તે દિવસ સાંજની વાત છે...
હું સવારનો કામ પાર ગયો હતો અને સાંજે આવું છું તો જોયું કે મારી પત્નીના ચહેરા પરની રોનક ગાયબ થઈ ગયેલી છે... આવું લગભગ ઓછું બનતું હોય છે કે તેના ચહેરા પર બાર વાગ્યા હોય, એટલે મેં પૂછ્યું....
"રશું... શુ થયું છે...?"
"કંઈ નહીં... બસ અમસ્તા જ.."
"કેને યાર plz શુ થયું છે..?? Mood off કેમ છે?"
"કંઈ નહીં યાર... થોડું back pain છે એટલે તમને એવું લાગતું હશે...!!"
"અરે લાગતું હશે એટલે..?? જાના લાગે જ છે...."
"હમ્મ"
"હમ્મ... નહીં... ફટાફટ તૈયાર થઈ જાવ હું તને એક જગ્યા એ લઇ જાવ છું..."
"ના યાર, મારે દવાખાને નથી જવું.."
"હા, દવાખાને નહીં લઈ જાવ બસ..!!"
"તો ક્યાં જવું છે યાર... મને back pain ખૂબ જ છે યાર.."
"I know કે તને back pain છે પણ આજે તારે આવવુ જ પડશે..."
બસ, આમ થોડી ઘણી દલીલો પછી મારી વ્હાલી પત્ની મારી કંટળાજનક વાતો સાંભળીને આવવા તૈયાર થઈ ગઈ... આમ તો તે તેની જીદ છોડે નહીં અને તેની જીદ આગળ મારે હંમેશા હારી જવું પડે પણ આજે અજુગતું લાગતું હતું કે તેણે મારી જીદને માન આપ્યું હતું અને આમ જોવા જાવ તો તેના પ્રેમમાં હારની પણ એક મજા છે , હું હંમેશા તેની જીતમાં જ ખુશ છું કારણ આ સ્વાર્થી દુનિયામાં અમારા બંનેનું એકબીજા સિવાય કોઈ જ નથી....
"હવે, ક્યાં વિચારોમાં ખોવાય ગયા..?"
"કંઈ નહીં બસ અમસ્તા જ.."
"જાન, જવું છે કે હું આરામ કરું..!!"
"જવું જ છે..."
"હા તો ઘરને લોક કરીને આવો ત્યાં સુધીમાં હું લિફ્ટ બોલાવી લઉં.."
"હોમ મિનિસ્ટરનો હુકમ કેમ ટાળી શકાય.... ??"
"કામ કારોને હવે..."
"એ જ તો કરું છું.."
ઘરને લોક કરી હું મારી પત્ની સાથે લિફ્ટની wait કરતો હતો ત્યાં જ તેણે પાછી જીદ ચાલુ કરી...
"Oyyee મારે દવા નથી લેવી યાર."
"હા.. નથી લેવાની બસ..."
"જો.. દવાખાને લઈ ગયા ને તો હું તમને બોવ મારીશ.."
"હવે સરખા ઊભા રહેવાના ઠેકાણા નથી ને મારવાની વાત કરે છે...!!"
આમ બોલતા જ રશું એ મને ગાલ પર વ્હાલથી પાગલ કહીને 1 નાની ટપલી મારી જે ટપલી નંબર 867 હતો.... આમ તો પુરુષ પ્રધાન દેશમાં જો પ્રેમી યુગલમાં મહિલાઓનું રાજ હોય તો જ ઘરસંસાર સુખેથી ચાલે તેવું મારુ વ્યકિતગત માનવું છે બાકી બધાની વિચારધારા પર જાય છે, અને આ બાજુ લિફ્ટ નીચેની તરફ જાય છે...
"બાઈક આ તરફ છે..."
"Oyeee ભૂત, મને દવાખાને ના લઈ જાવને plzzzz... "
"તો ક્યાં જઈશું?"
"પાણી-પુરી.... plzzzz"
"સારું...પાગલ..."
