Prem in Gujarati Love Stories by Manojbhai books and stories PDF | પ્રેમ

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

પ્રેમ

" એમને પૂછો પ્રેમ માં શું થયું નથી...
સાચું કહું તો કશું બાકી રાખ્યું જ નથી..
જેના માટે અમે મારવા પણ તૈયાર હતા
સાચું એને જ એમને પ્રેમ કર્યો નથી..."

દુઆ કરો કે પ્રેમ ને પણ પ્રેમ થાય કદી,પછી જુઓ કેવો તડપે છે પ્રેમ પોતાના પ્રેમમાં.પ્રેમ ..કેવો સરસ શબ્દ છે ....ઘણા ની ઝીંદગી બનાવી દે અને ઘણાની ઉજાડી પણ દે એવો શબ્દ એટલે પ્રેમ.

પ્રેમ અને નસીબની સદીઓથી દુશ્મની છે,પ્રેમ થશે એટલે નસીબ રિસાઈ જશેએ ચોક્કસવાત છે. પ્રેમ એક મજેદાર ગુનો છે. એમાં એકાદ બીજા ગુનેગાર સાથી ની જરૂર પડેછે.તમારા પ્રેમ સંબંધ માટે કે તમારા કુદરતી રોમાન્ટિક સ્વભાવ માટે તમારી કોઈ ટીકા કરે તો મન પર લો તો તમે પ્રેમી થઇ ના શકો .

આ જગત માં જો તમે સૌને ખુશ કરવા માટે બીજાના મત પ્રમાણે તમારી જાત ને કાતરતા રહેશોતો માત્ર કતરણ બની ને રહી જશો. પ્રેમ તો એક અમૃત કુંભ છે તેનો સ્વાદ કોઈપણ હિસાબે લેવો જ જોઈએ. કોઈ પણ જોખમ વહોરી ને પણ. પણ પછી એને નિભાવવાની પૂરી તૈયારી રાખવી પડે છે, તમે પ્રેમ કરી ને ઘરના નું કે સમાજનું વિચારો તો એ ના ચાલે, એ બધું તમારે પ્રેમ કરતા પેલા વિચારવું જોઈએ.પ્રેમ કરી ને તમે એ બધા નું વિચારવા બેસો તો તમે એક સાથે ઘણી જીન્દગી બરબાદ કરશો. પછી તમારો પ્રેમ તમારો ઇમૈલ કે ફેસબુક કે મોબાઈલ નો પાસવર્ડ બની ને રહી જશે.પ્રેમના નગરોમાં એક જ પરિસ્થિતિ છે બધે જ કોઈ દિલ આપીને રડે છે, તો કોઈ દિલ લઈને.આ પ્રેમ એક એવી ચીજ છે કે તેને મૌજ સાથે હોય છે તેના કરતા દર્દ સાથે વધુ ગાઢ રિશ્તો હોય છે. પણ જો એકાદ ચાહનારું કે સહાનુભૂતિ બતાવનારું પણ મળી જાય તો રંગીન મૌસમ નો રંગ રહી જાય.

પ્રેમી જો સાચો પ્રેમી હોય તો પ્રિયતમા ની બેવફાઈ ને કે મજબૂરી ને માફ કરી દે છે. અને પ્રેમ જ કરે છે પણ પ્રેમ માં પછડાટ ખાનારો કદી પ્રેમ કરવાનું છોડતો નથી. તેને તો પીડા ભોગવવાનું પણ વ્યસન થઇજાય છે. એક વખત નહિ બે વખત નહિ પણ વારંવાર તેને બેવફાઈની ચોટ મળે તો પણ હાથે કરીને આ પ્રેમ ની ફાંસી ના જાળ માં પાછો હાલી નીકળે છે.

પ્રેમ માં જ નહિ જીવનવ્યવહાર માં તમે જેટલા સુંવાળા રહો, બીજાને અનુકુળ થવાનો સ્વભાવ રાખો તો પણ તમારે સહન કરવું જ પડે છે. પ્રેમ નામ ની વસ્તુ માણસનું સત્યાનાશ કરી નાખે છે,ડ્રગ્સ ની જેમમાણસના મન અને મગજને ખાઈ જાય છે, માણસને કશાયનું ભાન રહેતું નથી. પ્રેમના નામે માણસ ને બરબાદ કરી શકાય છે અને પ્રેમ માં પડેલો માણસ ખુશી ખુશી બરબાદ થઇપણ જાય છે.કોઈ એક પાત્ર ના લગન થઇ ગયા પછી ( મોટે ભાગે પ્રેમિકા ના લગન થઇ જાય છે ) બીજું પાત્ર બહુ મુશ્કેલી થી જીંદગી જીવી શકે છે, તેના માટે ભૂલવું બહુ જ મુશ્કેલ હોય છે, જેના લગ્ન થઇ ગયા હોઈ છે તે તો તેના નવા પરિવાર સાથે ગમે કે ના ગમે છતાં વ્યસ્ત થઇ જાય છે અને તેને ભૂતકાળ ભૂલવા માં તકલીફ નથી પડતી, પરંતુ જયારે તેને ત્યાં પણ તકલીફ પડે છે ત્યારે તેને તેનો પ્રેમી પહેલા યાદ આવે છે નહિ કે એના પરિવાર ના લોકો.?

જયારે બીજું પાત્ર પોતાના પ્રેમ ને ના પામી શકવાના કારણ માંથી બહાર આવી શકતી નથી. એને અંદર અંદર એવું થયા જ રાખે છે કે એ જરૂર આવશે.ખબર છે મને મારા નસીબમાં તમે નથી, તો પણ ઇંતજાર કરે છે એકવાર આવ છે એવી આશા સાથે ગણા વર્ષો બરબાદ કરે છે. જયારે બે પ્રેમીના લગન થતા નથી ત્યારે તે બંને પાત્રો પોતાના (પરાણે બનેલા) જીવન સાથી ને પૂરો ન્યાય,સત્ય,સાથ,કે પ્રેમ આપી શકતા નથી. આને લીધે ઘણા બધાની જીન્દગી બરબાદ થઇ છે, અને થાય છે પણ ; પરાણે સમાજ ના ડર થી ઇજત,આબરૂ, માં બાપ આ બધા માટે પોતાની જીન્દગી ની દિશા બદલી ના ખે છે.
પ્રેમ એટલે નદીના બે સમાંતર કિનારા, આખરે તો એક થઇ ને સમુદ્રમાં જ ભળે છે, રેલ ના બે પતા ભલે ભેગા ના થાય પણ એમની મંઝિલ તો એક જ હોય છે.મિત્રો, પ્રેમ કરો તો એને ખોઈ ના દેતા, કારણકે પ્રેમ માં નિષ્ફળતા દિલ અને આત્મસન્માન બંને ને અપમાનિત કરે છે.? સાચું..
આપણી જીન્દગી માં એવો કોઈ ટ્વિસ્ટ નહિ આવે જેવા ફિલ્મ માં આવે છે, અને બીજી તક પણ નહિ આવે તેને પામવાની. આપણા જીવન વિશેની વાતમાં આજ્ઞા પાલન ન હોય, નિર્ણય લેવાનો હોય, તો જે પ્રેમ કરતાં હોય એને માટે પણ અને જે પ્રેમ કરવાનું હોય.. તો આ યાદ રાખજો કે પ્રેમ માં પડવાનું નાં હોય, ડૂબી જવાનું હોય. પ્રેમ અને મૃત્યુ માં એક વાત સરખી છે...મૃત્યુ અને પ્રેમ બંને એકજ વાર થાય. જેમ વારે વારે મરાય નહિ, તેમ વારે વારે પ્રેમ પણ ના થાય.પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ...આપણી વચ્ચેનો આ અતૂટ વિશ્વાસ પ્રેમ એટલે આપના અલગ-અલગ સપના ઓ ને એક તાંતણે બાંધવાનો પ્રયાસ ...પ્રેમ એટલે એક મેક ના મન તરફ, મન માટેજીન્દગીભરનો સુંદર પ્રવાસ ....પ્રેમ એટલે જીભ વડે ઝગડવું અને હોઠ વડે હસાવવું...મનાવવું ..પ્રેમ એટલે આપણે બે હતા હવે એક થયા જાણે આ ધરતી ને આકાશ...પ્રેમ એટલે તને ઓઢું,તને પહેરું, ...પ્રેમ એટલે રહે સદા મારી આસ-પાસ... એવો મધુર અહેસાસ...
મિત્રો પ્રેમ વિશે વધુ જાણવા" પ્રેમ ની પરિભાષા 1 "
પુસ્તક વચજો....
પ્રેમ વિશે આગળ વધુ વાત કરશું....