Anubhuti ek Premni - 11 in Gujarati Love Stories by Nicky@tk books and stories PDF | અનુભૂતિ એક પ્રેમ ની - 11

Featured Books
Categories
Share

અનુભૂતિ એક પ્રેમ ની - 11

11

ઉંજાં ના ઘરે આવ્યા પછી પરમ તેના માટે ગરમ ગરમ રસોઈ તો બનાવે પણ સાથે તેની પગ જંપી પણ કરી આપતો. આ બધા વચ્ચે તે કંઈક ભૂલી રહ્યો હતો. તેને બસ મનમાં એમ હતું કે તે ઉંજાં ની નજીક જય રહ્યો છે પણ ખરેખર ઉંજાં તેની નજીક નહિ પણ તેને નોકર ની જેમ વર્તતી..

પોતાનું બધું જ આપી દીધા પછી પરમ ના દિલ ને સુકુન મળી રહ્યું હતું. ઉંજાં માટે તે જે પણ હોય પણ તેના માટે ઉંજાં બધું જ છે. દિવસો બસ એમ જ પસાર થતા જય રહ્યા હતા. ઉંજાં સાથે સમય વ્યતીત કરતા પરમ ને મનોમન એવું લાગવા લાગ્યું કે ઉંજાં ના દિલ માં તેની એક જગ્યા બનાવી રહ્યો છે. કેમકે ઉંજાં કોઈ પણ કામ હોઈ બસ પરમ ને જ યાદ કરતી.

‘પરમ, આજે તું મારા માટે આ કરી આવજે ને..”

‘પરમ તું મારા માટે આ બનાવી આપજે.”

“ચલ ને પરમ આજે કંઈક બહાર જઇયે. કેટલા દિવસો થયા આપણે કઈ ગયા પણ નથી. ચલ ને આજે એમ જ દરિયા કિનારે ફરી આવ્યે. “

“તને ખબર છે આજે પેલું મુવી રિલીઝ થયું. તું ટિકિટ કરાવી લેજે ને આજે સાંજે આપણે જોવા જઇયે. “

“પરમ આજે મારે મેમ સાથે ફેશન શો માં જવાનું છે તો તું આવી ને મારી સાથે???

“પરમ, આજે હું બોવ જ થાકી ગઈ છું. તું એક કામ કર ને મારા પગમાં માલિશ લગાવી આપ ને.”

બસ ઉંજાં ના શબ્દો સાંભળતા તે પાગલ ની જેમ તેનું કામ કરવા લાગી જતો. એમાં કયારેક ઉંજાં બોવ થાકી ગઈ હોય અને ફેશન શો માં કંઈક થયું હોય ત્યારે તેનો બધો ગુસ્સો પણ પરમ જ ઉતરતો.. પરમને તે દિવસે થોડું ખરાબ લાગતું પણ પછી ફરી ઉંજાં ની મીઠી બોલી તેને પીગાળી દેતી. જેમ ઉંજાં ને પરમ ની આદત પડી ગઈ હતી એમ જ પરમ ને તેનું કામ કરવાની આદત પડી ગઈ હતી.

દિવસો તો એમ જ પુરા થતા જય રહ્યા હતા. એક મહિનો, બીજો મહિનો એમ છ મહિના પૂરા થવા આવ્યા. આ છ મહિના માં બંને વચ્ચે એવી ઘણી બધી યાદો બની ગઈ હતી. ઉંજાં ને કદાચ પરમ સાથે કોઈ લગાવ નહોતો પણ પરમ તેને દિલ થી પોતાની જ માનતો. પણ આ છ મહિનામાં ઉંજાં પણ પરમના રહેતા ઘણી બદલાઈ ગઈ હતી.

તે હવે બધા સાથે વાતચીત કરી લેતી. કોઈ ગરીબ હોઈ તો તેની મજાક ના ઉડાડતી. કોઈ મજુર કે કામદાર વ્યક્તિ ને જોઈ તે મુહ ખરાબ ના કરતી. હવે તો તે બધા સાથે વાત કરી લેતી. પરમ ના સાથે તેની એકલતા પણ દૂર થઇ ગઈ હતી.

છેલ્લા એક મહિનાથી તે બંને એકબીજા ના ઘણા નજીક આવી પહોંચ્યા હતા. બંને સાથે ફરવા જાય ત્યારે ઉંજાં પરમ નો હાથ પકડીને જ ચાલતી. જો કોઈ ગાર્ડન માં તે બેસે તો પરમ ને તેની પાસે જ બેસવા કહેતી.તેની સાથે પ્રેમ ભરી વાતો કરતી અને મન ની તે બધી વાતો શેર પણ કરતી.

“કેટલું અજીબ કહેવાય ને અહીં આવ્યા પછી બધું બદલી ગયું. હું પહેલેથી જ આવી ન હતી. સમય અને સંજોગે મને એવી કરી દીધી હતી. પહેલા મને પણ આમ રોજ ફરવા જવું, લોકો સાથે મજાક મસ્તી કરવી, લોકો સાથે બેસી વાતો કરાવી બોવ ગમતું. હું ક્યારે પણ કોઈ સાથે ભેદભાવ ન રાખતી. મારા માટે બધા જ એક સરખા હતા. એક વખત તો અમારે ત્યાં કામ કરવા આવતા માસી ના ઘરે હું જમવા માટે જતી રહી. પછી પપ્પા એ મને સમજાવી કે આમ કોઈ ના ઘરે જમવા ના જવાય તો પછી હું બંધ થઈ ગઈ. સાચું કહું મારું આવું રૃઠલી બિહેવ્યર પપ્પા ના કારણે જ બની ગયું. તેને મને રોકટોક કરી બધે જતી બંધ કરી દીધી અને પછી મને એકલા રહેવાની આદત બની ગઈ. એમાં પેલા પ્રથમે તો….”

પ્રથમ ના નામ સાથે તે આગળ બોલતા અટકી ગઈ. તેને ખરેખર પ્રથમ પર ગુસ્સો આવી રહ્યો હતો. જો તે દિવસે તેને પરમ ના મળ્યો હોત તો તે આજે કેવી હાલત માં હોત. પણ હજુ તે હકીકત ક્યાં જાણતી હતી. પ્રથમ નું તેનાથી દૂર થવાનું કારણ પણ તે પરમ પોતે જ તો છે.

“જેના વિશે વાત કરવાથી પણ તને આટલી તકલીફ થાય છે તેની વાત જ શું કામ કરે છે. જવા દે ને તેને તેના રસ્તા પર.”પરમે તેન સમજાવતાં કહ્યું.

“હા યાર. મારે તેને યાદ કરવો જ ના જોઈએ પણ ખબર નહિ તે ગમે ત્યાંથી યાદ આવી જાય. કયારેક તો એમ થાય કે તે કેવો માણસ છે જેને ક્યારેય મને ફોન કરવો પણ જરૂરી ના લાગ્યો. “

ઉંજાં ની વાત પરથી પરમ ને તરત જ યાદ આવ્યું. તેને ઉંજાં ના ફોન પર પ્રથમ ના નંબર ને બ્લોક કરી દીધો હતો. તે નહોતો ઈચ્છતો કે પ્રથમ ફરી ઉંજાં ની જિંદગી માં આવે. મનમાં જ આ વાત ને છુપાવી રાખતા તે ફરી ઉંજાં ની વાત સાંભળવા લાગ્યો.

“કેવું કહેવાય નહિ, જે માણસ ને આપણી જરૂર જ નથી તે માણસ પાછળ આપણે ભાગ્યા જ કરીએ છીએ. જયારે જે માણસ ને આપણી સૌથી વધુ જરૂર છે તે માણસ ની સામે પણ આપણે જોતા નથી.”

ઉંજાં ની આવી અજીબ ગજીબ વાતો સાંભળવા પરમ એટલો વ્યસ્ત બની જાય કે તેને આજુબાજુ નું પણ ભાન ના રહે. આ બધી જ વાતો ઉંજાં નોટિસ પણ કરતી પણ તે કયારે આ વિશે પરમ ને ન કહેતી. ના પરમ ની કયારે હિંમત ચાલી કે તે ઉંજાં ને પ્રપોઝ કરી શકે.

દિવસો એમ જ પુરા થઇ ગયા ને દિલ માં છુપાયેલો પ્રેમ દિલ ના એક ખૂણામાં રહી ગયો

*******
પરમ ના વિચર્યા પ્રમાણે ઉંજાં તેની નજીક તો આવી પહોંચી પણ શું તે પરમ ને પ્રેમ કરશે??કે તેના દિલમાં પરમ પ્રત્યે પ્રેમ છે પણ તે પરમ ને કહેવા નથી માંગતી???શું ખરેખર પ્રેમ અને ઉંજાં બંને એક બની શકશે તે જાણવા વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની”