Anubhuti ek Premni - 1 in Gujarati Love Stories by Nicky@tk books and stories PDF | અનુભૂતિ એક પ્રેમ ની - 1

Featured Books
Categories
Share

અનુભૂતિ એક પ્રેમ ની - 1

પ્રસ્તાવના :

કોઈ નું મળવું ક્યારેક સંજોગ માત્ર હોઈ શકે પણ હંમેશા તે સંજોગ નથી હોતો. કયારેક એમ જ કોઈ ની જીદ કે પછી કોઈ ની તમન્ના એક વ્યક્તિ ને બીજા વ્યક્તિ બાજુ ખેંચી જતી હોય છે. આપણી આ વાર્તામાં પણ કંઈક આવું જ બને છે. ઉંજાં ના એક તરફા પ્રેમ માં પડેલો પરમ તેને પામવાની જીદ પકડી બેસે છે અને ગમે તે કારણોસર બસ તેને મેળવવા માંગે છે. પણ શું ઉંજાં તેને મળી શકશે?? જો મળશે તો શું તે પણ પરમ ને પ્રેમ કરી શકશે?? કોઈ ને જબરદસ્તી પોતાના બનાવ્યા પછી નો પ્રેમ કેવો હશે! તે જાણવા વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની”

લાગણી ભીનો પ્રેમ નો અહેસાસ, દિલ પ્રેમનો દરિયો છે, દિલ તૂટ્યું તારા પ્રેમ માં આ બધી વાર્તાઓ તમે વાંચી જ હશે!! આશા છે કે તે બધી વાર્તા ની જેમ તમને મારી આ વાર્તા પણ પસંદ આવશે. મારી અહીં સુધીની સફર માં હંમેશા તમે મારો સાથ આપ્યો. સારા કે ખરાબ પ્રતિભાવ આપી મને વધુ સારું લખવા માટે પ્રોત્સાહિત કરી છે. આગળ પણ મને વધુ સારું લખવા તમારા તે જ સાથ તે જ અભિપ્રાય ની જરૂર છે. આશા રાખું છું કે તમે મારા પ્રિય વાચકો બની હંમેશા મને વાંચતા રહેજો અને તમારો અમૂલ્ય પ્રતિભાવ આપી મને વધુ સારું લખવા માટે પ્રોત્સાહિત કરજો. ધન્યવાદ

01

“યાર, આવું ન હોય. તું કેમ નથી સમજતો?? હું માનું છું તારો પ્રેમ દિલ થી છે પણ આમ કોઈ ને પોતાના જબરદસ્તી બનાવવા!!! મને તે બરાબર નથી લાગતું.”

“હું ક્યાં તેની સાથે જબરદસ્તી કરવા માંગુ છું. બસ મારે તેની થોડી નજીક જવું છે.”

“ તે અમીરજાદી શું તને તેની નજીક આવવા દે એવું લાગે છે??તેના માટે તારે પહેલા ખુદ પોતાના પગ પર ઉભું રહેતા શીખવું પડશે.તેને કાબેલ બનવું પડે આમ કોઈ ઈ પાછળ પડવાથી કોઈ મળી ના જાય.”

‘કાબેલ શું હું તો તેના માટે બધું જ કરવા તૈયાર છું. બસ તે એક વાર કહી દેય કે તે મારી છે.’

‘પાગલપંતી છોડ, કઈ હાથ નહિ આવે. તે ક્યારે તારી બની જ ન શકે!! કારણ તે ઓલરેડી કોઈ બીજા ની બની ગઈ છે. ખબર છે તને?? તેના પપ્પા એ ટીવી ન્યુઝ માં કાલે જ તેના સ્વયંવર ની જાહેરાત કરી છે અને તે પેલા પ્રથમ ને તેનો જીવનસાથી બનવાની છે.”

પિયુષ ની વાત સાંભળતા પરમ હસી પડ્યો. જાણે તેને તે બધી વાત થી કોઈ ફરક જ નહોતો પડતો. કેમકે તે દિલ થી ઉંજાં ને પરણી ગયો હતો. હવે ઉંજાં તેના સિવાય કોઈ બીજા ની ક્યારેય ન થઇ શકે તે તેને વિશ્વાસ હતો.

“તારી સાથે તો વાત કરવી, ભેંસ આગળ ભાગવત જેવું લાગે. જ્યારે દિલ તૂટશે ને ત્યારે તને સમજાશે કે હું જે કહેતો હતો તે સાચું હતું. અત્યારે તને કઈ નહિ સમજાય.”’પિયુષ ને ખરેખર હવે પરમ પર ગુસ્સો આવી રહ્યો હતો.

