Street No.69 - 82 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-82

Featured Books
Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-82

સોહમ અને નૈનતારા ઓફીસે પહોંચ્યા ત્યારે બાકીનો બધો સ્ટાફ આવી ગયેલો. એમને સાથે આવેલાં જોઇને સ્ટાફમાં કાના ફૂસી ચાલુ થઇ ગઇ. બંન્ને આવીને બધાંને હાય ! ગુડમોર્નીગ કહીને એમની ચેમ્બરમાં જતાં રહ્યાં.

શાનવીએ તિવારીની સામે જોઇને આંખ મીચકારી અને બોલી “શું વાત છે આજે સજોડે આવ્યાં. નક્કી આ લોકો વચ્ચે કંઇક ચક્કર છે”. તિવારીએ કહ્યું “જેવાં જેનાં નસીબ અત્યાર સુધી તમે જલસા કર્યા હવે એમનો વારો છે. છતાં બંન્નેમાં ફરક છે પછી ક્યારેક સમજાવીશ”.

શાનવીનું નાક ચઢી ગયું બોલી “તને તો કંઇ કહેવા જેવુંજ નથી અત્યારથી ચાપલૂસી ના કરતો અમારાં ગ્રુપમાંજ રહેજે નહીંતર એકલો પડી જઇશ”. તિવારીએ કહ્યું “તું છું ને હું શું કામ એકલો પડું ? સાચું કહું છું તો ચટકા ચઢે છે.. ફરીથી નહી બોલું”. એમ કહી હસ્યો.

શાનવીએ કહ્યું “તું હસતો રહે એવોજ સારો લાગે છે.” ત્યાં તરનેજાએ કહ્યું “મારી પાસે એક જોરદાર વિચાર છે મેં ચર્ચગેટ લોકલ એકવાર પકડી હતી એમાં સોહમ હતો એની સાથે દિવાકર કરીને મરાઠી છોકરો કાયમ વાતો કરતો હમણાંથી એ લોકો સાથે નથી હોતાં દીવાકર સોહમની બધી વાત જાણતો હશે.”

ડીસોઝાએ કહ્યું “આપણે કંઇ એવાં લફડામાં નથી પડવું અમારાં ચર્ચમાં પણ આવા માણસો છે પણ મારી મોમે કહ્યું તું આવાં બધાંને મળતો નહીં ક્યાંક ફસાઇ જવાય.”

તરનેજાએ કહ્યું “સાંઇ તમે લોકો બહું બીકણ છો. એકવાર દીવાકરને મળવામાં શું જાય છે ? દેખાય છે પણ સ્માર્ટ.. મને તો જોતાંજ ગમી ગયેલો.” પછી લૂચ્ચુ હસે છે. ડીસોઝાએ કહ્યું “તારી નજરજ એવી છે”. તરનેજા કહે “એતો દીલ મારું લાગણીવાળું પ્રેમાળ છે બાકી મને શું ફરક પડે છે ?”

ત્યાં નૈનતારા બહાર આવી અને કહ્યું “તરનેજા નવો પ્રોજેક્ટ તૈયાર છે એની ડીટેઇલ્સ તારા મેઇલ પર આવી ગઇ એનું કોસ્ટીંગ તૈયાર કરી મને કલાકમાં જોઇએ. શાનવી તારી પાસે પણ ડીટેઇલસ આવી ગઇ છે. તમને બધી ઇન્ફરમેશન આપી છે સાંજ સુધીમાં બધો રીપોર્ટ જોઇએ ક્લાયન્ટ સાથે મીટીંગ ગોઠવવાની છે આ પ્રોજેક્ટ બહુંજ ઇમ્પોર્ટન્ટ છે. વાધવા સરનો મેસેજ આવે પછી તારીખ નક્કી થઇ જશે બીજી વાતો કર્યા વિના પહેલાં બધાં કામ પતાવો.”

શાનવીને બરાબર ચટકી ગઇ જેવી નૈનતારા ગઇ બોલી “મોટી બોસ થવા જાય છે અત્યાર સુધી આ બધાં કામ હુંજ કરતી હતી ઓર્ડર ફાડીને ગઇ સાંજ સુધીમાંજ તૈયાર જોઇએ”. એમ બબડતી એનો ટેબલ પર બેઠી કોમ્પ્યુટર ચાલુ કર્યુ અને મેઇલ જોવા લાગી.

નૈનતારા સોહમની ચેમ્બરમાં ગઇ અને બોલી “મેનેજર સર બધું તૈયાર છે કાલનું અધુરુ તમે પુરુ કર્યુ હું વાધવા સરને ઇન્ફર્મ કરી દઊં છું એથી કલાયન્ટ સાથે મીટીંગની ડેઇટ નક્કી થઇ જાય.”

