Pranay Parinay - 30 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 30

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રણય પરિણય - ભાગ 30

પાછલા પ્રકરણનો સાર:


ગઝલને વિવાને ધમકાવ્યા પછીથી એ ડરી ગઈ હતી. રૂમમાં એકલી પડ્યા પછી ભાઈ ભાભીને યાદ કરીને એ ખૂબ રડી. ગઝલ પર ગુસ્સો કરવાનુ વિવાનને પણ નહોતું ગમતું. રઘુએ પણ નીશ્કાએ આપેલી સલાહ યાદ કરાવતાં વિવાનને ઠપકો આપીને સમજાવટથી કામ લેવાનું કહ્યું.

એ બાજુ મિહિરને કોઈ "હિતેચ્છુ" તરફથી બહેનની વિદાય પહેલા મલ્હારના ખાનદાન વિશે પૂરે પૂરી તપાસ કરી લેવાનો મેસેજ મળે છે. મિહિર એ મેસેજ કૃપાને પણ વંચાવે છે અને એક વાર ગઝલ મળી જાય પછી તેના પર વધુ વિચારશે એમ નક્કી કરે છે.

આ તરફ ગઝલ કોઈ પણ રીતે આ ફાર્મહાઉસમાંથી ભાગી જવાનુ નક્કી કરે છે. બિજા કોઈ પણ રસ્તે ભાગવાનુ શક્ય ન બનતાં તે બાલ્કની વાટે ચાદર અને પરદાનો દોરડા તરીકે ઉપયોગ કરીને નીચે ઉતરીને ભાગવાનો પ્લાન બનાવે છે. પણ ચાદરનો પનો ટૂંકો પડે છે અને તે અધવચ્ચે લટકી જાય છે. એ વખતે ગઝલને લટકતી જોઈને બ્રુનો ભસવા લાગે છે અને વિવાન જાગી જાય છે. એ ગઝલને આમ લટકતી જોઈને ખિજાય છે અને સવાલ કરે છે કે 'તું ત્યાં શું કરે છે?'


હવે આગળ..


**


પ્રણય પરિણય ભાગ ૩૦


હવે ગઝલને પણ વિવાનની વાત પર ગુસ્સો આવતો હતો. એક તો નીચે કુતરાનો ડર અને ઉપરથી વિવાન એના પર ચિલ્લાતો હતો. અને પોતે જીવના જોખમે અધવચ્ચે લટકતી હતી.


'લટકુ છું.. દેખાતુ નથી?' ગઝલ ચિડાઈ ગઈ. તેનો જવાબ સાંભળીને વિવાનને આ પરિસ્થિતિમાં પણ હસવું આવી ગયું.


'પણ શું કામ?' તેણે હસતા હસતા પૂછ્યું.


'એ.. ભાગવા માટે..' ગઝલ ખિજાઈને બોલી.


'વ્હોટ?'


'મારો હાથ લપસે છે ને હેલ્પ કરવાને બદલે તમે સવાલો પૂછો છો..' ગઝલએ અવાજનો ટોન નીચો કર્યો.


'ભલે લપસે.. તારે ભાગવું હતુને? તો ભાગ હવે..'


'સોરી.. નહીં ભાગુ હવે.. પ્લીઝ હેલ્પ મી..' એ કરગરી.


'ગુડ ગર્લ.. વેઈટ.' કહીને એ અંદર ગયો અને એક મજબૂત દોરડું લઈને પાછો આવ્યો. તેણે દોરડાનો એક છેડો રેલિંગ સાથે બાંધ્યો અને બીજો છેડો નીચે ફેંક્યો.


'આ દોરડું પકડીને નીચે ઉતરી જા..' વિવાને કહ્યુ. નીચે બ્રુનો ગોળ ગોળ ફરતો હતો જાણે તે પણ ગઝલના નીચે આવવાની રાહ જોતો હોય.


'નો.. નો.. મને ડર લાગે છે.. અને મને ઉતરતા ફાવશે નહીં..'


'નથી ફાવતું તો આમ અડધે સુધી તું ઉતરી કેવી રીતે?'


'મે એવું કંઈ વિચાર્યુ નહોતુ, બસ એમજ જસ્ટ ઉતરવા ગઈ હતી.. પ્લીઝ હેલ્પ ના..!'


'ઓકે, ઉભી રહે..' કહીને વિવાન દોરડું પકડીને સડસડાટ સરકતો તેના સુધી પહોંચ્યો. ગઝલ વાળી ચાદર અને તેના દોરડા વચ્ચે એકાદ ફૂટનુ અંતર હતુ.


'કમ..' વિવાને તેને પોતાના દોરડા પર આવવા કહ્યુ.


ગઝલએ "ના" માં માથું ધુણાવ્યું.


'ડોન્ટ વરી.. હું છુંને..! આવતી રહે.'


'અહીંથી હાથ છોડીશ તો હું નીચે પડી જઈશ..' તે ગભરાતા બોલી.


'તને મારા પર ભરોસો છેને?'


'ના..' ગઝલએ સાફ ના પાડી દીધી.


'ગુડ..' કહીને વિવાને એક હાથે તેને ખેંચી લીધી. અને બોલ્યો: 'હોલ્ડ મી..'


તરતજ ગઝલએ તેના ગળા ફરતાં હાથ વીંટાળ્યા. અને વિવાનની કમર ફરતે પગની આંટી મારી લીધી. વિવાન ધીરે ધીરે નીચે ઉતરતો હતો. ગઝલને બીક લાગતી હતી. તેણે વિવાનની છાતીમાં મોઢુ છુપાવી લીધુ. તેના આવી રીતે ચીપકવાથી વિવાનના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. હૃદયના ધબકારા વધી ગયાં. તે એમજ એને ફીલ કરતો હળવે હળવે નીચે ઉતરવા લાગ્યો.


ગઝલએ આંખો બંધ કરી રાખી હતી. પગ વિવાનની કમર ફરતે હતાં એટલે તેઓ નીચે ઉતરી ગયાં છે એ તેના ધ્યાનમાં આવ્યું નહિ. નીચે ઉતરી ગયા પછી પણ તે એમજ વિવાનને ચીપકેલી રહી.

પછી તો વિવાન પણ તેને આલિંગનમાં જકડી રાખવાનો મોહ કેમ છોડે? તેણે પણ પોતાના હાથ ગઝલની પીઠ ફરતા વિંટાળ્યા અને આંખો મીંચી લીધી.


'વિવાન..' ગઝલએ ધીરેથી હોઠ ફફડાવ્યા.


'હં..'


'આપણે નીચે આવી ગયા?'


'નહીં..' તેને હજુ ગઝલને છોડવાનુ મન નહોતું.


'ઓકે..' એ પણ એમજ તેને ટાઈટ પકડીને ઉભી રહી.


બંને થોડીવાર સુધી એમજ એકબીજાના આલિંગનમાં ઉભા રહ્યા. ગઝલને એવુ લાગ્યું કે જાણે બ્રુનો તેની આસપાસ ફરી રહ્યો છે. તેણે ધીરેથી આંખો ખોલીને જોયું તો તેઓ નીચે જમીન પર આવી ગયા હતાં. તેને સમજમાં આવતા જ તે વિવાનથી છુટી પડી.


બિચારો વિવાન તેને ફીલ કરતો મસ્ત આંખો મીંચીને ઉભો હતો. ગઝલ દૂર થતાં જ તેની તંદ્રા તૂટી.

ગઝલ તેની સામે ગુસ્સાથી જોઈ રહી હતી.


'હાઉ ડેર યૂ.. મને બથ શું કામ ભરી?' ગઝલએ ગુસ્સાથી કહ્યુ.


'તુ જ આવી હતી મારી બાહોંમાં..' વિવાને ભવા ઉંચક્યા.


'એ તો નીચે ઉતરવા માટે' એમ બોલીને ગઝલ જવા માટે ફરી અને સામે બ્રુનો ઉભો હતો. તે તરતજ પાછી ફરી અને વિવાનને વળગી ગઈ.


'હવે કોણ આવ્યું મને બથ ભરવા?' વિવાન દાંત નીચે હોઠ દબાવીને હસતા હસતા બોલ્યો.


'એ.. પેલો ડોગ.. પ્લીઝ એને ભગાવો..' તે બ્રુનો તરફ આંગળી ચીંધીને બોલી.


વિવાને બ્રુનોને ઈશારો કર્યો. એ ગઝલ પર ભસવા લાગ્યો.


'મમ્મી..' એમ બોલીને ગઝલ હજુ વધુ જોરથી વિવાનને વળગી. હવે વિવાન આવો ચાન્સ શું કામ છોડે? તેણે ગઝલને બેઉ હાથમાં ઉંચકી લીધી. તે વિવાન સામે આંખો ફાડીને જોઇ રહી.


'હવે ભાગવાનુ નહીં ઓેકે? નહીં તો આ બ્રુનો તારા પર તૂટી પડશે.' વિવાને તેની આંખોમાં જોઇને પ્રેમથી કહ્યું.

ગઝલએ માથુ હલાવીને હાં કહ્યુ.


'ગુડ ગર્લ..' કહીને વિવાન તેને અંદર લઈ ગયો. અને બેડ પર સુવડાવી.


હવે બિલકુલ આવા આઈડિયા મગજમાં લાવવાના નહીં. આ જંગલ છે. અહીં આજુબાજુ જંગલી જાનવરો ફરતા હોય.. તું ભૂલથી પણ એમના હાથમાં આવી ગઈ હોત તો? વિવાને તેને ગભરાવી.


'જંગલી મતલબ કેવા?'


'સિંહ.. વાઘ.. ચિત્તા.. એવા બધા..' વિવાન એકદમ ગંભીર અવાજે બોલ્યો.

ગઝલએ બીકના માર્યા ગળેથી થૂક ઉતાર્યું.


'નાઉ સ્લિપ..' હું સામે સોફા પર સુઈ જાઉ છું.' કહીને વિવાન તેની બાજુનો તકિયો ઉઠાવીને સોફા પર ગયો.


સોફા પર લાંબો થઈને વિવાન એકધારો તેની સામે જોઈ રહ્યો હતો. ગઝલ માથે ઓઢીને સુઈ ગઈ.


થોડી વારમાં તે સપનામાં સરી પડી. સપનામાં વિવાન તેની બાજુમાં સુવા આવ્યો. તે દૂર ખસીને બેઠી થઈ.


'વ્હોટ?' વિવાન બોલ્યો.


'તુ.. તમે અહીં શું કામ આવ્યા?'


'તુ ફરીથી ભાગે નહીં એટલે.'


'નહીં ભાગુ.. ગો ટુ યોર પ્લેસ..'


'મને તારા પર ભરોસો નથી.'


એક વાર કીધુંને નહીં ભાગુ.. તે ચિડાઈને બોલી.


'તો પણ હું અહીં જ ઉંઘીશ..'


'પણ શું કામ?'


'આપણા લગ્ન થવાના છે.' કહીને તેણે એનો હાથ પકડીને પોતાની તરફ ખેંચી. એકદમથી ખેંચવાથી તેની છાતી વિવાનની છાતી સાથે અથડાઈ. વિવાને તરતજ પોતાનો બીજો હાથ તેની કમર ફરતે લઇને તેનો નિતંબ દબાવ્યો. ગઝલના શરીરમાંથી ઝણઝણાટી પસાર થઈ ગઈ. તે ગભરાઈને વિવાનની આંખોમાં જોઈ રહી. વિવાન પણ તેની સુંદર કથ્થઈ આંખોમાં ખોવાઇ ગયો. ગઝલની છાતી વિવાનની છાતી સાથે જોરથી દબાઈ રહી હતી એટલે તે અસ્વસ્થ થઈને તેની સામે જોઈ રહી. બેઉના શ્વાસ એકબીજાના ચહેરા સાથે અફળાતા હતા.


'લીવ મી..' ગઝલએ તેની છાતી પરથી ઉભી થવાની કોશિશ કરી.


'અહં..'


'વિવાન છોડો મને..'


'બિલકુલ નહીં..'


'હું બૂમ પાડીશ..'


'બિન્દાસ..'


'હું મારીશ..'


'ચાલશે.. માર..'


ગઝલને હવે કંઈક કંઈક થઈ રહ્યું હતું. તેણે વિવાનના બાવડાં પર બચકું ભર્યું. તો પણ તેણે છોડી નહી. ગઝલએ હજુ જોરથી દાંત દબાવ્યા પણ વિવાનને કોઈ અસર જ નહોતી.


ગઝલ થાકી ગઈ. તેને પસીનો છૂટી ગયો. તે હાંફવા લાગી, અચાનક વિવાને તેને છોડી દીધી. એ ઝટકાથી ઉભી થઇ. અને તેની ઉંઘ ઉડી ગઈ. સાચી પરિસ્થિતિ સમજવામાં બે ચાર ક્ષણ લાગી. તેણે પથારીમાં જોયું તો ત્યાં કોઇ નહોતું. વિવાન તો સામે સોફા પર સુતો હતો. તેને સમજાયું કે આ તો એક સપનું હતું.

તેણે એક ઉચ્છવાસ છોડ્યો અને ઓશીકાં નીચે માથું દબાવીને સુઈ ગઈ.


