Vasudha - Vasuma - 105 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ-105

Featured Books
Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ-105

ભાવેશે ખૂબ આનંદ સાથે અભિનંદન સ્વીકારને કહ્યું “અમારાં જીવનનો ખૂબ આનંદદાયક દિવસ છે..” વસુધા અને ભાવેશ તથા ગુણવંતભાઇ આનંદ વિભોર થઈને સરલા પાસે ગયાં સરલાનાં મોઢાં પર આનંદ હતો એણે ભાવેશ સામે જોયું.. એનાં ચહેરાં પર ખૂબજ થાક વર્તાતો હતો છતાં બોલી.. “વસુધાને મારી સાથેજ લાવવાનો આગ્રહ એટલેજ હતો કે મને દિવસ રહ્યાં ત્યારથી એ આશા આપતી રહેલી કે છોકરોજ આવશે આકુને ભાઇ તો જોઇએ ને ?”

“મારી, માન્યતાં ભાવના સાચી ઠરી.” ભાવેશે કહ્યું “ઇશ્વરે વર્ષો પછી સામુ જોયુ છે હવે તો બધાનાં મોઢાં બંધ થઇ ગયાં કોઇ કશું નહીં બોલી શકે અત્યાર સુધી બહુ ટોણાં સાંભળ્યાં છે.”

વસુધાએ કહ્યું “ભાવેશકુમાર એવું નહીં બોલવાનું દુનિયા છે સમાજ છે બોલ્યાં કરે મન પર કેમ લેવું ? હવે બધાનાં મોઢાં બંધ નહીં આપણે ખોલી દીધાં હવે કહેશે ભગવાને સામું જોયું સરલા માં બની..”

સરલાએ કહ્યું “વસુધાની વાત સાચી છે એ કાયમ હકારત્મકજ વાત કરે એટલેજ એને બધામાં સફળતાં મળે છે”. વસુધાએ કહ્યું “હવે ડોક્ટર કહે એમ કરજો હું અને બાપુજી બંન્ને ઘરે જઇએ બધાને વધાઇ આપીએ અહીંથી મીઠાઇ લઇ જઇશું. બધાનું મોઢું મીઠું કરશું સરલાબેન ધ્યાન રાખજો આરામ કરજો. સરલા બહેનને નબળાઇ આવી હશે પાછાં તાજા માંજાં થઇ જાવ દીકરાને ઉછેરવાનો છે.” એમ કહી હસ્તી હસતી સરલાનો હાથ પકડી દાબી એની સામે જોયા કર્યુ અને બોલી “ચલો પાપા આપણે નીકળીએ.”

વસુધાએ પછી પાછુ વાળીને ના જોયુ અને એ ગુણવંતભાઇ મીઠાઇ લઇને ગાડી લઇ ઘરે આવવા નીકળ્યાં ગુણવંતભાઇએ કહ્યું “વસુ બેટા આજે ખૂબ આનંદનો દિવસ છે સરલાને મહેણું ટળ્યું અને જીવન આનંદથી ભરાઇ ગયું બીજુ શું જોઇએ. તને ભાવેશકુમારની ગાડી પણ ચલાવતાં સારી ફાવે છે.”

વસુધા બધુ સાંભળી રહી પછી બોલી “પાપા ગાડી ગાડી છે ચલાવવાની રીત એકજ પણ સંસારની ગાડી ચલાવવા માટે ખૂબ ધ્યાન રાખવું પડે છે અને મારાં જેવી અભાગણીને તો જીવનમાં એકલે હાથે બધુ ચલાવવાનું સહેવાનું છે. કોઇ ક્યારે કંઇ પણ બોલી જાય સાંભળી લેવાનું.” એમ કહેતાં કહેતાં એની આંખો ભરાઇ આવી.

ગુણવંતભાઇએ કહ્યું “બેટા હું સમજું છું બધુ તું ક્યા સંદર્ભમાં કહી રહી છું તારી માં ને ઘણીવાર બોલવાનું ભાન નથી રહેતું પણ એનું દીલ સાફ છે.”

વસુધાએ કહ્યું “હું બધુ સમજું છું પાપા પણ હું પણ માણસ છું. મારાં માવતર સામેજ મારાં માટે ગમે તેમ બોલ્યાં છે.. આ વખતે તો હું મારાં માં પાપા સાથે ગામ જઇશ આકુને લઇને થોડો સમય મારે પણ વિરામ જોઇએ છે હું માનસિક અને શારિરીક થાકી છુ.”

“મને થાક ના લાગત... મને બોજો વેંઠવાની આદત થઇ છે પણ મારાં માટે બોલાયેલાં શબ્દો મારાં કાળજે લાગ્યાં છે અને શરીર અને મન મારું ભાંગી પડ્યું છે. શેતાનને સજા મળી એનાં કુકર્મ માટે પણ મને શેની સજા મળી રહી છે ?”

આમ વાત કરતાં કરતાં ઘરે આવી ગયાં. વસુધાએ ગાડી પાર્ક કરી ચાવી પાપાનાં હાથમાં આવીને કહ્યું “આ ભાવેશકુમારની ગાડીની ચાવી”.

પાર્વતીબહેને કહ્યું “તારાં આટલાં શુકનીયાળ પગલાં સરલાને દીકરો અવતર્યો ઇશ્વર એને ખૂબ સાજો રાખે સુખ કરે ભાનુબહેનતો ખુશીયાં થી સમાતા નહોતાં. એમણે કહ્યું “મહાદેવની કૃપા છે હવે એનું કોઇ નામ નહી લે મારી દીકરીને બધાએ અત્યાર સુધી બહુ બદનામ કરી.. મહાદેવે બધાનાં મોં બંધ કરી દીધાં.”

વસુધાએ સાંભળ્યુ... કંઇક વિચારીને એ ચૂપ રહી. ઘરમાં બધાં ખુશ હતાં અભિનંદન આપ્યાં ગુણવંતભાઇએ બધાને મીઠાઇ ખવરાવી. થોડાં સમયમાં ગામ આખામાં વધાઇનાં સમાચાર પહોચી ગયાં. મીઠાઇ ખાઇ મોં મીઠું કર્યા પછી પાર્વતીબેને કહ્યું “વસુધા બધુ તૈયાર છે. તારાં પાપાએ ગાડી પણ એટલે કે જીપ બોલાવી લીધી છે આપણે હવે નીકળીએ”.

ભાનુબહેને આ સાંભળીને કહ્યું “ઘરમા આટલો આનંદનો દિવસ છે તમે ક્યાં જવાની વાત કરો છો. વેવણ હવે માફ કરો ભાઇસાબ બોલતાં બોલતાં જીભ કચરાઇ ગઇ.”

વસુધાએ કહ્યું “માં એ જે થયું હોય એ... પણ અમે અત્યારેજ નીકળવાનાં આમેય મારે આરામ કરવો છે મારાં માં-પાપા-ભાઇ બધાં સાથે રહેવું છે. આકુ પણ ત્યાં ઘણાં સમયથી ગઇ નથી એ ત્યાંની પણ હેવાઇ થાય એ જરૂરી છે..” એમ કહી રૂમમાં સામાન લેવા ગઇ.

પુરષોત્તમભાઇએ આકુને તેડી લીધી... પાર્વતીબેનનો ક્યારના તૈયારજ હતાં. વસુધા વાડામાં લાલીને મળવા ગઇ. પછી આવીને ફોઇ, માં-પાપ બધાને પગે લાગીને સીધી સડસડાટ ઘરની બહાર નીકળી ગઇ.

જીપમાં બધાં બેઠાં. પુરષોત્તમભાઇ આગળ ડ્રાઇવરની બાજુમાં - વસુધા-આંકુ -પાર્વતીબેન સામાન સાથે પાછળ બેઠાં.

વસુધાએ ડ્રાઇવરને સૂચના આપી કે ‘ગામને નાકે એક ઘર પાસે જીપ લેજો મારે રાજલને મળવુ છે પછી ગામ જવા નીકળી જઇએ. “

ડ્રાઇવર બતાવ્યા પ્રમાણે ચલાવતો ચલાવતો રાજલનાં ઘર પાસે આવી ગયો. જીપનો અવાજ સાંભળીનેજ રાજલ બહાર દોડી આવી પાછળ પાછળ મયંક ધીમે ધીમે આવ્યો.

રાજલે પહેલાં સરલાનાં સમાચારનાં અભિનંદન આપ્યાં અને પૂછ્યું “તું ક્યાં જવા નીકળી ? તારે ગામ જાય છે ?” વસુધાએ કહ્યું “હું ગામ જઊ છું મારાં મા-પાપા સાથે હું તારી સાથે ફોનથી સંપર્કમાં રહીશ. ડેરી અંગે વાત કરતાં રહીશું. “

રાજલે સમજીને કીધું “ભલે ભલે જઇ આવ. અહીની ચિંતા ના કરીશ. અને તે પેલું સોંપેલું કામ પણ પુરુ થઇ જશે. હવે તો મયંક અને મુખી બાપા પણ આપણાં સાથમાં છે. ફોન કરતી રહીશ. “

વસુધા એ બંન્નેને આવજો કહી જીપમાં બેસી ગઇ. જીપ ગામનાં પાદરેથી બહાર નીકળી ગઇ. પાર્વતીબેને કહ્યું “વસુ નીકળતાં ફોઇ કંઇ બોલવા ગયાં પણ ત્યાં ભાનુબહેન ઉભાં હતાં એટલે ચૂપ રહ્યાં પણ કંઇક તો કહેવું હતું એમને..”. વસુધાએ માં સામે જોયું....

વધુ આવતા અંકે - પ્રકરણ-106