vasant vila -A haunted house - 9 in Gujarati Horror Stories by MITHIL GOVANI books and stories PDF | વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 9

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 9

પ્રકરણ 9 


સંધ્યા જે કાર લઇ ને ગઈ હતી તેનો પતો લાગતા ક્રેઈન બોલવામાં આવી હતી. તે ક્રેઈન આવીને પોતાનું કામ શરુ કર્યું. અને લગભગ બે કલાક ની જહેમત પછી  કાર ને ઉપર લઇ આવવામાં સફળતા મળી હતી. કાર  નું બારણું ખોલતા જ  સંધ્યા સીટ પર થી બહાર ઢળી પડી હતી. તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.કાર   ને ખીણમાં પડેલી જોઈને  હોટેલ ના સ્ટાફ ના સભ્યએ લોકલ પોલીસ ને જાણ કરી દીધી હતી. એટલે પોલીસ પણ આવી પહોંચી હતી. અને એમ્બ્યુલન્સ ને પણ બોલાવી લેવાઈ હતી. પોલીસે પંચનામા ની વિધિ પતાવી એટલે હોટેલની  કાર ને ગૅરેજ મોકલી આપવામાં આવી અને સંધ્યા ની લાશ ને પોસમોર્ટમ  માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવી. હોસ્પિટલ ના રિપોર્ટ આવે પછી જ જાણવા મળે એમ હતું કે અકસ્માત થયે કેટલો સમય થયો હશે ? અને હોટેલ થી આવેલી ટીમના સભ્યે બનેલી ઘટના ની જાણ ફોન કરી ને હોટેલ પર કરી.  પોતે કાયદાકિય વિધિ પણ પતાવી દીધી છે અને સંધ્યા ની લાશ ને પોસમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલાવો દીધી છે  તો આપ તેના  સંબંધી ને જાણ કરી દેજો.

XXXXXXXXXX------------------------------------------XXXXXXXXXXXX-----------------------------------------

આ તરફ હોટેલ પર સંધ્યાના મોત ની ખબર મળતા જ હોટેલ મેનેજરે વિશાલ ને બોલાવી ને બનેલા અકસ્માત ની અને સંધ્યાના મોત ની ખબર આપી. સંધ્યા ના મોટ ની ખબર મળતા જ વિશાલ ભાંગી પડ્યો અને આશ્ચર્ય પામ્યો સંધ્યા જો સવારે  વસંત વિલા થી નીકળી હોય તો રાતના સમયે તેને અકસ્માત કેમ નડ્યો હોય ? વિશાલે મેનેજર ને કહ્યું  જો સંધ્યા ની કાર ને તમારા GPS ટ્રેકર ની મદદ થી લોકેશન ટ્રેસ કર્યું ત પ્રમાણે નું હોય તો સંધ્યા તો સવારે ચાર વાગ્યે વસંત વિલા પહોંચી હોય તો રાતે અઢી વાગ્યા આજુબાજુ અકસમાત થયો હોય એ કેવી રીતે શકય છે?મેનેજર કહે છે. અત્યરે તો સંધ્યા ની લાશ ને પોસમોર્ટમ માટે મોકલી આપી છે. તેનો રિપોર્ટ આવ્યા પછી જ તેનો સાચો મૃત્યુ નો સમય જાણી શકાશે. ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. પછીજ સાચી હકીકત શું છે? તે ખબર પડશે. વિશાલ મેનેજર ને સંધ્યા ના કઈ અપડેટ આવે તો મને ઇન્ફોર્મ કરજો એવું કહીને વિનિતા પાસે જવા નીકળે છે કે જે સિદ્ધિદેવી ની રૂમમાં બેઠી હોય છે. વિશાલ આવીને વિનિતા ને સંધ્યા સાથે થયેલા અકસ્માત  ની ખબર આપે છે. વિનિતા ચિલ્લ્લાઇ ઉઠે છે.વિશાલ તમારી ભૂલ થાય છે. સંધ્યા તો સ્વરે સાડાચાર  વાગ્યે આપડી સાથે હતી  તો તેને રાતે અઢી વાગ્યે અકસ્માત કઈ રીતે થઈ શકે ? વિશાલ કહ્યં મેં પણ મેનેજર ને આજ  વાત કરી તો તેણે  કહ્યું  કે સંધ્યા ની લાશ ને પોસમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. અકસ્માત સ્થળ ની બધી કાયદાકીય વિધિ હોટેલના સ્ટાફ દ્વારા પતાવી દેવામાં આવી છે. રચનાસિદ્ધિદેવી હજુ અનુષ્ઠાનમાં જ બેઠા હોય છે. વિશાલે રચના ને પૂછ્યું કે સિદ્ધિદેવી કયાર ના અનુષ્ઠાનમાં બેઠા છે ? અને કયારે તેમનું અનુષ્ઠાન પતશે ? રચના કહે છે કે ખબર નહીં હું સવારે પાંચ વાગે ઉઠી ત્યાર ના તે અનુષ્ઠાનમાં બેઠેલા હતા કયારે તેઓ એ અનુષ્ઠાન ચાલુ કર્યું તે ખબર નહિ પણ  તેમનું અનુષ્ઠાન સામાન્ય  રીતે પાંચ સાત કલ્ક ચલાતું હોય છે એટલે હવે થોડી વારમાં એ અનુષ્ટાન પૂર્ણ થવું જોઈએ. જાયે તેઓ ને કોઈ અંત:સ્ફુર્ણા થાય ત્યારે તે અનુષ્ઠાનમાં બેસે છે. હવે તેમનું અનુષ્ઠાન પૂર્ણ થાય ત્યારે જ તેમનું અનુષ્ઠાનમાં બેસવા નું કારણ જાણવા મળશે. થોડી જ વારમાં સિદ્ધિદેવી આંખો ખોલે છે તેમના ચહેરા પર થાક વર્તાતો હોય છે. તેઓ વિશાલ અને વિનિતા બેસવા કહે છે. હવે હું તમને કહેવા જય રહી છું કદાચ તમને તેના પર ભરોસો નહિ બેસે. વાત જ એવી છે. તમને કદાચ સંધ્યા ના મૃત્યુના ખબર મળી ગયા હશે. તેનું મૃત્યુ કાલે રાતે અઢી થી ત્રણ વાગ્યા વચ્ચે થઇ ચૂક્યું હતુ. આજે પરોઢિયે તમને જે સંધ્યા મળી હતી એ સંધ્યા સદેહે નહોતી. પરંતુ સંધ્યાની આત્મા હતી.  રાતે મને કોઈ મદદ માટે અવાજ લગાવતું હોય તેવો એહસાસ થયો. મને ઘણી વાર રીતે આત્મા મદદ માટે બોલાવતી હોય તેનો ભાસ થાય છે. એવું  ધ્યાનમાં બેસી જાવ છું. અને આત્મા સાથે એકાકાર થઇ બનતી મદદ કરું છું. એવો જ આભાસ કાલે રાતે ત્રણ વાગ્યા ની આજુબાજુ થતા મેં આંખો ખોલી કોઈ આત્મા મદદ માટે બોલાવતું હોય તેઉ લાગતા હું ધ્યાન ધરી ને બેઠી. તો મને થોડી જ ક્ષણોમાં સંધ્યા ના આત્મા સાથે તાદમ્ય સધાયુ. સંધ્યા એ કહ્યું એનો વસંત વિલા જતા રસ્તામાં અકસ્માત થયો છે.તેને સતત તમારી સલામતી ની ચિંતા હતી.એ તમને પવિત્ર જળ નો કળશ પહોંચાડવા માંગતી હતી. જેથી વસંત વિલામાં તમને કશું થાય નહીં અને તમે સલામત રહો. આથી મેં તેણ આત્મા ને વસંત વિલા સુધી પહોંચવામાં મદદ કરી અને સાથે તાકીદ પણ કરી તે વસંત વિલામાં એક  કલાક થી વધુ રોકાઈ નહિ શકે મેં તેને મંત્રોચાર ની મદદ થી વસંત વિલા પહોંચાડી. તે તમને કળશ આપી ને અડધો કલાક માં જ ત્યાં થી નીલકલી ગઈ અને તમને ગળે ઉતરી  જાય તેવું હોટેલમાં કાર જલ્દી થી પરત કરવા નું કારણ બતાવ્યું.  તે લગભગ પોણા પાંચ વાગે મારી પાસે પરત ફરી હતી. પછીથી મેં ગુરુદેવ નું સમરણ કરી તમારી રક્ષા માટે અનુષ્ઠાન લગાવ્યું. તેમાં અમુક એવી વાતો જાણવા મળી છે. જે રાહત રૂપ છે પણ હું તમને અત્યારે જાણવી શકું તેમ નથી સમય આવ્યે જ જણાવીશ. એ વિલામાં રહેતી આત્માઓ થી તમને કોઈ જ ખતરો નથી એટલું જાણી લ્યો. ઉલટું એ આત્માઓ તમે જ એ વિલા ખરીદો એવું ઈચ્છે છે. એથી તેમનો કોઈ પરચો તેમેં તમને બતાવ્યો નથી. કે નથી તમને નુકસાન પહોચાડ્યું . એ આત્માઓ તમારા સીકે તમારા પરિવાર સિવાય કોઈ એ વિલામાં પ્રવેશે એવું ઇચ્છતી નથી. એટલે જ તેઓ એ મને પરચો બતાડ્યો હતો. પણ હું તમારી હિતેછુ છું એવું જાણ્યા પછી તેઓ એ મને હેરાન નથી કરી. માર ગુરુદેવે આ બધું જાણ્યું છે અને તમેં મને જણાવ્યું છે. સમય સમય પર હું તમને વસંત વિલા  નો ઇતિહાસ બતાવતી રહીશ. તમે એ વિલા ખરીદી શકો છો. તો તમે એમાં આગળ વધો.મેંકોઈ પુર્વાભાસ થશે તો હું તમને કહીશ. એ પ્રોપર્ટી તમારા માટે ની જ છે. એને તમારા સિવાય કોઈ નહિ મળે. વિશાલ અને વિનિતા તેમેં ચુચાપ સાંભળતા રહયા. વિશાલ એ સિદ્ધિદેવી ને કહ્યું હું તમારી વાત સાથે સહમત છું. હવે તમારા માર્ગદર્શન હેઠળ અમે આગળ વધીશું. વસંત વિલા ના મલિક આજે સાંજે વસંત વિલા ના વેચાણ નો એગ્રીમેન્ટ કરવા આવી રહ્યા છે. તો એકે  બે  દિવસમાં જ દસ્તાવેજ નું કામ પૂર્ણ થઇ જશે. 

XXXXXXXXXX------------------------------------------XXXXXXXXXXXX-----------------------------------------

 આ તરફ સુકેશ આચાર્ય એ પોતાના એડવોકેટ ને કહી ને વસંત વિલા ના વેચાણ દસ્તાવેજ તૈયાર કરવા કહી દીધું હતું. તે તૈયાર થયેલા દસ્તાવેજ લઈને દહેરાદૂનથી  પિથોરાગઢ જવા નીકળી ગયો હતો. તે આજે  ખુશખુશાલ હતો. કારણ આજે તેની મુસીબત પચ્ચીસ વર્ષ પછી  દૂર થવાની  હતી આ વસંત વિલા  તેને માટે મુસીબત બન્યું હતું. તે તેણ અમે ડેડ ઇન્વેસ્ટમેન્ટ સમાન જ હતું. પોતે વસંત વિલા અને બીજી પ્રોપર્ટી  માટે રચેલું ષડયંત્ર  સફળ થતું લાગ્યું .

XXXXXXXXXX------------------------------------------XXXXXXXXXXXX-----------------------------------------

સાંજ થવા આવી હતી. વિશાલ  અને વિનિતા હોસ્પિટલ માં હતા સંધ્યા નું પોસમોર્ટમ થઇ ચૂક્યું હતું. અને સંધ્યા ની ડેડબોડી નો કબ્જો  હોસ્પીટલે  વિશાલ અને વિનિતા ને સંબંધી તરીકે આપી દીધો હતો અને કાયદાકીય કાર્યવાહી પતાવી દીધી હતી.સંધ્યા  અનાથાશ્રમ માં ઉછરી ને મોટી થઇ હતી. તે છેલ્લા દસ વરસ થી  વિશાલ સાથે કામ કરતી હતી. વિશાલ અને વિનિતા અને તેમની ટીમ  જ તેનો પરિવાર હતા. આથી વિશાલે સંધ્યાના મૃતદેહ ને મોર્ગમાં રખાવી દીધો સાંજ પડી ગઈ હોવાથી બીજે દિવસી તેને અગ્નિદાહ આપવા નું નક્કી કર્યું. પોસમોર્ટમ રિપોર્ટ અનુસાર સંધ્યા નું મૃત્યુ અગલે દિવસે  રાતના બે થી ત્રણમાં થયું હતું. જે જાણી ને વિશાલ સિદ્ધિદેવી ની વાતમાં ભરોસો બેસી ગયો જયારે વિનિતા ની સિદ્ધદેવી પરની શ્રદ્ધા બેવડાઈ ગઈ. 


વસંત વિલા માં રહેલા ભૂતનો વિશાલ સાથે શું સંબંધ હશે અને શા માટે તેઓ આ વિલા વિશાલ ને મળે તેવું ઇચ્છતા હતા? જાણવા માટે વાંચતા રહો વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