Pranay Parinay - 28 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 28

The Author
Featured Books
Categories
Share

પ્રણય પરિણય - ભાગ 28

પાછલા પ્રકરણનો સાર:


વિવાન ગઝલને એક પ્રાઈવેટ હાઉસ બોટ પર લઇ જાય છે, સૂતેલી ગઝલનું સૌંદર્ય જોઈને વિવાન ઘડીભર વિચલિત થઈ જાય છે. પણ એનું સાવધ મન ઈચ્છતુ નથી કે ગઝલ તેને આવી રીતે જોતો જુએ. એ મનઃસ્થિતિ તેના ઉત્તમ ચારિત્ર્યની સાબિતી આપે છે.

બહાર શું ચાલી રહ્યું છે તેની પળેપળની માહિતી રઘુ તેને પહોંચાડે છે. નીશ્કાએ તેને લાફો માર્યો હતો એ સિવાયની બધી વાતો રઘુ વિવાનને જણાવે છે.

પ્રતાપ ભાઈની અનિચ્છા છતાં મિહિર પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરે છે. પોલિસ કમિશનર FIR નોંધવાને બદલે ઓફ્ફ ધ રેકોર્ડ તપાસ કરવાની સલાહ આપે છે.

હોસ્પિટલમાં દાખલ નીશ્કાના સ્ટેટમેન્ટ પરથી સેલવાસ પોલીસ ગઝલની શોધમાં લાગે છે. મલ્હારે પણ ગઝલને શોધવા માટે પોતાના માણસો લગાવ્યા. પણ તેમને કંઇ હાથ લાગતુ નહોતું.

કૃપા અને નીશ્કા એકધારું રડી રહ્યાં હતાં. લગ્નમાં આવેલા મહેમાનોને પણ ગઝલના કિડનેપિંગની ખબર પડી હતી. એ બધાં પણ ચિંતામાં હતા.

બીજી તરફ, ગઝલ હજુ હોશમાં નહોતી આવી. ત્યાં વિવાન પર રઘુનો ફોન આવ્યો અને હોસ્પિટલમાં બનેલી આખી વાત વિવાનને વિગતવાર જણાવી.

વિવાને હાઉસ બોટ છોડવાનો નિર્ણય કર્યો.


હવે આગળ..

**


પ્રણય પરિણય ભાગ ૨૮


વિવાન ગઝલને લઈને મનોરના ઘનઘોર જંગલમાં આવેલા પોતાના એક ફાર્મહાઉસ તરફ જઈ રહ્યો હતો. તેના આ ફાર્મહાઉસ વિશે વિક્રમ, રઘુ અને અમુક ગણતરીના વિશ્વાસુ લોકો સિવાય કોઈને ખબર નહોતી.


તેની કાર પૂરપાટ વેગથી જઈ રહી હતી. સેલવાસની હદ તેમણે વટાવી દીધી હતી અને મહારાષ્ટ્રની હદમાં પ્રવેશી ચૂક્યા હતા. ડ્રાઈવરની બાજુની સીટમાં તેનો બોડીગાર્ડ બેઠો હતો. વિવાન પોશ કારમાં ગઝલ સાથે પાછળની સીટ પર હતો. ગઝલ હજુ હોશમાં નહોતી આવી. તેનુ માથુ વિવાનની ગોદમાં હતું. વિવાને એક બટન દબાવીને વચ્ચેનું પાર્ટીશન ઓન કર્યુ. એથી ડ્રાઈવરની સીટ અને પાછળની સીટ વચ્ચે એક અપારદર્શક ડાર્ક કાચ આવી ગયો.


વિવાન એકીટશે ગઝલને નીરખી રહ્યો હતો. ગઝલ તેનો પહેલો પ્રેમ હતી, તેનુ અપહરણ કરવું પડ્યું એ વિવાનને પણ ગમ્યું નહોતું પણ તેની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો.

ગઝલ ભાનમાં આવશે પછી કેવું રમખાણ મચાવશે એ વાતનુ જ વિવાનને ટેન્શન હતું.


વિવાન હજુ વિચારતો હતો ત્યાં જ ગઝલએ સળવળાટ કર્યો. એ સાવધ થઈ ગયો. ગઝલ ધીરે ધીરે ભાનમાં આવી રહી હતી.


ગઝલએ હળવેકથી આંખો ખોલી. તે ઉભી થવાની કોશિશ કરતી હતી પણ તેને બધુ ધૂંધળું દેખાઇ રહ્યું હતું. જંગલ વિસ્તાર હોવાથી પ્રકાશ ઘણો ઓછો હતો છતાં તેની આંખોને એ પ્રકાશથી ટેવાતા થોડી સેકન્ડ લાગી. તેની ગરદન પણ અકડાઈ ગઈ હતી. છતાં તેણે ઉઠવાનો પ્રયત્ન કર્યો. વિવાને તેને બેસવામાં મદદ કરી.


'યૂ ફીલિંગ બેટર?' વિવાનને પૂછ્યું.


'હાં, પણ મારુ માથું ભારે લાગે છે.' કહીને ગઝલ બે હાથ વચ્ચે માથું દબાવ્યું.


'થોડીવારમાં ઠીક થઇ જશે. એમ પણ આપણે થોડીવારમાં પહોચી જશું.' વિવાને વિન્ડોની બહાર એક નજર ફેંકીને કહ્યુ.


હવે ગઝલના ધ્યાનમાં આવ્યું કે એ રિસોર્ટમાં નથી પણ કારમાં છે. તેણે કારની બહાર નજર કરી તો બધી બાજુ ઘટાદાર ઝાડીઓ હતી.


અને એ જોઈને તે ગભરાઈ, તેને એવું લાગ્યું કે મલ્હાર નહીં પણ કોઈ બીજુ તેની બાજુમાં બેઠું છે. એટલે તેણે એ તરફ જોયું તો તેની બાજુમાં વિવાન બેઠો હતો. અને તેની તરફ જોઈને સ્માઈલ કરી રહ્યો હતો. પોતે એને ચીપકીને બેઠી હતી. ગઝલને બધુ અજુગતું લાગ્યું. એના મગજમાં એક સાથે ઘણા બધા સવાલો ઉભા થયા. એ વિવાન સાથે કારમાં શું કામ છે? અને કાર ક્યાં જઈ રહી છે? એ તો મંદિરમાં હતી! નીશ્કા ક્યાં છે?


તે ઝડપથી દૂર ખસી અને બોલી: 'તમે? મારી સાથે? હું અહીં? હું તો મંદિરમાં હતી.. આપણે ક્યાં જઇ રહ્યા છીએ? નીશ્કા ક્યા?' ગઝલએ એક સાથે ઘણા બધા સવાલો પૂછ્યા.


'નીશ્કાની તબીયત થોડી નરમ છે એટલે એ હોસ્પિટલમાં છે, અને મેં મંદિરમાંથી તારુ અપહરણ કર્યુ છે. હવે આપણા લગ્ન થવાના છે.' વિવાને જાણે કંઈ બન્યું જ ન હોય સાવ સ્વાભાવિક રીતે કહ્યું.


'મારા લગ્ન આજે જ મલ્હાર સાથે થવાના છે, એ મારી રાહ જોતો હશે. તમે કાર પાછી વાળો..' ગઝલ ગભરાટથી બોલી.


'તારા લગ્ન મારી સાથે થવાના છે સ્વિટહાર્ટ..'


'નહીં બિલકુલ નહીં.. મારા લગ્ન મલ્હાર જ થશે.. રિસોર્ટમાં ભાઈ ભાભી મારી ચિંતા કરતા હશે.. મારે ભાઈ પાસે જવું છે..' ગઝલ રડતા રડતા બોલી.


'હાં, ગઝલ, આપણે ભાઈ પાસે જશું, પણ ચાર પાંચ દિવસ પછી..'


'નહીં મારે અત્યારે જ જવું છે.. પ્લીઝ મને જવા દો.. તમે શું કામ મારી સાથે આવું કરો છો?'


