A reflection of emotion in Gujarati Poems by Purvi data books and stories PDF | લાગણી નું પ્રતિબિંબ

Featured Books
Categories
Share

લાગણી નું પ્રતિબિંબ

________________________________________________________________________________________________
સ્વાગત છે તમારું.. મારાં શબ્દો ના સાગર માં અને લાગણીઓ ની લહેર માં 🌸🙏🏻 દરેક માણસ ની અંદર ઘણી વેદનાઓ હોઈ છે દુઃખ દર્દ હોઈ છે પરંતુ દરેક માણસ પોતાની વેદના ને શબ્દો માં ઢાળી નથી શકતા એવીજ કંઈક વેદના અને સંવેદના વ્યક્ત કરતી રચના નો અનુઠો સંગમ .." લાગણી નું પ્રતિબિંબ " માતૃભાષા માં.

1 ] સાસરે જતી દીકરી ની વ્યથા

આજૅ મારું હદય ખુબ જ રડીયું,
મારું જ ફળિયું હવે મારું ન રહીયુ.
.
પાષાણ જેવું મજબૂત એવુ મારાં,
પપ્પા નું પણ હૈયુ ખુબ રડી પડીયું.
.
કુણી કુંપણ જેવી હું તમારી લાડલી,
અને જાણે તમે મારું મજબૂત થડિયું.
.
આંગણ માં રમતી હું સહુ મિત્રો સાથે,
વાગોડાશે એ ક્ષણો હસવું , પડવું, રડવું.
.
કારણ વગર જયારે હું નાચતી ફરતી,
માઁ કહેતી શેનું ભૂત છે માથે ચડીયું.
.
હૂ તો એમ હતી જાણે આંબા ડાળ
કોઈ કોયલ નું મધુર કંઠ થી ટહુકવું,
.
લાગે છે જાણે આજૅ યાદો ને સમેટી
ભારે હદય થી એક પારેવડું છે ઉડીયું.

________________________________________________________________________________________________

2] પિતા..!

જો ધરા ધ્રુજાવ નાર માતા છે તો,
તો તેને સંતુલીત કરનાર સતા પિતા છે.
.
જન્મ મળ્યો કોરા કાગળ માફક
તેમાં પિતા સંસ્કાર નું બીજ રોપનાર ગીતા છે.
.
સમય ચક્ર ની સાથે ચાલનાર પિતા,
કયારેક મિત્ર છે તો કયારેક નિયંતા છે.
.
બાળક માટે સર્વ દુઃખો તકલીફો થી લડનાર,
કયારેક ઢાલ તો કયારેક વિધાતા છે..!!

________________________________________________________________________________________________

3] જીંદગી જીવવાની એક મજા છે

જીંદગી જીવવાની એક મજા છે !
મનભરી જીવો તો જીંદગી નહીં તો તાઉમ્ર સજા છે.
.
અનોખી છે જીંદગી અનોખા છે લોકો,
બીજા ના અવગુણ શોધવાનો જોયે છે મોકો.
.
કળિયુગી આ સમય છે અજબનો,
સાચો છે એકલો અને જુઠા નો છે જમાનો.
.
ખામોશી એ એક શક્તિ છે પછી ઈશ્વર ની ભક્તિ છે,
સાચો નો નથી કોઈ સહારો જુઠાના છે લાખ હથિયારો.
.
સમય છે બહુ બળવાન સમજાવે બધા ને ભાન,
સમય આવશે તારો ન લઈશ ટેન્સન સમય આવ્યે
જો જુઠા ના એક્સપ્રેસન.
.
તારી ખામોશી બનશે જવાબ તારો હવે સમય
થયો તારો, વાહ ભાઈ વાહ શું તારી અદા છે વટ થી
જીંદગી જીવવાની એક મજા છે ""

________________________________________________________________________________________________

4] મારું કિંમતી બાળપણ..

કેવું સુંદર મજાનું હતું એ બાળપણ,

જ્યાં, વિડિઓગેમ અને ઈન ડોર ગેમ્સ ના બદલે
ઘરગોખલા જેવી રમત રમીસંબંધ સમજતા શીખ્યા..!!
.
જ્યાં માટી ના ચૂલા બનાવી રસોઈ સાથે પેહલી
ઓળખ થઈ હતી..!!
.
જ્યાં લાઉડ મ્યુઝિક નહીં પણ વીજળી નો
કળકળાટ ગમ્યો..!!
.
જ્યાં રૈન કોટ ના બદલે કુસલી બનાવી પાની ના
ખાબોચિયા માં માસુમિયત વર્તાયી..!!
.
જ્યાં ચોમાસા માં કાગળ ની હોળીઓ કરી જાણે
આનંદ ની લાગણી ભરી વહાવતા..!!





________________________________________________________________________________________________

5] સામાન્ય માણસ..

જે તાળું માર્યા પછી પણ ખેંચી ચેક કરે
બરાબર લાગ્યું કે નહીં..,,

એ સામાન્ય માણસ.

સાબુ સાવ પાતળો થઈ જાય છતાં ફેંકવાના
બદલે નવા સાબુ પર ચોંટાળી વાપરે..,,

એ સામાન્ય માણસ.

કેરી મનપસંદ હોઈ પણ છતાં થોડી સસ્તી
થવાની વાટ જોવે..,,

એ સામાન્ય માણસ.

હજુ બજાર ઊંચું જશે એમ વિચારી ઘર માં
લાંબો સમય પેદાશ સાચવે..,,

એ સામાન્ય માણસ.

જે દુકાનઓ એ મોલ ભાવ કરે પણ ગરીબ
રીક્ષા વાળા ને દસ વધુ આપી રાજી રે કહે..,,

એ સામાન્ય માણસ.

જે સપના કરતા જરૂરિયાત ને વધુ જરૂરી
સમજી પ્રાથમિકતા આપે..,,

એ સામાન્ય માણસ.

જે કદાચ ભગવાન ના મન્દિરે તો ખાલી
ખિસ્સે જાય પણ રસ્તે રડતા બાળક ને
ચોકલેટ અપાવે..,,

એ સામાન્ય માણસ.

________________________________________________________________________________________________
THANKS
~ writer પૂર્વી

ઉપરોક્ત તમામ રચનાઓ ને વાંચવા બદલ આપ સહુ વાંચકો નો ખુબ ખુબ આભાર.. 🙏🏻એક લેખક માટે પ્રોત્સાહન થી વધુ કોઈ શ્રેષ્ઠ ભેટ નથી હોતું માટે મારી રચનાઓ ની લાગણી તમારા હૃદય ને સ્પર્શી હોઈ તો તમારો અભિપ્રાય જરૂર થી મોકલશો. 🌸