બસ, દુનિયામાં નારી પાસે જે શક્તિ હોય છે તે છે તેની smile અને plzzz... અને હું તેના પ્રેમ ભર્યા plz મા ક્ષણભરમાં પીગળી ગયો અને તેની ઈચ્છાને અને તેની જીદને માન આપ્યું અને મને આખરે સમજાયું કે તે આજે પણ તેની જીદમાં જીતી ગઈ અને આપણે બંદા હારની મજા માણતા રહ્યા કેમ કે તે હારમાં જ મારી જીત છે....
આમ વિચારોમાં હતો અને રશું બાઈક પર બેસે છે અને પાણી-પુરીની લારીની શોધખોળ માટે અમે બંને નીકળી પડીએ છીએ....અને આખરે અમારી શોધખોળ મિશન ચાલુ થાય તે પેલા જ પૂર્ણ થઈ ગયું કેમ કે પાણી-પુરીની લારી અમારી બિલ્ડીંગની બાજુમાંથી પસાર થતા high way પર જ હતી...
"બસ, અહીંયા જ બ્રેક મારો..."
"અરે વાહ...!!! Back pain ગાયબ..??"
"જાવ ને હવે.... હેરાન નહીં કરો plzzz... મને pain છે પણ ભૂખ પણ લાગી છે .."
"સારું પાગલ.... મસ્તી કરું છું...."
"Ooohh....હશે... હો..."
"હમ્મ... શુ ખાવું છે...?"
"તમે જે ખવડાવો તે..... અઅઅઅઅ... પાણી-પુરી જ ખાઈ એ ને..?"
"પાગલ...."
"આપણે બંને...."
આ રીતે બંને હસી પડે છે.... અને પાણી-પુરીવાળા ભાઈને ઓર્ડર કરે છે..
"ભાઈ... પાણી-પુરી આપોને.."
"હા... મેડમ...અને કાંદા ને ચણા મિક્ષ કરું કે જુદા રાખું..?"
"જુદાં જ રાખોને ભાઈ.."
"ઠીક છે..."
એ પાણી-પુરીવાળા ભાઈની બાજુમાં કોઈ ગ્રાહક હતું જે એકદમ ગરીબ અને ભિખારી જેવું લાગતું હતું જેની સાથે લગભગ એકાદ બે વર્ષની દીકરી હતી જે ને જોતા જ તમને કંઈક થવા લાગે તેટલી મેલી, ગંદી અને ગોબરી દેખાવા લાગી એટલે તરત જ મને વિચાર આવ્યો કે ખોટી જગ્યા એ પાણી-પુરી ખાવા આવ્યા છીએ....
"રશું, અહીંયા મારું મન નથી માનતું યાર.."
"કેમ..?"
"આ જગ્યા ગોબરી લાગે છે યાર.... health ખરાબ થશે.."
"પણ શું થયું.."
એટલે મેં મારી પત્નીને પેલી બાળકી અને તેના પિતા બતાવ્યા...અને મારું mood off થઈ ગયેલો જોઈ રશું પણ બીજી જગ્યાએ જવા માટે તૈયાર થઈ ગઈ.... આમ તો મેડમ જ્યાં ઊભા હોય અને તેનું મન જ્યાં હોય ને ત્યાં આપણે મનેકમને મન મનાવી લેવું પડે કેમ કે પ્રેમ છે પણ આ જે તે મારી મનોદશા સમજી ગઈ..
"ચાલો જાના બીજે જઈએ..."
"ચાલશે હવે... નથી લવું.."
"પણ તમારી ઈચ્છા નથી ને યાર..!!"
"ઈચ્છા તો નથી જ પણ.."
"પણ શું...??"
"પણ આપણે પાણી-પુરીનો ઓર્ડર આપ્યો છે ને આ ભાઈ કેટલા હરખથી પાણી-પુરી બનાવવાની તૈયારી કરે છે.. તેનું દિલ તૂટી જશે..."
"સારું...ભૂત..."
