21
દિવસો ની સાથે સમય વ્યતીત થઈ રહ્યા હતા. પરમ તેની રીતે આગળ વધવાની કોશિશ કરતો અને ઉંજાં તેની રીતે. બંને અલગ રસ્તે નીકળી જવા છતાં એકબીજા ને હજુ ભૂલી શક્યા ના હતા. નવરાશ ની આ પણ મળતા એકબીજા ની યાદ માં ખોવાઈ જતા.
અહીં પૂરણ ભાઈ ઉંજાં ને સંભાળી રાખતા અને ત્યાં પિયુષ પરમ ને સંભાળી લેતો. બંને પોતાની રીતે કોશિશ કરતા કે જિંદગી ખામોશ ના બની જાય. ઉંજાં પ્રથમ વખતે જેમ ખામોશ બની બેસી ગઈ હતી તેમ આજે ખામોશ નહોતી બની તે હોશ અને જોશ માં પોતાનું કામ કરતી રહેતી. તે ભલે પરમ ને નફરત કરતી હોય પણ પરમ ના શબ્દો ને તેને દિલમાં હંમેશા છુપાવી રાખ્યા હતા. પરમ ની વાતો યાદ કરતા આગળ વધવા માટે એક ઉત્સાહ જાગી ઉઠતો. જ્યારે પરમ પૂરણ ના શબ્દો યાદ કરી પોતાની રીતે મહેનત કરવા માટે મથતો. તે બસ હવે ગમે તેમ ઉંજાં ને લાયક બનવા માંગતો હતો.
દિવસો એમ જ પુરા થતા જઈ રહ્યા હતા. ઉંજાં ને કોમ્પિટેશન નો હવે ફાઇનલ દિવસ આવવાનો હતો. તે તેની તૈયારી માં વ્યસ્ત રહેતા ધીમે ધીમે પરમ સાથે ની યાદો ને પણ ભૂલવા માંગતી હતી. આટલા દિવસો માં તે કે પરમ બંને એક બીજા ને મળ્યા પણ ના હતા.
સેમી ફાઇનલ ના આગળ ના દિવસે ઉંજાં કોમીટેશન માંથી વિજેતા બની બહાર આવતી હતી કે તેની નજર પ્રથમ ને મળી. પ્રથમ તેને મળવા માટે જ અહીં આવ્યો હતો. ઉંજાં ને હવે તેની સાથે કોઈ લાગણી ના હતી. પણ તેના ગયા પાછળ જવાબદાર તો પરમ હતો તો તેને નફરત પણ કેમ કરી શકે! પરમેં ખાલી તેને તેનાથી દૂર જ નહોતો કર્યો પણ તેની અંદર પ્રથમ ના નંબર ને બોલ્ક પણ કરી દીધો હતો.
‘કોન્ગ્રશૂલેશન.”એમ કહેતા પ્રથમે તેના સામે હાથ લંબાવ્યો.
ઉંજાં એ હાથ ને મેળવ્યા વગર જ ;થૅન્ક યુ’ કહ્યું.
ભલે પ્રથમે તેની સાથે કઈ ખરાબ નથી કર્યું પણ હવે તે તેની સાથે કોઈ સંબંધ રાખવા જ નથી માંગતી. તે ફરી કોઈ ના પ્રેમ માં પડી પોતાની લાગણી ને દુભાવી નહોતી માંગતી. તે વધુ કોઈ વાત ના કરતા પ્રથમ પાસે થી નીકળી જવા માંગતી હતી ત્યાં જ પ્રથમે તેને રોકતા કહ્યું.
“ઉંજાં બે મિનિટ વાત કરી શકી. મને તને જરૂરી વાત કરવી છે.’
‘સોરી, મારે આજે બોવ કામ છે પછી કયારેક.”ઉંજાં ને ખરેખર પ્રથમ ની વાત સાંભળવામાં કોઈ જરૂર નહોતી લાગી રહી.
“તું નારાજ છે ને મારાથી ??”
‘તે કઈ કર્યું જ નથી તો હું તારાથી નારાજ શું કામ હોવ. બસ મને હવે લોકો પ્રત્યે થી વિશ્વાસ ઉડી ગયો છે.’
‘કોઈ બીજું આવી આપણને અલગ કરી દે તો આપણે પણ અલગ થઇ જઇયે તેવું ના હોય. તને ખબર છે તે પરમે આપણી સાથે કેવી રમત રમી??”
“પરમેં મને કહી દીધું છે સો તારે હવે કઈ કહેવાની જરૂર નથી.”
“છતાં પણ તું તેને હજુ પ્રેમ કરે છે??જેને તારી લાગણી સાથે આટલી મોટી રમત રમી!”
“એ મારો પ્રશ્ન છે. તું તેમાં ન પડે તો બહેતર રહેશે.”
“નહિ ઉંજાં તે મારો પણ પ્રશ્ન છે કેમકે આપણે બંને હંમેશા એક છીએ.યાદ છે તે મને કહ્યું હતું કે તું મારી સિવાય કોઈ ની નહિ થાય. “
‘તે સમય બદલી ગયો. હવે હું કોઈ ની બનવા નથી માંગતી.”
“પ્લીઝ ઉંજાં એવું ના કર. તું મારાથી ગુસ્સે છે તો મારી સાથે ઝઘડો કર પણ આમ મરાથી દૂર જવાની વાતો ના કર. બહુ મુશ્કેલ થી ફરી આપણે મળી શક્યા છીએ. આઈ રિયલી લવ યુ.”
પ્રથમ ના તે શબ્દો ની ઉંજાં પર કોઈ અસર થતી દેખાતી ન હતી. તેને હવે કોઈ સાથે કોઈ મતલબ જ ના રહ્યો હોય એવું લાગતું હતું. તે પ્રથમ ની વાત નો જવાબ આપ્યા વગર જ ત્યાંથી ચાલવા લાગી.
પ્રથમે તેને રોકવાની કોશિશ કરી પણ ઉંજાં તેની કોઈ વાત સાંભળવા જ તૈયાર ના હતી. થોડે દૂર જતા તે ત્યાં આવી થોભી ગઈ. તેની આંખોમાં આંસુ વહી ગયા. જેનો કોઈ ભૂલ જ નથી તેને તે ગુનેગાર માની તેનાથી દૂર જવાની કોશિશ કરશે અને જેને આ બધું શરૂ કર્યું તેને તે દિલમાંથી દૂર કરી જ નથી શકતી.
“કેમ આવું??તે કેમ પરમ ને ભૂલવા છતાં ભૂલી નથી શકતી!”પોતાના જ મન ને સવાલ કરતા તે બસ રડે જતી હતી.
ત્યાં જ કોઈ નો અવાજ તેના કાને ગુંજ્યો. તે કોઈ બીજું નહિ પણ પિયુષ હતો. જે ઉંજાં સાથે વાત કરવા માટે આવ્યો હતો. તેને જોતા ઉંજાં ના આસું ગાલ પાસે આવી અટકી ગયા.
“તમારા બધા સવાલ નો જવાબ મારી પાસે છે. “એમ કહેતા પિયુષ ઉંજાં ની થોડા નજીક આવ્યો.”હું પિયુષ.પરમ નો બેસ્ટ ફ્રેન્ડ.”
પરમ નું નામ સાંભળતા ઉંજાં ના ચહેરા પર ગુસ્સો પ્રસરી ગયો.”ઓહ તો તમને પરમે અહીં મને મનાવવા માટે મોકલ્યા છે એમ ને?તો તેને કહી દેજો કે ઉંજાં હવે તેની સામે જોવા પણ નથી માંગતી.’
“એટલે તો હું આવ્યો. હું માનું છું પરમે જે કંઈ કર્યું તે ખોટું હતું. પણ તેનો ઈરાદો ખોટો ના હતો.” પીયૂષે પરમ મનો પક્ષ લેતા કહ્યું.
“તમે અહીં તેની તારીફ કરવા કે મને તેના વિશે કઈ સમજાવવા આવ્યો હોય તો મને તેની કોઈ વાત નથી સાંભળવી.”ઉંજાં એ ચોખા શબ્દોમાં જ પિયુષ ને કહી દીધું.
“ના હું તેના વિશે કોઈ વાત કરવા નથી આવ્યો. હું બસ તમને એક એક હકીકત જણાવવા આવ્યો છું.”પીયૂષે કહ્યું.
“હકીકત??”
*******
પિયુષ કેવી હકીકત લઇ ને આવ્યો હશે?? શું પિયુષ બંને ને મળવાની કોશિશ કરી રહ્યો છે??તો શું પિયુષ ની વાત સાંભળ્યા પછી ઉંજાં પરમ ને ફરી સ્વીકારશે તે જાણવા વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની “