03
ઉંજાં ને શાંત કરી. તેને આરામ કરવા કહી પૂરણ ભાઈ પ્રથમ વિશે જાણવા નીકળી ગયા. જો કે તે આ વાત થી ખુશ હતા કે ઉંજાં અને પ્રથમ ના લગ્ન ના થઇ શક્યા. ઉંજાં ના રૂમ માંથી બહાર આવતા તેને પ્રથમ ને ફોન લગાવ્યો. પહેલી જ રિંગે પ્રથમે તેનો ફોન ઉપાડી પણ લીધો.
પ્રથમ સાથે વાત કરતા તેને જાણવા મળ્યું કે પ્રથમ ને તત્કાલ જ લંડન જવાનું નક્કી થયું. લંડન માં તેની બહેન કોઈ તકલીફમાં આવી ગઈ છે. જો તે ત્યાં ન જાય તો તેની બહેન ની જિંદગી પુરી થઈ જાય એટલે તેને ત્યાં જવું પડે એમ જ હતું. ત્યાં બધું બરાબર કરી તે જલ્દી જ આવી જશે.
પ્રથમ ની વાત સાંભળતા એક બાજુ પુરણ ભાઈને ખુશી થઇ આવી. જો થોડા દિવસ આમ જ પ્રથમ ઉંજાં થી દૂર રહે તો ઉંજાં તેને ભૂલી જાય. તેને પ્રથમ નું ઉંજાં સાથે રહેવું બિલકુલ પસંદ ન હતું. પણ હવે ઉંજાં ની ખુશી માટે તે કઈ બોલી શકે તેમ પણ ન હતા. પણ આજે જે થયું તે બરાબર થયું. એમ વિચારતા તે મનમાં જ ખુશ થઇ રહ્યા હતા.
*****
આ બાજુ પરમ ને કોઈ બાજુ થી ખુશી સમાતી નહોતી. ખરેખર હવે તે ઉંજાં ની નજીક જઈ શકશે. તેને પ્રથમ ને ઉંજાં થી દૂર નહીં પણ ઉંજાં ની નજીક જવાનો રસ્તો ગોતી લીધો હતો. કેટલા સમય નો ઈંતજાર હવે પૂરો થવાનો હતો.
પ્રથમ ને કોલ કરવાવાળું કોઈ બીજું નહીં પણ તે પોતે હતો. તેને પ્રથમ વિશે ની માહિતી બોવ પહેલાથી મેળવી રાખેલી. પ્રથમ ની બહેન તેના જ કોલેજ માં હતી. આમ તે તને બરાબર ઓળખતો નથી. પણ જ્યારે તેને ખબર પડી કે કાજલ પ્રથમ ની બહેન છે અને તે થોડા સમય પહેલા લંડન ભણવા ગઈ છે.
તેને તેના વિશે તેના એક ફ્રેન્ડ પાસેથી જાણ્યું. તેની પાસેથી કાજલ નો નંબર મેળવ્યો. તેનો જૂનો ફ્રેન્ડ બની તેને કાજલ સાથે વાત કરી. વાત વાત માં જ તેને પ્રથમ વિશે ખરું ખોટું કહ્યું. જો પ્રથમ અહીં રહેશે તો તેની જિંદગી કોઈ પુરી કરી દેશે તેના કરતા તે જો થોડા સમય માટે તેને ત્યાં બોલાવી લેઈ તો અહીં બધું સ્થિર થઇ જાય.
પરમ ની વાત કાજલ ને તરત મનમાં બેસી ગઈ. તેને તે જ ક્ષણે પ્રથમ ને ફોન કરી લંડન આવવા માટે કહ્યું. પ્રથમ કાજલ ને બોવ જ પ્રેમ કરે છે. તે ક્યારે કાજલ ની કોઈ વાત ટાળી ના શકે! જેમ પૂરણ ભાઈ માટે ઉંજાં બધું જ છે. એમ પ્રથમ માટે તેની બહેન કાજલ બધું જ છે.
“મતલબ તે પ્રથમ અને ઉંજાં ના લગ્ન રોકી દીધા??” પરમ ને મનોમન ખુશ જોતા જોય પિયુષ ને વાત સમજતા વાર ના લાગી.
“ખાલી લગ્ન જ નહિ! તેના સુધી પહોંચવાનો રસ્તો પણ ગોતી લીધો. તું જો હવે હું ઉંજાં ને મારી કઈ રીતે બનાવું છું.’ પરમે ખુશ થતા કહ્યું.
“જબરદસ્તી કોઈ ને મેળવી લેવાથી કોઈ આપણું નથી બની જતું. હજી કવ છું ભૂલી જા તેને. કઈ નહિ મળે.’ પિયુષ ને આ જાણી કોઈ ખુશી નહોતી થઇ રહી. તેને બસ ડર લાગી રહ્યો હતો પરમ ને ખોવા નો.
“તું જે કહે તે, પણ હવે હું અહીં સુધી પહોંચ્યા પછી પાછળ ના ફરી શકું. તને ખબર છે??હવે હું રોજ ઉંજાં ને મળી શકી, બસ એવી રીતે જેવી રીતે પ્રથમ તેની મળતો.’ પિયુષ ને કહેતા પરમ ની ખુશી બે ગણી વધી રહી હતી. જે તેના ચહેરા પર સાફ નજર આવી રહ્યું હતું.
“વોટ??શું મજાક કરે છે??તું પ્રથમ ની જેમ ઉંજાં ને હવે રોજ મળી શકી….???”ખરેખર પિયુષ ને પરમ ની વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.
“હું મજાક નથી કરતો યાર, સિરિયસલી, જ્યાં સુધી પ્રથમ લંડન રહેશે ત્યાં સુધી તેનું કામ મારે કરવાનું છે. પ્રથમે ખુદ મને તેનું કામ આપ્યું છે.” પિયુષ ને કહેતા તેને પ્રથમ સાથે ની વાતચીત યાદ આવી.
કાજલ સાથે પ્રથમ ની વાત થયા પછી તે પ્રથમ ના ઘરે ગયો હતો જોબ માટે. હવે તત્કાલ તો કોઈ તેને મળવાનું ન હતું તેના કામ માટે!! એટલે પરમ ને જોય તેને તેનું કામ આપી દીધું. તેને તેનું કામ જે પણ હતું સમજાવ્યું અને જ્યાં સુધી તે ન આવે ત્યાં સુધી તે કામની જવાબદારી સંભાળવાની કીધી.
“ઉંજાં સાથે રહેવાનું પણ આપ્યું છે??”પરમ ની વાત સાંભળતા પિયુષ નો સવાલ તરત જ ઉભા થવા લાગ્યા. તેને હજી સમજાતું નથી કે આ શક્ય કેવી રીતે બની શકે!!
“જો પિયુષ, હું તને ક્લિયર કરી દવ છું, ઉંજાં મારો પ્રેમ છે. તેના વિશે કોઈ આવી વાત કરે તે મને મંજુર નથી. હું પછી ભૂલી જાય કે તું મારો ભાઈ છે.” પરમે ગુસ્સો કરતા કહ્યું.
“અરે પણ હું એમ નથી કહેતો. હું જસ્ટ તને પૂછું છું.” વાત ને બદલવાની કોશિશ કરતા પિયુષે કહ્યું.
“એ મને સમજાય છે. તને મારા પર થોડો પણ વિશ્વાસ નથી. પણ કઈ નહિ હું ઉંજાં ને મારી કરી, તારી ભાભી બનાવું પછી તો તને વિશ્વાસ આવશે ને!! બસ ત્યાં સુધી મને મારી રીતે મારી આ લડત લડવા દે.”
પરમ ની વાત સાંભળ્યા પછી પિયુષ ને હવે તેની સામે કંઈ જ બોલવું યોગ્ય નહોતું લાગી રહ્યું. તેને હકારમાં માથું હલાવતા તે બસ ચૂપ થઈ ગયો. આમ પણ તે કઈ બોલે તો પણ પરમ ક્યાં તેની વાત સાંભળવાનો હતો. તેને તો બસ ઉંજાં જ બધું બની ગઈ હતી.
પિયુષ ની સાથે તે પણ ચૂપ થઇ ગયો. તે પણ હવે તે વિશે કોઈ વાત કરવા નહોતો માંગતો. ઉંજાં ને મેળવાનું પરિણામ જે હોય તેને મજુર હતું. તે બસ ઉંજાં સાથે ની તે પળ ને જીવવા માંગતો હતો.
******
તો શું પરમ જે વિચારી રહ્યો છે તે થઈ શકશે??ઉંજાં સાથે ની તે પળો જીવી શકશે??શું ઉંજાં પરમ જેવા ગરીબ છોકરા સાથે જીવવાનું ક્યારે વિચારી શકે??જો હા તો એવું બનશે કેમ તે જાણવા વાંચતા રહો” અનુભતી એક પ્રેમ ની”