Stree Hruday - 13 in Gujarati Women Focused by Fatema Chauhan Farm books and stories PDF | સ્ત્રી હદય - 13. રાજનૈતિક હલચલ

Featured Books
Categories
Share

સ્ત્રી હદય - 13. રાજનૈતિક હલચલ

પોતાના સૈનિકો ની મોત ને કારણે દેશ માં અને રાજનૈતિક દળો માં ઘણી હલ ચલ થઈ ગઈ હતી. " દેશના નેતા શું પોતાના જ સૈનિકો ને મારી રહ્યા છે "તેવા સવાલો અને આરોપો લોકો દ્વારા થોપવામાં આવી રહ્યા હતા. મુખ્ય પ્રધાન ના ઘરની બહાર નારા લગાવતા લોકો ના ટોળા હતા. વળી પાકિસ્તાન માં ચૂંટણી ઘણી નજીક હતી અને તે સમયે આ રીત નો માહોલ સત્તા પક્ષ માટે ઘણો જોખમી જણાતો હતો મુખ્ય પ્રધાન એહમદ સાહેબ ઘણી મૂંઝવણ માં હતા. ચારે તરફ ન્યુઝ અને છાપાઓ માં મુખ્ય આ જ સમાચાર હતા. લોકો ના તેમના ઉપર આરોપો તેમની મુશ્કેલી વધારી રહ્યા હતા.

આ બાજુ સકીના પણ આ સમાચાર થી મૂંઝવણ માં હતી .કારણ કે તેણે ગઈ રાત્રે સાંભળેલી ઇબ્રાહિમ અને અબુ સાહેબ ની વાત માં પેશાવર અને કંદહાર બોર્ડર નો ઝિકર હતો. પરંતુ હજી તે વાત અધૂરી જ રહી ગઈ હતી અને આ હમલો તો જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર થયેલો હતો. એક દિવસ પેહલા ની જોન બર્ગ સાથે ની ખુફિયા મીટીંગ, હથિયારો ની આપ લે અને આ રીત નો આટલો નબળો દેખાવ ??

સકીના ની બેચેની હવે વધવા લાગી હતી.તેની પાસે સમય ખૂબ ઓછો હતો.બોર્ડર ઉપર થતા હમલા ઓ તેને કંપાવી મૂકતા હતા. દેશ ના જવાનો સાથે તોનો શોએબ પણ દુશ્મનના બંદૂક ના નિશાને હતો. હવે સકીના તે ખુફિયા ઓફિસ ખોલવા માટે ઉતાવળી થઈ ઊઠી હતી. ચાવી પણ મળી ગઈ હતી પરંતુ ઘરમાં અબુ સાહેબ ની ગેરહાજરી માં રહીમ કાકા નો પેહરો ઘણો સખત હતો , એમ ઘરની કોઈ પણ વ્યક્તિ ઓફિસ ની આજુબાજુ પણ જઈ શકતું ન હતું.

આ દરમિયાન રાજનૈતિક હલચલ ના સિલસિલા માં અબુ સાહેબ ને એક દિવસ માટે લાહોર જવાનું થયું અને બસ સકીના પાસે ઓફિસ ની તલાસી માટે અબુ સાહેબ ની ઘરમાં ગેરહાજરી પૂરતો એક દિવસ નો જ સમય હતો પરંતુ રહીમ કાકા ને ત્યાં થી કઈ રીતે દૂર કરવા ?

સકીના પાસે હવે એક જ તરીકો હતો , ઘરના સૌ કોઈ એ દિવસે અબુ સાહેબ ના મિત્ર ના ઘરે દાવત માં જવાના હતા. અને રહીમ કાકા ઘરે એકલા જ હતા. ગમે તેમ કરી તેમને ઓફિસ ના માર્ગ થી હતાવવા ના જ હતા. આજે બેગમ સાહેબા ની તબિયત પણ થોડી રાહત આપે તેવી હતી. આથી તેઓ પણ બહાર જવા તૈયાર થયા. સકીના પણ ઘરના બૈરો ની સાથે દાવત પર જવા નીકળી.

ઘરની બધી બૈરાં આજે ઘણી ખુશ હતી. કારણ કે કોઈ મરદ તેમની સાથે ન હતું. વાળી ઘરે જવાની કોઈ ઉતાવળ પણ ન હતી. આથી તેઓ આનંદ થી પોતાની દાવત અને સહેલાણીઓ ને માણતી હતી. આટલી બધી મહિલામાં સકીના બધા ની નઝર ચૂકવી ત્યાંથી નીકળવામાં સફળ થઈ ગઈ.

આટલા દિવસ દરમિયાન સકીના એ ઘરના તમામ રસ્તાઓ , દરવાજાઓ અને કેમેરા ની ચકાસણી કરી લીધી લીધી. રહીમ કાકા ને સકીના એ ગુસલખાના માં બંધ કર્યાં , ઘરમાં બીજું કોઈ હતું નહિ, અમર પણ થોડી વાર પેહલા જ ઘર માંથી નીકળ્યો હતો. ડુપ્લીકેટ ચાવી થી સકીના ખુફિયા ઓફિસ માં દાખલ થઈ તેની પાસે ખૂબ ઓછો સમય હતો, ફટાફટ નજર ચારે તરફ ફેરવવાની શરૂ કરી. મેઇન કબાટ , લોકર , ની ચાવીઓ જોડતા તેને સમય લાગતો હતો. સકીના ખૂબ ચકાસણી રાખી કામ પતાવતી હતી.

ગુસલ ખાનું બહાર હોવાથી રહીમ કાકા નો અવાજ પણ કોઈ સુધી પોહ્ચતો ન હતો. તેમને સમજાતું ન હતું કે અચાનક આ દરવાજો બંધ કેમ થઈ ગયો. તેઓ પોતાની બનતી કોશિશ કરી રહ્યા હતા. આ બાજુ સકીના ના હાથે લોકર અને કબાટ ના દરવાજા ખુલી ગયા. લોકરો સંપૂર્ણ રીતે પૈસા થી ભરેલા હતા. અને કબાટો માં વિદેશી હથિયારો....આ સાથે ઓફિસ માં યુદ્ધ ના અને આતંવાદીઓમાંથી કેટલાક લીસ્ટ કરેલા વ્યક્તિઓ ના પેપરો હતા. અબુ સાહેબ ના ઈરાદાઓ ઘણા ખતરનાક જણાતા હતા. પણ કેટલાક પેપરો સકીના સમજી શકી નહિ , આ માટે તેણે તેના કોપી લઈ અહીંથી નીકળવાનું વિચાર્યું, કારણ કે તેણે જે રીતે ગુસલખાના નો દરવાજો ડિજિટલ લોક થી બંધ કર્યો હતો તે 17 મિનિટ ની અંદર જાતે જ ખુલી જવાનો હતો, જો કોઈ વ્યક્તિ તેને બહાર થી ન ખોલે તો... પણ ત્યાં જ સકીના ને કોઈના પગરખાં નો અવાજ સંભળાયો....

શું તે આવનાર વ્યક્તિના પોહચવા પેહલા સકીના ખુફિયા ઓફિસ માંથી બહાર નીકળી શકશે...???