A collection of devotional poetry in Gujarati Poems by Kaushik Dave books and stories PDF | ભક્તિ કાવ્ય સંગ્રહ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ભક્તિ કાવ્ય સંગ્રહ

ભક્તિ કાવ્ય સંગ્રહ

(૧)
'હરિ દર્શનની આશ'


હરિ દર્શનની આશ મારી
મન પણ મુંજાય છે

મનમાં ચિંતા દુનિયા ભરની
મોહ છૂટતો ના જાય છે

રૂપિયા પૈસા માટે મહેનત કરતો
અંતે તો મને સમજાય છે

અંતે આવ્યો પ્રભુ શરણે
હરિ દર્શનની આશ છે

છોડી દીધી મેં ટીકા ટિપ્પણી
હવે તો હરિનો મારગ થાય છે

છતાં પણ સ્વભાવ જ એવો
મોહ માયામાં ડૂબી જાય છે

મન પરોવ્યું હરિ સ્મરણમાં
હજુ કંઈક ખૂટતું જાય છે

હું મૂર્ખ કંઈ ના સમજ્યો
મારગ મને ના દેખાય છે

અંતે આવ્યો પ્રભુ શરણે
હરિ દર્શનની આશ છે

આવી મનોદશા ફક્ત મારી!
એવું હવે સમજાય છે

મંદિર, મસ્જિદ, ગુરુદ્વારામાં
ભીડ ઉમટી જાય છે

જનમેદની પ્રાર્થના કરતી
છતાં નાસમજ બનતા જાય છે

અંતે પ્રાર્થના હ્રદય ભાવથી
ઈશ્વર મહેસૂસ થાય છે

અંતે શરણે આવ્યો પ્રભુ
હરિ દર્શનની આશ છે

હરિ દર્શનની આશ મારી
અંતે પૂર્ણ થાય છે!

સૂર્ય નારાયણના દર્શન કરતા
હૈયું ખીલી જાય છે..
- કૌશિક દવે


(૨)
'હાટકેશ્વર મહાદેવ'

સૂડી સોપારી અને હિંચકો,નાગરોની છે આદત
પાન ખાય નાગરવેલનાં, મોઢું થાય લાલમલાલમ

એવા નાગરોના ઈષ્ટદેવ, આજે હાટકેશ્વર જયંતિ
હરહર મહાદેવના ગગનભેદી નાદ સાથે,ઉજવે હાટકેશ જયંતિ

ઠેરઠેર ઠેકાણે નીકળે છે હાટકેશ્વર શોભાયાત્રા
પાતાળે બિરાજમાન એવા, વડનગરના હાટકેશ્વર દાદા

કલમ કડછી અને બરછી છે નાગરના એ સિમ્બોલ
દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરતા, આશીર્વાદ પામતા નાગર

સંગીત ક્ષેત્રે તાનારીરી, પાટણના અવિનાશ વ્યાસ
ના ભૂલાય દિલીપ ધોળકિયાજીને, અમુલ્ય છે ફાળો

નાટ્ય ભૂમિ પર નજર કરતાં દીઠાં નાગર કલાકારો
કેટ કેટલાના નામ ગણાવું, નામ છે ઘણા અગણ્ય

લેખન કળામાં ઘણા સર્જંક, એમાં છે સરસ્વતીચંદ્ર સર્જંક
નરસિંહ મહેતાને કેમ ભૂલાય,ભગત નાગર નંદજીના લાલ

અટકો અમારી વિવિધતા ધરાવતી,કહે તો ના લાગે કંઈ ખોટું
માંકડ, મચ્છર,મંકોડી અને અમે છીએ ઘોડા અને હાથી


લોકોની ધારણાઓ છે ખોટી, એટલે કરતા ઘણી ટીકાઓ
વિષને પણ પી જનારા એવા હાટકેશ્વરના અમે સંતાનો

નાગરનો અર્થ ના જાણનાર કરે જુદી જુદી વાતો
નગર નગરે વસતા એવા વિષ વગરના ભારતભરમાં નાગરો

મહાકાલ છે વ્યોમકેશ, શિવશંકરના પ્રિય નાગરો
સ્કંદપુરાણમાં આવે છે એક,વડનગરનો નાગરખંડ

