ધ અને કલ્પેશના મુખે એ ઘણીવાર સાંભળતો કે આજે મૂડ નથી. ત્યારે એને થતું મૂડ નથી એટલે શું? પણ એને એ દિવસે અહેસાસ થયો કે મૂડ નથી એટલે શું..?

          આખો દિવસ ભારી હ્રદયે વીત્યો. સાંજે અર્ચનાનો મેસેજ આવ્યો. ઓનલાઈન આ જાઓ.

          એ ઓનલાઈન થયો. અડધી ઉદાસી એના મેસેજથી જ ઓગળી ગઈ.

અર્ચના # પાપાને મેરી બાત નહિ માની. લાઈફ મેં પેહલીબાર પાપા ને મેરી બાતકો નહિ સુના. પાપા કે બારે મેં આજ તક મેં જો સોચતી થી વો સબ ગલત નિકલા. મેને પાપા સે કહા કી એક ગુજરાતી પંડિત લડકા હે. હમ એકદુસરે સે પ્યાર કરતે હે. આપ ઉસકી ફોટો દેખ લો. પાપાને લેપટોપ કે સામને દેખે બીના હી મુજે એક ચાટા મારા ઔર કમરે સે બાહર નિકલ ગયે. મેં પુરા દિન રોતી રહી. મેને આપકો મેઈલ ભેજા. પર આપકા મેઈલ દેખા તો મેં ઔર કન્ફયુઝ હો ગઈ. મેં ક્યાં કરું? મેં આપકો ભૂલા ભી નહિ સકતી ઔર પા ભી નહી સકતી.

શ્યામ # મુજે કુછ કેહને દેગી.

અર્ચના # બોલીયે...

શ્યામ # હમ એકદુસરે સે મહોબત કરતે હે. કુદરત ને હમે એક દુસરે કે સંપર્ક મેં લાયા હે. પ્યાર કા મતલબ સિર્ફ યહી તો નહિ હે કી હમ એકદુસરે કે સાથ રહે. ઔર કયા પતા કલ તેરે પાપાજી માન ભી જાયે. હમે શાદી કી કોઈ જલ્દી નહિ હે. હમ બસ ફોન પે, મેસેજ સે યા ઓનલાઈન બાતે કરતે રહેંગે ઔર ખુશ રહેંગે.”

અર્ચના # આપકી બાત તો સહી હે પર હમ ઇસ તરહ બાતે કરતે રહેંગે તો પ્યાર ઔર ભી ગેહરા હો જાયેગા. ફિર હમ એક દુસરે કો કભી ભૂલ નહિ પાયેંગે.

શ્યામ # અભી ભી હમ એક દુસરે કો ભૂલ પાયે એસા મુમકીન લગતા હે..?

અર્ચના # નહિ. આપકો કેસે ભી નહિ ભૂલ સકતી.

શ્યામ # તો ફિર કયુ ડર રહી હે. જો હોના થા વો હો ગયા. જાને-અનજાને મેં હમે એક દુસરે સે પ્યાર હો ગયા. અબ જો ભી હોગા ભુગતના હી પડેગા. નતીજા ચાહે મિલન હો યા જુદાઈ.

અર્ચના # મેરે પિતાજી કી મરજી કે ખિલાફ હમારા મિલના નામુમકીન હે.

શ્યામ # ભગવાનકી મરજી હોગી તો આપકે પાપા કી મરજી કા કુછ વજૂદ નહિ રહેગા.

અર્ચના # ભગવાન કી મરજી કયા હોગી, કયા પતા?

શ્યામ # ભગવાનને હમે એક દુસરે કે સંપર્ક મેં લાયા ઔર વો હી હમેં મીલાયેગા. મુજે પુરા વિશ્વાસ હે.

અર્ચના # પર કેસે?

શ્યામ # હમ ભાગ કે શાદી કર સકતે હે.

અર્ચના # વહ નામુમકીન હે.

શ્યામ # અગર હમેં એક દુસરે સે સચ્ચા પ્યાર હે ઔર એક દુસરે પે પુરા એતબાર હે તો કુછ ભી અશક્ય નહિ હે. કયા આપકો મુજપે ભરોસા નહિ હે?

અર્ચના # મુજે આપસે બહુત પ્યાર હે ઔર પુરા ભરોસા પર મેરે પાપા હમારી સમાજ કે પંચાયત કે મુખીયા હે.

શ્યામ # તો ક્યા ફર્ક પડતા હે?

અર્ચના # મેં હરયાના સે હું ગુજરાત સે નહિ. અગર હમ ભાગ જાયેંગે તો યહા ખાપ પંચાયત મિલેગી. મેરે પાપા ઉસકે મુખિયા હે.

શ્યામ # મિલને દે. વે લોગ હમે કયા કર સકતે હે? સોનીપત ઔર મેરે શહેર કે બીચ દુરી હજારો  કિમી હે. યહા તેરે સમાજવાલો કા કોઈ જોર નહિ ચલેગા.

અર્ચના # વે હમે ગુજરાત તો ક્યા, આકાશ યા પાતાલ સે ભી ઢુંઢ નિકાલેંગે. ઔર આપકો માર ડાલેંગે. ઇસસે અચ્છા હે કી હમ એક દુસરે સે દુર રહે. કમસે કમ મેરે દિલ મેં ઇતની તસલ્લી તો રહેગી કી મુજે ચાહનેવાલા કહી દુર હી સહી પર જિન્દા તો હે.

શ્યામ # તું ભાગને કો તૈયાર હે કી નહી..?

અર્ચના # નહિ. મેં આપકે મોત કી વજહ નહિ બનના ચાહતી હું.

          શ્યામે ગુસ્સે થઇ ચેટ બંધ કરી નાખી.

ક્રમશ: