"કૉલેજ કેમ્પસ"ભાગ-70
પરી કવિશાને પોતાની કોલેજ કેન્ટીન તરફ એક્ટિવા લઈ જવા કહે છે. બંને બહેનો કેન્ટીનમાં કોર્નરવાળા ટેબલ ઉપર બેસે છે અને પરી પોતાની મૂંઝવણ કવિશા આગળ રજૂ કરે છે કે, "મારી તો કંઈજ સમજમાં આવતું નથી કારણ કે જો આપણે પોલીસમાં કમ્પલેઈન કરીએ તો હું તેની સાથે બાઈક ઉપર ગઈ હતી એટલે મારું નામ તો આવે જ ને અને પોલીસ મારી પણ બધી પૂછપરછ કરે માટે મને તો ખૂબજ ડર લાગે છે અને આપણે પોલીસને આ બાબતની જાણ ન કરીએ તો તે પણ ખોટું છે માટે તું જ હવે મને કહે કે આપણે શું કરવું જોઈએ.. બીજું મારે આમાં કોઈપણ રીતે ફસાવું નથી તે વાત નિશ્ચિત છે.
કવિશા: દી, તારી બધીજ વાત હું સમજી ગઈ અને આપણે શું કરવું જોઈએ તેમજ હું વિચારી રહી છું.... અને કવિશા વિચારવા લાગી કે, આકાશ ડ્રગની હેરાફેરી કરે છે મતલબ કે પહોંચેલો તો છે જ અને જો સીધી રીતે આપણે તેનું નામ પોલીસમાં આપી દઈશું તો કદાચ તે તને પણ આમાં ફસાવવાની કોશિશ કરે તેના કરતાં આપણે એક કામ કરીએ એવો કંઇક ઉપાય કરીએ કે, સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે..."
પરી: જે કરવું હોય તે તું જ કર મારી તો કંઈજ સમજમાં આવતું નથી.
કવિશા: દી, મારી વાત તું સાંભળ. હમણાં થોડો ટાઈમ તું ચૂપ બેસી જા..
પરી: થોડો ટાઈમ ચૂપ બેસી જા મતલબ?
કવિશા: બે ચાર દિવસ આ વાતને ભૂલી જા એટલે કે મગજમાંથી જ કાઢી નાંખ ત્યાં સુધીમાં આના માટે શું કરવું તે હું વિચારી લઉં છું.
અને તેની નજર સમક્ષ તેનો ક્લાસમેટ દેવાંશ આવી ગયો જે તેના ગૃપમાં હતો અને ઘણીવાર તેની નજીક આવવાની કોશિશ કરતો પણ કવિશા તેને બહુ રિસ્પોન્સ આપતી નહીં અને પોતાની ફ્રેન્ડસ સાથે વાત કરતાં કરતાં તેને નજરઅંદાજ કરી લેતી પરંતુ આજે તેને લાગ્યું કે, દેવાંશ.. દેવાંશ સક્ષમ છે અને તે મારી મદદ ચોક્કસ કરશે તેવો મને વિશ્વાસ છે.
અને કવિશાએ પરીને કહ્યું કે, "ઓકે દી, તું હવે તારા ક્લાસમાં જા હું આ કેસને હેન્ડલ કરી લઉં છું.. આ વાક્ય સાંભળતાં જ પરીને ઘણી રાહત થઈ પણ તે કવિશાને ટકોર કરતાં બોલી કે, "છુટકી, તું પણ આ વાત કોઈને કરતી નહીં.."
કવિશા: યુ ડોન્ટ વરી દી.. હું કોઈને કશું નહીં કહું.
અને કવિશાએ પોતાનું એક્ટિવા પોતાની કોલેજ તરફ હંકારી મૂક્યું. આજે તે કોલેજમાં થોડી લેઈટ જ પહોંચી હતી અને તેનું પહેલું લેક્ચર સ્ટાર્ટ પણ થઈ ગયું હતું એટલે તેને થયું કે હવે આજે પહેલું લેક્ચર મીસ કરવું જ પડશે! પોતાની કોલેજના પાર્કિંગમાં તે એક્ટિવા પાર્ક કરી રહી હતી અને એટલામાં દેવાંશ પણ પોતાનું બુલેટ લઈને તેની બાજુમાં જ પાર્ક કરવા માટે આવીને ઉભો રહ્યો.. આજે તો કવિશાને "ભાવતું હતું અને વૈદે કીધું" તેવું થયું..
આજે તે ગમે તે રીતે દેવાંશ સાથે વાત કરવાનો ચાન્સ જ શોધતી હતી અને એટલામાં દેવાંશ તેની બાજુમાં આવીને ઉભો રહ્યો એટલે પહેલાં તો તેણે મનોમન ઈશ્વરને થેંક્સ કહ્યું અને પછી દેવાંશની સામે જોઈને તેને એક મીઠું મધુરું સ્માઈલ આપ્યું અને તેને પૂછવા લાગી કે, "કેમ આજે તું પણ લેઈટ?"
"બસ જોને ગઈકાલે મૂવી જોવા ગયો હતો તો મોર્નિંગ ઉઠવાનું જરા લેઈટ થઈ ગયું તો કોલેજ આવવાનું પણ લેઈટ થઈ ગયું."