કુળદેવી અમારી અંબાજી,માતાના વ્હાલા નાગરો
સરસ્વતીના ઉપાસકો અને ગાયત્રી ઉપાસક નાગરો

હાથ જોડીને વંદના કરીએ,બોલીએ જય જય હાટકેશ્વર
બોલીએ અમે જય જય હાટકેશ્વર 🙏🙏🙏🙏🙏🙏
- કૌશિક દવે
(૩)

ઓમકાર

ઓળખો મને
નિરાકાર સ્વરૂપે
ઓમકાર છું

સાકાર રૂપે
શિવશંકર રૂપે
મહાદેવ છું

સૃષ્ટિ સર્જક
બ્રહ્માંડ રચયિતા
ઓમકાર છું

લય બદ્ધ છું
નટરાજ સ્વરૂપે
ગતિશીલ છું

કાલોનો કાલ
દુષ્ટોનો વિનાશક
મહાકાલ છું

દયા સાગર
અનંત અવિનાશી
ઓમકાર છું
- કૌશિક દવે
(૪)
મનમોહક

દેખાય છે શ્યામ પણ એ મનમોહક છે
બંસી વાલે કાન્હાજી અત્યંત મોહક છે

નથી રૂપ રંગનું મહત્ત્વ, કર્મનું મહત્વ વધુ છે
કહે છે એને ઘનશ્યામ,એ મનમોહક છે

ચિત્તડું ભટકે ત્યારે દ્રષ્ટિ કરો કાન્હા સામે
મનની સ્થિરતા લાવનાર એ મોહક છે

ટીકા ટિપ્પણી તો જગ આખું કરે છે
છતાં પણ નિરંતર કર્મ કરનાર યોગેશ્વર છે

દેખાય છે શ્યામ પણ એ મનમોહક છે
બંસી વાલે મુરલીધર અત્યંત મોહક છે
- કૌશિક દવે
-
(૫)

શક્તિ

અશક્તિ છે શક્તિ છે, અહમ્ સહિત અતિ શક્તિ છે
જોમ છે જુસ્સો છે દુષ્ટોને સબક શીખવાડવા શક્તિ છે

નવરાત્રીના નવરંગ દરેક દિવસના છે જુદા જુદા રંગો
રંગોમાં છે લાલ રંગ,સાહસ શક્તિ અને કર્મનું બંધન છે

કરવી ઉપાસના શક્તિની,ના કરવો અહમ્ વૈભવ અને શક્તિનો
સમર્પિત ભાવ, ભક્તિ ભાવ,એ જ શક્તિ ઉપાસનાનું મહત્વ છે.
- કૌશિક દવે
(૬)

સાહસનું પ્રતિક કેસરી રંગ

દુર્ગા સ્વરૂપ
છે માતા કાત્યાયની
છઠ્ઠા દિવસે

રંગબેરંગી
તહેવારની ખુશી
નૌરાત્રી પર્વ

રંગ કેસરી
સાહસનું પ્રતિક
શેર સવારી

તેજ સ્વરૂપ
જ્ઞાનનું છે પ્રતિક
કેસરી રંગ

કેસરી રંગ
લાલ પીળો મિશ્રણ
પરમાનંદ..
- કૌશિક દવે
(૭)

રોયલ બ્લ્યુ..

દૈવી ઉર્જાનું પ્રતિક શાંતિ સકારાત્મક ઊર્જા

રોયલ બ્લ્યુ ઉર્જાનું પ્રતિક


આરાધના કરીએ માતાજીની,પુષ્પ ફળ ચઢાવીને
મનની શાંતિ પ્રાપ્ત કરવા,ઈશ્વરનું ધ્યાન ધરીએ

વાદળી રંગ ઉર્જાનું પ્રતિક, દૈવી ઉર્જા મળતી રહે
નવરાત્રીના ત્રીજા દિવસે રોયલ બ્લ્યુ છવાઈ રહે

આકાશ છે વાદળી, સમુદ્રનું જળ પણ વાદળી
બ્રહ્માંડમાં વાદળી રંગ ઉર્જાનો છવાઈ રહે

શ્રીરામ અને કૃષ્ણ પણ શ્યામ રૂપે વાદળી લાગે
ભક્તિનું અનોખું રૂપ રોયલ બ્લ્યુમાં દેખાતો રહે..
- કૌશિક દવે