'બિકોઝ આઇ લવ યૂ ગઝલ..' વિવાન બોલ્યો.

ગઝલ તેની સામે જોઈ રહી..


'તને પહેલી વાર જોઈ ત્યારથી મેં ફક્ત અને ફક્ત તને જ પ્રેમ કર્યો છે. એજ ઘડીએ મારા હૃદયમાં તે મારી પત્ની તરીકે સ્થાન લઇ લીધુ હતું. પછી હું તને કોઈ બીજાની પત્ની થતાં કેવી રીતે જોઈ શકું? એમ પણ એ માણસ તારા લાયક નથી ગઝલ..' વિવાન એની આંખોમાં જોઈને બોલ્યો.


'યૂ શટ અપ.. તમે મને પ્રેમ કરતા હશો.. હું નથી કરતી.. હું તો ફક્ત મલ્હારને પ્રેમ કરુ છું.' કહીને ગઝલ દરવાજો ખોલવાની કોશિશ કરવા લાગી.


'હેલ્પ.. હેલ્પ..' ગઝલ વિન્ડો તરફ જોઈને જોરથી ચિલ્લાઈ..


'અહીં કોઈ તારી મદદે નહીં આવે.. આ મારો એરિયા છે. તારા નાજુક ગળાને ખોટો ત્રાસ દેવાનો રહેવા દે.' વિવાન ઠંડકથી બોલ્યો.


એટલી વારમાં કાર ફાર્મહાઉસ પર પહોંચી ગઈ. બોડીગાર્ડે ફટાફટ નીચે ઉતરીને કારનો વિવાન તરફનો દરવાજો ખોલ્યો. વિવાન નીચે ઉતર્યો અને પછી તેણે ગઝલનો હાથ પકડીને બહાર ખેંચી.


'છોડો મને..' ગઝલ હાથને ઝટકો મારીને બોલી.


વિવાન ગઝલનું કાંડુ પકડીને તેને ફાર્મહાઉસ તરફ લઈ જતો હતો. ગઝલને તકલીફ ન પડે એટલે તેણે કાંડુ ઢીલું પકડ્યુ હતું. ઝટકો મારવાથી ગઝલનો હાથ વિવાનના હાથમાંથી સરકી ગયો અને તે દોટ મૂકીને ભાગી..


'ગઝલઅઅઅ..' વિવાને તેને રોકવા માટે જોરથી બુમ મારી.. પણ એમ થોડીને એ રોકાવાની હતી!

તેને બહાર નીકળવાનો રસ્તો તો ખબર નહોતો એટલે જેમ ફાવે તેમ એ દોડી રહી હતી. બોડીગાર્ડે તેને પકડવા પોઝિશન લીધી પણ વિવાને તેને હાથનો ઈશારો કરીને રોક્યો અને ત્યાંથી નીકળી જવાનું કહ્યું. બોડીગાર્ડ તરતજ રવાના થઇ ગયો. ગઝલ ભાગી રહી હતી અને વિવાન ચાલતો ચાલતો તેની પાછળ જઈ રહ્યો હતો.


'ગઝલ.. સ્ટોપ.. મારી મરજી વગર તુ અહીંથી બહાર નહીં નીકળી શકે..' વિવાન એને સમજાવી રહ્યો હતો.

પણ ગઝલને કંઈ સાંભળવુ નહોતું. એ તો આમ તેમ ભાગતી બહાર નીકળવાનો રસ્તો શોધવાની નિષ્ફળ કોશિશ કરી રહી હતી. વિવાન તેને ભાગવા દેતો હતો. તેની નજરમાં રહે એટલા અંતરે તે ચાલી રહ્યો હતો. પણ ગઝલ જેવી વધુ દૂર ગઈ કે તે એકદમ દોડ્યો અને વીસ પચ્ચીસ સેકન્ડમાં એની નજીક પહોંચી ગયો.


