‘કોઈ તારા જીવનમાં ચોક્કસ છે.’
‘પણ તને કેમ એવું લાગે છે, નાઝ?’
‘કેમ કે હિર અને રાંઝાને અલગ કરવાની વાત ફક્ત એ વ્યક્તિ કરી શકે જે કોઈના યાદમાં પીળાતું હોય. તને પણ કોઈની યાદ આવે છે ને..’
‘ના. મને લેટ થાય છે.’
‘કેમ? તે મારા માટે રજા ન લીધી.’
‘હું આખા દિવસની રજા લઉં તો પૈસા કપાઈ જાય.’
‘પણ આપણે અળધા દિવસમાં શું કરીશું?’
‘કઈ પણ. તારે ક્યાં ફરવા જાઉ છે?’
‘ના. મારે ફરવા નથી જાઉ. મારે તારી સાથે એક ઇમ્પોર્ટેંટ વાત કરવી હતી.’
‘શું?’
‘ના. તારો કેસ પતે પછી.’
‘ઉફ.. કેહને.. શું હતું?’
‘એક છોકરો છે.’
‘ના, મારે કોઈ છોકરા નથી-’
‘અરે, એવી રીતે નહીં. મારા હસબન્ડની ઓફિસમાં એક છોકરો છે.’
‘હશે. તો એનું શું? એનું નામ શું છે? એ તને હેરાન કરે છે?’
‘મને નહીં.. નો. આ બધુ પતશે, પછી હું તને કહીશ. એ મારા હસબન્ડને બ્લેકકમેલ કરી રહ્યો છે.’
‘શું? કેમ?!’
‘મારે એજ જાણવું છે. એ બન્નેવમાંથી કોઈને એ નથી ખબર કે મને ખબર છે, પણ મને ખબર છે.’
તે વખતે કૌસરને ફોન આવ્યો.
‘વિશ્વકર્મા? કેમ શું થયું?’
કૌસરની આંખો નાઝ પર મંડાઇ રહી. તેને ફોન કટ કરી દીધો.
‘વિશ્વકર્મા મને કઈ કનફેસ કરવા માંગે છે.’
‘શું?’
‘એને કહ્યું કે મને મળવું છે.’
‘હા તો યુ શૂડ ગો.’
‘પણ પેલી બ્લેકકમેલ વાળી વાત..’
‘એ હું તને બધુ પછી કહું છું.’
નાઝને એક પબ્લિક ગાર્ડનમાં ડ્રોપ કરી કૌસર સ્ટેશન પર પોહંચી. વિશ્વકર્મા બહાર બેન્ચ પર બેસ્યો હતો. તેને ઇંટરોગેશન રૂમમાં લઈ જઈ, રેકોર્ડ પર આ વાત જણાવવા કહ્યું.
વિશ્વકર્માએ કહ્યું, ‘આ વાત સિયા અને સમર્થની છે. સિયા.. અને સમર્થ ભાઈ બહેન નથી. એ અમારા કોઈ જૂના નેબરથી રિલટેડ પણ નથી. સિયા અને સમર્થ મુંબઈથી આવ્યા છે. સિયાને કોઈ સ્ટોક કરે છે, અને એ કોણ કરે છે તે જાણવા, તેઓ અહી આવ્યા છે. સમર્થનું સાચું નામ સામર્થ્ય છે. એ એક ક્રીમીનલોજિસ્ટ છે. હકીકતમાં તો, તે વ્યકતી પોરબંદરમાં રહે છે, એને પકડવા બનેંવ આવ્યા છે.’
કૌસરને આ વાત ઠીક ન લાગી. સિયાએ એને આ વાત ગઈ કાલે જ કહી હતી. અને આજે આ વ્યક્તિ અહી કનફેસ કરવા આવ્યો હતો. એક તો ક્રિયા પણ હવે મારી ચૂકી હતી..
નાઝતો પોતાનો ફોન જોતાં જોતાં ગાર્ડનમાં બેઠી હતી. નાઝ બોર થતી હતી. તેટલે તે ગાર્ડનની બાજુ માં આવેલા શાક માર્કેટ થઈ ચાલતા ચાલતા આજુ બાજુની જગ્યાઓ જોવા ફરવા લાગી. ત્યાં તેની નજર સામેની એક બિલ્ડિંગ પર ગઈ. નાઝ વિચારોમાં લુપ્ત થઈ ગઈ. શ્રુતિ.. ઉપરના માળથી.. આજ પોસિશન પર, કઈ રીતે આવે?
ત્યારે જ નાઝને કઈક ઠીક ન લાગ્યું..
ના. જો નાઝજે વિચારી રહી હતી, તે બરાબર હોય તો, શ્રુતિ અને ક્રિયાની મૃત્યુમાં કોઈ એક નહીં, પણ બે અલગ વ્યક્તિઓ ઈન્વોલ્વડ હતા. ક્રિયાને કદાચ એવી કઈ ખબર પડી ગઈ હતી જે એને ન પળવા જોઈતી હોત.
એવું શું?
અરે હા. ટેલિફોન.
ક્રિયાએ ફોન કરી પેલા લિવિંગ રૂમના કોર્ડલેસની વાત કરી હતી જેમાં રેકોર્ડેડ અવાજ સંભળાયા હતા.
એ વાતની સ્ટેટમેન્ટ લેવામાં ન હતી આવી. આ વાત તેને ક્યાં કરી હતી?
નાઝએ કૌસરને ફોન કર્યો.
‘કૌસર, તને ક્રિયાનો ફોન ક્યારે આવ્યો હતો?’
‘ટાઈમ સ્ટેમ્પતો ફોનમાં છે.’
‘ઓકે.’
કહી નાઝએ ફોન મૂકી દીધો.. તે રિક્ષા પકળી તરત જ ત્યાં પોહંચી જ્યાં ક્રિયા મૃત્યુ પામી હતી, અને કૌસરને ફરી ફોન કર્યો,
‘એ વખતે તને બેગ્રાઉન્ડમાં આવા કોઈ અવાજ આવી રહ્યા હતા?’
હકીકતમાં તો પાણીની ટાંકી પાસે રહેલી આ જગ્યા ઘણી નીરવ હતી. પણ કૌસરએ યાદ કર્યું, તો તેને એ વાત ઠીક લાગી કે હા, તે વખતે આવીજ કોઈ શાંત જગ્યાએ ક્રિયા હશે.
‘હા, આવીજ શાંતિ હતી. પણ તું ક્યાં છે?’
‘ક્રિયાનો ફોન ક્યાં છે?’
ક્રિયાનો ફોનતો..
ના. ક્રિયાનો ફોન તો મળ્યો જ ન હતો.
‘ક્રિયા મરી તે વખતે ક્રિયાનો ફોન મળ્યો ન હતો.’
‘તેના નંબર પર ડાઈલ કર.’
કૌસરએ ફોન કર્યો. ફોન જ્યોતિકાએ ઉપાળ્યો.
‘હેલો?’
ફોન ઘરમાં જ હતો.
'તમે હાલ સ્ટેટમેન્ટ આપવા આવો, એટલે આ ફોન લઈને આવજો.'
'પણ આ ફોન તો મારો જ છે.'
કોઈએ સીમ કાર્ડ બદલી દીધા હશે?