N Kahevayeli vaato - 8 in Gujarati Fiction Stories by Jyoti Gohil books and stories PDF | ન કહેવાયેલી વાતો - 8

Featured Books
Categories
Share

ન કહેવાયેલી વાતો - 8

( ગતાંકથી શરૂ...)

નિશાંત , ધ્વનિ અને આકાશ નીકળ્યાં...

આકાશ : " આપણે જઈએ તો છીએ પણ એડ્રેસ...?"

નિશાંત : " આકાશ...! આટલી મોટી કંપની છે..."

ધ્વનિ : " હા , ગૂગલ પરથી મળી જશે એડ્રેસ....તારું મગજ પણ તારી ગર્લફ્રેન્ડ રોઝી સાથે રહીને તેની જેવું જ થઈ ગયું છે...!"

આકાશ : " આ મજાક નો ટાઇમ નથી અને રોઝી પર તો બિલકુલ નહિ.."

ધ્વનિ : " ઓહો...રોઝી.."

નિશાંત : " અત્યારે રોઝીને શાંતિ આપો અને મેપ જુઓ.."

આકાશ : " હા, આગળ થી રાઈટ લેજે..."

આખરે તેઓ કંપની પહોંચે છે..... ત્યાં તેમને મેનેજર તુષાર મળી જાય છે..

તુષાર : " એક્સક્યૂઝ મી , શું હું જાણી શકું તમારે કોનું કામ છે...?"

નિશાંત : " મિશા ને મળવું છે અમારે શું તે અહીં છે...?"

તુષાર : " હા , મિશા મેમ અહી જ છે પણ હમણાં મિટિંગ શરૂ થશે એ પૂરી થાય પછી જ તમે એમને મળી શકશો..!"

આકાશ : " હા , વાંધો નહીં અમે વેઇટ કરીએ છીએ.."

તુષાર : " ફર્સ્ટ ફ્લોર પર વેઇટિંગ રૂમ છે તમે બેસી શકો.."

નિશાંત : " થેન્ક યૂ..!"

તુષાર : " મોસ્ટ વેલકમ સર.."

ત્રણેય ત્યાં જઈને બેસે છે...



મિશા અને ધ્વનિ હજું ગાડીમાં બેસે છે ત્યાં જ મિશા ના ફોનમાં કોઈ નો ફોન આવે છે....

ધ્વનિ : " કોનો ફોન હતો અને શું થયું એ તો કહે...??"

મિશા : " બ્લિડિંગ ના સેક્રેટરી નો ફોન હતો , મારાં ઘરે ચોરી થઈ છે..."

ધ્વનિ : " શું...ચોરી...??"

મિશા : " હા , આપડે જલ્દી પહોંચવું પડશે..."

ધ્વનિ આકાશ અને નિશાંત ને પણ ત્યાં આવવાનું કહી દે છે. બને તેટલી જલ્દી તેઓ મિશા ના ઘરે પહોંચે છે...ત્યાં જ સેક્રેટરી મનન ભાઈ ઉભા હોય છે.

મનન ભાઈ : " અરે , મિશા સારું થયું તું આવી ગઈ..!"

મિશા : " અંકલ , શું થયું..? કોને ચોરી કરી..?"

મનનભાઈ : " એ તો ખબર નથી દિકરા..કોઈ લોક તોડીને અંદર જતું હતું ત્યાં જ અન્ય લોકો તેને જોઈ ગયાં...તું એક વાર ઘરમાં ચેક કરી લે બધું
બરાબર તો છે ને...?"

ત્યાં નિશાંત અને આકાશ પણ આવી ગયાં...મિશા એ ઘરમાં બધું ચેક કર્યું..તેની અલમારી વિખાયેલી હતી...પરંતુ તેમાં કેશ અને બીજું બધું સલામત હતું..મિશા એ વિચાર્યું આ કેવો ચોર...!

મિશા : " અંકલ , બધું જ બરાબર છે કંઈ જ ચોરાયું નથી.."

મનનભાઈ : " તો સારું , હું સોસાઈટી વતી પોલીસ કમ્પ્લેઈન કરી દઈશ...!"

મિશા : " હા, અંકલ.."

તેઓ ઘરમાં આવ્યાં...

નિશાંત : " તે બરાબર ચેક કર્યું ને બીજું કંઈ મિસિંગ તો નથી..?"

મિશા : " ના , બધું જ બરાબર છે અને કેશ પણ.."

ધ્વનિ : " આ તે કેવો ચોર , કેશ પણ ના લઈ ગયો..! તો લેવાં શું આવ્યો હતો..?"

આકાશ : " હોય શકે ને તેને ટાઈમ જ ના મળ્યો હોય. એ પેહલા જ બધાં આવી ગયાં હોય..!"

મિશા : " હા , હોય શકે...સારી જ વાત છે ને કંઈ ચોરી ન થઈ.."

ધ્વનિ : " હા , એ તો છે . મે મારાં ઘરે કહી દીધું છે કે હું હમણાં થોડાં દિવસ તારા ઘરે રહીશ મિશા.."

મિશા : " એ તો વધારે સારું ...અને આકાશ રોઝી નો નંબર આપ ને મારે થોડું કામ છે.."

આકાશ : " તમે બે થઈને કંઈ કારનામું નહિ કરો ને..?"

મિશા : " ના ભાઈ ના... મારે કામ છે તું નંબર આપ ને.."

આકાશ : " હા સેન્ડ કરું છું .."

નિશાંત : " તો હવે અમે નીકળીએ , સ્ટુડિયો પણ જવું પડશે... કંઈ કામ હોય તો ફોન કરજો..."

મિશા : " હા.."

આકાશ અને નિશાંત ત્યાંથી નીકળે છે. મિશા તરત રોઝી ને કોલ કરીને પોતાનાં ઘરે બોલાવે છે..

ધ્વનિ : " રોઝી ને તો આપણે સરખી ઓળખતા પણ નથી ..તો તારે શું કામ પડ્યું એનું..?"

મિશા : " અત્યારે તો એ એકમાત્ર એવી વ્યક્તિ છે જે આપણું કામ કરી શકશે..!"

ધ્વનિ : " કયું કામ..?"

મિશા : " બસ, હમણાં રોઝી આવે એટલે કહું.."

ધ્વનિ : " હા.."

અડધી કલાક પછી રોઝી આવી અને ત્યાં સુધીમાં ધ્વનિ મિશા ને સો વાર પૂછી લીધું હતું કે શું થયું..??

મિશા : " આવ રોઝી...અને સોરી તને તકલીફ આપી એ માટે..!"

રોઝી : " એમાં તકલીફ શું..સુરત ની ફેમસ આરજે માટે હું કંઈ કરી શકું એવો બીજો ચાન્સ મને ક્યારે મળવાનો..?"

મિશા : " થેન્ક યૂ ."

ધ્વનિ : " હવે તો કોઈ કહો કે વાત શું છે..?"

મિશા : " હા , રોઝી હેકર છે..બિલ્ડિંગ ના કેમેરા જોવાં માટે મે તેને બોલાવી છે."

ધ્વનિ : " કેમેરા માટે હેકર..?"

મિશા : " જે કોઈ પણ ચોર હતો તે ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો એ તો કેમેરામાં
છે જ નહિ...મતલબ સાફ છે કે કેમેરા સાથે છેડછાડ થઈ છે...અને રોઝી આપણને ઓરીજનલ ફૂટેજ મળી રહે તે માટે હેલ્પ કરશે.."

ધ્વનિ : " ઠીક છે.."

મિશા : " તો શરૂ કરીએ..રોઝી..?"

રોઝી : " હા , તું કેમેરા સાથે કનેક્ટેડ લેપટોપ આપી દે..બાકી નું હું કરી લઈશ.".

મિશા : " આ રહ્યું લેપટોપ.."

મિશા : " રોઝી , એક વાત વધું.. આ આપણે જે કામ કરીએ છીએ અને ચોર વિશે
કંઈ પણ ખબર પડે તું એ વાત નિશાંત અને આકાશ ને ના કહેતી. એ લોકો પણ ક્યાં સુધી કામ છોડીને મારા આ મેટર માં દોડશે..!"

રોઝી : " હા , નહિ કેવ..પણ તું અમને કીધાં સિવાય કંઈ નહિ કરે..!"

મિશા : " શ્યોર.."

રોઝી એ પોતાનું કામ શરૂ કર્યું...


*******


આ બાજુ આકાશ અને નિશાંત સાથે બેઠાં હતા અને કંઈક વિચારી રહ્યાં હતાં.

આકાશ : " નિશાંત તને નથી લાગતું કે વાત કોઈ બીજી છે.."

નિશાંત : " લાગે તો કંઈ એવું જ છે....અને રોઝી કામ શું કરે છે..?"

આકાશ : " ફોટોગ્રાફર છે અને હેકર પણ.."

નિશાંત : " તો આ ત્રણેય મળીને કંઈ ખીચડી બનાવે છે એ પણ આપણને કહ્યાં વિના જ..."

આકાશ : " વાંધો નહિ...બનવા દે ખીચડી જોઈ લઈશું.."

નિશાંત ( હસીને ) : " હા...થોડી સીઆઈડી તો આપડે પણ જોઈ છે...!"



***********


રોઝી : " ડન...મિશા આ જો મળી ગઈ સાચી ફૂટેજ.. "

મિશા : " શું મળ્યું તને..?"

રોઝી : " આ જો ઘરનો લોક તોડનાર જે કોઈ પણ વ્યક્તિ છે તે સોસાયટી ના
મેઈન ગેટ પરથી જ આવી છે અને પકડાયાં બાદ પાછળનાં ગેટ પરથી
ભાગી છે...."

મિશા : " મેઈન ગેટ પરથી..મતલબ વોચમેન તેને ઓળખતો હશે અને તે કોઈ
અહીંની જ વ્યક્તિ છે તો જ તે અંદર આવે...!"

ધ્વનિ : " પણ કોણ હતું એ કેવી રીતે ખબર પડશે..?"

રોઝી : " હું ટ્રાય કરું ફેસ સરખો દેખાઈ તેની...પણ આ જો આ ચોર લોક તોડતી
વખતે પણ વારંવાર આદિત્યના ઘર સામે જ જુએ છે...!"

મિશા : " આદિત્ય તો નથી ને...?"

રોઝી : " ના..... આ જો તેનો ફેસ કલીયર થઈ ગયો ."

ધ્વનિ : " મિશા આ તો........."




ક્રમશ: