10
ક્લાસ પર જવાનો સમય સવારે અગિયાર વાગ્યાનો હતો. ત્યાં સુધી ઉંજાં અને પરમ બંને એકદમ જ ફ્રી હતા. પરમ ને ઉંજાં સાથે વાત કરવાનું મન હતું પણ ઉંજાં એ પહેલા તેને જણાવી દીધું હતું કે વગર કામ ની કોઈ વાતો તે તેની સાથે ના કરી શકે! એટલે વાત કરવાનો કોઈ મતલબ ન હતો. તે થોડીવાર માટે ઉંજાં ના રૂમ માં જ બેઠો રહ્યો.
ઉંજાં એ પણ તેને જવા માટે ના કહ્યું. તે પોતાના ફોન માં ખોવાઈ ગઈ અને પરમ ઉજા ને જોવામાં. આ બધી જ વાતો ઉંજાં વચ્ચે નોટિસ કરી લેતી. તેને પરમ પર પહેલેથી જ કંઈક શક થઇ રહ્યો હતો કે પરમ અહીં શું કામ તેની સાથે આવ્યો છે. આ વાતને સમજવા છતાં તે પણ તે તેને કઈ કહેતી નહીં. તે જાણી જોઈ પરમ ને ઇગ્નોર કરતી એટલે પરમ ને એવું લાગે કે તેનું ધ્યાન નથી પણ ખરેખર ઉંજાં નું પરમ પર પૂરેપૂરું ધ્યાન હતું.
કલાસીસ જવાનો સમય થતા પરમે ઉંજાં ને યાદ કરાવ્યું. તે બંને ક્લાસીસ જવા નીકળ્યા. ઉંજાં નો ક્લાસ પર આજે પહેલો દિવસ છે. પરમ ને તો કઈ ઉંજાં સાથે અંદર જવા મળવાનું ન હતું. તે બહાર જ ગાડી પર બેસી ઉંજાં ના આવવાનો ઈંતજાર કરવા લાગ્યો. ઉંજાં અંદર ક્લાસ પર ગઈ. આ તેમનું પર્સનલ ક્લાસીસ હતું એટલે ત્યાં તેને શીખવવા વાળા મેડમ સિવાય બીજું કઈ ન હતું.
મેડમ ને મળી તેની સાથે વાત કરી. તે શીખવા માટે બેસી ગઈ. ફેશન ની દુનિયા ઉંજાં માટે અજાણ નહોતી. તે ટીવી માં આવતા શો, લાઈવ પોગ્રામ આ બધા ને ધ્યાન આપી જોઈતી અને કોલેજમાં તો તે પાર્ટીસિપેટ પણ કરતી. કોલેજમાં દર વર્ષે તે જીતી પણ જતી અને લાસ્ટ યર માં તો તેને મિસ બારડોલીનો એવોર્ડ પણ મળેલો છે. એમાં પણ તે કયારેક આવા લાઈવ પ્રોગ્રામ જોવા પણ જતી.તેમાં તે કયારેક મન થાય તો ત્યાં પૂરણ ભાઈ ને સાથે લઇ જતી પણ. બાળપણ થી તેનું સપનું હતું જ કે તેને મિસ વર્લ્ડ બને. તે મિસ વલ્ડ ના ચક્કરમાં તો તેને પોતાની જાત ને એકલી કરી મૂકી હતી.
એક મહિનો અહીં જ ક્લાસીસ પર બધું શીખી તેને પ્રેક્ટીકલ માટે નાના મોટા એવા બધા ફેશન શૉ માં જવાનું હતું. ત્યાં સુધી પરમ અહીં આવી શું કરેશે??તેને પણ કંઈક શીખવાનું મન થઈ આવ્યું. જ્યાં સુધી ઉંજાં ક્લાસીસ પર રહે ત્યાં સુધી તે કોઈ પણ જગ્યા પર કામ કરી શકે અથવા તો તે કંઈક નવું શીખવા માટે જય શકે!
બહાર ગાડી માં બેઠા બેઠા તેને નેટ એ જ વિચાર કર્યો. આખિર એક વિચાર મનમાં જ બેસી જતા તેને તરત જ પૂરણ ભાઈ ને ફોન કર્યો. અહીં બાજુમાં જ એક કુકીંગ ક્લાસ છે. જો તે આ સમયે રસોઈ શીખે તો ભવિષ્યમાં તે ઉંજાં માટે પોતાના હાથ થી બનાવેલ રસોઈ તેને ખવરાવી શકે! પૂરણભાઈ ને વાત કરી તેને ક્લાસીસ માં ભરવા માટે પૂરણ ભાઈ પાસે થી પૈસા લઇ લીધા.
