Stree Hruday - 18 in Gujarati Women Focused by Fatema Chauhan Farm books and stories PDF | સ્ત્રી હદય - 18.સકીના નો બચાવ

Featured Books
Categories
Share

સ્ત્રી હદય - 18.સકીના નો બચાવ

નરગીસ ની નઝર કેટલા એ દિવસ થી સતત સકીના ઉપર હતી .તે કેટલાક સબૂતો એકઠા પણ કરી ચૂકી હતી. સકીના ની આ બધી હરકતો તેને અજીબ લાગતી હતી. તે એટલું તો સમજવા લાગી હતી કે સકીના કઈક ખતરનાક ઈરાદાઓ ધરાવે છે, અને હવે ખાતરી પૂર્વક ના સબૂત મેળવી તેને રંગે હાથ પકડવા માંગતી હતી. તેણે બીજે જ દિવસે સાંજ ના સમયે સકીના ની ગેરહાજરી માં તેના સમાન ની તપાસી લેવા ચાહી, અને આ વખતે તે ખાલી હાથ નીકળી નહિ, તેને સકીના ના સમાન માં કેટલાક એવા ઉપકરણો મળી આવ્યા જે તેણે ક્યારેક અબુ સાહેબ કે ઇબ્રાહિમ સાહેબ ના હાથ માં જોયા હતા. વળી નરગીસ ને સકીના ના સામાન માંથી ચાકુ અને ઓડીઓ બગ પણ મળી આવ્યા આ ઘટના એ સાબિત કરતી હતી કે સકીના કોઈ નર્સ નથી પણ કઈક બીજા જ ઇરાદા થી તે આ ઘરમાં દાખલ થઈ છે. હજી નરગીસ કઈક સમજે અને કોઈને જાણ કરે ત્યાં જ સકીના તે રૂમ માં દાખલ થઈ જાય છે , નરગીસ સકીના ને જોતા જ ..

"મને પેહલા દિવસ થી તારા ઉપર શક હતો, કે તું કોઈ નર્સ નથી. તને મે ક્યારેય ડોકટર સાહેબ સાથે આના થી પેહલા જોઈ નથી, તારા વર્તન માં પણ મને શંકા હતી જ અને હવે આ સર્વિલિયાન્સ નું મળવું આ સાબિત કરે છે કે તું એક જાસૂસ છે.

સકીના નરગીસ ને બોલતા સાંભળી તેને રોકવાનો પ્રયત્ન કરે છે પણ નરગીસ તેને ધક્કો મારી ત્યાંથી ભાગી જાય છે, સકીના તેની પાછળ દોડે છે પણ નરગીસ ભાગતી ભાગતી બેગમ સાહેબા ના રૂમ તરફ પોહ્ચે છે પરંતુ તે બેગમ સાહેબા ને કઈ જણાવે તે પેહલા જ સકીના ત્યાં પોહચી જાય છે અને નરગીસ ને ત્યાંથી પકડી બહાર લઈ જાય છે, સાંજ નો સમય હતો, સૌ કોઈ નમાઝ અને બંદગી માં વ્યસ્ત હતા. આથી સકીના અને નરગીસ ને બહાર જતા કોઈ જોતું નથી, આ બાજુ બેગમ સાહેબા પણ જાતે ઊભા થઈ નરગીસ ની મદદ કરી શકતા નથી. તે બને ઘરની બહાર નીકળે છે, સકીના જાણતી હતી કે હવે નરગીસ ને રોકવાથી કઈ નહિ થાય આથી હવે તેને પોતાના મકસદ ના રસ્તા માંથી દૂર જ કરવી પડશે,

સાંજ નો સમય હતો, અમર અને ઇબ્રાહિમ પણ ઘરે ન હતા. બસ આ જ સમય હતો નરગીસ નું મોઢું હંમેશા માટે બંધ કરવાનો, સકીના એ ભાગતી નરગીસ ને ભારી વાહન થી કુચડી નાખી, લોહી લુહાણ નરગીસ પોતાના છેલ્લા શ્વાસ ગમતી ત્યાં રોડ ઉપર જ પડી રહી, સકીના ઝડપથી ઘરે આવી , હજી બેગમ સાહેબા નો તો હિસાબ બાકી હતો, તેણે તરત જ પોતાના એક સાથી જે એક કર્નલ ના મુનાજીમ ( મેહબૂબ ભાઈ ) હતા તેને કોન્ટેક્ટ જોડ્યો

" જનાબ મોસમ ઘણો બગડતો જાય છે, એક છત ની તો મરામત કરી દીધી છે પણ મોટી દીવાલ છે જે લીકેજ ગમે ત્યારે થઈ શકે છે અને તેને ત્યાં રાખવી પણ જરૂરી છે તો કઈક મદદ કરો "

આ એક કોડવર્ડ વાતો હતી, જે સકીના અને તેમના બીજા સાથી વચ્ચે થઈ , સકીના જે જણાવવા માંગતી હતી તે તેમના સાથી સમજી ગયા , અને એક જ સલાહ અત્યાર ના હાલત ને જોતાં આપી ,

ગમે તેમ કરી લીકેજ તો રોકવું પડશે દીવાલ હતાવશું તો તે આપડી ઉપર જ પડશે અને અત્યારે તે ખર્ચો ઉઠાવવો સેહલો નથી. તો લીકેજ બંધ કરો ,

સકીના સમજી ગઈ હતી કે હવે તેને શું કરવું કારણ કે તે બેગમ સાહેબા ના જરીએ જ આ ઘરમાં આવી હતી આથી જ્યાં સુધી મકસદ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે બેગમ સાહેબા ને પોતાના રસ્તા માંથી હટાવી શકતી ન હતી, તે બેગમ સાહેબા ના રૂમ માં ગઈ, બેગમ સાહેબા એટલા તો સશકત ન હતા કે જાતે ઊભા થઈ કઈ કરી શકે પણ સકીના ની આ હરકત પર થી તે એ તો સમજી ગયા હતા કે સકીના એક જાસૂસ છે અને હવે તેની જાન ને પણ ખતરો છે, તેમને ચીસો નાખવાની ઘણી કોશિશ કરી પણ સકીના નો ખોફ એટલો હતો કે તે કઈ બોલી શક્યા નહિ, વળી ઘરમાં કોઈ હતું પણ નહિ, જે તેમની વાત સાંભળે....શું બેગમ સાહેબા ની જાન સલામત રહેશે ખરી ?? કે તે પણ નરગીસ ની જેમ.......