( ગતાંકથી શરૂ.....)
મિશા : " ખુશ્બુ...... ખુશ્બુ સાથે અમારી મુલાકાત લગ્ન ના ત્રણ વર્ષ બાદ અમે બિઝનેસ ટ્રીપ માટે બેંગલોર ગયાં હતાં ત્યારે થઈ હતી...તે અમારી રોકાણકાર કંપની ની હેડ હતી....જો તે અમારી કંપની માં રોકાણ કરે તો માર્કેટમાં બંનેવ કંપની ની વેલ્યુ વધે તેમ હતી....અને તે અમારી પ્રતિસ્પર્ધી હતી...."
નિશાંત : " તો પછી તેણે રોકાણ કર્યું...??"
મિશા : " ના....તેને રોકાણ ના કર્યું. તેથી અમારે પણ થોડી ખોટ સહન કરવી પડી પછી થોડાં સમય પછી અચાનક ખુશ્બુ ની કંપની ફડચા માં ગઈ... એ પછી શું થયું એ મને નથી ખબર..."
ધ્વનિ : " કેમ ..? આદિત્યે કશું કીધું નઈ..??"
આકાશ : " ડિવોર્સ માટે કંઇક તો કારણ આપ્યું હશે ને...!!"
મિશા : " થોડાં ટાઈમ અમારાં ઝગડા ચાલ્યાં , આદિત્ય ઘરે ઓછું અને બહાર વધુ રેહતો...એક દિવસ તેણે જ કહી દીધું કે તે અને ખુશ્બુ લિવ- ઈનમાં રહે છે અને તેને મારાથી ડિવોર્સ જોઈએ છે..."
ધ્વનિ : " મતલબ દાળ માં કાળું તો જરૂર છે....!"
નિશાંત : " કદાચ ધરતી કંઈ કહે આના વિશે આજે...!"
મિશા : " હોય શકે..."
સાંજે ચાર વાગ્યે ધરતી સ્ટુડિયો આવી.....
ધરતી : " દીદી......"
મિશા : " અરે, ધરતી આવી ગઈ..બેસ..."
મિશા : " ધરતી આ છે..નિશાંત , ધ્વનિ અને આકાશ મારી સાથે જ કામ કરે છે.અને ફેમિલી જેવાં જ છે..."
ધરતી : " હેલ્લો...હું ધરતી આદિત્ય ની બેન..."
ધ્વનિ : " હા , મિશા એ કહ્યું હતું તારા વિશે..."
મિશા : " બોલ ધરતી , શું વાત હતી...??"
ધરતી : " દીદી , આદિત્ય ભાઈ આમ અચાનક જ તમારી સામે રહેવા આવી ગયાં તમને અજીબ ના લાગ્યું..."
મિશા : " કદાચ સંજોગ હશે ...!"
ધરતી : " ના , ભાઈએ છેલ્લાં ત્રણ મહિના માં તમે ક્યાં રહો છો , શું કરો છો એ બધી જ માહિતી મેળવી હતી...તમારી સામેનો ફ્લેટ તો વેચાય પણ ગયો હતો પરંતુ ભાઈએ તેના ડબલ રૂપિયા આપી ને ખરીદ્યો છે..."
મિશા : " પણ શું કામ...?? ડિવોર્સ પછી તો અંજારમાં હું તેને પેહલી વાર મળી હતી...!!"
ધરતી : " એ બધી તો મને ખબર...પણ હજુ એક વાત ભાઈએ તમને ખોટી કીધી છે...!"
મિશા : " શું....??"
ધરતી : " ભાઈ એ હજું પણ ખુશ્બુ સાથે લગ્ન નથી કર્યાં..."
મિશા : " પણ તે દિવસે જ્યારે તે ઘરે આવ્યો..... આ આદિત્ય કરે છે શું આખરે..?"
ધરતી : " મને કંઈ જ ખબર નથી.. આ વાતો તમને જણાવી જરૂરી લાગી એટલે મે કહી દીધું....હવે હું નીકળું..પછી મળીયે..બાય ."
મિશા : " બાય.."
ધરતી ત્યાંથી નીકળે છે......
નિશાંત : " આદિત્ય કોઈ માસ્ટર પ્લેન સાથે આવ્યો છે એ વાત હવે કન્ફોમૅ..."
આકાશ : " આ બધું થઈ શું રહ્યું છે.. એ તો જાણવું પડશે..?"
મિશા : " ત્યારે જ તો ખબર પડશે કે આખરે વાત શું છે..!!!"
ધ્વનિ : " મારાં મત મુજબ તારે હમણાં ત્યાં ન રહેવું જોઈએ..."
મિશા : " ધ્વનિ , ઘર છે મારું તો ત્યાં જ રહીશ ને..અને કંઈ જરૂર પડી તો તમે છો જ ને..!"
નિશાંત : " સારું , પણ એક વાત નું ધ્યાન રાખજે ફોન હમેશાં ચાલુ રાખજે અને કંઇક અજીબ લાગે તો તરત જ ફોન કરજે ..."
મિશા : " આટલું ટેન્શન ના લો.. એ આદિત્ય છે ક્રિમીનલ નહિ.."
આકાશ : " હા , પણ સાવચેતી રાખવામાં શું વાંધો....?"
મિશા : " હા , ઠીક છે....."
મિશા ઘરે આવી...આદિત્ય ના ફ્લેટ નો દરવાજો ખુલ્લો હતો અને ત્યાંથી કોઈ ઝગડો કરી રહ્યું હોય એવો અવાજ આવતો હતો....એકવાર તો મિશા ને થયું કે ત્યાં જઈ આવે , પણ આદિત્યનો અવાજ સાંભળીને એ પછી પોતાનાં ઘરે આવી ઘર નો લોક ખોલતાં જ મિશા ના પગ સાથે એક કવર અથડાયું કદાચ કોઈ બારણાં ની તિરાડ માંથી સરકાવી ગયું હતું.
મિશા એ કવર હાથમાં કીધું અને લાઈટ ઓન કરી....કવર પર એ કેપિટલ લખેલું હતું ... એ વાંચ્યું તો ખબર પડી કે કાલે કંપની ની બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે
મિટિંગ હતું અને 50% શેર હોલ્ડર અને પાર્ટનર હોવાનાં લીધે તેનું જવું જરૂરી હતું.....
મિશા : " આમ અચાનક મિટિંગ...? હજું તો નાણાંકીય વર્ષ પણ પૂરું નથી થયું..તેણે કંપનીનાં મેનેજર તુષારને ફોન કર્યો ...
મિશા : " હેલ્લો , તુષાર...મિશા બોલું છું.."
તુષાર : " હા , મેમ, બોલો શું કામ હતું..?"
મિશા : " તુષાર આમ વર્ષના વચ્ચેનાં દિવસે આચનક મિટિંગ...??"
તુષાર : " મેમ અમને પણ ખબર નથી , પણ આદિત્ય સરે કંઈક મહત્વનો પ્રસ્તાવ મૂકવાં માટે આ મિટિંગ બોલાવી છે..!"
મિશા : " ઓહકે..."
મિશા ફોન મૂકે છે....હવે વિચારવાની વાત તો એ હતી કે ક્યો પ્રસ્તાવ આદિત્ય મૂકવાનો હતો..! કંપની શહેર થી થોડાં દૂર વિસ્તારમાં હતી એટલે આવવા જવાં માં પણ ખાસ્સો સમય લાગે એમ હતો....મિશા એ બધી વાત ધ્વનિ ને કરી અને કાલે સવારે આકાશ અને નિશાંત ને કહી દેવા જણાવ્યું કારણ કે તે વેહલી સવારે જ નીકળી જવાની હતી કંપની માટે...
**********
( સ્ટુડિયો..)
આકાશ : " કેમ ધ્વનિ આજે એકલાં...મિશા ક્યાં...?"
ધ્વનિ : " એ કંપની ની મિટિંગ માટે ગઈ છે અને સવારે વેહલાં જ નીકળી ગઈ હતી."
નિશાંત : " શું..? અચાનક કેમ પણ..?"
ધ્વનિ : " કંઇક બોર્ડ ઓફ ડિરક્ટર્સ ની મિટિંગ હતી એટલે..."
આકાશ : " પણ કોઈને સાથે લઈને ગઈ હોત તો...!"
નિશાંત : " હા , એક તો એ કંપની શહેરના બહારના વિસ્તારમાં છે અને રસ્તો પણ સારો નથી..... એ વેહલા નીકળી ગઈ મતલબ અત્યારે 10 વાગ્યાં તો પહોંચી જ ગઈ હશે ને..!"
ધ્વનિ : " હા , હું કોલ કરું...... તેનો ફોન નથી લાગતો , સ્વીચ ઓફ આવે છે..."
આકાશ : " હવે , શું કરીશું..?"
નિશાંત : " થોડી વાર રાહ જોઈએ ... જો મિશા નો ફોન ન લાગે તો આપણે જ જવું પડશે ખરેખર કોઈ મિટિંગ છે કે પછી......."
ધ્વનિ : " તેને લેટર આવ્યો હતો..!"
નિશાંત : " લેટર બનાવટી પણ હોય શકે..."
આકાશ : " પણ મિશા ને શું જરૂર હતી આ રીતે જવાની..."
ધ્વનિ : " આપણે ધરતી ને પૂછીએ કદાચ એને કંઈ ખબર હોય...?"
નિશાંત : " પણ એનો નંબર...."
ધ્વનિ : " મારી પાસે છે.."
આકાશ : " તો કોલ કર અને પૂછ...જલ્દી..."
ધ્વનિ : " હા ."
ધ્વનિ ધરતી ને કોલ કરે છે....પણ ધરતી ને કંઈ જ ખબર નથી હોતી આ વિશે અને આદિત્ય ખુશ્બુ પણ ઘરે નથી હોતાં..!
નિશાંત : " હવે , આપડે જ જવું પડશે ..ચાલો . "
આકાશ : " હા. "
ત્રણેય ત્યાંથી નીકળે છે. A કેપિટલ જવાં માટે.....
@@@@@@@@@@@@@@@@@@@@@@
ક્રમશ :