દેવાંશ પણ આજે કવિશાએ સામેથી વાત કરી એટલે જરા વિચારમાં તો પડી ગયો હતો પણ પછી તેને થયું કે, કદાચ કોઈ છે નહિ અહિંયા અને અમે બંને એકલા છીએ એટલે કવિશાએ મારી સાથે વાત કરી હશે..ઈટ્સ ઓકે.. અને તેણે પણ કવિશાને હસીને જવાબ આપ્યો અને પોતાનું બુલેટ પાર્ક કરીને જેવો તે ક્લાસ તરફ જવા માટે આગળ વધ્યો કે તરતજ કવિશા બોલી કે, "ક્યાં જાય છે તું ક્લાસમાં?" (કવિશા દેવાંશને રોકવા માંગતી હતી કારણકે પોતાના હાથમાં આવેલો ચાન્સ તે જવા દેવા માંગતી નહોતી) એટલે તેણે દેવાંશને પ્રશ્ન કર્યો.
દેવાંશ પણ વિના સંકોચે બોલ્યો કે, "યસ અફકોર્સ યાર..!!"
કવિશા પોતાના એક્ટિવાનું સાઈડ સ્ટેન્ડ હટાવી તેની ઉપર બેસવા માટે તેને ખેંચીને મોટા સ્ટેન્ડ ઉપર લઈ જવાનો નિરર્થક પ્રયત્ન કરતી હતી. તેને આમ કરતી જોઈને દેવાંશ હસવા લાગ્યો અને તેની નજીક આવ્યો અને બોલ્યો કે, "શું કરે છે? તને નહીં ફાવે લાવ હું કરી આપું." અને તેણે એકજ સેકન્ડમાં એક્ટિવા સ્ટેન્ડ ઉપર ચઢાવી દીધું. કવિશાએ તેને થેન્ક્સ કહ્યું એટલે દેવાંશે તેને "વેલકમ" કહ્યું અને કવિશા પોતાના એક્ટિવા ઉપર બેસી ગઈ અને દેવાંશને કહેવા લાગી કે, "હવે પહેલું લેક્ચર તો આપણું આમેય તે મીસ થઈ ગયું છે તો પછી બેસને થોડીવાર વાતો કરીએ..
આટલા બધા દિવસથી કોલેજ સ્ટાર્ટ થઈ હતી પરંતુ કોઈ દિવસ નહીં અને આજે આમ અચાનક કવિશા પોતાને વાતો કરવા માટે બેસવાનું કહી રહી છે દેવાંશને થોડી નવાઈ તો લાગી પરંતુ તેને પહેલી જ નજરે ગમી જનારી આ એકદમ બ્યુટીફુલ અને ઘમંડી છોકરી સાથે વાત કરવાની, તેની નજીક આવવાની અને તેની સાથે ફ્રેન્ડશીપ કરવાની તેને ખૂબ ઈચ્છા હતી. (વળી દેવાંશને તે પણ ખબર હતી કે આખીયે કોલેજના બધાજ છોકરાઓ કવિશા ઉપર મરતા હતા અને તેની સાથે વાત કરવા માટે તલપાપડ થતાં હતાં અને પોતાને આજે ચાન્સ મળ્યો છે તો જતો કરાય..? ન કરાય..એટલે તે બોલ્યો, "નો પ્રોબ્લેમ યાર.." અને પોતાના બુલેટનું સ્ટેન્ડ પણ તેણે સરખું કર્યું અને કવિશાની બરાબર સામે તે હાથમાં પોતાની ચાવી ગોળ ગોળ ફેરવતાં ફેરવતાં પોતાના બુલેટ ઉપર બેસી ગયો.
દેવાંશની આ સ્ટાઈલ જોઈને કવિશાએ તેને ટોક્યો કે, "તને આ ચાવી ગોળ ગોળ ફેરવવી બહુ ગમે નહીં?"
દેવાંશ: યુ નોટિસ ઈટ?
કવિશા: યા...
દેવાંશ મનમાં, મતલબ તું મને નોટિસ તો કરે જ છે તેમજ ને...!! અને તેના ચહેરા ઉપર એક છૂપું હાસ્ય છવાઈ ગયું.
કવિશાનું એક્ટિવા જ્યાં પાર્ક કર્યું હતું ત્યાં નીચે થોડી રેતી વધારે હતી તો એકદમથી કવિશાનું એક્ટિવા નમી ગયું અને તે પડવા જેવી થઈ ગઈ અને જેવી તે પડવા જેવી થઈ ગઈ કે તરત જ દેવાંશ એકદમ ઉભો થઈ ગયો અને તેણે કવિશાને પકડી લીધી... કવિશાના નાજુક હાથ અને સુડોળ કમર દેવાંશના હાથમાં હતાં અને દેવાંશને જાણે ચારસો ચાળીસ વોટનો ઝટકો લાગ્યો અને સાથે બમ્પર ડ્રો પણ.. બંનેની નજર એક થઇ... અને બે ત્રણ સેકન્ડ માટે બંને એકબીજાની આંખમાં ખોવાઈ ગયા...
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
29/3/23