John Wick આ મુવી series છે આજે હૂ આના ચોથા ભાગ ઉપર ચર્ચા કરીશ ✍️
નમસ્કાર મિત્રો મારું નામ છે વિશેષ અને આજે હૂ ફરી એકવાર લઈને આવ્યો છું આપની માટે એક ખુબ સરસ ફિલ્મનો રીવ્યુ....
જોન વીક જેનું મૂળનામ જોન્થન છે, તે પહેલા અંદર ગ્રાઉન્ડ ક્રાઇમ સોસાયટીમાં કામ કરતો હતો અને તે સોસાયટીના પણ ઘણા નિયમો હતા...
પહેલા ભાગમાં જોનની વાઈફ એક બીમારીને કારને મરી જાય છે, અને જોને ક્રાઇમની દુનિયાને પણ અલવિદા તેની wife ને લીધે જ કરી હોય છે.... ત્યારબાદ તેની વાઇફ તરફથી તેને ગિફ્ટમાં મળેલું પપી ( નકનકડો ડોગ ) હોય છે તેને પણ એક સનકી માણસ મારી નાંખે છે અને અહીંથી જોન પોતાના જુના અવતારમાં આવે છે...
પહેલીવાર તે પોતાના રુદ્ર અવતારમાં આવે છે પોતાની પત્ની માટે બીજીવાર તે ક્રાઇમનું કામ ફરી કરે છે એક ફરઝ નિભાવવા અને ત્રીજીવાર આખુ બોર્ડ ગ્રુપ તેની પાછળ લાગેલું હોય છે તેને ગુલામ બનાવવા માટે...
આ થોડો પાર્ટ પણ જ્યાંથી ત્રીજો ભાગ પૂરો થાય છે ત્યાંથી શરૂઆત આની થાય છે...
જ્હોન અને તેનો એક મિત્ર જે આંધળો હોય છે એની વચ્ચે લડાઈ થાય છે એ પણ મસ્ત કલાકારી સાથે... તમને જોવી ખુબ જ ગમશે આ એકશન અને ટાઈમિંગ પણ જોરદાર છે ફિલ્મના દરેક દ્રષ્યની યાર ખુબ મજ્જો પડે છે..
તેનો એક બીજો મિત્ર પણ હોય છે જે તેને બચવવા માટે પોતાની જાન ગુમાવે છે.....
આ સિવાય હોટલ મેનેજર તેનો સાથ આપે છે પરંતુ આગળના ત્રણ ભાગમાં મારું ગમતું પાત્ર એવુ હોટેલનો આસિસ્ટન્ટ વિલન્ના હાથે મરી જાય છે...
ફિલ્મમાં દર્શાવવામાં આવેલા દરેક સિનમાં ખુબ જ જાન છે તમને જોવાની ખુબ જ મજા આવે એવી આ ફિલ્મ છે...
ખરેખર આ બેસ્ટ એકશન ફિલ્મ છે...
ફિલ્મમાં ગોળીઓનીતો જાણે વરસાદ થતો હોય એવુ આપણને લાગ્યા કરતુ હોય છે અને ફિલ્મ તેના થીમ ઉપર પણ ખુબજ ખરી ઉતરે છે મને તો બહુ ગમી આ ફિલ્મ...
આ ફિલ્મમાં જે રીતે કિલરો પણ પોતાના નિયમો ઉપર ચાલે છે એ પણ એક ઉલ્લેખનીય બાબત છે...
હા આપણે જાણીએ છીએ કે વાસ્તવિક જીવનમાં આ પોસિબલ નથી પરંતુ આ એક અનોખી બાબત આપણને જોવા મળે છે ખાસ કરીને આ ફિલ્મમાં
જોન પેન્સિલથી પણ લોકોને મારી શકે છે, વિચારો એક પેટ માટે અને તેની લાગણીઓ જોડાયેલી હતી તેને માટે એ સીધી રીતે જીવતો માણસ પોતાની છોડેલી પાછલી જિંદગીને ફરીથી અપનાવે છે....
જીવનનું સત્ય અઘરું હોય છે જોન તેના આસિસ્ટન્ટને કહે છે જયારે આખુ શહેર એની ઉપર તેને મારવાની બોલી ઉપર તેને મારવા દોડે છે ત્યારે તે કહે છે જો હૂ ન રહુ તો મારી કબર ઉપર લખજો કે હૂ એક સારો પતિ હતો... આ એક લાગણીઓથી આપણને ભરી નાખતું જોવા મળે છે...
આ ફિલ્મની જેટલી પ્રશંસા કરું એટલી ઓછી છે કારણકે મેં આગળના ત્રણ ભાગ પણ જોયા છે ખરેખર કિયાનો રિવ્સ જે આ ફિલ્મના મુખ્ય અભિનેતા છે તેમની મહેનત અને આ ફિલ્મના લેખકો અને ડાયરેક્ટરની પણ ખુબ જ મહેનત રહેલી છે....
મને શરૂઆતના ભાગથી આ ફિલ્મ બહુ ગમી હતી અત્યારે ચોથો ભાગ જોયો તો બહુ મજા આવી, કહાનીથી લાગણીઓ જોડાયેલી હોય એવુ લાગતું હતું...
આશા રાખીશ આવી ફિલ્મો વધારે બનતી રહે અને આપણને એન્ટરટેન કરતી રહે બેસ્ટ એક્સન ફિલ્મ છે આ ફિલ્મ
તમને કેવી લાગી આ ફિલ્મ જરૂર જણાવજો please 🙏
જલ્દી મળીશું.........✍️ વિશેષ