Anubhuti ek Premni - 14 in Gujarati Love Stories by Nicky@tk books and stories PDF | અનુભૂતિ એક પ્રેમ ની - 14

Featured Books
Categories
Share

અનુભૂતિ એક પ્રેમ ની - 14

14

શબ્દો ની ભાષા મોંન હતી અને લાગણી ની ભાષા વગર શબ્દે ઘણું બધું કહી જતી હતી. બંને ક્યાં સુધી એમ જ બસ દરિયા કિનારે હાથોમાં હાથ રાખી દૂર દૂર આઠમી ગયેલા સૂર્ય પછી ધીમે ધીમે રેલાતા અંધકાર ને જોઈ રહ્યા.

એક સાંજ પછી ફરી સવાર થાય છે ફરી સાંજ થાય છે. આ નિત્યકર્મ રોજ ચાલ્યા કરે છે. જો સવાર પછી સાંજ આવે છે તો આખા દિવસનો થાક ને ઉત્તરવવા અને મનમાં રહેલી પીડા ને દૂર કરવા જ આવે છે. સવારે ફરી એક નવી આશા જાગે છે અને મન ને ઉજાગરા કરતા સપના લઇ સવાર ફરી ભાગમદોડ વચ્ચે કંઈક ખોવાઈ જાય છે.

મન ની આંટીઘૂંટી વચ્ચે ઉદભવતા આ સવાલો, વિચારો ને પવનની લહેરો માં કઈ ઊંડે સુધી ફેંકી દેતા હતા. બને કઈ ના બોલતા બસ ચૂપ કયારેક એકબીજા સામે જોઈ લેતા અને સામે નજર રાખી ઉભા રહી જતા.

પરમ ઉંજાં ના મન ને સમજવાની કોશિશ કરતો પણ ઉંજાં પોતે હજુ તેના મન ને સમજી નહોતી શકી તો તે પરમ ને શું કહે!! પરમ તેને પ્રેમ કરે છે તે વાત પર ના તો તેને ગુસ્સો આવ્યો ના તે વાત નું તેને ખરાબ લાગ્યું.. તે આ વાત જાણી ખુશ થઇ રહી હતી. તો તે પણ તેને કંઈક પ્રેમ કરવા તો નથી લાગી ને!! મન ના તે સવાલ વચ્ચે એકદમ જ ખામોશ બસ વિચારે જતી હતી.

તેની ખામોશી અને ઉદાસી વચ્ચે પરમ પણ એકદમ જ શાંત તેને જોયા કરતો. તેની પણ હિંમત ના ચાલતી કે તે ઉંજાં ને પૂછે કે શું તે તેને પ્રેમ કરે છે??રાતનો અંધકાર ઘેરાતા પરમે ઉંજાં ને ઘરે જવા કહ્યું.

ઉંજાં કઈ ના કહેતા પરમ સાથે જ ચાલવા લાગી. બાજુમાં એક હોટલ પર બંને એ ડિનર કર્યું અને ઘરે ગયા. ઘરે જતા ઉંજાં તેના રૂમમાં જતી રહી અને પરમ તેની રૂમ માં. અચાનક બંને આમ ચૂપ કેમ થઈ ગયા કઈ સમજાણું નહિ. આખી રાત બસ તે વિચારો વચ્ચે પુરી થઇ.

સવારે વહેલા જ પરમ રોજ ના સમય પર તૈયાર થઈ રસોડામાં આવ્યો. તેને આવી જોયું તો ઉંજાં તેના પહેલા જ જાગી રસોડામાં કોફી બનાવી રહી હતી. આજ પહેલા તે ક્યારે રસોડામાં આવી જ નહોતી તો આજે અચાનક એવું શું થયું કે તેને જાતે કોફી બનાવવાની ટ્રાય કરી. પરમે આવી જોયું તો રસોડામાં બધો જ સમાન અસ્તવ્યસ્ત રીતે પડ્યો હતો. મોબાઇલ પર યુ ટ્યૂબ પર કોફી બનાવવાની રીતે ચાલતી હતી.

“ઉંજાં આ બધું શું છે??તું કોફી કેમ બનાવે છે.”પરમે રસોડામાં આવતા જ પૂછ્યું. 

“કેમ ના બનવાઈ મારે??”પોતાની નજર મોબાઇલ પરથી ઉપર થી દૂર કરતા પરમ બાજુ જોતા ઉંજાં એ કહ્યું. 

“બનાવાય પણ તું જોતો ખરી તે રસોડા ની હાલત કેવી કરી રાખી છે. ચાલ તું બહાર બેસ હું તારા માટે કોફી બનાવી ને લાવું છું.”પરમે ઉંજાં પાસે આવતા કહ્યું.

“નો આજે તું બહાર બેસ હું તારા માટે કોફી બનાવી લાવું છું.”પરમ ને બહાર થકો મારતા કહ્યું. 

