નરગીસ નું એક્સિડન્ટ એટલું ભયાનક થયું હતું કે ઘર માં કોઈ પણ બેગમ સાહેબા ને આ ઘટના ની જાણ કરવાની પણ કોઈ હિંમત કરી શકતું ન હતું. કારણ કે તે રેહમત બેગમ ની ઘણી જ ખાસ બંદી હતી , આ બાજુ બેગમ સાહેબા પણ માત્ર આ ઘટના ના ડર થી જ સદમાં માં આવી ગયા હતા. તે વારંવાર નરગીસ નરગીસ કહીને બૂમો પાડી રહ્યા હતા પણ કોઈ તેની વાત સમજવાની તકલીફ લેતું ન હતું.
સકીના નું કામ આમ જ સેહલું થઈ ગયું, તેણે બેગમ સાહેબા ને એટલા બધા ડરાવી ધમકાવી દીધા કે તે ખૂબ ઊંડા સદમા માં આવી ગયા, આમ પણ તે એ તો જાણી જ ગયા હતા કે નરગીસ હવે ખુદા ની રેહલત માં પોહચી ગઈ છે પણ તે ન બોલી શકવા ના કારણે પોતાની કઈ પણ વાત ઘરના લોકો ને સમજાવી શકતા ન હતા. આથી સકીના નું કામ સહેલાઈથી પતિ ગયું , પણ છતાં તેણે તકેદારી રાખી બેગમ સાહેબા ની તબિયત આમ જ સ્થિર રહે તે માટે ના ઉપાયો શોધી લીધા.
ઘરમાં ગમ નો માહોલ છવાઇ ગયો , કારણ કે નરગીસ કેટલા વર્ષો થી આજ ઘરના લોકો સાથે હતી. રેહમત બેગમ ની સેવા તે ઘણી કાળજી થી કરતી, પણ સાહેદા માટે એક રાહત ની લાગણી હતી કારણ કે બેગમ સાહેબા માટે નરગીસ એક ઘરની જાણકારી આપનારી વ્યક્તિ હતી, તે આટલા દિવસ ની અંદર અચાનક બદલાતી બેગમ સાહેબા ની જિંદગી ને જોઈ રહી, હવે તે ખરેખર બેબસ અને લાચાર હતા.
બે જ દિવસમાં બધું બરાબર થઈ ગયું, કોઈ ની માટે દેશ ના કામ થી વધુ નરગીસ ના મૌત ની તપાસ કરવાની જરૂરિયાત દેખાતી ન હતી.ત્યાંની લોકો પોલીસ તેનું કામ કરી રહી હતી પણ કોઈએ તેમાં વધુ રસ દાખવ્યો નહિ, વળી નરગીસ ની મૌત ઉપર થી ધ્યાન હટાવવા સકીના એ ઇબ્રાહિમ ની કર્નલ બનવાની ઈચ્છા ને પુર્ણ કરી દીધી જેથી સૌ કોઈ આ જીત ના માહોલ માં બધું ભૂલી ગયા.
આખરે દેશ પોતાના માટે કામ કરતા આ ખાસ ઇન્ટેલેજેન્ટસ્ ને મુશ્કેલી ના સમય માં કેટલીક આ રીત ની મદદ કરતા હોય છે, આ રીત ના કોઈ પણ સૈનિક જે અન્ય દેશ ની કોઈ ગુપ્ત જાણકારી પોતાના દેશ ના હિત માટે ઉપયોગ કરે ત્યારે તેમના માટે આ પ્રમોશન તૈયાર હોઈ છે, અત્યારે ઇબ્રાહિમ ને પણ આ જ પ્રમોશન મળ્યું હતું, તેમના જે હથિયારો દેશ ની બોર્ડર ઉપર થી ગાયબ થયા હતા તેનો પતો અને ગુપ્ત કરનાર વ્યક્તિ મળી ગયો હતો આથી આ જાણકારી ઘણી મહત્વની સાબિત થઈ હતી.
ઇબ્રાહિમ ની કર્નલ બનવાની ખુશી માં અબુ સાહેબ એ એક ખાસ દાવત પોતાના ઘરે ગોઠવી દીધી, આ બધા માં સૌ કોઈ એટલા બધા પરોવાઈ ગયા કે નરગીસ ની મૌત અને તેની તપાસ ભૂલી ગયા. અને સકીના આ જ ઈચ્છતી હતી. કારણ કે રેહમત બેગમ ને નરગીસ ની મૌત નો સદમો આવ્યો છે તે સૌ કોઈ સમજે તેવી વાત હતી જે સકીના ના હાથ માં કઈ ન હતું અને આ વાત ની પુષ્ટિ ડોકટર સાહેબ પોતે કરી ગયા હતા પણ નરગીસ ની મૌત માં જો સક સકીના ઉપર આવે તો તે ઘણી મુશ્કેલી માં મુકાઈ જાય તેમ હતી.
ખુશી ના માહોલ માં સૌ કોઈ બધું ભૂલી ગયા પણ રહીમ કાકા ને આ વાત ક્યાંથી ભુલાઈ ?? કારણ કે છેલ્લા એક અઠવાડિયા માં ઘરમાં બનેલી આ બીજી અજીબ ઘટના હતી, ખુફિયા ઓફિસ માં ચોરી અને હવે આ નરગીસ ની મૌત જે સાવ અકારણ હતી. ઘરમાંથી ક્યારેય એકલી બહાર ન જનારી નરગીસ આજે કેમ ઘરની બહાર ગઈ ? અને એ પણ ત્યારે જ્યારે ઘરમાં કોઈ ની પણ હાજરી ન હતી સિવાય સકીના અને બેગમ સાહેબા ? ? આખરે શું કારણ હોઈ શકે ?
તેમણે આ શંકા ને દુર કરવા અને ગુનેગાર ની તપાસ કરવા લોકલ પોલીસ સાથે પોતાનો કોન્ટેક્ટ ચાલુ રાખ્યો , તેમને નરગીસ ની મૌત કોઈ ઉત્તફાક થી થએલું એક્સિડન્ટ લાગતું ન હતું , આથી ખૂની ની તપાસ ખરેખર જરૂરી હતી.