'મેં કીધું હતું ને કે મારી મરજી વગર તુ અહીંથી બહાર નહીં નીકળી શકે? હવે પકડા પકડી પુરી થઈ.. નાઉ કમ..' વિવાન તેની સામે હાથ લંબાવીને બોલ્યો.


'નો.. ' કહેતી ગઝલ પાછળ સરકતી રહી.


'ગઝલ.. પ્લીઝ.. જો આ જગ્યા કેટલી ઉબડ ખાબડ છે.. ઝાડી ઝાંખરા છે.. આપણે ફાર્મહાઉસમાં જઈને વાત કરીએ ચલ..' વિવાન તેને સમજાવી રહ્યો હતો.


'દૂર હટો મારાથી.. યૂ કિડનેપર..' વિવાન જેમ જેમ નજીક જતો હતો તેમ તેમ ગઝલ પાછળ હટતી જતી હતી. અચાનક તેણે પહેરેલી સાડીનો છેડો તેના જ પગમાં ભરાયો અને તે બેલેન્સ ગુમાવીને પડી ગઈ.


'ગઝલ..' વિવાન ચિંતાથી તેની તરફ ધસ્યો.


'મમ્મી..' ગઝલ કણસી ઉઠી.


'મેં કહ્યું હતુંને કે જગ્યા બરાબર નથી..' વિવાન એને હળવેથી ઉભી કરતાં બોલ્યો.


'ડોન્ટ ટચ મી..' ગઝલએ બરાડીને હાથને ઝટક્યો. નીચે પડવાથી એને કેડમાં વાગ્યું હતું તેની પીઠ તથા હાથમાં ઉઝરડા પડ્યા હતા. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.


'મલ્હાર.. વ્હેર આર યૂ..?' વાગેલી હથેળી સામે જોઈને ગઝલ મલ્હારને યાદ કરીને રડવા લાગી.


તેના મોઢે મલ્હારનુ નામ સાંભળીને વિવાને જોરથી પોતાની આંખો બંધ કરી. કંઈ બોલ્યા વગર તેનો હાથ પકડીને ખેંચીને ઉભી કરી. તે એકદમથી વિવાનની છાતી સાથે અથડાઈ. બેઉની નજરો મળી. રડવાને લીધે ગઝલની આંખો લાલ થઈ ગઈ હતી. હવે તેમાં ગુસ્સો પણ ભળ્યો હતો.


'લિવ મી..' ગઝલએ વિવાનની છાતી પર બેઉ હાથ ટેકવીને તેને ધક્કો માર્યો. વિવાનને લાગ્યું કે હવે આમ નહીં ચાલે

તેણે ઝૂકીને તેને બેઉ હાથે ઉઠાવીને ખભે નાખી. ગઝલ તેના હાથ પગ ઉછાળતી વિરોધ કરતી રહી. વિવાન તેને ઉંકીને ફાર્મહાઉસ તરફ ચાલ્યો.


'છોડો મને..' ગઝલ બરાડા પાડતી પોતાના નાજુક હાથો વડે વિવાનની પીઠમાં ધબ્બા મારવા લાગી.


'તારા આ ફૂલ જેવા નાજુક હાથોથી મને તો કંઈ વાગતું નથી તેથી તેને નકામો ત્રાસ દેવાનો રહેવા દે. કેમકે તને ત્રાસ થાય તે મને નહીં ગમે.' કહીને વિવાન તેને ફાર્મહાઉસના એક મોટા કમરા તરફ લઈ ગયો. તે હજુ પણ હાથ પગ ઉછળી રહી હતી. પણ મજબૂત બાંધાના વિવાન પાસે તેનુ કંઈ ઉપજે તેમ નહોતું.


વિવાને તેને એક મોટા માસ્ટર બેડરૂમમાં લઈ જઈને પલંગ પર ફેંકી.


'આઉઉચ.. તમે મને અહીં લાવીને બહુ મોટી ભૂલ કરી છે..' ગુસ્સાથી બોલીને એ પલંગ પર બેઠી થઈ.


