Two short stories in Gujarati Short Stories by Asha Bhatt books and stories PDF | બે લઘુકથાઓ

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બે લઘુકથાઓ


1) રંગોની છોળો
"શ્રુતિ હું હોળી રમવા નીચે જાઉ છું !" વિવેક પત્નીનાં હા- નાનો જવાબ સાંભળવા રોકાયા વિના સીડી ઉતરવા લાગ્યો. "થોડીવાર થોભો! મારું કામ પુરું થવામાં જ છે, સાથે રંગે રમીએ " કહેતી સાડીનાં છેડે હાથ લૂછતી શ્રુતિ રસોડાની બહાર આવી. જવાબ સાંભળવા વાળો નીચે કોલોનીનાં લોકો સાથે રંગોની છોડો ઉડાડી રહ્યો હતો. શ્રુતિએ બાલ્કનીમાંથી નીચે જોયું તો પાસ-પડોશ, મિત્રો એકબીજાન પર ગુલાલ છાટી રહ્યાં હતાં. ગુલાલ તો શુકન પુરતો જ હતો. બાકી કેમિકલે દરેકના ચહેરા એક કરી નાખ્યાં હતાં. શ્રુતિ એક હળવા નિશ્વાસ સાથે કામે વળગી.
રંગોના આ અવસરને કોઈ જતું કરવા માંગતું ન હતું. સૌ એકબીજાને રંગી નાખવા આતુર હતાં. વિવેકને પણ રંગોનો ઉન્માદ ચડ્યો હતો. એક સરખા લાગતાં મહોરા વચ્ચે વિવેકે ત્રીજા ઘરે રહેતાં અભયની પત્ની મંયકાને જાણી લીધી. ઘણાં સમયથી માત્ર તાકવા જ મળતું હતું. "બુરા ન માનો હોલી હૈ!!" બૂમ બરાડા વચ્ચે વિવેક સરકતો મયંકા પાસે પહોંચ્યો. ગોરા ગાલ પર રંગોથી ભરેલી મુઠ્ઠી ઠાલવી દીધી ને ખબરબચડી હથેળી પણ મુલાયમતાને પામી આવી. સાથે જ અડછતો સ્પર્શ તેનાં ઉરોજનો પણ થઈ ગયો. *રંગોની છોળો* નો પરમ આનંદ લઈ વિવેક ઉપર આવ્યો. સ્નાન કરી કપડા બદલ્યા. ભોજનને ન્યાય આપી બેડરૂમમાં આરામ કરવા લાગ્યો.
શ્રુતિ પણ હવે કામથી પરવારી હતી. સાંજના પાંચેક વાગ્યે રંગોનો બીજો પ્રહર શરું થયો. " ચાલો ફરી મારી સાથે હોળી રમો ! " શ્રુતિએ વિવેકને આમંત્રણ આપ્યું. "ના તું જા, મારે હવે ફરી સ્નાન નથી કરવું. મને ઊંઘ આવે છે." કહેતો વિવેક પલંગ પરથી ઉભો થયો નહી. શ્રુતિ એકલી જ રંગે રમવા નીચે આવી.
સરખી સાહેલીઓ ભાન ભૂલી રંગના તહેવારને માણવાં લાગી. " બુરા મત માનો હોલી હૈ!!" દેકારામાં વિવેકને ઊંઘ ન આવી. તે બાલ્કનીમાં આવ્યો. જોયું તો હોળી રમનારની સંખ્યા વધી રહી હતી. ધીમે ધીમે લોકો ઘરની બહાર રંગે રમવા આવી રહ્યાં હતાં. વિવેકની સામે રહેતો નિરજ પણ હોળી રમવા નીચે ઉતર્યો. વિવેકનું ધ્યાન તેના પર ગયું. વિવેકને જાણે સાપ કરડયો. જલ્દી જ વિવેક પણ સીડી ઉતરવા લાગ્યો... ' શ્રુતિને તાકતા નિરજને તેણે ઘણીવાર જોયો હતો.'
2)આળસુ
*આળસુ*(લઘુકથા)