કેટલું બધું ખોયા પછી પણ હજુ તે સમજી નહોતો રહ્યો કે ઉંજાં તેની જિંદગી ક્યારેય ન બની શકે!! તેનો આ મક્કમ વિશ્વાસ પાછળ હવે તેને કંઈ પણ સમજાવવું પિયુષ માટે ભારી થઈ રહ્યું હતું. હવે તો તેને પરમ ને તેના રસ્તે મૂકી દેવાનો જ નિર્ણય કરી લીધો. પણ ભાઈ છે આમ તેને હેરાન થતા તો ના જોઈ શકે!! એટલે વારેવારે તેને સમજાવવા  માટે આવી બેસતો.

સુરત થી થોડે દૂર આવેલા બારડોલી જિલ્લા માં રહેતા પરમ અને પિયુષ આમ કાકા દાદા ના ભાઈઓ. પણ આમ એક જ બાપ ના હોઈ એમ સગા ભાઈ ની જેમ રહે. તેના કુટુંબ માં તે બંને ભાઈયો સિવાય બીજું કોઈ ન હતું. થોડા સમય પહેલા જ ઘર માં આગ લાગતા એક સાથે આખો પરિવાર મૃત્યુ પામ્યો. તે સમયે આ બંને કોલેજ ગયા હતા એટલે તે બચી ગયા.

પરિવાર ના મૃત્યુ નો આઘાત બંને ને હતો પણ સમય જતા તે રૂંધાઈ ગયો. ધીમે ધીમે તે બધું ભુલાઈ ગયું અને બને આ જ જિંદગી છે એમ માની લીધું. તે સમયે પરિવાર સાથે બધું જ જતું રહ્યું હતું. બસ તે બંને સિવાય તેમની પાસે કંઈ જ નહોતું. થોડી ઘણી સરકાર પાસેથી સહાય મળી તેમાંથી તે પોતાનો ખર્ચ કાઢતાં. એમાં જ તેમને જેમ તેમ કરી કોલેજ પુરી કરી.

કોલેજ પુરી થતા પિયુષ ને આઠ હજાર પગાર ની બેંક માં નોકરી મળી ગઈ. પણ પરમ ના હજુ કોઈ ઠેકાણા ન હતા. જો કે તે નોકરી કરવા જ નહોતો માંગતો. તેને તો બસ નોકરી ના રૂપ માં ઉંજાં મળી ગઈ હતી.

ઉંજાં તેના જ કોલેજ ની જુનિયર ગર્લ. આમ ક્યારે બંને હજુ મળ્યા ન હતા. પણ એક દિવસ તેને ઉંજાં ને કોલેજ ફંક્શન માં જોઈ. બસ તે જ દિવસ થી તે તેને દિલ આપી બેઠો. તે પછી પરમેં બોવ કોશિશ કરી તેને મળવાની પણ તે કયારે તેને મળી જ ના શકી.

આજે કોલેજના ત્રણ વર્ષ પુરા થયા પછી પણ ઉંજાં સાથે ની તે પહેલી નજર તે ક્યારે ભૂલી ન શક્યો. તેને ઉંજાં વિશે જાણવાની કોશિશ કરી તો ખબર પડી કે ઉંજાં પૂરણ ભાઈ જિલ્લા અધિકારી ની એક ની એક લાડકી છોકરી છે.

ઉંજાં જેટલી દેખાવે સુંદર એટલી જ એટિટ્યૂડ વાળી. તેની નજર સામે કોઈ વ્યક્તિ ક્યારે ટકી ન શકે!! પોતાની ખુબસુરતી અને પપ્પા ના પૈસા નો પાવર તેના ચહેરા પર હંમેશા દેખાય આવે. તે પરમ જેવા ગરીબ ઘર ના છોકરા સામે ઊંચી નજર પણ કરી ન જોવે. જો કે તે આમ કોઈ ને પણ મળવાનું પસંદ જ ના કરે.

પરમે એવી કેટલી કોશિશ કરી જોઈ તે ઉંજાં ને મળે!! પણ આજ સુધી તે કયારે તેને મળી જ ના શકી. પિયુષ તેને તે જ વાત સમજવાની કોશિશ કરતો પણ પ્રેમમાં ખોવયેલ વ્યક્તિ ને તે ક્યાં સમજાવાનું હતું. તે કોઈ પણ હાલતે ઉંજાં ને મેળવવા માંગતો.ખાલી મેળવવા જ નહિ તેને હંમેશા તેની બનાવવા માંગતો હતો. તેને બસ વિચારી લીધું તે હવે ઉંજાં સુધી પહોંચી ને રહેશે.

*****

શું ખરેખર પરમ હવે ઉંજાં સુધી પહોંચી શકશે??ઉંજાં તો કોઈ બીજા સાથે લગ્ન કરવા જઈ રહી છે તો શું તે તેને છોડી પરમ ની કયારે બની શકશે??પરમ નો આ પાગલ પ્રેમ શું તેને ઉંજાં પાસે લઇ જશે તે જાણવા વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની”