"કૉલેજ કેમ્પસ"ભાગ-71
કવિશાનું એક્ટિવા જ્યાં પાર્ક કર્યું હતું ત્યાં નીચે થોડી રેતી વધારે હતી તો એકદમથી કવિશાનું એક્ટિવા નમી ગયું અને તે પડવા જેવી થઈ ગઈ અને જેવી તે પડવા જેવી થઈ ગઈ કે તરત જ દેવાંશ એકદમ ઉભો થઈ ગયો અને તેણે કવિશાને પકડી લીધી... કવિશાના નાજુક હાથ અને સુડોળ કમર દેવાંશના હાથમાં હતાં અને દેવાંશને જાણે ચારસો ચાળીસ વોટનો ઝટકો લાગ્યો અને સાથે બમ્પર ડ્રો પણ.. બંનેની નજર એક થઇ... અને બે ત્રણ સેકન્ડ માટે બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા...
દેવાંશ એકદમ ખુશ હતો અને કવિશા એકદમ ઢળેલી હતી તેણે ઉભા થવા માટે દેવાંશ સામે પોતાનો હાથ લાંબો કર્યો અને દેવાંશે તેના નાજુક કોમળ હાથમાં પોતાનો મજબૂત હાથ પરોવ્યો અને તેને ઉભી કરી અને તેને સાઈડમાં આવવા કહ્યું અને પોતે તેનું એક્ટિવા પણ સરખું કર્યું અને બોલ્યો કે, "હવે નહીં પડે તું બરાબર મૂક્યું છે બેસી જા"
કવિશા: હવે નથી બેસવું.
દેવાંશ: (મનમાં મરક મરક હસતાં હસતાં બોલતો હતો) આમ ઉભી ક્યાં સુધી રહીશ બેસી જા નહીં પડવા દઉં તને...
અને કવિશા તેની આ હસતાં હસતાં બોલવાની સ્ટાઈલ જોઈને જરા હસી પડી અને બોલી, "ના ના એવું કંઈ નહીં. આઈ ક્નોવ કે તું મને નહીં પડવા દે."
દેવાંશ: બેસી જા, બેસી જા.
અને કવિશા જરા સંભાળીને ધીમેથી ફરીથી પોતાના એક્ટિવા ઉપર બેસી ગઈ કારણ કે તેને તો આજે દેવાંશ સાથે વાત કરવી હતી જે તે કરીને જ રહેવાની હતી તેવું તેણે નક્કી કર્યું હતું.
બરાબર બેસી ગયા પછી કવિશાએ દેવાંશની સામે જોયું અને તે બોલી કે, "હું તને દેવ કહી શકું? દેવાંશ મને થોડું લાંબુ લાગે છે."
દેવાંશ: તું મને કંઈપણ કહી શકે છે તારે માટે ક્યાં એવું કંઈ છે જ,નો પ્રોબ્લેમ.. બાય ધ વે..ઘરે બધાં મને દેવ જ કહે છે આમેય તે હું 'દેવ' જ છું ભગવાન.. તને ભગવાન જેવો ભોળો અને સીધો સાદો નથી લાગતો?
કવિશા: 'ભગવાન જેવો સીધો સાદો' અને તું? એકેય એન્ગલથી નથી લાગતો.
દેવાંશ: લે મારા જેવો સીધો સાદો માણસ તને ક્યાં મળવાનો?
કવિશા દેવાંશની સામે જોઈ રહી હતી અને હસતાં હસતાં બોલી રહી હતી, "છોકરીઓ સાથે ફ્લર્ટિંગ કરે છે અને પોતાની જાતને ભગવાન કહે છે."
દેવાંશ: એ તો ખાલી એમજ મસ્તી, અરે ફ્લર્ટિંગ તો શ્રી કૃષ્ણ ભગવાન પણ ગોપીઓ સાથે કરતાં હતાં ને..!! માય ડિયર એક ખાનગી વાત કહું તને, છોકરીઓને પણ એમની પાછળ પાછળ કોઈ ફરે ને..અને તેમની સાથે ફ્લર્ટિંગ કરે ને તે બહુ ગમતું હોય છે... એટલે આપણે જરા એમની ઈચ્છા પૂરી કરીએ છીએ અને હા તને માય ડિયર કહ્યું તો ખોટું તો નથી લાગ્યું ને...
કવિશા પણ હસતાં હસતાં બોલી કે, નો માય ડિયર..અને એવું છે? છોકરીઓને ગમે છે એટલે તું ફ્લર્ટિંગ કરે છે?
દેવાંશ: હં.. બોલ બીજું કહે તે મને કંઈ આજે આમ વાતો કરવા માટે બેસાડ્યો એટલે મને નવાઈ લાગી.
કવિશા: હા, મારે તારું એક કામ છે યાર.
દેવાંશ: હા બોલ ને..
કવિશા: પહેલા પ્રોમિસ આપ કે હું જે વાત કરું તે તારે કોઈને નહીં કરવાની..
દેવાંશ: ઓકે પ્રોમિસ બસ કોઈને નહીં કરું.. પણ એવી શું વાત છે?
કવિશા: આપણે કોઈ ડ્રગ્સ વેચતું હોય અને તેની ફરિયાદ કરવી હોય તો કોને કરવાની અને તેમાં પાછી એક શર્ત કે આપણું તેમાં નામ ન આવવું જોઈએ.
દેવાંશ: અરે, એ તો પ્રાઉડનું કામ છે તેમાં કેમ આપણું નામ ન આવવું જોઈએ?
કવિશા: એ બધું હું તને પછી કહીશ પહેલાં તું મને એટલું કહે ને કે આપણું નામ પણ ન આવે અને આપણી ફરિયાદ છેક સુધી પહોંચી જાય અને આ ડ્રગ્સની હેરાફેરી કરતાં માણસો પકડાઈ જાય અને તેમાં જેટલા જેટલા માણસો સંડોવાયેલા છે તે બધાજ પકડાઈ જાય અને તેમનો પર્દાફાશ થઈ જાય તેવું મારે કંઈક કરવું છે. તારી પાસે કોઈ એવી ખાનગી લિંક છે.
દેવાંશ: હા છે ને..મારો કઝીન બ્રધર જ પોલીસ છે અને અત્યારે તે આ જ ખાતામાં કામ કરે છે. પણ આ બધું તે ક્યાંથી પકડી પાડ્યું? તું તો ડ્રગ નથી..
કવિશા: વોટ આ રબીશ ક્વેશ્ચન..
દેવાંશ: અરે તું નહીં માને, અત્યારે તો સારા સારા ઘરના છોકરાઓ અને છોકરીઓ આ ડ્રગ્સના નશામાં ધૂત થઈ જાય છે અને પૈસાદાર ઘરના છોકરાઓ અને છોકરીઓને ફસાવીને તેમને આની આદત પાડી પછી તેમની પાસેથી મોં માંગ્યા પૈસા પડાવવાનો એક આખો આ બિઝનેસ ચાલી રહ્યો છે.
કવિશા: આઈ ક્નોવ, આઈ ક્નોવ એટલેજ તો મારે આ આખા તંત્રને પકડાવવું છે.
દેવાંશ: પણ તને આમ ડ્રગ્સ વાળાને પકડવાનો ને પકડાવવાનો ને એ બધો વિચાર ક્યાંથી આવ્યો?
કવિશા: એ બધું હું તને પછી કહીશ પહેલાં તું મને તારા આ કઝીન બ્રધર જે પોલીસમાં છે તેમને મળવા માટે ક્યારે લઈ જઈશ તે કહેને...
દેવાંશ: એક મિનિટ હું તેને જ પૂછી લઉં, તે બોલાવે ત્યારે જઈ આવીએ.
કવિશા: ઓકે.
અને દેવાંશ પોતાના કઝીન બ્રધરને ફોન લગાવે છે જેનું નામ છે, સમીર પટેલ.
સમીર થોડો બીઝી હતો પણ પોતાના કઝીન બ્રધરનો ફોન હતો એટલે તેણે ફોન ઉપાડ્યો.
સમીર: બોલ ભાઈ શું થયું કે..
દેવાંશ: બસ કંઈ નહીં એ તો હું એમ પૂછતો હતો કે અત્યારે તું ક્રાઈમ બ્રાન્ચમાં જ છે ને?
સમીર: હા બોલ ને, શું કામ હતું?
દેવાંશ: બસ એ તો તમને જરા પર્સનલી મળવું હતું અને થોડી એડ્વાઈસ લેવી હતી.
સમીર: હા તો પછી એક કામ કર તું આવતીકાલે મારી ઓફિસે આવી જા.
દેવાંશ: ઓકે બ્રધર, મોર્નિંગમાં આવું તો ચાલશે ને?
સમીર: હા પણ ફોન કરીને આવજે એટલે મારું લોકેશન ખબર પડે.
દેવાંશ: ઓકે બ્રધર તો મળીએ કાલે.
સમીર: યા, ઓકે.
અને સમીર સાથે સ્પીકર ફોનમાં વાત થઈ એટલે કવિશાએ બધીજ વાત સાંભળી લીધી હતી અને તેને થયું કે હવે હું અને મારી દીદી બંને અમારા પ્લાનમાં કામિયાબ થઈ શકીશું અને આ ડ્રગ્સની હેરાફેરી કરનારાઓને પકડાવી શકીશું.
દેવાંશ કવિશાની સામે જોઈને કવિશાને કહી રહ્યો હતો કે, "બોલ હવે તો બરાબર ને, બોલ તારે બીજું શું જોઈએ?"
કવિશા: બસ, કંઈ નહીં થેન્કસ યાર
દેવાંશ: લે એક તો ફ્રેન્ડ બનાવે છે અને થેન્કસ કહે છે. નહીં કરું તારું કામ હોં..
કવિશા: સોરી યાર, નહીં કહું થેન્કસ બસ. ઓકે હવે તો ખુશ ને?
દેવાંશ: ચાલ હવે બહુ વાતો કરી લેક્ચરમાં જઈએ. મીનળમેમનું લેક્ચર છે.
કવિશા: હા, ચાલ..
અને બંને પોતાના ક્લાસ તરફ આગળ વધ્યા...
શું પરી અને કવિશાનું ધાર્યું થશે? તેમનું નામ નહીં આવે અને ડ્રગ્સની હેરાફેરી કરતાં માણસો તેની અંદર સંકળાયેલા માણસો બધું જ પકડાઈ જશે? શું આકાશ પણ પકડાઈ જશે? સમીર દેવાંશ અને કવિશાને હેલ્પ કરશે?
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
6/4/23