ઇબ્રાહિમ હવે કર્નલ બની ચૂક્યો હતો, તેની પાસે હવે પોતાની એક ટીમ અને તેનો સ્પેસિફિક એરીઓ હતો પોતાના નિર્ણયો લેવાની અને તેનો અમલ કરાવવાની તેની પાસે પરવાનગી હતી, આથી ઘરમાં ઇબ્રાહિમ સહિત અબુ સાહેબ પણ ઘણા ખુશ હતા , આખરે તેમને હવે નેતા બનવું હતું પણ પોતાની અત્યાર ની સત્તા પણ કોઈ બીજા ને આપવી ન હતી. આથી પોતાનો દીકરો જ હવે તે ખુરશી સંભાળી રહ્યો છે તેમની તેને ઘણી ખુશી હતી,
ઘરે એક મોટી દાવત નું આયોજન કરવામાં આવ્યું, ઘરના બહાર લોન્ચ માં બધી સગવડતા કરવામાં આવી , મોટા જર્નલ, લેફ્ટેન્ટ કર્નલ ,બ્રિગેડિયર જેવા દરેક હોદેદાર ને બોલાવવા માં આવ્યા હતાં, સૌ કોઈ પોતાની મસ્તી માં જુમી રહ્યા હતા, દાવત માણી રહ્યા હતા ઇબ્રાહિમ ના કર્નલ બનવાથી એક ફાયદો એ થયો હતો કે હવે ઘણી જરૂરી એવી મીટીંગ કદાચ ઘરે જ ગોઠવવામાં આવે ,અથવા અગત્યની બાબત વિશે સકીના હવે ઇબ્રાહિમ પાસે થી પણ જાણી શકે , આનો અર્થ એ હતો કે સકીના નો આ ફેંસલો ઘણો ફાયદાારક સાબિત થવાનો હતો.
દૂર એક બાજુ ઊભા રહીમ કાકા સૌ કોઈ ને તાકી રહ્યા હતા, તેઓ સૌ કોઈ ના મિજાજ ને પારખવાની કોશિશ કરી રહ્યા હતા. તેમને નરગીસ ના કતલ માં ઘરના સભ્યો નો હાથ હશે તેમ લાગતું હતું, આથી તેમને ઘર ની દરેક વ્યક્તિ ઉપર શક હતો, પરંતુ આ વખતે તેઓ કોઈ ઉતાવળ કરવા માંગતા ન હતા. એક વખત તેઓ સકીના ઉપર શક કરી પોતાનો સમય વેડફી ચૂક્યા હતા આથી હવે તેઓ આ ભૂલ રીપીટ કરવા માંગતા ન હતા. .
સકીના પણ હવે સજાગ થઈ ગઈ હતી કારણ કે તે જાણતી હતી કે ભલે ઘરના દરેક વ્યક્તિ મેહફીલ માં મશગુલ છે પણ કોઈ તો એવું હસે જ જેને નરગીસ ની મૌત નો સદમો હશે અને તેને કોઈના ઉપર શક હશે આથી પોતાની તકેદારી ઘણી જરૂરી હતી, આ માટે તેણે પેહલે થી જ કોઈ કરે તે અગાઉ નરગીસ નો ખ્વાબગા ( રૂમ ) તપાસી લીધો હતો અને પોતાના ઉપર કોઈ શક જાય તે માટે ના તમામ એવા સબુતો નષ્ટ કરી નાખ્યાં હતાં. આ સબુતો પરથી સકીના એ જાણી ગઈ હતી કે નરગીસ ઘણા સમય થી તેની ઉપર નજર રાખતી હશે, પણ શું તેણે કોઈને આ વાત કીધી હશે ખરી ?? શું કોઈ બીજું હશે જેને આ વિશે કઈ ખબર હશે ??
સતત પોતાની જાન ને જોખમ માં મૂકીને સકીના દેશ માટે દુશ્મનની ખુફિયા જાણકારી કાઢી રહી હતી, નરગીસ ની મૌત નો તેને ઘણો અફસોસ હતો. દુઃખ થતું હતું, પોતાના આ કાર્ય ઉપર , પણ બીજો કોઈ રસ્તો જ ન હતો તેની પાસે , શું ખરેખર આ દેશ ના મશલા કોઈની જાન થી વધુ હોઈ છે ? જમીન અને પૈસો એટલો જરૂરી છે કે કોઈની જાન ની તેની પાસે કોઈ કીમત જ નથી. ક્યારેક આ બધા વિચારો તેને કંપાવી મૂકતા હતા.
જશ્ન ની તે રાત્રે સકીના સુઈ સકી નહિ, જોકે તેની મોટાભાગની રાતો આમ જ પસાર થતી હતી. તેને કોઈ વાત નો ડર ન હતો કે ન પોતાની જાન ની કોઈ ફિકર હતી. પરંતુ દુશ્મન ના ખતરનાક ઈરાદાઓ તેને બેચેન કરી દેતા હતા, રોજ રોજ હાલત ગંભીર બનતા હોઈ તેવું સકીના ને લાગતું હતું. કારણ કે પાકિસ્તાન ના ખતરનાક ઈરાદાઓ વિરૂદ્ધ ભારત અફઘાનિસ્તાન ની સાથે હતું, તેમને એક મજબૂત પકડ આપી રહ્યું હતું, પાકિસ્તાન નો એક નવાબ તેમના હાથે શહિદ થયો હતો, જેનો બદલો લેવા પાકિસ્તાન ઉતાવળ કરી રહ્યું હતુ. પરંતુ સકીના હજી કોઈ પાક્કી ઇન્ફોર્મેશન કાઢી શકી ન હતી.
આ બધા વિચારો માં મગ્ન સકીના તે અંધારા ઓરડા ની મોટી બારી માં બેઠી હતી, ત્યાં જ અચાનક તેને સપના ( અમર ની પત્ની ) ને ચોરી છુપે બહાર નીકળી ને લોન્ચ માં કઈક જમીન માં છુપાડતા જોઈ, સપના આ શું કરી રહી હતી ત્યાં ? તે જોવા સકીના આતુર થઈ ગઈ ? તે તરત જ સપના ની ઘરમાં અંદર જવાની રાહ જોવા લાગી , હવે તેને ધીરે ધીરે લાગી રહ્યું હતુ કે આ ઘરના દરેક વ્યકિત ના કોઈ રાઝ છે પણ શું તે કોઈ સંકટ તો નહિ બને સકીના ના મકસદ માટે ???