**


ગઝલ કિડનેપ થઇ એને પંદર કલાક વીતી ચૂક્યા હતા. આખો દિવસ સેલવાસ પોલીસ સાથે બધાએ શોધખોળ કરી પણ ગઝલ વિષે કોઈ કડી હાથ લાગતી નહોતી. પોલીસને એવું લાગતું હતું કે કદાચ ગઝલ પોતાની મેળે જતી રહી હશે. મલ્હાર અને પ્રતાપ ભાઈ મનમાંને મનમાં સુમતિ બેન પર ગુસ્સે થતાં હતાં. તેને લાગતું હતું કે સુમતિ બેનની મૂર્ખાઈને લીધે જ ગઝલ કિડનેપ થઇ છે.


થાકી હારીને મધરાતે બધા રિસોર્ટ પર પાછા ફર્યા.


'શું થયું? ગઝલ મળી?' સુમતિ બેને પ્રતાપ ભાઈને પુછ્યું. પ્રતાપ ભાઈએ આગળ પાછળ કંઈ વિચાર્યા વિના બધાની વચ્ચે જ સુમતિ બેનને લાફો મારી દીધો.


એ જોઈને મિહિર - કૃપાને જોરદાર આંચકો લાગ્યો.


'સાલી મુરખ.. તારા લીધે જ આજે બધા વચ્ચે મારે માથુ ઝુકાવવાનો વારો આવ્યો છે.' પ્રતાપ ભાઈ ક્રોધથી કાંપતા ગરજ્યા.


સુમતિ બેન આંખમાં પાણી સાથે પોતાનો ગાલ પંપાળતા ઉભા રહ્યા. મિહિરે કૃપાને ઇશારો કરીને તેને સંભાળવાનું કહ્યું. કૃપા સુમતિ બેનની નજીક જઈને ઉભી રહી.


મિહિરને આઘાતમાંથી બહાર આવતા વાર લાગી. એક લાંબી ખામોશી પછી તે બોલ્યો: 'આપણે બધા સગા સંબંધીઓને હકીકતની જાણ કરી દેવી જોઈએ.'


'મને પણ એવું જ લાગે છે. હવે બધાને અહીં રોકી રાખવાનો કોઈ મતલબ નથી.' પ્રતાપ ભાઈએ કહ્યું.


'પણ ડેડી..' મલ્હાર કંઈક બોલવા ગયો પણ પ્રતાપ ભાઈએ એને રોક્યો અને કહ્યુ : 'આપણે પછી વાત કરીએ.'


છેવટે મિહિર અને પ્રતાપ ભાઈએ આવતીકાલે સવારે બધા મહેમાનોને વસ્તુસ્થિતિ સમજાવીને રવાના કરવાનો નિર્ણય કર્યો અને છુટા પડ્યા.


પછી મિહિરે તેના મેનેજર મહેતા અંકલને મલ્હારની પુરી કરમ કુંડળી કાઢવાની જવાબદારી સોંપીને મુંબઈ મોકલ્યા.


મિહિર અને કૃપા નવરા પડીને પોતાની રૂમમાં આવ્યાં.


'પોલિસે એમ કેમ કીધું હશે કે ગઝલ પોતે જ ચાલી ગઈ હશે?' કૃપાએ મિહિરને પૂછ્યું.


'કારણ કે હજુ સુધી કિડનેપિંગનું કોઈ કારણ જણાતું નથી અને ખંડણી માટે પણ કોઈ ફોન આવ્યો નથી.'


'પણ આપણી ગઝલ એવું શું કામ કરે? શું એને મલ્હાર વિષે કંઈ ખબર પડી હશે? એવું હોય તો તેણે આપણને કહેવું જોઈએ.'


'કંઈ સમજાતું નથી, જો પૈસા માટે કિડનેપિંગ કરવામાં આવ્યું હોય તો અત્યાર સુધીમાં માંગણી થઈ જ ચૂકી હોય.' મિહિર થોડી ક્ષણો સુધી વિચારીને બોલ્યો.


'પેલો મેસેજ કોનો હશે?' કૃપાને મેસેજ વાળી વાત યાદ આવતાં પૂછ્યું.


'ખબર નહીં કોણ એવું હિતેચ્છુ ફૂટી નીકળ્યું? એ જે હશે તે, પણ રાઠોડ કુટુંબ વિશે આપણા કરતા વધુ જાણતો હશે. કદાચ એનો જ કોઈ સગો હશે, સામે આવીને આંખે થવા નહીં માંગતો હોય.'