બીજી તરફ પાણી-પુરીવાળા ભાઈ પડીલામાં કાંદા , ચણા, મસાલો, કોથમીર આ બધું મિક્ષ કરીને બરાબર હલાવીને તૈયારી કરતાં હતાં... આ જોઈને અમને બંનેને નવાઈ લાગી કે , આજુબાજુની દરેક પાણી-પુરી લારી પર અમે ટેસ્ટ કર્યો પણ આટલી સુંદર રીતે કાંદા ને ચણાનું મિશ્રણ જાણે ટેસ્ટની અલગ જ આહલાદક અનુભૂતિ....
"લો...સાહેબ"
"રશું, તું ચાલુ કર.... "
"ઓમ નમઃ શિવાય..!!"
"ઓમ નમઃ શિવાય..."
"Wow..... જાન મસ્ત testy છે યાર..."
"હા...હવે હું મારી વારી આવે એટલે test કરું પછી judgement આપું...."
"લો...સાહેબ.."
"હમ્મ.... વાહ... જોરદાર છે.."
"સાહેબ.... તીખી, મીડીયમ કેમ કેમ છે???"
"ભાઈ... બરાબર જ છે... જોરદાર..શુ કેવું રશું?"
"હા... આવો ટેસ્ટ આવશે તેવું વિચાર્યું પણ નહોતું.."
"તો પણ સાહેબ તમે થોડા મોડા પડ્યા... જો હજુ વહેલા આવ્યા હોત ને તો લસણના પાણીનો પણ ટેસ્ટ કરવા મળતો...."
"તેના માટે કાલે આવીશું..શુ કહેવું છે તમારું..."
"હેં..!! હા ... હા.... ચોક્કસ કાલે વહેલા આવીશું.."
આમ વાતચીત કરતાં કરતાં 7-7 પુરી ખાધા પછી મેં ચટણી પુરીનો પણ ઓર્ડર કર્યો એટલે મારી પત્ની અચાનક જ ખુશ થઈ ગઈ વહાલથી મને ગાલ પર એક ટપલી મારી જે ટપલી નંબર 867 હતી ને તરત જ તેણે મને આલિંગન આપી દીધું... પત્નીના પ્રેમ ભર્યા આવકારને નકારી શકે તેવી કોઈ શક્તિ પૃથ્વી પર નથી તેમ હું પણ મારી ઑક્સિજન એવી મારી રશુને ભેટી પડ્યો.... ત્યાર બાદ 4-4 ચટણી પુરીનો ટેસ્ટ કર્યા પછી ડીઝીટલ ભારતીય નાગરિકની ભૂમિકા ભજવી મેં 50 રૂપિયા online pay કર્યા... અમે આગળ જવા માટે નીકળ્યાં જ હતા ને પાણી-પુરી ભાઈ એ બૂમ પાડી....
"બેન.... કોરી પુરી નથી ખાવી..?"
"અરે...હા એતો હું ભૂલી જ ગયેલી... સારું થયું કે તમે યાદ કરાવ્યું હું તો ભૂલી જ ગયેલી..."
આટલું સાંભળતાં જ હું મનોમન વિચારવા લાગ્યો કે 2 પુરી માટે રશું નહિ માને કેમ કે કોરી પુરી ના ખાય તો એ પાણીપુરીવાળાની હાલત ખરાબ કરી નાખે... પણ અહીંયા તો પાસું કંઇક ઊલટું જ હતું.... એક પ્લેટ ભરીને કોરી પુરી ને ઉપર સંચરનો મસાલો....
"રશું.... આજે જમાવટ થઈ ગઈ ને...!!"
"હા... બિલકુલ.."
"અને જાન back pain..??"
"એ તો છે જ પાગલ...પણ ચાલશે..."
"But હવે અહીંયા આવું પડશે પાણી-પુરી ખાવા..."
"એટલે જ ભૂત... Don't judge by book cover...."
બસ, ત્યારથી જ અવારનવાર અમારે પાણી-પુરીની ઈચ્છા થાય તો અમે હવે બિલ્ડીંગની બહારથી હવે આગળ વધતાં જ નહીં....
આપને જો અમારી આ સત્ય ઘટના આધારિત વાર્તા ગમી હોય તો follow અને comment કરવાનું ચૂકશો નહિ.. આભાર...
@The_Hemaksh_Pandya