માહીજા રાવલા -રોહીણી સમક્ષ એની અને ગણપતની બધીજ અત્યાર સુધીની વાતો કરી રહી હતી જાણે એનું હૈયુ ખાલી કરી રહી હતી. પછી એ થોડો સમય મૌન રહી એનાં ચહેરાંનાં હાવભાવ બદલાઇ રહ્યાં હતાં. એ થોડી સંકોચાઇ પછી પાછું મન જાણે મજબૂત દ્રઢ નિશ્ચય વાળું કર્યુ હોય એમ એણે રાવલા રોહીણી સામે જોઇને કહ્યું “આ વાત તમને કહી રહી છું.. આ ખૂબજ અગત્યની અને ગંભીર વાત છે” એમ કહી એણે એકદમ ધીમેથી રાવલાને વાત કરવાં માંડી...
રાવલા સિવાય જાણે કોઇ વાત સાંભળી ના શકે એમ બોલી રહી હતી એ બોલતાં બોલતાં વારે ઘડીએ ચિંતિત થઇ રહી હતી રાવલો અને રોહીણી પણ બધુ સાંભળીને જાણે ચિંતા પામી રહ્યાં હતાં. રાવલાની આંખમાં પણ ભયનો તણખો પ્રજવળી ગયો એનાં હાથની મૂઠ્ઠી સજ્જડ થઇ ગઇ. રાવલાએ બધુ સાંભળીને રોહીણીની સામે જોયું અને માહીજા સામે જોઇ રહ્યો. માહીજા બધુ બોલીને શાંત થઇ.
માહીજા બધું બોલી તો ગઇ પણ પછી એની આંખમાં આંસુ ધસી આવ્યા એ બોલી "રાવલા આ મેં તને જે કોઇ વાત કરી છે એ ખબૂજ ગંબીર છે ગણપતને ખબર નથી એ શું કરી રહ્યો છે ? કઇ દિશામાં આગળ વધી રહ્યો છે જો પકડાયો તો રુદ્રરાજા સરકાર કોઇ એને નહીં છોડે. જંગલની વચ્ચે એને જીવતો લટકાવી નીચે અગ્નિ ચાંપશો એણે નહીં જોઇ હોય એવી સજા થશે.”
“રાવલા આમાં હું શું કરું મને નથી સમજાતું બસ તું યાદ આવ્યો કબીલાનો નવો સરદાર.. મને તારાં પર આશ છે કંઇક રસ્તો કાઢ.. ગણપતને સમજાવ અથવા ના માને તો તો મારી નાંખ” એમ કહેતાં ધુસ્કે ને ઘ્રુસ્કે રડવા માંડી...
રોહીણીએ માહીજાને આશ્વાસન આપતાં કહ્યું “તમે ધીરજ રાખો કંઇક તો રસ્તો નીકળશે. હવે તમે અહીં આવ્યાં છો તો ઉકેલ મળશેજ. ગણપત ભાઇ આત્મવિલોપન કરવા આ રસ્તે ચાલી નીકળ્યાં છે એમને નથી પોતાનું કે તમારું ધ્યાન.. રાવલો કંઇક તો રસ્તો કાઢશે.”
માહીજા ક”જ્યારથી પરણી છું એને વિષયીવાસના અને લંપટ વેડા કરવા સિવાય કંઇ આવડ્યુંજ નથી એ મોટાં માણસોનાં રવાડે ચઢ્યો છે મોટાં સાહેબો જંગલની જડી બુટ્ટી એમની વાસનાં વધારવા અને આનંદ કરવા આની પાસે મંગાવે. વીંછીનાં ઝેરનો વેપલો કરે એ જડીબુટ્ટીઓનું પોતે સેવન કરે છે પછી વાસનાથી ગાંડો થાય છે જેને અને તેને ભોગવવા કાળાં કામ કરે છે એ હવે સાવ હાથથી ગયો છે સારા-નરસાનું ભાન નથી રહ્યું હાથી ગાંડો થાય તો કોઇ ઉપાય નથી રહેતો ગોળીએજ દેવાય.”
“રાવલા તું કંઇ રસ્તો કાઢ નહીંતર સાલાને જંગલમાં ઊંધો લટકાવ હવે હદ થઇ ગઇ છે. હું એને ઊંધો લટકાવવા કહી સજા આપવા કહું છું.. વિચાર હું કેટલી ત્રાસી ગઇ હોઇશ ? હજી જુવાની મારી એવી ને એવી છે પણ મનેજ મારાં શરીર માટે ઉબ આવી ગઇ છે નફરત થઇ ગઇ છે એનું વાસનાનું સાધન હોય એમ મારો ઉપયોગ કરે છે મારું શરીર છે એવું વિચારતો નથી ચારેબાજુ વિકૃતી પૂરણ હવસ સંતોષે છે હું શું કહું ? હું ત્રાસી ગઇ છું....”
રોહીણી દયાની નજરે માહીજા તરફ જોઇ રહી એણે કહ્યું “માહીજા ગણપતે પ્રેમનેજ વિકૃત બનાવી દીધો છે જો શણગારથી ભોગવાય એ એણે પાશવી પ્રકૃતિ બનાવી દીધું છે એ શેતાન છે માણસ નથી રહ્યો.”
માહીજા કહે “પ્રેમ કોને કહેવાય એને ખબરજ નથી એ વાસના અને જાતીય ક્રીડાઓનેજ પ્રેમ સમજે છે એને વિકૃતી અને પ્રકૃતિ વચ્ચેનો ફરકજ નથી ખબર એ પણ શારીરીક બરબાદ થઇ રહ્યો છે ગરમ જાતીય જડીબુટ્ટીઓનો સહારો લેવા માંડ્યો છે એનાં વિના એ આનંદ નથી લઇ શકતો... આટલો તો બરબાદ થઇ ચૂક્યો છે આમને આમ સડીને મરી જશે. “
“પણ મેં જે વાત ગંભીરતાથી કરી છે એ વધુ અગત્યની છે મરી જાય તો વાંધો નથી પણ આવું કાળુ કામ કરતાં પકડાઇ ગયો તો એ ક્યાંયનો નહીં રહે હું એકવાર એને તક આપવા માંગુ છું એટલેજ તારી પાસે આવી છું બાકી પછી એનું નસીબ.”
“એ મરે કે જીવે પછી મારે કોઇ એની સાથે સ્નાન સૂતકનો સંબંધ નહીં રહે....”
***********
નાના-નાની, દેવ, દેવમાલિક બધાં મઢ જવા નીકળી ગયાં. અહીં આકાંક્ષાને મળવા આર્યન આવવાનો એ સમાચાર મળ્યાં પછી સ્ત્રીમંડળ આકાંક્ષા બધાં એ તૈયારીમાં લાગ્યાં રાયબહાદુર સિદ્ધાર્થ અને મેજર અમન સાથે મીટીંગમાં વ્યસ્ત થયાં...
રુદરસેલ એમની ઓફીસનાં આવ્યાં આવીને તરતજ આર્યન આવે છે એનાં સ્વાગત માટે ખાસ માણસોને સૂચનાં આપી કહ્યું “અહીં આવે આપણાં ઘરે ઉતારો આપી... રાયબહાદુર ફેમીલી સાથે મુલાકાત કરાવી તમે એમને મોકળાશ આપી દેજો તમારે પછી ત્યાં હાજર રહેવાની જરૃર નથી.”
ત્યાં એનાં ખાસ સેક્રેટરી કરુશ મોહીતો એમની પાસે આવ્યો અને રુદ્રરસેલ સાથે એમનેજ સંભળાય એવી રીતે ધીમેથી વાત કરી. રુદ્રરસેલનાં ચહેરાનાં હાવભાવ બદલાઇ ગયાં એ એકદમ ઉત્તેજીત અને ગુસ્સામાં આવી ગયાં બોલ્યાં “આવું કરવાની એની હિંમતજ કેવી રીતે થાય ? તમે એના માટે બંદોબસ્ત કરો હું રાયબહાદુરને પણ જાણ કરુ છું. “
કરુષ મોહીતોએ કહ્યું “સર આમાં બળ કરતાં બુદ્ધિથી કળથી કામ લેવું પડશે એવુ લાગે છે મને હમણાંથી એનું બળ વહુ વધી ગયું છે.. છેલ્લે છેલ્લે બધી જડીબુટ્ટી આપી ગયો ત્યારે પણ એનો વર્તાવ ડોન જેવો હતો.. તમારી આમન્યા રાખી છે પણ મને ધમકાવીને કહ્યું હિસાબ અત્યારેજ આપી દે. તમારાં એની સાથેનાં સંબંધ થી ગમ ખાઇ ગયો છું રાજા પણ એણે મારું ઘણું અપમાન કર્યુ છે. “
રુદ્રરસેલ બધુ સાંભળી રહેલાં એમણે કહ્યું “ભલે તું જા હું કંઇક રસ્તો કાઢું છું સાપ મરશે પણ લાકડી નહીં તૂટે” એમ કહી ચૂપ થઇ ગયાં કુરુષ યસ સર કહીને બહાર નીકળી ગયો.
રુદ્રરસેલો સેટેલાઇટ ફોન ઉપાડ્યો અને એમણે કોઇક સાથે વાત કરીને કહ્યું “હું આજે થોડો વ્યસ્ત છું પણ આવતીકાલે સાંજે હું ચા ના બગીચાનાં પાછળનાં જંગલનાં ઢોળાવ પાસે આવું છું બધોજ હિસાબ પતાવુ છું..” એમ કહી ફોન બંધ કર્યો.
વધુ આવતા અંકે ---- પ્રકરણ-97