આજ નો તો આ દિવસ પૂરો થઇ ગયો હતો એટલે હવે કાલે જ તેને તે ક્લાસ જોઈન્ટ કરવાનું વિચાર્યું. ઉંજાં તેના ક્લાસ માંથી બહાર આવી. રસ્તામાં જતા ઉંજાં ને તેના ફેશન હબ માં ચાલે તેવા કપડાં ખરીદવાના હતા. તો તેને મોલ માં જય કપડાં ખરીદયા અને તે કપડાં ખરીદી હોટલ પર ગયા.
એક મહિનો સુધી આમ જ ચાલતું રહ્યું. સવારે બંને સાથે નીકળે. ઉંજાં ને ક્લાસીસ પર મૂકી પરમ તેના ક્લાસ પર જતો રહે. બંનેની જિંદગી એકદમ જ વ્યસ્ત બની ગઈ. એવામાં પરમ ને પિયુષ ને કોલ કરવાનો પણ સમય ના રહેતો. સાંજે આવી તે થાકી જતો તો વહેલા જ સુઈ જતો. એમાં પણ ક્યારેક જો ઉંજાં ને બહાર જવાનું મન હોય તો તેની સાથે બહાર જતો રહેતો.
આ એક મહિનામાં ઉંજાં અને પરમ પણ થોડા થોડા ફ્રેન્ડ બની ગયા હતા. ક્લાસ સિવાય તે બાકી નો સમય સાથે જ વ્યતીત કરતા. રાતે સુવા માટે પરમ તેની રૂમમાં જતો બાકી તે ઉંજાં સાથે જ બેસી રહેતો.
ઉંજાં પણ પરમ ની ઘણી ક્લોજ઼ આવતી જય રહી હતી. તેને પણ ધીમે હવે પરમ ની આદત બનવા લાગી હતી. જો પરમ થોડો પણ તેનાથી દૂર હોય તો તે તરત જ તેને તેના રૂમ માં કોઈ ના કોઈ કામે બોલાવી લેતી. પરમ પણ તે ઈંતજારે બેઠો હોઈ કે ઉંજાં ની તેની જરૂર પડે અને તે ઉંજાં ની પાસે જાય. એમ કરતા મહિનો ક્યારે પૂરો થયો ખબર જ ના રહી.
એક મહિના પછી,
પૂરણ ભાઈ તેના કામ માંથી થોડા ફ્રી થતા ઉંજાં ને મળવા માટે અહીં આવી ગયા. તેને ઉંજાં નું આમ રોજ રોજ દૂર દૂર સુધી જવું ના ગમ્યું. તેને આવતા જ ઉંજાં ના ક્લાસીસ ની બાજુમાં જ એક ફેલ્ટ લીધો અને તેમાં પરમ અને ઉંજાં ને રહેવા માટે વ્યવસ્થા કરી આપી. આમ પણ હવે તો પરમ ને રસોઈ બનાવતા આવડી જ ગયું હતું એટલે જમવાની ચિંતા પણ ન હતી. પરમ ઘરના કામ સાથે બધું સાંભળી શકે એમ હતો.
બે ત્રણ દિવસ પરમ અને ઉંજાં ની સાથે રહ્યા પછી પૂરણ ભાઈ જતા રહ્યા. નવા ઘરમાં રહેવાની અહીં બધું પોતાનું જ હોય એવું લાગતું હતું. રોજ સવારે ઉંજાં ને ક્લાસીસ પર મૂકી આવી પરમ ઘર નું જે કામ હોય તે પૂરું કરે અને બપોર ની રસોઈ બનાવી પછી ઉંજાં માટે ટિફિન આપવા જતો. ફરી ઘરે આવતો અને બપોર નું કામ પૂરું કરી તે ઘડી ભર માટે બુક વાંચવા બેસતો. થોડા સમયે તેમાંથી મળે તો તે કંઈક એમ જ નાની મોટી પ્રવુતિ કરતો અને ફરી ઉંજાં ને લેવા જવાનો સમય થતા તે ઉંજાં ને લેવા જતો. ફરી ઘરે આવી રસોઈમાં લાગી જતો. સાંજે જમી ફ્રી થઈ ઉંજાં ની વાતો સાંભળતો અને પોતાના મન ને તે તેમાં જ વ્યસ્ત રાખતો.
હવે તો ઉંજાં ની સેવા ચાકરી કરવી જ પરમ નું તો કામ જ બની ગયું.
********
ઉંજાં ની પાછળ પરમ તેનું બધું જ ભૂલી રહ્યો છે તો શું આ બધા ના બદલામાં તેને ઉંજાં મળશે કે પછી જે હતું તે પણ કંઈક ખોવાઈ જશે તે જાણવા વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની “