માહીજા જંગલમાં આવેલાં કબીલામાં સુરક્ષીત આવી ગઇ હતી. રાવલો અને રોહીણી એની પાસે બેઠા હતાં. અચાનક આટલાં વર્ષો પછી આમ ગણપતનું ઘર છોડી રીતસર ભાગી આવી એ આશ્ચર્યનું કારણ હતું. વળી બધાને ખબર હતી કે રાવલા અને રોહીણીનું હમણાંજ વિધીવત લગ્ન થયું છે. જંગલમાં વસેલાં આ કબીલામાં ઉત્સવનું વાતાવરણ હતું.....
રાવલો અને રોહીણી એમની મધુરજની.... સુહાગરાત પ્રણયરાત્રી માણી રહેલાં અને બે અગમ્ય બનાવો બની ગયા એકતો એમનાં પિતા રાજાધ્રુમન પર હુમલો અને બીજાજ દિવેસ માહીજાનું આમ ભાગીને કબીલામાં આવવું...
રાવલાએ કહ્યું ‘રોહીણી માહીજાભાભી આમ આપણાં કબીલામાં શરણ શોધીને આવ્યાં છે તો એમની રક્ષા કરવી આપણી ફરજ છે... પછી કહ્યું ભાભી તમે અહીં સંપૂર્ણ સુરક્ષિત છો જે કંઇ થયું છે એ નિશ્ચિંત અને નિખાલસ થઇને જણાવો....”
માહીજાએ રાવલાની સામે જોઇને કહ્યું “તું મારો ભાઈ જેવો છે બહાદુર છે અને એ ઉપરાંત ચારિત્રનો ચોખ્ખો છે તારી નજર કે વિચાર ગંદા નથી... તું ભરોસાલાયક પુરષ છે એટલેજ અહીં આશા સાથે આવી છું....”
“રાવલા તારાં પર ભરોસો છે એટલો કોઇ તારાં બાપ પર પણ નહીં કરે કદી... કારણ કે એ પણ.... છોડ હમણાં હું મારી વાત કહેવા આવી છું.. ગણપત સાથે મારાં કુટુંબ થકી લગ્ન થયાં નહોતાં એ બધાં જાણે છે. રુદ્રરાજાને ત્યાં મારાં પિતા... આ રોહીણીનાં પિતા જેમ કામ કરે છે એમજ એ કામ કરતાં... અમે એમણે આપેલાં ઘરમાંજ રહ્યાં ઉછર્યા છીએ”.
“ગણપત રુદ્રજીની વસાહતમાં નાનો હતોને જ આવી ગયેલો એ પહાડીઓની પેલી બાજુનાં પ્રદેશથી ભાગી આવેલો કે કોઇ સાથે આવેલો ખબર નથી.. એ જુવાન થયો. રુદ્રરાજાને ત્યાંજ કામે લાગેલો. એકજ વસાહતમાં રહેતાં... અમારી નજર મળી... એ મારી જુવાની પર મોહાંત થયેલો મેં શરૃઆતમાં મચક નહોતી આપી પણ એ રીતસર પાછળ પડી ગયેલો.”
“એણે એકવાર જંગલનાં રસ્તે મને આંતરી હતી મને કહે હું તને ખૂબ પ્રેમ કરું છું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તને જીવનભર એટલું સુખ આપીશ કે તને કોઇ રીતે ખોટ નહીં વર્તાય... હું તારું શિયળ લૂંટવા નહીં એને શણગારી લગ્ન કરી પ્રેમ કરવા માંગુ છું હું અનાથ કોઇનાં સહારે રહીં આવેલો પણ હવે રુદ્રરજાનો વિશ્વાસુ માણસ છું તારાં પિતાને કહેવાં પણ કોણ આવે ? મારે કુટુંબ કબીલો નથી પણ તું મારો સ્વીકાર કર હું તને ખૂબ પ્રેમ કરીશ...”
“હું એ સમયે એનાં પ્રેમભર્યા શબ્દોમાં આવી ગઇ હું શરમાઇ પછી બોલી કોઇનાં હોય તો તું મારાં પિતાને કહેવા આવ. એમની સંમત્તિ થયાં પછી હું તારો સાથ ગ્રહણ કરીશ હું કુંવારી કન્યા છું પિતાની મરજી વિના હું તને વચન કેવી રીતે આપી શકું ? અમારાં કબીલા ને નિયમ ના ઉવેખી શકું તું મારાં પિતાને મળવા આવ.”
“એણે કહ્યું ભલે હું આજેજ મળવા આવું છું. એમ કહી એણે એનો હાથ લંબાવી કહ્યું હાથ તો મિલાવ... તારાં સ્પર્શથી હું દુનિયા જીતી લઇશ. એમને હું તને પ્રેમ કરું છું આજ મળીને નક્કી કરી લઈશું.”
“મેં એનો લંબાવેલાં હાથને મારો હાથ આપ્યો એણે એ સાથેજ આંચકાથી મને એની બાહોમાં ભરી લીધી અને મને પ્રેમ કરવા લાગ્યો.”
“હું આનાકાની કરતી રહી પણ એ મને છોડતોજ નહોતો. હું પણ ઉત્તેજીત થઇને એને સ્મર્પિત થઇ ગઇ એજ દિવસે જંગલમાં એણે લગ્ન પહેલાં મારી સાથે શારીરીક સંબંધ બાંધી દીધો... હું વિવશ કંઇનાં કરી શકી. પછી હસીને કહ્યું તારાં પિતાને મળવા આવું છું આજેજ તું તો એપ્સરાથી વધુ આકર્ષક છું તારુ અંગ અંગ મને વધુ ઉત્તેજીત કરે છે તારાં આવાં મીઠાં હોઠ તારાં આ ભરાવદાર ઉરોજ તારી પાતળી કેડ, તારી મીઠી મીઠી ગોરી ગોરી જાંઘ વાહ તું તો મારાં પ્રેમની મીઠી વાનગીનો થાળ છે હું તારી સાથેજ લગ્ન કરીશ...”
“હું શરમાઇ ગઇ.. એ સાચે સાંજે મારાં પિતાને મળવા આવ્યો એણે મારી સાથે લગ્ન કરવાનો ઇરાદો જાહેર કર્યો. રુદ્રરાજાને ત્યાં કેવી સારી નોકરી છે વગેરે વાતો કરી. મારાં પિતાએ કહ્યું કબીલાની બહાર હું મારી છોકરીનાં લગ્ન ના કરી શકું.... ત્યારે એણે મારી સામે જોયું.. એનાં હોઠ પર જીભ ફેરવીને કહ્યું.”
“વડીલ અમે બંન્નેએ ગાંધર્વ લગ્ન કરીને સુહાગરાત પણ ઉજવી લીધી છે આ તો મારાં સંસ્કાર છે તમને કહેવા આવ્યો મારાં પિતાનો આઘાતથી બેસી પડ્યાં. મારી સામે જોઇને કહ્યું માહીજા તારાં ઉછેરમાં મેં શું ઉણપ રાખી હતી ? તને માં વગરની ને મેં ઉછેરી આટલી મોટી કરી તને મને પૂછવાનું પણ જરૂરી ના લાગ્યું ?”
“કબીલા બહાર તેં સંબંધ બાંધી દીધો. કબીલામાં હું દંડ ભરી દઇશ તું આની સાથે જઇ શકે છે પણ તારો અને મારો સંબંધ અહીં પુરો. આગળનું જીવન તારે એની સાથે ગાળવાનું છે કાલે ઉઠી કંઇ થાય આ ઘરનો ઊંબરો ના જોઇશ તારાં માટે તારો બાપ મરી ગયો છે એમ કહી એ ઘરમાં જતાં રહ્યાં.”
“ગણપતને હું ખૂબ પસંદ હતી એ મને હૈયાધારણ આપી સમજાવીને વસાહતમાં એનાં ઘરે લઇ ગયો બાજુમાં રહેતાં માસીને બોલાવી પ્રવેશની વિધી કરાવી મને ગળામાં શંખમાળા પહેરાવી અને અમારું લગ્ન ગણો કે સંબંધ શરૂ થઇ ગયો.”
“એ મને ખૂબ પ્રેમ કરતો. સવાર બપોર સાંજ રાત એ મારી સાથે દેહસંબંધ બાંધતો શરૂઆતમાં મને ગમતું પણ છ-છ મહિના થઇ ગયાં એને મારાં શરીર સિવાય કશામાં રસજ નહોતો. આમને આમ 2-3 વર્ષ નીકળી ગયાં.. મેં એકવાર કહ્યું તું આટલું મારી સાથે શરીર સુખ ભોગવે છે બાળક કેમ નથી આપતો ? આપણાં લગ્નને 5 વર્ષ પુરા થવા આવ્યાં....”
“એ કહે હું મર્દ છું તને આટલો પ્રેમ તો કરુ છું તારી વાસના સંતોષુ છું... મેં એ દિવસે એને કહ્યું તું મારી નહીં તારી વાસના સંતોષે છે તને મારાં ફક્ત શરીરમાં રસ છે મારી લાગણીઓ, ઇચ્છાઓ તરફ તારું ધ્યાનજ નથી.... પછી અમારે નાના મોટાં ઝગડા થવા લાગ્યા એ ઘરે આવે મને જેટલી ભોગવવી હોય ભોગવે અને જતો રહે...”
“એ વિષયી લંપટ થઇ ગયેલો પછી તો મને જાણવા મળ્યું છે એ જંગલમાં બીજી સત્રીઓ સાથે સંબંધ રાખે છે એ વાસના ભૂખ્યો ભેડીયો થઇ ગયેલો અને એક દિવસ મને જાણ થઇ ગઇ કે... એમ કહી એણે રોહીણી રાવલાને એવી વાત કરી કે......”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-96