મે જેવો દરવાજો ખોલ્યો ને જીગર અંદર આવી ને સીધું મારું ગળુ દબાવી દીધું અને બોલવા લાગ્યો કે ..તરે તારા મમ્મી પપ્પા ને આ બધું કહેવા ની ક્યાં જરૂર હતી...મે ક્યાં તારા જોડે જબરદસ્તી કરી છે. તો તું આ બધું તારા પાપા ને ખોટું ખોટું ભરાવ્યું..?
ધીમે રહી ને ગળુ છોડાવી ને....
મોહિની : કઈ ખોટું નથી.. સાચું જ છે..મેનેજ ખબર છે કે તે મારા સાથે શું કરવા જઈ રહ્યો હતો...શાયદ તને નાઈ ખબર હોય કારણ કે તું તો ચરસ ગાંજો ફૂકે છે ને? એટલે માથામાં અમુકવાર દુખાવો થાય છે...
જીગર : ઓહ તો તને ખબર પડી ગઈ એમ ને?...
મોહિની : ખબર અજ છે કારણકે હું અને મામી બંને તને પેલી વખત હોસ્પિટલ લઈ ગયા હતા...એટલે મહેરબાની કરી ને મારો પીછો છોડ અને મને મારી લાઈફ માં એકલી મુક ..તરિં સાથે હવે નાઈ રહવાય...
જીગર : પણ મોહિની આ બધું મે હવે છોડી દીધું છે..હવે કઈ સેવન નથી કરતો..
મોહિની : ઓકે...તું ભૂલી ગયો છે તો એ તારા જીવન માટે સારું છે...કારણ કે તરે આવી લતો માં નાં પડવું જોઈએ.... ઓકે? હવે તું બહાર જઈ સકુ છું....
જીગર : હું અહી થી જવા નથી આવ્યો...હું અજ ફેંસલો કરી ને જ રહીશ કે તું મને મેરેજ કરીશ કે નહિ ...
મોહિની : મેરેજ તો આજે પણ નાઈ થાય અને કાલે પણ નાઈ થાય... એ વાત લખી રાખજે.... અને હા હું મામી ને બોલવું એના કરતાં તું રૂમ ની બહાર જતો રહે .. એ તારા માટે બઉ ફાયદો રહસે....
જીગર : મને એ ખબર નથી પડતી કે તને ઘમંડ શેનો છે?...તને તારા ચેહરા નો ઘમંડ હોય તો બોલ તો તારો ચેહરો બગડી નાખું...તું બોલ ખાલી...હવે તું જીંદગી માં મારી થઈ નેજ રહીશ....બસ
મોહિની : એવું ક્યારેય નાઈ બને ...
એવું બોલી ને હું મારા રૂમ માં થી જ બહાર નીકળી ગઈ .અને નીચે જઈ ને મામી ને બોલાવ્યા અને જીગર ને મારા રૂમ માંથી બહાર નીકળ્યો ....
મે ફ્રીઝ માંથી રોજ નાં જેમ એ દિવસે પણ પાણી ની બોટલ લઈ ને પછી રૂમ માં પહોચી ગઈ...અને પાણી પી ને ઊંડા શ્વાસ લીધા ..થોડી વાર રહી મને એક દમ ચક્કર આવવા લાગ્યા તો હું સુઈ ગઈ ....
અને સવારે જ્યારે ઉઠી તો ...મારા રૂમ માં બધી વસ્તુ ઓ અસ્ત વ્યસ્ત પડી હતી..અને મારો બેડ પણ વિખરાયલ હતો ... મને આ બધું જોતાં બહુ આશચર્ય ચકિત થી ગઈ..મે ધીમે રહી ને ઘડિયાળ માં જોયું તો ... સવાર માં મોડું થઈ ગયું હતું ..અને મારે કોલેજ જવા નું પણ મોડું થઈ ગયું હતું ....
હું જલ્દી જલદી તૈયાર થઈ કોલેજ જવા બસ સ્ટેન્ડ માં ગઈ ...પણ રાજ મને ત્યાં નાં મળ્યો .....
હું કોલેજ પહોચી....અને ક્લાસ ભર્યા ...અને બહાર આવી તો મે એના ક્લાસ પર નજર કરી તો રાજ ત્યાં નાં જોવા ... મળ્યો ...
મે પછી એને કૉલ લગાવ્યો પણ એનો ફોન બંધ આવતો હતો ...
મે રાજ ને કોલેજ માં નાં જોયો એટલે મારો મૂડ મારી ગયો અને હું સીધી ઘરે આવી ગઈ .....
( તો આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવતી હશે..જો વાર્તા પસંદ આવે તો એક લાઈક આપવા નું ભૂલતા નહિ, કારણ કે તમારી એક કૉમેન્ટ એમને બહુ પ્રોત્સાહિત કરે છે. . . )