સોહમે હસતાં કહ્યું “યસ ઇન્ફર્મ કરી દે અને એમનો વાત કરવા સમય લઇલે મારે વાત કરવી છે.” નૈનતારાએ ક્હ્યું “ભલે હું એમને ઇન્ફર્મ કરી દઊં છું.”

સોહમે ઇન્ટરકોમથી સુરેશને બે કોફી કડક લાવવા ઓર્ડર કર્યો અને બોલ્યો “હું કોફી મંગાવુ છું ત્યાં સુધીમાં તું બધું મોકલી દે જેથી આગળનું કામ નક્કી થાય.”

સોહમે પોતાનો મોબાઇલ લીધો અને ઘરે રીંગ કરી ત્યાં બેલાએ ફોન ઉપાડ્યો... સોહમે કહ્યું “બેલા તું હજી ઘરે છે ? કોલેજ નથી ગઇ ? બેલાએ કહ્યું દાદા આજે કોલેજમાં ઇલેક્શન છે મને એમાં બીલકુલ રસ નથી. હું ટીવી પર મૂવી જોઉં છું અને દીદી ઓફીસ જવા વહેલી નીકળી ગઇ છે આઇ એનાં કાર્યાલય ગઇ છે. બાબા પૂજા રૂમમાં છે.”

સોહમે હં હં કરીને બધો રીપોર્ટ લીધો અને બોલ્યો “બાકી બધું બરાબર છે ને ? બીજું કંઈ કામ નથી હું સુની સાથે વાત કરી લઇશ.”

નૈનતારા કામ કરતાં કરતાં સોહમ શું વાતો કરી રહ્યો છે એ સાંભળતી હતી. સોહમે ફોન મૂક્યો અને ત્યાં સુરેશ કોફી લઇને આવી ગયો.

સોહમે એનાં ટેબલ પર બંન્ને કોફી મૂકાવી. સુરેશ બહાર ગયો એટલે કહ્યું “નૈન કોફી આવી ગઇ છે”. ત્યાંજ સોહમનાં મોબાઇલ પર વાધવા સરનો ફોન આવી ગયો. સોહમ ખુરશી પર સરખો બેસી ગયો જાણે જાતે આવી ગયાં હોય. એણે વાત શરૂ કરી વાધવા સરે કહ્યું “સોહમ પ્રોજેક્ટ ઇઝ વેરી એક્સેલન્ટ આવુંજ વર્ક મારે જોઇતું હતું. હું પાર્ટી સાથે મીટીંગ નક્કી કરીને જણાવું છું હું શ્યોર છું કે આ પ્રોજેક્ટ આપણને જ મળશે. કોન્ગ્રેચ્યુલેશન ઇન એડવાન્સ.”

સોહમે કહ્યું “થેક્યુ સર,” વાધવાએ કહ્યું “હું નક્કી થાય એ મેઇલ કરી દઊં છું આજે દિલ્હી માં મારે એક આપણાં એસોસીયેશની મીટીંગ પણ એટેન્ડ કરવાની છે તેં આવો પ્રોજેક્ટ બનાવી મારી ચિંતા દૂર કરી દીધી વેલ ડન”. અને ફોન મૂકાયો.

નૈનતારા સોહમની પાસે આવી ગઇ એણે કહ્યું “ફોન પણ આવી ગયો સરનો ? વાહ સોહમ તારી તો ચલ પડી. એમને પ્રોજેક્ટ ગમ્યો છે ને ?”

સોહમે કહ્યું “ખૂબ ગમ્યો કહે છે આ કામ આપણનેજ મળી જશે. મારે તને પણ થેંક્સ કહેવું જોઇએ આમાં તારી પણ ઘણી મદદ હતી આઇ શુડ બી ઓનેસ્ટ.” નૈનતારાએ કહ્યું “સર તમે પણ એકદમ ઓનેસ્ટ છો એટલે તો હુ મરુ છું.....”

એ સોહમની ખુરશીનાં હેન્ડલ પરજ બેસી ગઇ અને સોહમનાં ચહેરાંની નજીક ચહેરો લાવીને બોલી “તમને કીસ કરવાનું મન થાય છે પણ કોફી પી લઇએ હમણાં શાનવી આવશે”.

આવું બોલી એ ત્યાંથી ઉભી થઇ ગઇ અને ચેમ્બરનો દરવાજો ખૂલ્યો. શાનવીએ પૂછ્યું “મેં આઇ કમ ઇન સર ?” સોહમે આર્શ્ચયથી નૈન સામે જોયું અને બોલ્યો “પ્લીઝ કમ.... “

શાન્વીએ નૈન સામે જોયું નૈનતારાએ....



વધુ આવતા અંકે ---- પ્રકરણ-83