12
“પરમ, તે પપ્પા સાથે વાત કરી??મારે આજે ઓડિશન માટે જવાનું છે.જો મારુ ઓડિશનમાં સિલેક્શન થઇ જશે તો હજુ મારે અહીં એક મહિનો રોકાવાનું થશે. પ્લીઝ પાપા ને આ વાત જણાવી દે ને. મારે બીજી પણ બોવ બધી તૈયારી કરવાની છે. “ઉંજાં એ પોતાના મોબાઇલ પર ધ્યાન રાખતા જ કહ્યું.
“મેં વાત તો કરી જ છે. પણ અંકલ તમારી સાથે વાત કરવા માંગે છે. કેટલા દિવસ થઈ ગયા તમે તેને ફોન કે મૅસેંગ કઈ કર્યો જ નથી. તેનો જ્યારે આવે ત્યારે તમે બીજી છો એમ કરી વાત નથી કરતા. ખરેખર અંકલ મને તમારી ફરિયાદ કરી રહ્યા હતા.” પરમે રસોઈ બનાવતા જવાબ આપ્યો.
“આમા સમય જ ક્યાં મળે છે કે હું વાત કરું. પપ્પા એટલું પણ ન સમજે. કઈ નહિ આજે સાંજે સમય મળે તો હું કોલ કરી વાત કરું છું. “ઉંજાં એ કહ્યું, તે ફરી તેના મોબાઈલ માં ખોવાઈ ગઈ.
તેનું સપનું તેનું જુનુન બની ગયું હતું. એવામાં તેને બીજું કંઈ દેખાતું જ ન હતું. બસ આજ નો આ દિવસ પૂરો થાય. તે રાહ તે બેઠી હતી. પરમે ફટાફટ રસોઈ તૈયાર કરી અને ઉંજાં ને જમવા માટે આપ્યું.
“શું લાગે તને?? મારુ સિલેકશન થશે!!’જમતા જમતા જ ઉંજાં એ પરમ ને પૂછ્યું.
“કેમ ના થાય. તમે મહેનત જ આટલી કરી છે.”ઉંજાં ના હાથ પર હાથ મુકતા પરમે કહ્યું. એક અજીબ અહેસાસ બને ના દિલમાં ધબકી ઉઠ્યો. ઉંજાં એ તે હાથ ના હટાવતા તેની વાત આગળ શરૂ જ રાખી.
“મને ડર લાગે છે. હું કંઈક ફેલ થઈ ગઈ તો!’મારી એટલા સમય ની બધી મહેનત પર પાણી ભરી જશે. હું પપ્પા ને શું જવાબ આપી?તેને મને કેટલી આશા સાથે અહીં મોકલી છે.”વાત કરતા તેની આંખમાં આંસુ સરી પડ્યા.
“નહિ ઉંજાં, તમે ફેલ નહિ થાવ. હું છું ને તમારી સાથે, તમે નહિ હારો.”ઉંજાં ને આશ્વાસન આપતા પરમે તેના આંખના આસુ સાફ કરતા કહ્યું.
પછી પણ ઉંજાં નું રડવાનું બંધ ન થતાં પરમે તેને હક કરી લીધો. એક અહેસાસ લાગણી બની વરસી ગયો. ઉંજાં પણ કઈ ના બોલતા એકદમ ચૂપ થઈ ગઈ. પરમ ની બાહોમાં એક અજીબ સુકુન મહેસુસ થઇ રહ્યું હતું. તે પોતાની જાત ને તેનાથી અલગ ન કરી શકી.
થેન્ક યુ જેવા શબ્દો તેની પાસે નહોતો કે પરમ ને કહે. તે બસ પરમ ની બાહોમાં આંસુ વહાવી રહી. થોડીવાર તો બંને એમ જ એકબીજા ની બાહોમાં ખોવાઈ રહ્યા. પછી અચાનક જ પરમ ને કંઈક યાદ આવતા તે ઉંજાં થી અલગ થઇ ગયો.
પરમ નું આ રીત નું બિહેવ્યર ઉંજાં ને થોડું હેરાન પરેશાન કરી ગયું. પણ તે વાત વિચારવાનો સમય તેની પાસે ન હતો. તે ફટાફટ જમવાનું પતાવી ઓડિશન માટે તૈયાર થવા રૂમમાં જતી રહી. અહીં પરમ તેનું કામ પૂરું કરી રહ્યા ત્યાં તે તૈયાર થઈ આવી પણ ગઈ.
ફૂલ લોન્ગ સાથે આગળ થી એકદમ પટ્ટી અને પાછળ નો ભાગ ખુલો રહે તેવું ફેન્સી ગાઉન. ખુલ્લા હેર, એકદમ લાઈટ મેકઅપ સાથે એકદમ જ સેક્સી અને બ્યુટીફૂલ લાગી રહી હતી. એક પળ તો તેને જોતા પરમ ની તેની સામે થી નજર દૂર જ નહોતી થઇ રહી.
‘ચલે….”ઉંજાં ના કહેતા પરમ તેની નજર થી બહાર આવ્યો.
“હા બસ, બે મિનિટ.”એમ કહેતા તે ફટાફટ ઉંજાં ની રૂમ માં ગયો અને કાજલ લઇ આવ્યો. ઉંજાં ના કાન પાછળ ટપકું કરતા તે બોલ્યો.”હવે બરાબર.’
તેને જોતા ઉંજાં હસી.ખરેખર પરમ તેને પાગલ જ લાગી રહ્યો હતો. તે ખાલી ઉંજાં નું ધ્યાન જ નહિ પણ તેને પ્રેમ પણ આટલા હદ સુધી કરતો હતો કે ઉંજાં ને કોઈ ફરક ના પડતો હોવા છતાં પણ તે તેનું જ વિચારતો હતો.
“હવે જઇયે.”ઉંજાની વાત નો હકારમાં જ જવાબ આપતા તે ઉંજાં ની સાથે જ ચાલવા લાગ્યો. રૂમ ની બહાર જતા તેને દરવાજા પર લોક કર્યો અને બંને ગાડીમાં બેસી ઓડિશન બાજુ ગયા.
હવે ઉંજાં પરમ ની પાછળ ની સીટ પર ના બેસતી તે પરમ સાથે જ તેની બાજુ ની સીટ પર જ બેસતી. આખો રસ્તો બને ની વાતો ચાલતી ગાડી ની સાથે જ શરુ રહી. ઓડિશન હોલમાં પહોંચતા ઉંજાં ની મેમ તેનો ઈંતજાર કરી જ બહાર બેઠી હતી. બસ તેનો જ નંબર આવવાની તૈયારી માં હતો. તે ઉંજાં ને તેની સાથે અંદર લઇ ગઈ.
તરત જ ઉંજાં નું ઓડિશન થયું અને તરત જ તેનું સ્લિકશન પણ થઇ ગયું. ઉંજાં તો આ સાંભળી એટલી ખુશ થઇ ગઈ કે તે બહાર જતા પરમ ને ભેટી જ પડી. પહેલી વખત આમ પરમ ઉંજાં ને ખુશ જોઈ રહ્યો હતો.તે એટલી ખુશ ખરેખર ક્યારેય ન હતી.
“થેન્ક યુ, થેન્ક યુ થેન્ક યૂ સો મચ….તું માની નહિ શકે આજે મને શું મળી ગયું. હવે ફાઈનલી હું મિસ વર્લ્ડ બની શકી.”ઉંજાં ને આટલી બધી ખુશ થતા જોય તેના મેમ તરત જ તેની પાસે આવ્યા.
“ઉંજાં એટલું ખુશ થવાની જરૂર નથી. હજુ તો ઓડિશનમાં સિલકેશન જ થયું છે આગળ હજુ બોવ બધું બાકી છે. આ ખુશી ની પળ માં એ ના ભુલી જતી કે તારે હજુ કર્યા કરતા વધુ મહેનત કરવાની છે.”મેમ ના શબ્દો થી તે ખુશી ના મોજા માંથી બહાર આવી.
પરમ થી અલગ થતા તેને મેમે ને કહ્યું.”મારા માટે તો આ પળ પણ એટલી જ મહત્વની છે. જો હું આજે ખુશ નહિ થાવ તો આગળ તૈયારી કરવાનો ઉત્સાહ ક્યાંથી લાવી.”
“સરસ. આવા જ જવાબ ની મને આશા હતી. કઈ નહિ તું આજ ના દિવસ ને એન્જોય કરી લે. કાલે આપણે ફરી નવી તૈયારી શરુ કરીશું.ઓલ ધ બેસ્ટ.”ઉંજાં ને કહી મેમ તેના કામે જતા રહ્યા.
“આજે હવે ક્યાં જવાનો વિચાર છે??”મેમે ના જતા પરમે પૂછ્યું.
“મારી ફેવરિટ જગ્યા ઉછળતા કુદતા દરિયા ની લહેરો વચ્ચે.’ઉંજાં ના કહેતા જ પરમ ગાડી બાજુ આગળ વધ્યો. તે સાથે ઉંજાં પણ ગાડી માં બેસવા આગળ વધી.
ગાડી માં બેસી બને દરિયા કિનારે ફરવા માટે નીકળી ગયા.
******
ઉંજાં તેના ઓડિશન માં પાસ થઈ ગઈ હવે શું તે મિસ ઇન્ડિયન બની શકશે???શું આ સફર દરમિયાન તેના દિલમાં પરમ પ્રત્યે પ્રેમ ઉજાગર થશે???શું બને એક બીજા ને પ્રેમ નો ઈઝહાર કરી શકશે??કે તે પહેલા જ કંઈક નવું વચ્ચે આવી ચડશે તે જાણવા વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની “