ગતાંકથી.....
પ્રશાંત એની વધુ નજીક જઈ છુપાયો પરંતુ હવે આગળ જવાનું જોખમી હતું. આખરે શું થઈ રહ્યું છે આ બધું !! પ્રશાંત નું મગજ ચકરાવે ચડ્યું.
શું હશે સામે કાંઠે? કોઈ સંદેશ હશે કે ?આ લોકો ક્યાં કારણ થી અહીં આવ્યા હશે? આગળ શું થશે? અનેક સવાલો પ્રશાંતને વિચલિત કરવા લાગ્યાં..
હવે આગળ....
હવે પ્રશાંત સમજયો કે આ તો કોઈ પ્રકારના છૂપો સંદેશો ચાલી રહ્યો છે. થોડીવારમાં એનું અનુમાન સાચું પણ પડ્યું . સામે કિનારેથી કોઈ એક નાની સરખી હોળી આવતી હોય એવું તેમને લાગ્યું થોડીવારમાં તીવ્ર ગતિએ એક હોળી ત્યાં આવી પહોંચી.
આ જોઈને ચાંઉ ચાંઉ અને પેલો બુરખાવાળો માણસ એ તૂટેલી હોળી અને ઝૂંપડી પાસેથી સહેજ આગળ કિનારા બાજુ જઈને ઊભા રહ્યા. પ્રશાંત એક તૂટેલા ઝૂંપડાની પાછળ ઉભો ઉભો તેમની હરકતોને જોવા લાગ્યો.
ધીમે ધીમે હોળી ચાંઉ ચાંઉ અને પેલો માણસની નજીક આવી ઉભી. થોડી વાર થઈ કે ત્રણ જણા હલેસા મારનાર ને એક માછીમાર હતો તે સિવાય બીજા બે માણસો પણ તેમાં બેઠા હતા.
હોળી ઉભી રહી કે તરત જ એ બંને માણસો નીચે ઉતરી અને થોડીવારમાં અંદર જઈને કંઈક મોટા- મોટા પેકેટ ઉપાડી બહાર લાવ્યા.
પ્રશાંત ઘણો દૂર હોવાથી અને અંધારામાં ઉભેલો હોવાથી તેમની વચ્ચે શું વાત થઈ એસમજી શક્યો નહીં. કેવળ તે એટલું જ જોઈ શક્યો કે પહેલા પેકેટો પહેલા બુરખા વાળા માણસને સોંપી એ બંને જણા પાછા હોળીમાં જઈ બેઠા. એક ક્ષણમાં જ હોળી તીવ્રવેગે સામે કાંઠે જતી રહી .તેઓની આ ઉતાવળ પરથી સ્પષ્ટ જણાયું કે તેઓ પાછા જવાને માટે જ ઘણા આતુર હતા.
પેકેટો હાથમાં લઈ ચાંઉ ચાંઉ અને તેમનો સાથી ઉતાવળે પગલે કાર પાસે આવ્યા. પેકેટો કારમાં નાખી ત ચોતરફ તીક્ષણ નજર ફેરવી ઝડપથી બંને જણા કાર પર સવાર થઈ ગયા. કાર ચાલી. પાછા ફરતી વેળાએ પ્રશાંત કારની ડીક્કીમાં સંતાયો નહીં.
કાર જતી રહી. પ્રશાંત ધીમે ધીમે ચાલતો ચાલતો ઘણીવાર બાદ થાકીને લોથપોથ થઈ ફરી પહેલો ભેદી મકાનમાં આવી પહોંચ્યો. નદી કાંઠે પહેલા બે બદમાશો પર ખુલ્લો હુમલો કરવાની લાલચ એ માંડ રોકી શક્યો હતો. તેની નજર સમક્ષ બે બદમાશો આવ જા કરી રહ્યા હતા. છતાં તે અસહાયકની માફક કંઈ જ કરી શક્યો નહીં. કેવળ તેઓને નજરે નિહાળી રહ્યો .તેઓને સજા કરવા ખાતર એક આંગળી પણ ઊંચી ન કરી શક્યો.
અહીં આવ્યા બાદ તેમના ધાર્યા મુજબનું તેમનું એક પણ કામ પાર પડ્યું ન હતું. તે આમ તેમ નકામી દોડા દોડ કરી રહ્યો છે. કોઈપણ પ્રકારનો સંગીન કામ કરી શક્યો નથી. શત્રુના મકાનમાં શું આખી રાત ભમ્યા કરવું અકસ્માતે તેને યાદ આવ્યું કે અહીં આવ્યા પહેલા બીજા માળેથી જે સ્ત્રીનું આર્તનાદ સંભળાયો હતો તે સ્ત્રી શું હજુ ત્યાં જ હશે. ?
થાકી ગયેલો પ્રશાંત અંધારામાં ગાડૅન માં ઊગેલા ઘાસ પર બેસી ગયો. થાકી ને લોથપોથ થઈ ગયેલા એમના પગ થોડા સમય માટે હવે દેહનો ભાર ઉપાડવાની પણ ક્ષમતા ગુમાવી ચૂક્યા હોય એવું તેને લાગ્યું.
**************** * ********
પ્રશાંત જ્યારે ભેદી મહેલના ગાર્ડનમાં ઘાસ ઉપર બેઠો થાક ઉતારતો હતો .ત્યારે જ ગંગા નદી પર ઉત્તર બાજુએથી એક પોલીસની ટુકડી વાયુવેગે દક્ષિણ ભાગ તરફ દોડતી આવતી હતી. જે સ્થળે થોડીવાર પહેલા હોળી આવી ઉભી હતી તે જ સ્થળ પાસે એ ટુકડી આવી ઊભી રહી. તેના ઉપર બેઠો બેઠો એક ઇન્સ્પેક્ટર ઉશ્કેરાટ પૂર્વક ચારે તરફ જઈ રહ્યો હતો. તેના હાથમાં એક દૂરબીન હતું ને તેનું નામ હતું ઇન્સ્પેક્ટર
પવન, પવનસિંહ ચંગેલા.
પોલીસ ટુકડી ઊભી રહી કે તરત જ ઇન્સ્પેકટર પવનસિંહએ મેપ કાઢ્યો ને એને એકદમ ઝીણવટથી નિહાળવા લાગ્યો.થોડીવાર પછી એની નજીક ઉભેલ આસિસ્ટન્ટ ને તેણે કહ્યું : "શ્રીવાસ્તવ, સાહેબે જ આ પ્લેસ અંગે સુચના આપી લાગે છે.આ તુટેલી હોડીને ઝુંપડી ! ....
ગાડીનું એન્જિન ખરાબ ન થયું હોત તો કદાચ એને પકડવામાં સફળતા અચુક જ મળી હોત. પરંતુ બધા જ પ્લાન પર પાણી ફરી વળ્યું.હવે એને રંગેહાથ પકડવા તો શક્ય જ નથી."
શ્રીવાસ્તવે કહ્યું: "ત્યારે હવે શું કરીશું?"
પવનસિંહએ કહ્યું : " હવે તો આ સ્થળે થી થોડે દુર મેપમાં બતાવેલી આ હવેલી નો પતો મેળવવાનો છે.તમે હું અને હોંશિયાર સિંહ સિવાયના બધાં ને અહીં જ રહેવાનું છે.જો કોઈ પણ હોડી આટલામાં તરતી જણાય તો તેને પકડી પાડવાની છે. તમે ટુકડી ના લિડરને બધી જ સુચના આપી દો કે આ પ્લેસ પર ચાંપતી નજર રાખવાની છે ટુકડીમાંથી ત્રણ હથિયારબંધ પોલીસ નજીક ના વિસ્તાર પર નજર રાખે એ રીતે ગોઠવણ કરવામાં આવી.
ઇન્સ્પેક્ટર પવનસિંહના હુકમ મુજબ ટુકડીનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.હવે એ ત્રણ ની ટુકડી વાયુવેગે મેપમાં બતાવેલી હવેલી તરફ આગળ વધ્યાં.
રસ્તે જતાં શ્રીવાસ્તવે કહ્યું : "શું આપણે એ હવેલી પર છાપો મારવાનો છે?"
પવનસિંહએ કહ્યું : " ના, ના, છાપો મારવાનો હુકમ નથી.ફકત કંઈક સંદેહજનક વસ્તુ મળી આવે તો એ મકાનમાંના લોકોને ગિરફતાર કરવાની જ હતા આપણને મળી છે.ત્યાં કદાચ કંઈ ન મળે તો આસપાસ ના મકાન ની પણ જડતી લેવાનું આપણને કહેવામાં આવ્યું છે.એથી વિશેષ તો આપણે કંઈ જ કરી શકીએ નહીં.પરંતુ મને લાગે છે કે સાહેબ અડધા રસ્તેથી પાછા વળ્યા એટલે જરૂર મળલી ખબર માં કોઈ તથ્યાંશ હશે જ."
થોડીવારમાં જ એ લોકો વિશ્વનાથ બાબુના ભેદી મકાન પાસે પહોંચી ગયાં.
અંધારી રાતમાં કોઈ ઓછાયા સમાન આ વિશાળ હવેલી કોઈ ભુતિયા મહેલ સમાન દિસતી
હતી.અમાસની રાત અને નિજૅન વિસ્તારને લીધે તેની ભયાનકતા વધુ જ બિહામણી ભાસતી હતી.
ટોચૅ વડે મેપમાં જોઈને તપાસ્યાં બાદ પવનસિંહએ કહ્યું : "હા, આ જ એ હવેલી. અંદર જતા પહેલાં તમે તમારા શુઝ કાઢી નાંખો એમના અવાજ થી આપણા આવવાની જાણ થઈ શકે છે. તરત જ પવનસિંહના હુકમ થી શ્રીવાસ્તવ અને હોંશિયાર સિંહે પોતાના શુઝ કાઢી રબ્બર ના શુઝ પહેરી લીધા.
પવનસિંહએ કહ્યું : "હાથમાં પિસ્તોલ સાથે એકદમ સાવચેતી થી આગળ વધવાનું છે એકાએક હુમલો થાય તો આપણે તૈયાર હોવા જોઈએ " આટલી તૈયારી બાદ ત્રણે જણા એકદમ સાવચેતી રાખીને મેઈનગેટ પાસે થઈને મકાનમાં ઘુસ્યા.
થોડીવાર બેસીને પ્રશાંત ઊભો થયો.આ પ્રમાણે બેસી રહેવાથી કંઇ જ વળવાનું નથી.તેને આશા હતી કે તેને આ ભેદી મહેલમાં તેનેદિવાકર જરૂરથી જ મળશે. અને જો એમ થયું હોત તો એ બન્ને જણા મળીને આ બદમાશો ને જરૂર થી જ કબ્જે કરી લેત.
પરંતુ તેની આ આશા ફળીભૂત થઈ નહીં.
અગણિત પ્રયત્ન છતાં હજુ સુધી તો તે દિવાકર ને શોધી શક્યો નહોતો.કદાચ આ મકાનમાં કોઈ રૂમમાં તેને કેદ થયો હશે !તેને શોધવો જ પડશે.
દ્રઢ સંકલ્પ કરીને પ્રશાંત ઊભો થયો.
થોડાક જ ડગલા આગળ વધ્યો કે તેને પાછળ કે આજુબાજુ માણસોનો પગરવ સંભળાયો.તે ઝડપભેર આગળ વધવા જતો હતો ત્યાં જ ટોચૅ નો પ્રકાશ એના પર પડ્યો ને એક માણસ ગંભીર અવાજે બોલ્યો: "સ્ટોપ,સ્ટોપ,એક ડગલું પણ આગળ વધ્યો તો જીવનો જઈશ."
ચારેતરફ નજર કરતા પ્રશાંત ને લાગ્યું કે પોલીસ તેને ઘેરી વળી છે. તેના પગ ત્યાં જ થંભી ગયા...
શું પ્રશાંત ને પોલીસ ગુનેગાર સમજી પકડી લેશે?
પ્રશાંત પોલીસને તેની સાચી હકીકત જણાવી શકશે?
જાણવાં માટે વાંચો આગળ નો ભાગ.........
ક્રમશ...........