Bhayanak Ghar - 34 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 34

Featured Books
Categories
Share

ભયાનક ઘર - 34

મે કઈ પણ બોલ્યા વિના કૉલ મૂકી દીધો....અને રડવા લાગી...એવા માં પાપા નો કૉલ આવ્યો અને પાપા બોલ્યા કે શું બેટા તે જમી લીધું?..
એ સાંભળતાજ હું રડવા લાગી અને મે પાપા ને બધીજ વાત કરી દીધી...અને એવા માં હું બે ભાન થઈ ને નીચે પડી ગઈ..........
( કિશન ભાઈ એ ફાર્મ હાઉસ માં બેઠા બેઠા મોહિની ની આખી ડાયરી વાંચી દીધી...પણ એ બે ભાન થઈ એના પછી ની કોઈ વાત એ બુક માં નતી લખી...........)
એમને ગુસ્સા થી બુક પછાડી અને બોલ્યા કે અરે હવે મોહિની નું શું થયું હસે?....અને હવે ની વાત કેમ નથી....એતો જાણવી પડશે...એવું કઈ ને કિશન ભાઈ તેમના ફાર્મ હાઉસ માંથી નીકળી ગયા...... એ ફાર્મ હાઉસ પર થી એટલે નીકળ્યા કે એમને જાણવું હતું કે આગળ સુ થયું હતું...અને એની માહિતી ફક્ત ને ફક્ત....મોહિની ની આત્મા જ કહી સકે છે ...એટલે એ એમના બંગલા તરફ જઈ રહ્યા ...હતા....
એવા માં એમના ઘરે થી ફોન આવે છે... એ વખત વધારે વરસાદ આવતો હતો..અને એ અંધારી રાત્રે....ત્યાં હવેલી જવા નીકળી ગયા....
એવા માં રસ્તા માં ફોન આવતા એમને ખબર પડે છે કે...ઘરે...એમની દીકરી ની તબિયત બઉ ખરાબ થઈ ગઈ છે......
એ બંગલા તરફ જવા નાં બદલે તેમના જ્યાં ફેમિલી ને રાખ્યા હતા ત્યાં ...ગયા અને એમને એમની લાડકી દીકરી ની ખબર પૂછી.....ત્યારે તેની તબિયત વધારે ખરાબ જણાવી ત્યારે.....કિશન ભાઈ બોલ્યા કે ....
હે મોહિની...મારી જે પણ ભૂલ હોય એ માફ કરી દે...અને મારી દીકરી ની પણ ...મને ખબર છે કે મારી દીકરી અત્યારે બીમાર છે..એનું કારણ તું નથી પણ....મારી દીકરી ને સાજી કરવા માં તું મને મદદ કર.......
એવા માં થોડી વાર માં આશા નાં ચેહરા પર રોનક છવા લાગી અને એ બિલકુલ સાજી થઈ ગઈ જેમ કે એને કઈ થયું જ નાં હોય.....
કિશન ભાઈ આ પરચો જોતા તે ખુશ થઈ ગયા અને ....મોહિની ને આભાર વ્યક્ત કર્યો....
આમ ને આમ 2 દિવસ ગુજરી ગયા અને .....કિશન ભાઈ અને આશા બંને એ બંગલા તરફ જવા નીકળી પડ્યા...કિશન ભાઈ એ ઘરના ને બધીજ વાત કરી કે એમ થયું હતું ....ત્યાર પછી કિશન ભાઈ અને આશા તે બંગલા ના ગેટ આગળ પહોચી ગયા......
અને બોલવા લાગ્યા કે મોહિની તું ક્યાં છે....મારે જાણવું છે કે આગળ સુ થયું હતું...
હું સમજી સકુ છું કે રાજ નાં ગયા પછી શું હાલત થઈ હસે....પણ મારે એના પછી શું થયું એ જાણવું છે .........અને જો તારા સહારા થી મારી દીકરી પણ સાજી થઈ ગઈ છે.....હવે હું બઉ ખુશ છું....પણ મારે તારા દુઃખ માં પણ ભાગીદાર થવું છે....બસ એટલે તું મને જણાવ કે આગળ સુ થયું....
એટલું કિશનભાઇ બોલતાં.....બંગલા નો મેઈન દરવાજો ખુલી જાય છે અને બંને અંદર ચાલ્યા જાય છે......
અંદર જતાં જ કિશનભાઇ ને બસ રડવા નો અવાજ અજ સંભળાઈ રહ્યો હતો....અને ત્યાં એવા માં એમની દીકરી આશા પણ રડવા લાગી.....
અને ત્યાં એક સુંદર ડ્રેસ માં મોહિની સીડીઓ માંથી નીચે ઉતરતી આવવા લાગી....
કિશનભાઇ આશ્ચર્ય ચકિત થઈ ગયા ....કેમ કે મોહિની ની સાચી ઉંમર એમની દીકરી આશા જેટલી જ હતી....અને તે આશા ની ઉંમર માજ એ મૃત્યુ પામી હતી.. પણ આ બધી જે એના સાથે ઘટના બની એ 18 વર્ષ પેહલા હતી....
મોહિની ની આત્મા રડી રહી હતી...અને જોર જોર થી બોલી રહી હતી કે હું એને નાઈ છોડું....
કિશન ભાઈ એ કીધું કે મોહિની તું કોની વાત કરી રહી છે?...