Street No.69 - 79 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-79

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-79

આસામની પુણ્યભૂમિ માઁ કામાક્ષી.... કામાખ્યામાંની કામરુ ભૂમિ ભગવાન બટુક ભૈરવ કાળભૈરવને ભજતાં અઘોરીઓ માઁને મનાવી કરગરી સિદ્ધિ મેળવતાં યોગીઓ...

વિશાળ અને ઊંચા પહાડ ઉપર ચારેબાજુ ઘનઘોર વનસ્પતિનાં ઝૂંડ.. લહેરાતો શીતળ પવન, સાવ હાથવેંત લાગતું તારા અને નક્ષત્રોથી ભરેલું આકર્ષક આકાશ ખળ ખળ વહેતાં બ્રહ્મપુત્રાનાં નીર.. ચારેબાજુથી નાનાં મોટાં ઝરણાંઓ ઝડપથી માં બ્રહ્મપુત્રામાં વિલય થવાં વહેતાં હતાં. વિશાળ પર્વતની ભૂમિ ઉપર રાત્રી પસાર થઇ રહી છે રાત્રીનો અંતિમ પ્રહર અને બ્રહ્મમૂહૂર્ત થવાની તૈયારી રાત્રીનો અંત પ્રહર અને બ્રહ્મમૂહૂર્ત થવાની તૈયારી..

સિધ્ધ પ્રસિધ્ધ અઘોરી આદેશગીરી ધ્યાનમાં બેઠાં છે માઁ કામાક્ષી કામાખ્યાનું ધ્યાન ધરી રહ્યાં છે. ભૈરવને આંખ સામે ધ્યાનમાં પરોવી સ્તવન કરી રહ્યાં છે.

એમની સામે લગભગ 30-35 અઘોરી શિષ્યો બેઠાં છે બધાં ધ્યાનમાં છે સાથે સાથે ગુરુ આદેશગિરી શું આદેશ આપે કે જ્ઞાન પીરસે એની રાહ જોવાઇ રહી છે.

ઘડીઓ વીતે છે આદેશગીરી અઘોરીનાં મુખમાંથી પ્રચંડ અવાજે શબ્દો નીકળે છે અલખ નિરંજન...

બધાં શિષ્યો એક સાથે બોલે છે અલખ નિરંજન...

ૐ શં નો મિત્રઃ । શં વરુણઃ । શં નો ભવત્વર્યમા । શં ન ઇન્દ્રો બૃહસ્પતિઃ । શં નો વિષ્ણુરુરુ ક્રમઃ ।... આમ શાંતિપાઠ બોલવો શરૂ કર્યો બધાં ફોલોવર્સ સાથે સાથે શ્લોક ગણગણી રહેલાં..

શાંતિ પાઠ પુરો કરીને પ્રચંડ અવાજે આદેશગિરીએ કહ્યું “આપણાં અઘોરી પંથનાં એક અઘોરી ભારતખંડે કોલકતા ગંગા કિનારે પ્રેત સ્વરૂપે હાજર છે એમની એક ભૂલે આજે પ્રેતયોનીમાં છે એમને ગતિ આપવા જન્મ નવો મળે એ માટે એક સાથે બોલો..

"શરીરે જર્જરીતભૂતે વ્યાધિગ્રસ્તે કલેવરે ઔષધ જાહવિતોય વૈદ્યો નારાયણો હરીઃ । બોલો દત્તાત્રેય હરે દિગંબર મુને બાલ પિશાચ જ્ઞાન સાગર હરે ! હે મહાદેવ મૃત્યુંજય મહાદેવ.. હે હર હર મહાદેવ હર ।... અને આંખ મીચી સ્તવન કરવા લાગ્યાં...

થોડીવારમાં સ્તવન પછી એમણે આંખ ખોલી અને વિશાળ આંખો.. ભવ્ય તેજોમય લલાટ.. બુલંદ અવાજે બોલ્યાં. “બધી માયા છે... માયા ભગવતી.... અઘોરપંથ ઊગ્રદેવતા... કામાક્ષીમાં... ભૈરવ તારી માયા..” પછી આંખો પર હાથ મૂકી.. વિચારી રહ્યાં પછી બોલ્યાં આવનાર... થનાર અઘોરની પરીક્ષા કપરી છે અટપટી છે માયામાં લપેટાઇ કેટલાં તપીને સોનું થઇ બહાર આવે જોવાનું રહ્યું..”

પછી મોટેથી અટહાસ્ય કરે છે “અઘોરી થવું છે હા... હા... હા..” ફરીથી હસે છે. સામે બઠેલું શિષ્યવૃંદ શાંત ચિત્તે વિસ્મયથી સાંભળી રહ્યું છે સમજાતું નથી ગુરુ અઘોરી કોના માટે શું અને કેમ બોલી રહ્યાં છે.

એટલું ચોક્કસ છે કે કોઇ નવો જીવ અઘોરી થવા આવવાનો લાગે છે પણ એનો ઉલ્લેખ અત્યારે બ્રહ્મમૂહૂર્ત ઘડીમાં કેમ ? બધાં અવઢવમાં છે.

ગુરુજી કહે “થવાદે પરીક્ષા... કસોટી.. માયા, કાયા મમતા, વાસના, હવસ, લાલચ, લંપટ વિષયમાં બરોબર બોળાઇને પછી બહાર નીકળ પછી તું ખરો... બસ તારી એકજવાત.. ગુણ ગ્રાહ્ય કર્યો છે તારી દાનત સાફ છે દીલ ચોખ્ખું છે ઇરાદા બધાં સારાં છે જે મૂળભૂત ગુણો છે જરૃરી છે એ હાજર છે બાકીતો તું પણ એક તુચ્છ માનવજ છે.”

ફરીથી અટહાસ્ય કરે છે હવામાં મૂઠી ઊચી કરીને ઉછાળે છે હાથ ગોળ ગોળ ફેરવે છે એમાંથી ભસ્મ નીકળે છે એ ચોક્કસ દિશામાં ફેંકી છે અને એ ભસ્મનો ભડકો થઇ શાંત થાય છે.

એ દિશામાં અઘોરી આદેશગિરી જોયાં કરે છે બધાં શિષ્યો સામે જોઇને કહે છે “માં માયાનાં યજ્ઞની તૈયારી કરો આજે એક ચોક્કસ ખાસ આહુતિ આપવાની છે અને અર્ધ્ય આપવા માટે પવિત્ર હવીસ મંગાવ્યુ છે આજે માં ભગવતી અને ભૈરવ મહાદેવ ખુશ થઇ જશે” એમ કહીને જોરથી ત્રણ તાળી પાડે છે.. અને ........

***************

ગંગા કિનારે સાવી આવી છે... એ નાનકીની શોધમાં આવી હતી એણે તટ પર જેટલી નનામીઓ બળી રહી હતી શબ નદીમાં તરી રહેલાં બધાં પર નજર કરી.. એ નદીનાં તટ ઉપર આગળ વધી આગળ બધુ સૂમ સામ હતું. એ પાગલની જેમ નાનકી નાનકી નામની બૂમો પાડી રહી હતી... હવે એને એકજ ઉપાય સ્ફૂર્યો....

સાવી તટ પર આસન જમાવીને બેસી ગઇ.. એની બૂમો સ્થૂળ જગત સાંભળી નહોતું રહ્યું. એની આંખમાં આંસુ વહેવા લાગ્યાં માં મહાકાળીનું નામ લેવા માંડ્યુ. ઉધારનાં મળેલાં શરીરનો ટેકો લઇ રહી હતી એનાં તંત્ર મંત્રનાં જાપ ચાલુ કર્યા ધીમે ધીમે અવાજ મોટો અને ઊગ્ર થવા લાગ્યો હતો.. એની આંખમાંથી અગ્નિ પ્રગટ્યો એ અગ્નિ જાણે ક્યાંકથી આવીને સામે પ્રગટ્યો

એણે અગ્નિનાં રૂપનેજ પૂછવા માંડ્યું ”દેવ મારાં ગુરુ મારી નાનકી ક્યાં ? મારી તન્વી ક્યાં છે ? એને કોણે ઊંચકી છે એને સ્પર્શ કોણે કર્યો છે ? કોની હિંમત છે ? મારી નાનકી બહેનને કોણે સ્પર્શ કર્યો છે ?” એક આકૃતિ સામે પ્રગટ થઇ એનાં હાથમાં નાનકી હતી... નાનકી મૂર્છા પામેલી હતી કે ઊંઘમાં હતી કે મૃત્યુ પામી હતી ?

સાવીએ જોરથી ત્રાડ પાડી “કોણ છો તમે ?” દીમે ધીમે એ આકૃતિ સ્પષ્ટ થવા લાગી અને એ આકૃતિએ નાનકીને સાવીનાં પગ પાસે સૂવડાવી અને બોલી “સાવી.. હું પેલાં વિધર્મી તાંત્રિક પાસેથી તારી નાનકીને છોડાવીને લાવ્યો છું હવે તારી પાસે સુરક્ષિત રહેશે. હું તારો ગુરુ.. અઘોરી પણ મારી ભૂલે મારી પાત્રતા ગુમાવી છે હવે મહાગુરુ મારાં પ્રેતને ગતિ આપશે છુટકારો થશે.. તારું આટલું કામ કરી મેં ભૂલ સુધારી છે.. શું ભૂલ થઇ હતી એ તને પછી સમજાશે.... ભૂલ માફ કરજો સાવી.. તારી બીજી કસોટી આગળ આવી રહી છે તારી જાતને સંભાળજે.. આ ઉધાર લીધેલાં શરીરનું ઋણ પહેલાં ઉતારજો..”. કહી અદશ્ય થઇ ગયાં....



વધુ આવતા અંકે ---- પ્રકરણ-79