'કોની ભૂલ અને કોની નહીં એ તને પછી સમજાશે.. એક વાત ધ્યાનમાં રાખજે, અહીંથી બહાર નીકળવાની કોશિષ પણ નહીં કરતી.. હું થોડીવારમાં પાછો આવુ છું.' વિવાન દરવાજા તરફ વળ્યો. એ બહાર નીકળે તે પહેલાં ગઝલના શબ્દો એની પીઠ પર અફળાયા:


'તમને શું લાગે છે કે તમે મને અહીં ગોંધી રાખી શકશો? હું અહીંથી નીકળી જઈશ. જોઇ લેજો.' ગુસ્સાથી એના ગાલ લાલ થઈ ગયાં.


તે ફરી ગઝલ તરફ વળ્યો.


'સ્વિટહાર્ટ, મારા જીવનમાં તુ મારી મરજીથી આવી છે અને જઇશ પણ મારી મરજીથી.. પણ તને જવા દેવાનો મારો કોઈ ઈરાદો નથી.. બિકોઝ આઈ લવ યૂ બેબી..' વિવાન તેના ગાલ પર હાથ મૂકીને બોલ્યો.


ગઝલએ ગુસ્સાથી ઝટકો મારીને તેના હાથ પોતાના ગાલ પરથી હટાવ્યા.


'લવ માય ફૂટ.. તમને એમ છે કે આમ મીઠુ મીઠુ બોલીને તમે મને તમારા પ્રેમમાં પાડી શકીશો? તમારે કરવી હોય એટલી કોશિશ કરી લો પણ એ નહીં બને.. તમે મને કેટલા દિવસ અહીં રાખી શકીશો?' ગઝલ ઉભી થઇને દૂર ખસી.


'જીંદગીભર હું તને મારી પાસે રાખીશ.. કેમકે હવે તું ફક્ત મારી છે.. વિવાન શ્રોફની છે.' તેણે ગઝલને બાવડેથી પકડીને પોતાની તરફ ખેંચી. એ જોરથી વિવાનની છાતી સાથે અથડાઈ.


'બિલકુલ નહીં.. હું ફક્ત મલ્હારની છું.. આ ગઝલ ફક્ત મલ્હાર રાઠોડની થશે..' તેણે બંને હાથે વિવાનની છાતી પર ધક્કો મારીને તેને દૂર હડસેલ્યો.


તેના મોઢે મલ્હારનું નામ સાંભળીને વિવાનનો ગુસ્સો ફાટફાટ થતો હતો.


એ તેની નજીક ગયો.


'બસ્સ.. હવે પછી તારા મોઢેથી મલ્હારનુ નામ નીકળ્યું છે તો મારા જેવો ખરાબ કોઈ નહીં હોય.. પ્રેમથી સમજાવું છું, સમજી જા. નહીં તો મને બીજી રીતે સમજાવતા પણ આવડે છે. અને એ તને જ મોંઘુ પડશે. મારે તારી સાથે કંઈ ખરાબ કરવુ નથી.. સો ડોન્ટ પ્રોવોક મી ટુ ડુ એનીથિંગ રોંગ વિથ યુ.' કહેતાં વિવાન ગઝલના ગાલ પરથી આંગળી ફેરવતાં ફેરવતાં તેના ગળાં સુધી લાવ્યો.


વિવાનના સ્પર્શથી ગઝલ ધ્રુજી ઉઠી. અને જોરથી પોતાની આંખો મીંચી લીધી.

.

.


ક્રમશઃ


**


તમને આ નવલકથા ગમતી હોય તો તમારા ફ્રેન્ડસ સાથે નવલકથાની લિંક શેર કરશો. તથા માતૃભારતીના બાઇટ સેક્શનમાં પણ શેર કરશો.


નવલકથાના નવા ભાગ સમયસર વાંચવા માટે મને ફોલો કરશો. જેથી નવો ભાગ પ્રકાશિત થવા સાથે જ આપને નોટિફિકેશન મળી જાય.


❤ તમારા સરસ મજાના પ્રતિભાવની પ્રતિક્ષામાં. ❤