TU ANE TAARI VAATO..!! - 11 in Gujarati Love Stories by Hemali Gohil Rashu books and stories PDF | તું અને તારી વાતો..!! - 11

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

તું અને તારી વાતો..!! - 11

તું અને તારી વાતો.....!!!

પ્રકરણ-૧૧ તારી યાદોના શમણે.......!!!


વિજયના મેસેજબાદ એ digital દુનિયામાં સુનકાર છવાય જાય છે, વિજય રાહ જુએ છે પણ સામા છેડેથી કોઈ પણ પ્રકારનો reply આવતો નથી....

થોડીવાર પછી વિજય મેસેજ કરે છે,


“Hello, hello રશુ દુઃખ થયું? plz Ans me, sorry yaar...”


છતાં પણ કોઈ પણ પ્રકારનો reply આવતો નથી....

વિજય વિચારોમાં સરી જાય છે અને રશ્મિકાની યાદોમાં ખોવાઈ જાય છે, ઊંઘ પણ આવતી નથી. વિજય એ શાયરી માટે પોતાના શબ્દોમાં રમી રહ્યો છે..... વિજય ફોન લઈ અને window પાસે આવી chair પર બેસી જાય છે અને ફોનમાં notes ખોલીને type કરવા લાગે છે......


“તારી સુંદરતા અધુરી છે

મારા શબ્દ વિના,

અને મારા શબ્દો અધૂરા છે

તારી ‘વાહ’ વિના..”

“દિલ કરે છે કે ત્યાં આવીને

તને મળી લઉં....

બોલવું તો કંઈ જ નથી

બસ

મન ભરીને તને જોઈ લઉં...”

“સંભાળનાર તો બધા જ છે અહી,

શોધ તો આંખો વાંચનારની હતી,

જે હવે પૂર્ણ થઈ,

પણ તું આંખોને વાંચ્યા પછી,

વાત શબ્દોમાં રજૂ કરે એ વાત અલગ છે યાર,

તે ક્ષણની પળેપળ રાહ જોઉં છું

પણ તું બહુ જ જીદ્દી છે યાર

સાચું કહુંને તો તારી જીદ આગળ

હારી જવાની મજા જ કંઈક અલગ છે,

કેમ કે,

નાખારાઓને છે તારી સાથે જુનો નાતો,

અને એટલે જ ગમે છે મને,

તું અને તારી વાતો.....!!!”


વિજય વારંવાર ફોનની notes માંથી રશ્મિકા સાથેની chat screen on કરે છે,....પણ,..... કોઈ જ reply આવતો નથી.....આમ જ રાહ જોતા જોતા વિજય ત્યાં જ Window પાસે સુઈ જાય છે....


******


શીતળ અને આછા પ્રકાશ સાથે છુપાછુપી રમતો સૂરજ એકદમ ધીમી ગતિએ આકાશ ચડવા લાગે છે... અચાનક જ વિજયના ફોન પર બે થી ત્રણ notification ના અવાજ સંભળાય છે....આ અવાજ આવતા જ વિજય જાગી જાય છે,.. એ બારી બહાર આછા ફેલાતા અજવાળાને જોઈ તરત જ એ પોતાના રૂમની ઘડિયાળ તરફ જુએ છે ને 6:30 નો સમય જોઈ ફોનમાં જુએ છે......

Lock screen પર ‘રશ્મિકા’ જોઈ તરત જ એ chat screen open કરે છે અને રશ્મિકાના msg read કરે છે...

“sorry dear, હું સાંજે સુઈ ગઈ.... મને કંઈ ખબર જ ના રહી.....sorry and good morning.....”

“ના.... હવે, રશુ તુ sorry ના બોલ.....very good morning....”

વિજય મનમાં વિચારે છે કે કદાચ મારી વાતથી ખોટું લાગ્યું હશે એટલે એ msg વિશે વાત જ નથી કરતો...

“sorry again”

“1 request છે..”

“બોલોને...!!”

“રશુ,... આજે office પર આવશો ને???”

“જોઈએ...”

“plz..”

“ok, હું પપ્પાને વાત કરું....પછી જોઈએ.”

“ok, ચાલો હું fresh થઈ જાઉં..”

“hmmm, me too”

“bye, take care”

“bye....take care”

વિજય ફોન મૂકી અને office માટે તૈયાર થાય છે....પણ વિજયના મનમાં ઘણા બધા વિચારો એક સાથે આવી રહ્યા છે...


*****


રશ્મિકાના રૂમના બાથરૂમનો દરવાજો ખુલે છે. એ શાયરી હંમેશની જેમ પોતાના વાળને રૂમાલથી પંપાળતી પંપાળતી અરીસાની સામે આવે છે, રશ્મિકા પહેલીવાર અરીસામાં પોતાના ચહેરાને જોયા જ કરે છે...અને મંદ મંદ શરમાળ અને મીઠું હાસ્ય વરસાવી રહી છે, અને એ શાયરી પોતાના શબ્દોને હૈયાથી લગાવે છે...


“અણગમતી અને અવનવી દુનિયામાં

આ લહેરાતા શીતળ પવનમાં

આ ખીલતા ફૂલાડાઓની ખુશ્બૂઓમાં

આ મારા હ્યદયમાં છુપાયેલા પ્રેમમાં

તને જોવા આતૂર આ આંખોમાં

રહેવા ઈચ્છતા સૌ, એના એ હ્યદયમાં

બસ છે કોઈ મારું પોતાનું....!!!

અને એ જ પોતાનાપણાનો અહેસાસ

એટલે તુ અને તારી વાતો......!!!”


રશ્મિકા તૈયાર થાય છે અને નાસ્તા માટે જાય છે....

રોહન અને હર્ષદભાઈ નાસ્તો કરી રહ્યા છે અને સવિતાબેન પીરસી રહ્યા છે, રશ્મિકા ત્યાં આવીને બેસી જાય છે....

“good morning”

“good morning બેટા...”

હર્ષદભાઈ રશ્મિકા સામે જોઇને બોલે છે.

“good morning, દીદી”

“good morning, રશુ બેટા..... આ લે તારી કૉફી.”

“હા, મમ્મી”

“રશુ બેટા, તું free હોય તો office પર આવીશ?”

“કેમ પપ્પા?”

“બસ થોડું work છે તો, તુ અને વિજય બંને સાથે મળીને કરી આપો તો સારું....કારણ કે ૧૦ વાગે હું એક મીટીંગમાં જવાનો છું તો આ work માટે બીજાની મદદ લઉં એના કરતા તુ અને વિજય જ work પૂરું કરી આપો તો સારું રહેશે....”

“ok પપ્પા, હું free જ છું.”

“હા બેટા,.... સવિતા કૉફી આપને થોડી...”

સવિતાબેન કંઈ જ બોલ્યા વગર કૉફી આપ્યા વગર જ રૂમમાં જતા રહે છે.

હર્ષદભાઈ અને રશ્મિકા બંને એકબીજાની સામે જુએ છે. રશ્મિકાને દુઃખી થતા જોઈ હર્ષદભાઈ રશ્મિકાના ગાલ પર હાથ ફેરવી સવિતાબેન પાસે જાય છે.

“સવિતા ......સવિતા... શું થયું?....કેમ રૂમમાં આવી ગઈ?”

“કંઈ નહી..”

“સવિતા, શું થયું?”

“તમને શું દેખાય છે વિજયમાં?”

“એટલે?”

“એટલે જયારે હોય ત્યારે રશુને એની સાથે મોકલવાની શું જરૂર છે??”

“ok, તો તને વિજયથી problem છે?”

“હા”

“શું?”

“રશ્મિકા તેની સાથે આવે-જાય એ નથી સારું લાગતું.....દીકરી પારકા પુરુષ સાથે ન શોભે”

“સવિતા,.....be positive….. તુ બીજાનું નહી રશુનું વિચાર......જો તું એને..... એ બે વર્ષ પછી આપણા ઘરે આવી છે .... મે એને આટલા સમય પછી ખુશ જોઈ છે....અને સવિતા, રશુ અને વિજય બંને ખુબ સારા મિત્રો છે.... બંનેને એકબીજા પ્રત્યે એક લાગણી છે... એ લાગણીને દોષ ના અપાય..... અને આપણી રશુના લગ્ન થઇ ચુક્યા છે એ પ્રેમ સાથે જ રહે છે, ને એ તો માત્ર અહિયાં છે ત્યાં સુધી જ..... ને સવિતા એકવાર વિજય સામે જોવાને બદલે તુ રશ્મિકા સામે જોજે....એના ચહેરા પર જે ખુશી તું જોઈશ..... એમાં જ તને સ્વર્ગના દર્શન થઇ જશે....”

સવિતાબેન ઝડપથી રૂમમાંથી બહાર જાય છે એને જોઈ હર્ષદભાઈ બોલી ઉઠે છે...

“શું થયું સવિતા ?? ક્યાં જાય છે?”

આંખોમાં આંસુ સાથે સવિતાબેન રશ્મિકા પાસે જાય છે. રશ્મિકા સવિતાબેનને જોઇને chair પરથી ઉભી થઇ જાય છે અને સવિતાબેન અચાનક જ રશ્મિકાને ગાલ પર ઝાપટ મારી દે છે.....

અને તરત જ રોહન પણ chair પરથી ઉભો થઇ જાય છે અને હર્ષદભાઈ રૂમમાંથી બહાર આવી બોલી ઉઠે છે...

“સવિતા......!!!???”


***********


To be continue……

#hemali gohil "Ruh"

@Rashu


શું સવિતાબેન રશ્મિકા અને વિજયના સંબંધનો સ્વીકાર કરશે? કે પછી સવિતાબેનનો કોઈ નિર્ણય એમને ફરીથી વિયોગની વેદનામાં મૂકી દેશે? સવિતાબેને રશ્મિકાને ઝાપટ કેમ મારી હશે? શું રશ્મિકાની કોઈ કોઈ વાતથી તેઓ દુઃખી થયા હશે? હર્ષદભાઈનો પ્રતિઉત્તર સવિતાબેન પ્રત્યે કેવો હશે?


જુઓ આવતા અંકે......