ચૈત્રને ડારો આપવા સૂરજ આભમાંથી આગનગોળા ફેકી રહ્યો હતો. ચૈતર તો નહી પણ એ અગનગોળાથી હું જરૂર ડરી ગઈ હતી, તે કોઈ ધાડપાડુની જેમ દુપટ્ટાથી બુકાની બાંધી લીધી હતી. આંખો પર ગોગલ્સ ચડાવી અને હાથને મોજાથી ઢાંકી સૂરજદાદાના અગનગોળાથી બચવા પ્રયત્ન કરી રહી હતી. બપોરના બારના સુમારે સડક સુમસામ બની ગઈ હતી ને મારી એકટીવાએ શહેરને પાછળ મુકી દીધું હતું. મૃગજળને આંબવા મથતી હોય તેમ મારી એકટીવા સડસડાટ સડક પર દોડી રહી હતી. છતાં તાપ સહન ન થતાં એક ઘટાદાર વૃક્ષ નીચે મેં ગાડી ઉભી રાખી દીધી. સડક પર વહેતી લૂ વૃક્ષના લીલાછમ પર્ણોમાંથી પસાર થઈ મને સ્પર્શી કે એવું લાગ્યું વૃક્ષ મને વીજણો કરી રહયું છે. મને પેલું લોકગીત યાદ આવી ગયું... " વાગડની વાટે મુને તલકડી લાગે, સાયબા આંબા રોપાવ મારે ..."
વૃક્ષને અડીને એક કેડી પડતી હતી, જે કોઈ નાના ગામ તરફ કદાચ જતી હશે ?. કેડીને નજીક જ એક ઘરખોરડું મને નજરે પડયું. કાંટાની વાડથી આંગણને સુરક્ષીત કર્યું હતું ને વચોવચ નળિયા વાળું ખોરડું હતું. હું એ ખોરડાને નિરખી રહી હતી, ત્યાં જ એક રિક્ષા એ ખોરડા પાસે આવીને ઊભી રહી. રિક્ષામાંથી એક પાંત્રીસેક વર્ષનો યુવક નીચે ઉતર્યો. પાછળ તેની પત્ની પણ ઉતરી. કદાચ હટાણું કરવા ગયાં હશે ? બે વજનદાર થેલા પત્નિએ ઉતાર્યા. પતિ થેલાં પાસે ઉભો રહ્યો. થેલાં પછી ગેસ સિલિન્ડર પણ પત્ની રિક્ષામાંથી ઉતારવા મથી. ઘરમાં કદાચ એક ગેસ સિલિન્ડર હશે અને ખાલી થઈ જતાં કોઈ સંબંધી પાસેથી લાવ્યાં હોય તેવું લાગ્યું. પ્રયત્ન સફળ ન થતાં તેણે રિક્ષાચાલકને સિલિન્ડર ઉતારવા મદદ માંગી. રિક્ષાચાલકે પતિ સામે એક ધારદાર નજર ફેકી, ગેસ સિલિન્ડર ઉતારવા મદદ કરી ને ભાડું લઈ રીક્ષા હંકારી મુકી. મને પણ પતિ તરફ જરા સુગ ચડી. પત્ની ગેસ સિલિન્ડરને દેડવીને ઘર સુધી મહાપ્રયત્ને લઈ ગઈ. 'પતિ ભારેભરખમ થેલાં ઉપાડી હમણાં ઘરમાં લઈ જશે! ' મેં વિચાર્યું. પરંતુ એવું કંઈ થયું નહી. પત્નીએ જ થેલાંને ઘરમાં લઈ જવાની મહેનત કરવી પડી. હવે મને પતિ તરફ સુગ સાથે થોડા તિરસ્કારનો પણ જન્મ્યો ! ' કેવા કેવા માણસો હોય છે. પતિ આળસુ લાગે છે ? આવા આળસુ પતિઓ, પત્નીને માત્ર કામવાળી જ સમજે છે !! અર્ધાગી છે, કમસે કમ અડધુ કામ તો પતિપણું એકબાજુ મુકીને કરવું જોઈએ ને? ' મને મોડું થતું હતું. મારી એકટીવા મેં ફરી હંકારી મુકી... મુખ્ય દરવાજો સડક પર પડતો હતો... ગાડી હંકારતા મેં તિરસ્કારભરી એક નજર એ ઘર તરફ નાખી... બારણાની નજીક પતિ-પત્ની પંખાની હવા માણી રહયા હતાં અને બાજુમાં પડેલાં Artificial hand પણ...
સડક પર રહેલા એક ખાડાથી મેં મહાપ્રત્ને મારી ગાડીને તારવી.