'હમ્મ.. તમને એવું નથી લાગતું કે આમા આપણી પણ ભૂલ છે? ગઝલની સગાઈ કરતા પહેલા આપણે રાઠોડ કુટુંબની તપાસ કરી લેવી જોઈતી હતી. સંસ્કારનો તો છાંટોય નથી બાપ દિકરામાં.'


'હા, એ લોકો આપણે લાયક જ નથી. વિચાર કરુ છું તો પણ માથું ફાટે છે મારુ. તેમના ઘરમાં સ્ત્રીઓ માટે કોઈ સન્માન જ નથી.' મિહિર બોલ્યો.


'હાં, મલ્હાર પણ જોને તેની માંને કેવું જેમતેમ બોલતો હતો. અને પ્રતાપ ભાઈએ તો હદ વટાવી દીધી, આપણા દેખતા પોતાની પત્ની પર હાથ ઉપાડ્યો. જો ગઝલના લગ્ન થયા હોત અને તેનાથી કોઈ ભૂલ ચૂક થાત તો તેની ઉપર પણ આવી રીતે હાથ ઉપાડત ને એ લોકો?' બોલતી વખતે કૃપા ધ્રુજી ઉઠી.


'ક્યારેક તો મને પણ એવું લાગે છે કે જે કંઈ થઈ રહ્યું છે એની પાછળ ભગવાનની જ કંઈક ઈચ્છા હશે.' મિહિર બોલ્યો ત્યાં તેના મોબાઈલનો મેસેજ ટોન વાગ્યો. તેણે મેસેજ ખોલ્યો. એ એક વિડિયો મેસેજ હતો. વિડિયો ડાઉનલોડ થઈ રહ્યો હતો ત્યારે કૃપાએ પૂછ્યું:

'મિહિર.. ગઝલ ઠીક તો હશે ને?


'હમ્મ.'


'ક્યાં હશે?'


'તે જ્યાં છે ત્યાં ઠીક છે..'


'મતલબ?' કૃપાએ મુંઝાઈને પૂછ્યું.


'આ જો..' કહીને મિહિરે કૃપાને વિડીયો મેસેજ બતાવ્યો. જેમા ગઝલ શાંતિથી બેસીને જમી રહી હતી. એ મેસેજ વિવાને એક પ્રાઈવેટ નંબર પરથી મોકલાવ્યો હતો. વિડિયો નીચે મેસેજ લખેલો હતો: "ગઝલ જ્યાં છે ત્યાં સુરક્ષિત છે અને ખુશ છે. તમે મુંબઈ પહોંચો. ગઝલ થોડા સમયમાં તમને મળશે. પણ ખબરદાર, જો તમે પોલીસ કે રાઠોડ ફેમિલીને આ વિષે જણાવ્યું છે તો.. જીંદગીભર તમે તમારી બેનનું મોઢું જોઈ નહી શકો. વિડિયો જોઈને ડિલીટ કરી નાખજો."


'હવે?' કૃપા ગભરાઈને બોલી.


'વીડિયોમાં જોઇને ગઝલને કોઈ તકલીફ હોય તેમ નથી લાગતું. મને અંદરથી એવું ફીલ થાય છે કે તે સુખરૂપ આપણી સામે આવશે.'


'હમમ.' કૃપા ફરીથી વિડીયો જોતા બોલી.


'હવે એ વિડિયો ડિલીટ કર.' મિહિરે કહ્યુ.


'શું કામ?'


'ગઝલની સેફ્ટી માટે જ સ્તો.. જોને તેમા મેસેજ છે.. હું કોઈ રિસ્ક લેવા નથી માંગતો.'

કૃપાએ વિડિયો તથા તેની સાથેનો મેસેજ ડિલીટ કર્યા.


'આપણે કાલે સવારે જ મુંબઈ જવા નીકળી જઈએ.' મિહિરે કહ્યુ.


ક્રમશઃ


.

.


**


શું ગઝલ ફરીવાર ભાગવાની કોશિશ કરશે?


વિવાન કેટલા દિવસ સુધી એને બંધક રાખશે?


શું એ વિવાન સાથે લગ્ન માટે માનશે?


કે પછી એના લગ્ન મલ્હાર સાથે જ થશે?


મહેતા અંકલને મલ્હાર વિશે શું જાણકારી મળશે?


**


❤ તમારા પ્રતિભાવની પ્રતિક્ષામાં. ❤