04
પ્રથમ નું આ રીતે જતું રહેવું અને પછી તેના કોઈ સમાચાર પણ ના મળવા ઉંજાં માટે દુઃખ ની વાત કહી શકાય. તે એકદમ જ પડી ભાગી. બેડ પરથી ઊભા થઈ કઈ જવાનું તેનું મન નહોતું લાગતું. બસ બેડ પર સુતા સુતા પ્રથમ ના વિચારો જ આવ્યા કરતા. તેની સાથે ની યાદો. તેની સાથે વિતાવેલા તે દિવસો યાદ બની બસ મનમાં ઘુમરાયા કરતા.
એક બાજુ નફરત ની આગ વરસી રહી હતી અને બીજી બાજુ દિલ તેનો ઈંતજાર કરતું હતું. પ્રથમ સાથે તેનું જે આકર્ષણ હતું તે બીજા કોઈ ને જોતા ક્યારે થતું નહીં. પ્રથમ ની પર્સનાલિટી બાકી બધા છોકરા કરતા અલગ તરી આવતી. જો કે તે ઉંજાં સાથે જાણી જોઈ એવું બધું કરતો કે ઉંજાં તેના માં ખોવાઈ રહે, તેને પ્રેમ કરે. પણ આ આકર્ષણ રૂપી પ્રેમ ક્યાં સુધી??આજે પ્રથમ ના દૂર જવાથી તે કેમ ગયો તે વાત કરતા તેને મારી સાથે આવું કેમ કર્યું તે વાત વધુ તકલીફ આપી રહી હતી. જ્યારે સાચો પ્રેમ હોય તો પહેલા તેનો વિચાર હોય પછી પોતાનો વિચાર હોય.
દિવસો બસ એમ જ હતાશા અને એક રૂમ ના ખૂણા માં પુરા થઈ રહ્યા હતા. હવે તો પૂરણ ભાઈ ને પણ ઉંજાં ની ચિંતા થવા લાગી. તે કોશિશ કરતા ઉંજાં આ આઘાતમાંથી બહાર આવે, પણ હવે ઉંજાં બહાર આવવા નહોતી માંગતી. તેના માટે તેનો પ્રેમ તેનાથી દૂર જતો રહ્યો તેના કરતા વધુ દુઃખ તે વાતનું હતું કે તેના જ સ્વયંવર ના દિવસે દુનિયા સામે તેની બૈજંતી થઇ. એટલે તો તે બહાર આવતા ડરતી હતી. કઈ કોઈ સામે તે જય ચડે અને કોઈ તેને તે વિશે કઈ કહી દેય તો!
ઉંજાં ની આ હાલત વચ્ચે જ પરમ તેના ઘરે આવી પહોંચ્યો. પૂરણ ભાઈ બહાર સોફા પર બેસી તેનું કોઈ કામ કરી રહ્યા હતા. પરમ તેની સામે આવી બેઠો. પૂરણ ભાઈ ની નજર પરમ બાજુ ગઈ. પરમે તરત જ તેમની બેગ માં રહેલી ફાઈલ કાઠી પૂરણ ભાઈ ના હાથમાં આપી.
ફાઈલ જોતા પૂરણ ભાઈ ને પરમ વિશે કઈ જાણવાની જરૂર ના રહી. ના પરમ ને તેની કોઈ ઓળખાણ આપવાની જરૂર રહી. છતાં પણ પૂરણ ભાઈ એ પરમ ને તેનું નામ પૂછ્યું. પરમ માટે તો એ ખુશી ની જ વાત કહેવાય કે પુરણ ભાઈ જેવા વ્યક્તિ તેનું નામ પૂછે.
“પરમ”પરમે તેનું નામ ગર્વ થી આપ્યું. જાણે તેનું નામ દુનિયામાં વિખ્યાત હોય.
“ઠીક છે. અહીં ફાઈલ મૂકી દે હું ચેક કરી ને રિટર્ન તમારી ઓફિસ પહોંચાડી દેવા.” પરમ ને ખ્યાલ જ હતો કે પૂરણ ભાઈ આવું જ કઈ કહેશે. એટલે તેને તે ફાઈલ ને ત્યાં ટેબલ પર મૂકી અને પછી ત્યાંથી ઊભા થવાની કોશિશ કરી.
પોતે અહીં જે કામ થી આવ્યો છે તે કામ ના કરી શકે તો તેના અહીં સુધી આવવાનો કોઈ મતલબ નથી. મનમાં જ વિચારતા તે ફરી ત્યાં જ બેસી ગયો. તેને બેસતા જોઈ પૂરણ ભાઈ એક સવાલી નજરે તેની સામે જોઈ રહ્યા.
‘ઉંજાં ને હવે કેમ છે??પ્રથમ સર નો કાલે કોલ આવ્યો તો પૂછતા હતા.” પૂછવું કે ન પૂછવું ના વિચાર કરતા પરમે આખરે પૂછી જ લીધું.
પરમ ના એવું પૂછતાં પુરણ ભાઈ ભડક્યા. તેની આંખો ગુસ્સાથી લાલ થવા લાગી. હમણાં જ પરમ ને તે બે જોરદાર થપ્પડ મારી દેશે એવું પરમ ને લાગ્યું પણ આ ગુસ્સો તેનો પ્રથમ પર હતા એટલે તે તેને કઈ ના કરી શકે!
“ક્યાં હતો તે દિવસે તે કે આજે તે ઉંજાં ના સમાચાર પૂછી રહ્યો છે.કહી દેજે તેને કે ઉંજાં ને હવે તેની કોઈ જરૂર નથી.” પૂરણ ભાઈ ગુસ્સા માં જ બોલ્યા.
‘હું સમજુ છું, સરે આવું ન કરવું જોઈએ. પણ તેની પણ કોઈ મજબૂરી હશે ને…..”પરમે જાણી જોઈ વાત ને અધૂરી છોડી દીધી.
‘મજબૂરી! એવી તો વળી કેવી મજબૂરી કે તેને મંડપમાં આવ્યા પછી ભાગી જવું પડે.” પુરણભાઈ નો ગુસ્સો હવે લિમિટ કોર્ષ કરતો જય રહ્યો હતો. પણ જો તેને પ્રથમ સાથે કામ ની જરૂરિયાત ના હોત તો તે આજે પરમ ને પણ અહીં એક મીનીટ માટે ઉભો રહેવા દેત નહિ,
“એ તો મને પણ નથી ખબર. મેં પણ જ્યારે વાત સાંભળી ત્યારે મને એવું જ લાગ્યું, ખરેખર સરે ઉંજાં સાથે આવું ન કરવું જોઈએ. જે તેને પ્રેમ કરે છે એમ કહી તેને લગ્ન ના મંડપ માં જ એકલી મૂકીને જતો રહે તે છોકરા પર વિશ્વાસ કરવા જેવું જ ક્યાં રહ્યું.’ પરમ જાણી જોઈ આવી વાત કરી રહ્યો હતો. તેની વાત થી પુરણ ભાઈ નો ગુસ્સો પીગળવા લાગ્યો. જાણે કોઈ આજે તેને સમજવા વાળું મળી ગયું હોય.
“કોઈ પણ છોકરી હોય જો તેના લગ્ન સમયે આવું કઈ થાય તો તે છોકરી અંદર થી તૂટી જાય. તે આ બધું સહન કેમ કરી શકે!! આ સમય તેને કોઈ ની સાથ ની જરૂર હોય છે. કોઈ એવો સાથ જે તેને એ સમજાવી શકે કે કોઈ ના જવાથી કે કોઈ ના કઈ કહેવાથી કઈ બદલવાનું નથી. જે છે તે જ રહેવાનું છે એટલે હંમેશા આપણે જેવા છીએ એવા જ બની રહેવું જોઈએ.” પરમ તેની વાત કરતા અટક્યો. તને એક નજર પૂરણ ભાઈ સામે કરી જે તેની વાત પર કંઈક વિચારી રહ્યા હતા.
પરમ ની વાતો પૂરણભાઈ નું દિલ જીતી રહી હતી. તેનો બધો ગુસ્સો એક પળમાં પીગળી ગયો. તે જેવા વ્યક્તિ ની શોધમાં હતા બસ પરમ તેને તેવો જ છોકરો લાગ્યો. જો કે પરમ પહેલા થી પૂરણ ભાઈ વિશે બધું જાણી ને જ આવ્યો હતો. એટલે તેને અહીં પૂરણ ભાઈ નું દિલ કેમ જીતવું તે ખ્યાલ આવી શકે!
“તો તું કરી શકે મારી ઉંજાં ને પહેલા જેવી?? બિચારી એ તો નાનપણમાં તેની મમ્મી પણ ખોઈ નાખી અને હવે તેની સાથે આવું બધું બન્યું.” વાત કરતા પૂરણભાઈ ની આંખો ના ખૂણા ભીના થવા લાગ્યા.
“હું કરી તો શકું. પણ તમે અને ઉંજાં એક અજાણ વ્યક્તિ ઉપર ભરોસો કેવી રીતે કરી શકશો?” પરમે વાત ની પકડ મેળવતા તરત જ પૂછી લીધું.
“ભરોસો કરવાનો ન હોય ભરોસો બસ થઇ જાય છે. જો ખરેખર મારી ઉંજાં ને તું પહેલા જેવી બનાવી દે તો હું તને તું જે પણ માંગી તે આપવા તૈયાર છું. પણ યાદ રહે તે ફરી પહેલા પ્રથમ સાથે જોડાવી ના જોઈએ.” પૂરણ ભાઈ ની વાત સાંભળતા પરમ નો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો.
આ બધું એટલું આસાન બની જશે તેને ક્યારેય વિચાર્યું નહોતું. આટલી જલ્દી તે ઉંજાં ને મળી શકશે તે તેના વિચાર બહારનું હતું. પણ કઈ નહિ હવે મળ્યું છે તો પછી તેને વધુ વિચાર કરવો ન જોઈએ.
*****
તો શું પરમ ઉંજાં ને પહેલા જેવી બનાવી શકશે??શું ઉંજાં તેને નજીક આવવા દેશે??જો બંને નજીક આવશે તો શું ઉંજાં ને પરમ સાથે પ્રેમ થઇ શકશે તે જાણવા માટે વાંચતા રહો” અનુભૂતિ એક પ્રેમ ની”