“વોટ??”ઉંજાં નું આવું બિહેવ પરમ ને થોડું અજીબ લાગી રહ્યું હતું.

“હા હવે તું મારા માટે આટલું બધું કરી શકતો હોય તો હું તારા માટે કોફી ના બનાવી શકું ખાલી. જા હવે મને ડિસ્ટપ ના કર મારે બીજું પણ કામ છે.”ઉંજાં પરમ ની કહી ફરી તેના કામ માં લાગી ગઈ. 

“રિયલી ઉંજાં???તું મારા માટે કોફી બનાવી રહી છે.”પરમ બસ તેને જોઈ રહ્યો.

“હા બાબા રીયલી, તને પાછો વિશ્વાસ ના આવે ને મારા પર.”પરમ ને કહેતા ઉંજાં ફરી તેના કામ માં ખોવાઈ ગઈ.

પહેલી વખત ઉંજાં ને પરમ આવી રીતે જોઈ રહ્યો હતો તે પણ તેના માટે કોફી બનાવતા. પહેલા તો તેને આ એક સપનું જ લાગ્યું પણ પછી ઉંજાં એ તેને ધકો મારી બહાર કર્યો ત્યારે ખબર પડી કે રિયલી તે તેના માટે કોફી જ બનાવી રહી છે.

કોણ વિચારી શકે કે ઉંજાં જેવી અપ્સરા એક સામાન્ય છોકરા માટે સવારે વહેલી ઉઠી કોફી પણ બનાવી શકે! પરમ ને તો જાણે આજે બધું જ મળી ગયું હતું. હવે તેને ઉંજાં પાસે થી આઈ લવ યુ જેવા શબ્દો ની કોઈ આશા ન હતી. આ પરમ માટે આઈ લવ યુ થી પણ વધુ હતું.

તે મસ્ત સોફા પર જય બેસી ગયો. થોડીવારમાં ઉંજાં કોફી લઇ આવી. ખરેખર ઉંજાં ની હાથ ની કોફી માં સ્વાદ હતો. એક ઘૂંટ ભરતા તે વખાણ કર્યા વગર ન રહી શક્યો. તેનું તો મન હતું કે ઉંજાં ને હક કરી કહે કે “યાર તું વિચારી નહીં શકે કે આજે મને શું મળી ગયું. મારી ઉંજાં મારુ સપનું.”

કોફી ના એક કપ સાથે તેને ઉંજાં સાથે સેલ્ફી લીધી અને બીજા એક ઘૂંટ માં તે કોફી પીય ગયો. આ સેલ્ફી તેને સૌથી પહેલા પિયુષ ને બતાવી હતી. તેને કહેવું હતું કે જો તું કહેતો હતો ને ઉંજાં મારી ના બની શકે! આજે ઉંજાં મારી બનવાની વાત તો દૂર ની રહી ગઈ તે મારા માટે કોફી પણ બનાવી રહી છે. તરત જ તેને પિયુષ ને તે સેલ્ફી પીક મોકલી પણ દીધો. અને નીચે તેને મેસેજમાં લખ્યું પણ કે પણ કે “તારી ભાભી”.

તેને ફોન મુક્યો અને ઉંજાં સાથે ફરી વાતોમાં લાગી ગયો. ઉંજાં આજે એકદમ જ ફ્રી હતી. તેને આજે કોઈ ફેશન શો માં નહોતું જવાનું, બીજા બધા દિવસ ની તૈયારી કરવા માટે તેને થોડી શોપિંગ કરવાની હતી તો તે બંને એ સાંજ ના સમય પર જ જવાનું વિચાર્યું.

તે સિવાય આખો દિવસ તે આજે પરમ ને તેના કામ માં જ મદદ કરવાની હતી. પરમ નું કામ જો કે એવું કંઈ ખાસ ન હતું પણ ઉંજાં કહી રહી હતી તો બંને મળી આજે ઉંજાં ની અલમારી ઠીક કરવાનું વિચારી રહ્યા હતા. બદલતી ઉંજાં ને જોઈ પરમ ને એક અલગ જ ખુશી મહેસુસ થતી હતી. ખરેખર તેને જેવું વિચાર્યું હતું તેવું જ બન્યું હોય એવું લાગતું હતું. બસ હવે ઉંજાં તેની સાથે લગ્ન કરવા પણ તૈયાર થઈ જાય. આ દિવસ નો તેને ઇંતજાર હતો.

******
ખરેખર ઉંજાં પરમ ની નજીક આવી રહી છે ત્યારે શું સાચે તે પણ પરમ ની જેમ તેને પ્રેમ કરવા લાગી છે?તો તેને તેના પ્રેમ નો ઈઝહાર કેમ ન કર્યો??એવામાં શું પરમ અને ઉંજાં નું એક થવાનું શક્ય બની શકશે તે જાણવા વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની”